હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ધણીને ધાકમાં રાખો

ધણીયાણી ઓ ધણીયાણી

સલાહ તમને આ સુફિયાણી

કરે જો એ ગલ્લાતલ્લા એક સાડી લાવવા

ગુટકા ને પાનબીડીના હિસાબો માંગતા રહેજો

તમે હો ગેરહાજર ને જોજો ઉડાવે ના એ રંગરલીયા

પિયરથી બે દિવસ વ્હેલા જ નિકળી આવતા રહેજો

ગમે તે રીતે એને હંમેશા વાંકમાં રાખો

ધણીને ધાકમાં રાખો

તમે રાંધો ને એ છાપું વાંચે, ના ચલાવી લો

મસાલા વાટવા આપો, જરા કાંદા કપાવી લો

તમે બહારના કામ પતાવો ને એ ટીવી જુએ, ના ચલાવી લો

ટીવીને વીડીયોના રીમોટ કંટ્રોલ તમારી પર્સમાં જ રાખો

વીકેન્ડમાં રજા એની, તમે શાને રસોડામાં?

બહાર ફરીને એકાદ રેસ્ટોરાંમાં જ ખાઈ લ્યો

જમાડો ના એને શિખંડ–પૂરી, બાફેલા શાકમાં રાખો

ધણીને ધાકમાં રાખો

જો કપડા પર જરા પણ સેન્ટ છાંટે તો નજર રાખો

વધારે બુટપોલીશ જો કરાવે, તો નજર રાખો

કરચલી શર્ટમાં પડવા ન દે તો જાણજો એ ભયની નિશાની છે

રૂપાળી તો નથી ને એની સેક્રેટરી, ખબર રાખો

બને તો એને પાયજામા ને કફનીમાં રાખો

ધણીને ધાકમા રાખો

કે પગારનો એ પે–ચેક તમારા હાથમાં સોંપે

અરે, હિંમત શું એની કે તમારો બોલ ઉથાપે?

કે સાવરણી ને વેલણ સદાય હાથમાં રાખો

તમે માંગ્યું હોય બસ પાણી ને એ દૂધ આપે

કડાકો એટલો ઉંચો તમારી હાકમાં રાખો

ધણીને ધાકમાં રાખો

Chitrasen Shah  (not vry sure)

9 responses to “ધણીને ધાકમાં રાખો

 1. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 2, 2012 પર 5:36 એ એમ (am)

  નિરાશ થયેલા આદરણીય ’ધણીઓ’ કદાચ અમારા આ પ્રયત્નથી બે ઘડી આનંદની લાગણી અનુભવે ખરા !
  તો જુઓ: “પત્નીને કાબુમાં કેમ રાખશો !!”
  (http://wp.me/pKKId-mK)

  Like

 2. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 2, 2012 પર 5:22 એ એમ (am)

  આ ૭-૮ ડીગ્રી તાપમાને પણ પરસેવો વળી ગયો !!
  સંસદના બજેટસત્રમાં, આવી ભયાનક રચનાઓ પ્રસિદ્ધ કરવા વિષયે, કાયમી મનાઈ કરતો પ્રસ્તાવ લાવવો જોઇએ. (બહુમતીથી પાસ થશે ! ત્યાંએ હજુ તો ધણીઓ બહુમતીમાં છે !!)

