એક વખતના પોલીસ સુપ્રી p .p વાઘના ભાઈ ઈંગ્લેન્ડમાં રહે – માલદે પુંજા વાઘ. હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે તેઓને ખાસ મળ્યો. મેં એને એક જાદુ બતાવ્યું.
માલદે ભાઈ મારા પગમાં પડી ગયા. બોલ્યા, “હું જેની શોધમાં હતો, એ મને મારે ઘેર આવીને મળ્યા. બાપુ! મારું એક કામ કરો. હું બહુ જ મુસીબતમાં છું. મારી મુસીબત દુર કરો.”
મેં અને બીજા ઘણા ભાઈઓએ સમજાવ્યા; ત્યારે એને ગળે ઘૂંટડો ઉતાર્યો કે, હું કાળભૈરવનો ઉપાસક નથી; પણ જાદુગર છું. પછી મેં એક બીજી ટ્રીક કરી. મેં પહેરેલી માળાનો મણકો દબાવી એમાંથી પાણી કાઢ્યું. પાણી કેવી રીતે નીકળ્યું; એ પણ મેં એને બતાવ્યું.
રાજકોટમાં એક જાની કરીને મને અહી અમેરિકામાં મળ્યા. જાની સ્કુલના પ્રિન્સીપાલ હતા. એ મને કહે, “હિંમતભાઈ! તમને દાઢી તો છે; હવે તમે ભગવાં કપડા પેરી લ્યો અને ઇન્ડિયા આવો. તમારા ચરણમાં હું નાણાંનો ઢગલો કરાવીશ.”
મેં કીધું, “જાની ભાઈ! આવી રીતે જાદુ કરીને હું લોકોને છેતરવા માંગતો નથી. બલકે તેને કોઇથી નાછેતરાવા બાબત ભલામણ કરું છું.”
સુરેશભાઈ! આ તમારો બાપો વરસો પેલા ધોતિયું પે’રીને વડોદરામાં આંટા મારતો હતો. એક ગઠીયો મળ્યો. મને ધનાઢ્ય વેપારી સમજીને મારી સાથે મીઠી મીઠી વાતો કરવા માંડ્યો. મને કહ્યું કે, ” તમે મને એક રૂપિયો આપો. હું ડબલ કરીને એકના બે કરીને પાછા આપું છું.”
મેં આજુ બાજુ નજર કરી તો કોઈ માણસ દેખાણું નહિ. આ ગઠીયાને હું એક ઘુસતા મારીને જમીન દોસ્ત કરી શકું એમ હતો. મેં એને એક રૂપીઓ આપ્યો. એટલે એણે મને હાથચાલાકીથી બે રૂપિયા આપ્યા. મેં ખિસ્સામાં મુક્યા.
પછી એ બોલ્યો, “તમે જેટલા રૂપિયા આપશો, એના હું ડબલ કરી આપીશ.”
પછી મેં એને મારી મુઠીમાં રાખેલો કાળોભમ્મર વીંછી આપ્યો. એટલે એ વીંછી ફેંકી દઈ એકદમ ભાગ્યો !
સુરેશભાઈ! મેં આ વાત તમને એટલા માટે કહી કે, તમારાથી થઇ શકે તો લોકોને જાણ કરો; અને લોકો છેતરપીંડીના ભોગ ના બને.
જય ગદ્યાસૂર દાદા
– હિમ્મતલાલ જોશી, ફિનીક્સ, એરિઝોના
———————–
આતા! બીજી બધી વાત તો બરાબર; પણ આ ‘ગધ્ધાસુર’ ને તમે મારા બાપા ઊઠીને દાદા કહો; એ તો હદ કરી નાંખી. મારી બાયડી કે છે; એ તો જાણે ઘરમાં છોકરાંવનો દાદો મૂઓ છું; તે ખમી ખાઉં છું.
ખેર! દાદાગીરી કરી શકું છું; એમ તમે માની લીધું, એમ માની લઈ મન વાળી લીધું !
જો કે, આતા લશ્કરી/ પોલિસના માણહ છે; તે કોઈની દાદાગીરી શેના ચલાવી લેવાના?!
Like this:
Like Loading...
Related
Reblogged this on વિનોદ વિહાર.
LikeLike