  Like

 3. Sharad Shah ડિસેમ્બર 31, 2011 પર 5:51 એ એમ (am)

  “ધણીને ધાકમાં રાખો”, વાંચીને એક ઝેન કથા યાદ આવી.
  એક ઝેન માસ્ટર તેમના શિષ્યો સાથે જતા હતાં અને રસ્તામા એક ખેડૂતને હળ,બળદ લઈ ખેતર ખેડવા જતો જોયો. ઍટલે શિષ્યોને પૂછ્યું કે, ” કહો જોઈએ આ ખેડૂત અને બળદમાં ધણી કોણ છે?” શિષ્યોએ સ્વાભાવિક રીતે જ કહ્યું, “ખેડૂત”. ગુરુએ બીજો પ્રશ્ન કર્યો, ” બળદના ગળે જે દોરડું બાંધ્યું છે તેનો એક છેડો ખેડૂતના હાથમાં છે, જો આ દોરડું હું છોડી દઊં અને બળદ ભાગી છુટે તો શું થાય?” શિષ્યોએ કહ્યું,” ખેડૂત બળદ પાછળ દોડીને પકડી લે.” ગુરુએ પૂછ્યું કે હવે કહો, “આ બે માં ગુલામ કોણ અને ધણી કોણ છે?” બસ આવું જ કાંઈ હોય છે. દેખાતુ દોરડું તો બળદના ગળામાં હોય છે પણ બીજું અદ્રશ્ય દોરડું ખેડૂતના ગળામાં હોય છે જે વધુ પાવરફુલ હોય છે. ગૃહિણીઓને નોકરનો અનુભવ પણ આવો જ હોય છે.
  મોટાભાગના કહેવાતા ધણીઓને પણ ધણી હોવાનો આવો જ ભ્રમ હોય છે. જ્યારે હકિકત જુડી જ હોય છે.
  મુલ્લા નસરુદ્દીનને પત્ની બહાર જતા જતા સુચના આપતી ગઈ,” છાપામા મોં ઘાલીને બેઠા છો પણ ધ્યાન રાખજો ચુલા પર દુધ મુક્યું છે અને એક ઉભરો આવે એટલે ઉતારી લેજો, હું થોડીવારમાં જ શાક લઈને આવું છું” પણ મુલ્લાતો મુલ્લા, દુધ ઉભરાઈને ગરમ ચુલાપર પડી છમ છમ થવા માંડ્યું ત્યારે સફાળા ઉઠ્યા પણ ત્યાં સુધીમાં તો દુધ અડધું માંડ બચ્યું હતું.મુલ્લા પત્નીની બીકે પલંગ નીચે ભરાઈ ગયા. થોડીવારે પત્ની આવી અને જોયું તો, ચિતરાયેલો ચુલો, ઉભરાયેલુ દુધ અને મુલ્લા ગાયબ. ક્રોધની મારી લાલ થઈ ગઈ અને હાથમા ઝાડુ લઈ મુલ્લાને શોધવા માંડી ત્યાં તો લાડલા ફઝલુએ મમ્મીને ઈશારો કર્યો એટલે પત્ની વાંકી નમી પલંગ નીચે છુપાયેલા મુલ્લાને રાડો પાડી બહાર નીકળવા ફરમાન કરવા માંડી. મુલ્લાએ પલંગ નીચેથી જ જવાબ આપ્યો,” ઘરનો માલિક હું છું, મને ફાવે ત્યાં રહું તારે શું જોવાનુ?”
  બસ ધણીઓની દશા લગભગ બધે આવી જ હોય છે ધણીને ધાકમાં રાખવાનુ ધણીયાણિયોને ખાસ શિખવવું નથી પડતું. હવેની નારીઓ બાળપણથી જ પિતાની દુર્દશા નિહાળી ઘણુબધું શિખી જતી હોય છે.
  શરદ

  Like

 4. સુરેશ જાની ડિસેમ્બર 30, 2011 પર 3:56 પી એમ(pm)

  અને છેલ્લે – અમારા એક વી.આઈ.પી મિત્રની પત્ની (પોતાનું નામ જાહેર ન કરવાની શરતે !) પોતાના પતિ વિશે કહે છે કે –
  ———–
  પ્રજ્ઞાબેન,
  પ્રફુલ્લભાઈને કોઈ દી નેટ પર દીઠા નથી !!!!!

  Like

 5. સુરેશ જાની ડિસેમ્બર 30, 2011 પર 3:03 પી એમ(pm)

  ભરતભૈ
  બહુ દાડે આવ્યા , ભાભીએ ધાકમાં રાખેલા કે શું?!

  આવી જ એક ગઝલ રઈશ મનીયારની …..
  પન્ની ને પહટાય ટો કેટો ની,
  ને વાહન અઠડાય ટો કેટો ની

  આખી હઝલ

  http://taramaitrak.blogspot.com/2010/06/blog-post.html

  Like

 6. Vinod R. Patel ડિસેમ્બર 30, 2011 પર 2:30 પી એમ(pm)

  પતી -પત્નીના સંબંધો નિરાળા છે.
  લગ્નનું બીજું નામ adjustment છે.

  જમનાદાસ અને અજવાળીબેનને પરણ્યાને સિત્તેર વર્ષ થઇ ગયા હશે.બાણું
  વર્ષની પાકી અવસ્થાએ જમનાદાસનું મૃત્યુ થયું.આ સમાચાર અજવાળીબેનને આપનાર ડોક્ટરને બીક હતી કે ડોશીમા બિચારા આ સમાચારનો આઘાત
  જીરવી નહી શકે.પરંતુ આ બાઈ ઘણી ખમતીધર નીકળી.

  ડોક્ટરને કહે : હવે છેવટે ઘણા વરસે મને પસંદ પડે એવી ચા હું બનાવી શકીશ !”

  વિનોદ પટેલ

  Like

 7. Vinod Patel ડિસેમ્બર 30, 2011 પર 1:51 પી એમ(pm)

  પતી પત્નીની નજરે —

  “મારો પતી તો મારી પાછળ સાવ દીવાનો છે દીવાનો ! તે ઊંઘમાં પણ મારી સાથે કેટલી મીઠી મીઠી વાતો કરે છે ! પણ માળું, મને એ નથી સમજાતું કે તે ઊંઘમાં હંમેશા મને કોઈ બીજા જ નામે કેમ સંબોધતો હશે !”

  પત્ની પતિની નજરે —

  “મારી પત્નીની યાદ શક્તિ ભયંકર ખરાબ છે .”
  “કેમ, એમને કશું યાદ નથી રહેતું કે શું ?”
  ” ના યાર, એને બધું જ યાદ રહે છે ”
  ———————–
  એક જોશી એક લગ્નના ઉમેદવારને —

  ” લગ્ન કરવામાં વાંધો નથી પરંતુ શરૂઆતમાં ત્રણેક વર્ષ ખરાબ જશે ”
  ” પછી ?”
  ” પછી તો તમે ટેવાઈ જશો ! ”

  વિનોદ પટેલ
  http://www.vinodvihar75.wordpress.com

  Like

 8. pragnaju ડિસેમ્બર 30, 2011 પર 12:36 પી એમ(pm)

  સ રસ..યાદ.
  શ્રી ચિત્રસેનભાઈ શાહ (ગાંધીનગર) દ્વારા લિખિત
  ‘ધણીને ધાકમાં રાખો’ મા સુંદર હાસ્ય કથાઓ છે…જેવીકે
  બસમાં વરસાદ !
  સળંગ ત્રણ વર્ષના દુષ્કાળના સમયની આ વાત છે !
  ‘ત્રણ ત્રણ વર્ષના દુષ્કાળ પછી પણ છત્રી ખરીદનારા વિરલા છે ખરા !’ હું ઉકાઈમાં છત્રી ખરીદવા નીકળેલો ત્યારે લોકો ટોળે વળ્યાં ! તેમાંથી એકે કોમેન્ટ કરતાં કહ્યું.

  મારે છત્રીની કેમ જરૂર ઊભી થઈ એ અંગેનો રંગીન ઈતિહાસ એવો છે કે – એ ચોમાસામાં અમારા સદનસીબે એકાદ વરસાદ થઈ ગયો ! પરંતુ અમારા કમનસીબે તે જ દિવસે અમે બસમાં ઉકાઈથી સુરત જતા હતા ! બસની બહાર જેટલો વરસાદ પડતો હતો તેટલો જ વરસાદ બસની અંદર પણ પડતો હતો ! તૂટેલા છાપરાં અને તૂટેલી કાચની બારીઓમાંથી અંદર ધસી આવતા મુશળધાર વરસાદથી બચવા લોકો છત્રી ઓઢીને બેઠા હતા – મારા સિવાય ! કારણકે મારી પાસે છત્રી ન હતી !

  અને તે દિવસે હું ભીંજાયો ! એ ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તે માટે હું છત્રી ખરીદવા નીકળેલો, કારણ કે ફરીથી આજે મારે બસમાં મુસાફરી કરવાની હતી ! તમે રસ્તામાં હો અને એકાએક વરસાદ તૂટી પડે તો તમે કોઈ ઝાડ નીચે કે કોઈ દુકાન કે ઘરના છાપરા નીચે આશ્રય લઈ શકો પરંતુ ચાલુ બસમાંથી તમે ક્યાં ભાગવાના ?

  બસના છાપરા નીચે તો ભીંજાવું જ પડે ! મારી બાજુમાં મેઘાલય બાજુથી આવતા એક સહપ્રવાસી તો બસમાં છત્રી ઓઢીને બેઠેલા લોકોને જોઈ દિગ્મૂઢ બની ગયા ! મને કહે : ‘અમારે ત્યાં ચેરાપુંજીમાં 450 ઈંચ વરસાદ પડે છે પરંતુ બસની અંદર તો ‘સુખા’ ની પરિસ્થિતિ હોય જ્યારે તમારે ત્યાં તો ચાર-પાંચ ઈંચ વરસાદમાં પણ બસમાં ‘બાઢ’ આવે છે ! તમે તો ભાઈ ભારે આગળ વધી રહ્યા છો !’
  મેં કહ્યું, ‘બસમાં વરસાદને કારણે વાતાવરણ ઠંડકભર્યું લાગે છે તે ઉપરાંત પણ ઘણી સગવડતાઓ અમારી બસોમાં હોય છે !’

  હું એકવાર ઉકાઈથી અમદાવાદ જતો હતો ત્યારે રેકઝીન વગરની સીટ પર લોકો મુખ પર સંપૂર્ણ સંતોષના ભાવ સાથે મુસાફરી કરી રહ્યા હતા ! મારી સામે બેઠેલા એક ભાઈને તો મેં પાટિયા પર ઊપસી આવેલી એક ચૂંક કાઢીને પોતાના ચપ્પલમાં લગાવતાં જોયા ! મેં પ્રશ્નાર્થ ભાવે તેની સામે જોયું તો મને કહે, ‘શું કરીએ ! કંડકટરો પરચુરણ પાછું જ નથી આપતા તેથી આ રીતે પૈસા વસૂલ કરી લઈએ છીએ !’ મેં પણ એક પ્રેમભરી નજર મારા બૂટ પર ફેરવી લીધી ! કારણકે અત્યાર સુધી મારું પણ ઘણું ‘રોકાણ’ આ રીતે કંડકટરો પાસે થઈ ગયું છે ! ગુજરાતમાં તો કંડકટર પાસે પરચુરણ પાછું લેવું એ લોઢાના ચણા ચાવવા જેટલું અધરું છે ! પરચુરણ પાછું માગીએ એટલે એ લોકો એવું મોઢું બગાડે કે જાણે આપણે તેની પાસે વગર ટિકિટે મુસાફરી કરવાની સવલત માગી હોય !

  ઘણીવાર બસોમાં બોર્ડ ન હોવાને કારણે જ્યાં જવું હોય તેનાથી ઊલટી દિશામાં મુસાફરી થઈ ગઈ હોવાના દાખલા પણ બન્યા છે ! કોઈવાર અંદરની લાઈટ ન હોય તો કોઈવાર બહારની લાઈટ ન હોય ! બહારની લાઈટ ન હોય ત્યારે ‘એક્સપ્રેસ’નું ભાડું ચૂકવી ‘ગાડાં’ની ઝડપે આગળ વધાય છે ! ઘણીવાર હૉર્ન પણ ચાલુ કંડિશનમાં નથી હોતું. જો કે તેથી કોઈ ફર્ક પડતો નથી, કારણકે બસના દરેક પાર્ટમાંથી અવાજ આવતો જ હોય છે ! બસના પૅસેજમાં પાર્સલો (ઑફિસિયલ કે મોટેભાગે અન-ઑફિસિયલ !) ના ઢગલા હોવાને કારણે ‘હાઈજંપ’ ની પ્રેકટિસ બસમાં જ મળી રહે છે ! વળી કોન્ટ્રેકટરોએ બનાવેલા રસ્તા અને બસની ‘જુગલબંધી’ એવી જામે છે કે અથડાતા, કૂટાતા, પછડાતા, પેસેન્જરો ખડતલ બને છે !

  મારું કાર્યક્ષેત્ર ઉકાઈ હોવાને કારણે જ્યારે જ્યારે મારે અમદાવાદથી ઉકાઈ કે ઉકાઈથી અમદાવાદ જવાનું થયું છે ત્યારે ત્યારે મારે અર્ધે રસ્તે બસ બદલવી જ પડી છે ! રસ્તામાં ટાયર પંક્ચર થાય અને ટાયર બદલવા બસમાં જેક હોય નહીં ! ટાયર પંકચર ન થાય તો એન્જિન બ્રેકડાઉન થાય અથવા લીકેજને કારણે રેડિયેટરમાં પાણી ખતમ થઈ જાય ! પાણી લેવા હાઈવે પરના કોઈ ‘પરોઠા હાઉસ’ માં કંડકટર પહોંચે તો જવાબ મળે કે, ‘આ દુષ્કાળમાં પાણી માગતા શરમ નથી આવતી ?! અમે પાંચ કિલોમીટર દૂરથી પાણી ખેંચી લાવીએ છીએ ! પાણીને બદલે જોઈએ તો ‘પરોઠા’ લઈ જાઓ !’ બીજીવાર આ ‘પરોઠા હાઉસ’ પાસે બસ ઊભી નહીં રાખવાની ધમકી અસર કરી જાય છે અને પાણી મળે મળે છે !

  ક્યારેક એવું બને છે કે વચ્ચેના કોઈ સ્ટેશને ચા પીવા ઊતરેલો કંડકટર રહી જાય અને બસ ઊપડી જાય, જેની ખબર ડ્રાઈવરને બીજા સ્ટોપે પડે એટલે બસ પાછી કંડકટરને લેવા જાય ! આવા સંજોગોમાં આપણે તો ઉતાવળ હોય તેથી ટિકિટ પાછળ ‘ડ્રાઈવર સાહેબ’ ની સહી લઈ બીજી બસમાં મુસાફરી આગળ વધારીએ ! એટલે આ રીતે 21મી સદીમાં આપણે બસની ઝડપે આગળ વધી રહ્યા છીએ !

  મારે બસમાં મુસાફરી કરતી વખતે છત્રીની જરૂર ઊભી થઈ હતી ! બાકી આમ તો 3-3 વર્ષના દુષ્કાળ પછી છત્રી બનાવતી લિમિટેટ કંપનીના શેરમાં રોકેલા મારા નાણા ડૂબતાં હું જોઈ રહ્યો છું ! ‘વરસાદ’ અને ‘છત્રી’ એ બન્ને ભૂતકાળની વસ્તુ બની ગઈ છે ! અને હવેથી પેઢીને છત્રી ફક્ત મ્યુઝિયમમાં જ જોવા મળશે !

  આપણા બાપદાદાઓ કહેતા હતા કે તેમના સમયમાં ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી ! આપણને હસવું આવે છે ! પરંતુ આજથી 20-25 વર્ષ પછી કોઈ વ્યક્તિ ‘વરસાદ’ અંગે આર્ટિકલ લખશે તો તેમાં આ પ્રમાણે લખાશે –
  “વીસમી સદીમાં ગુજરાતમાં પાણીની નદીઓ વહેતી હતી ! આકાશમાંથી પાણી પડતું અને લોકો તેને ‘વરસાદ’ કહેતા ! એ ‘વરસાદ’થી પોતાનું મસ્તક ભીંજાયા વગરનું રાખવા લોકો કાળા રંગના એક ‘સાધન’ નો ઉપયોગ કરતા જે ‘છત્રી’ તરીકે ઓળખાતું !”

  લેખક છેલ્લે નોંધ મૂકશે કે – “આ તો ગ્રંથોમાં લખ્યું છે બાકી સાચું – ખોટું રામ જાણે !”

  સ્ત્રીની નજરે પુરુષ !

  સ્ત્રીની નજરે પુરુષ કેવો છે તેનો આધાર નજર કઈ સ્ત્રીની છે તેના પર છે ! કોઈ સામાન્ય ગૃહિણી, કોઈ વ્યાવસાયિક સ્ત્રી કે કોઈ વી.આઈ.પીની પત્ની વગેરેની દષ્ટિએ પુરુષ કેવો છે તેના કેટલાક નમૂના જોઈએ !

  સામાન્ય ગૃહિણીની દષ્ટિએ :
  [1] ‘માયસ્થેનિયા ગ્રેવીસ’ ની બીમારી લાગુ પડી છે અને વળી લાંબો છે એટલે પોતાની જાતને અમિતાભ સમજે છે !
  [2] ચા લેવા દાર્જિલિંગ જાય તેવો છે !
  [3] ધારાસભાની ટિકિટ લેવા મોકલ્યો હોય તો સર્કસની ટિકિટ લેતો આવે ! અને પૂછીએ તો કહે કે ધારાસભાની ટિકિટ માટે તો લાંબી લાંબી લાઈનો હતી એટલે હું તો સર્કસની ટિકિટ લેતો આવ્યો છું ! આપણે તો મનોરંજન સાથે જ કામ છે ને ?!
  [4] આંખે સે’જ ઓછું દેખાય છે તેમાં તો એ પોતાની જાતને ધૃતરાષ્ટ્ર સમજી પોતાની પત્નીને ‘ગાંધારી’ની જેમ આંખે પાટા બાંધી ‘માટલા ફોડ’ ની પ્રેકટિસ કરાવે છે !
  [5] જ્યારે પણ મોંઘવારીની વાત કરીએ ત્યારે સરકારશ્રી ની જેમ જ જવાબ આપશે કે ‘હું મોંઘવારી પર ચાંપતી નજર રાખી રહ્યો છું !’
  [6] લગ્ન પહેલાં તેણે દરેક પ્રેમિકાને શાહજહાંની માફક ‘તાજમહલ’ બંધાવવાના કોલ આપેલા છે !

  શાસ્ત્રીય સંગીતકારની દષ્ટિએ :
  ‘આ…આ….ઈ….ઈ…તા…ના..રી…રી..’ આમ તો એ 21મી સદીમાં કેમના ચાલશે ?!

  સ્મગલરની પત્નીની દષ્ટિએ :
  અમારા ‘એ’ તો બિચારા કેટલું ‘ઢસરડું’ કરે છે ! મારું તો માનવું છે કે એમણે જાપાનથી એક રૉબોર્ટ લાવી દેવો જોઈએ એટલે પત્યું ! પછી રૉબોર્ટ જ બધું કર્યા કરશે !

  લેડી ટેલિફોન ઑપરેટરની દષ્ટિએ :
  ફોન પર તો ‘ફેવિકોલ’ લઈને ચીટકી જાય તેવો છે ! અમારી સાથે વાતચીત કરવા એ જાણી જોઈને ‘જાપાન’ નો કોલ બુક કરાવે અને કેન્સલ કરાવે – દિવસમાં દસ વાર !

  જ્યોતિષની પત્નીની દષ્ટિએ :
  દુનિયા આખીના ‘ગ્રહો’ જુએ પરંતુ પોતાના ઘરનાં જ ઠેકાણાં નહીં !
  કોમ્પ્યુટર પ્રોગ્રામરની દષ્ટિએ :
  રોજેરોજની રસોઈનું ‘સાપ્તાહિકી’ અગાઉથી કોમ્પ્યુટર પર તૈયાર કરે તેવો છે !

  અમારા એક મિત્ર પોતાની પત્નીથી બહુ ગભરાતા હોય છે ! એક વાર નાટક જોવા ગયેલા ! આવતાં મોડું થયું તેથી ‘બેલ’ મારી શ્રીમતીજીની ઊંઘમાં ખલેલ પાડવાની હિંમત ચાલી નહીં ! તેથી ઘણા મનોમંથન પછી બહારની લૉબીમાંથી ગૃહપ્રવેશ કર્યો ! શ્રીમતીજી ખખડાટથી જાગી ગયાં અને તાડૂકી ઊઠ્યાં, ‘ધણી છો કે ધાડપાડુ ?’ – આમ કોઈ કોઈ સન્નારીની દષ્ટિએ ધણી ધાડપાડુ જેવા હોય છે !

  અને છેલ્લે – અમારા એક વી.આઈ.પી મિત્રની પત્ની (પોતાનું નામ જાહેર ન કરવાની શરતે !) પોતાના પતિ વિશે કહે છે કે –
  ‘એ તો સાવ વડાપ્રધાન જેવા છે ! પોતાની જાતને વિક્રમાદિત્ય સમજી ‘નગરચર્યા’ કરવા નીકળી પડે છે ! કોઈના પણ ઝૂંપડા કે ઘરમાં જઈ પૂછે છે, ‘તમને કેરોસીન તો બરાબર મળે છે ને ? – શું ખાવ છો ? પાણી કેટલે દૂરથી લાવો છો ?’ વગેરે !

  મેં તો તેમને ચોખ્ખું કહી દીધું છે કે આવી ‘લકઝરી’ આપણને ન પોષાય ! કારણકે આપણે તો ઑફિસે જવાનું હોય, બાળકોને એડમિશન અપાવવાનાં હોય, ‘કૃપાગુણ’ થી પણ છેવટે પાસ કરાવવાનાં હોય, લાઈનોમાં ઊભા રહેવાનું હોય ! આવી હજાર જાતની ચિંતા હોય ! આ બધામાંથી ‘ફ્રી’ થાવ ત્યારે ‘વિક્રમાદિત્ય’ થજો !

  Like

 9. Himmatlal Joshi ડિસેમ્બર 30, 2011 પર 12:11 પી એમ(pm)

  ધણી ને ધાકમાં રાખો .અને ધણી યાણીને બાથમાં રાખો .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: