હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આથર – હિમ્મતલાલ જોશી

હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો ત્યાં એક આર્થર નાંમનો  માણસ  કામ કરતો હતો.  તેને સૌ ‘આડી’ ના  ટૂંકા   નામે  બોલાવતા   મેં  એને  પુછ્યું , “તારું આખું નામ શું છે ?”

તે કહે “આર્થર”

મેં કહ્યું , ” હું તુને ‘આથર’ કહીને બોલવું  તો મને સહેલું  રહે.”

 આર્થર કહે “તું એનો અર્થ મને કહે. “

મેં કહ્યું, “  વિગતથી કે’વું પડશે; એટલે થોડી વાર લાગશે.”

તે કહે, “વાંધો નહિં.”

 પછી મેં વાર્તા માંડી.

મેં કહ્યું, “જૂના વખતમાં અમારા ગામ તરફ છોડમાંથી સીધો કપાસ  ન નીકળતો  પણ છોડ ઉપરથી  સીધા સુકા ફળ તોડી લવાતા.  આવાં ફળોને  કાલાં કહેતા. આવાં કાલાંને વેપારીઓ ખરીદે; અને પછી માણસો પાસે  કાલાં ફોલાવી ને કપાસ કઢાવે; અને માણસોને મજુરીના પૈસા આપે.  કાલાંમાં થી કપાસ કાઢી લીધા પછી જે ખાલી  ફોફું  રહે, એને  કોશિયું  કહેવાય.  આવા   કોશિયામાં    થોડો  ઘણો  કપાસ  રહી  જતો  હોય  છે.  બહુ  કાળજી  રાખવા છતાં આવા  કોશિયાઓને  કુંભાર  પોતાના  માટીના  વાસણ   પકવવા  લઇ  આવે. કોશીયામાં જે કપાસ રહી જતો હોય, તે   કુંભાર  સ્ત્રીઓ  કાઢી  લ્યે અને  એમાંથી   દાણા (કપાસિયા ) કાઢી  નાખીને  રૂ  તૈયાર  કરે.  આવા રૂને   કુભાર  સ્ત્રીઓ   રેંટીયા  ઉપર  કાંતીને  દોરા બનાવે. આવા દોરા વણકરને આપે. વણકર  કાપડ  બનાવે  અને  દરજી  પહેરવા માટે  કપડા બનાવી આપે. આવા કપડા   ફાટી  જાય  ત્યારે  એને  થીગડા  મારે  પછી જયારે વધુ ફાટી જાય  થીગડા  મારી  ના  શકાય  એવી  સ્થિતિ  સર્જાય   ત્યારે  આવા  તૂટી ગએલા  કપડાના ગોદડાં બનાવે.  આવા ગોદડાં  ફાટી ફાટી ને  ચૂંથા  થઈ જાય  ત્યારે  એવા  ગોદડાંને  જરૂર  પ્રમાણે  રીપેર  કરીને   ગધેડાની   પીઠ  ઉપર  મુકવાનું  સાધન  બનાવે આવા  સાધનને  આથર કેવાય.”

મારી કથા  સાંભળીને    આથર બોલ્યો, “ આ વસ્તુ તો બહુ એન્ટીક કહેવાય.  આ  નામ મને ગમ્યું છે;  અને એ નામથી મને બોલવતો  જજે.”

—————-

 – હિમ્મતલાલ જોશી, ફિનીક્સ, એરિઝોના

સાભાર શ્રી. કનક રાવળ

( તેમના પિતાશ્રી. સદગત રવિશંકર રાવળનો પરિચય )

*******

ભાઈશ્રી. હિમ્મતલાલની હિમ્મતને ઘણી ખમ્મા!

બાકી ‘ આડી’ આડો થયો હોત અને ડાબા હાથાની બે ઠોકી દીધી હોત તો? !!

6 responses to “આથર – હિમ્મતલાલ જોશી

 1. Valibhai Musa નવેમ્બર 3, 2011 પર 9:46 એ એમ (am)

  સુરેશભાઈ,

  “‘આથર’ વાંચ્યું ?
  નવા ગોઠિયા છે. એમને દાદ આપશો તો ગમશે ”

  વાંચ્યું. ગમ્યું. .

  ભાઈશ્રી. હિમ્મતલાલની હિમ્મતને ઘણી ખમ્મા!
  બાકી ‘ આડી’ આડો થયો હોત અને ડાબા હાથાની બે ઠોકી દીધી હોત તો? !!
  ઉપરોક્ત ટિપ્પણી પણ ગમી (સુરેશભાઈની લાગે છે!)

  પ્રગ્નાબેનની કોમેન્ટ પણ ગમી. વી.કે. વોરાની વાત પણ ગળે ઊતરી. 40 (Forty) ને ફોટી બોલાય, બસ તેમ જ.

  આમાં સૌથી વધારે તો ખુશી એ વાતની થઈ કે સદગત રવિશંકર રાવળ સાહેબના પરિચયનો લિંક મળ્યો.

  કોમેન્ટ્સમાં રાત્રિ અને આપનું ચમકવું પણ ગમ્યું!

  સીતામાતાનું હરણ થયું, પણ હરણનાં પાછાં સીતામાતા થયાં કે નહિ તેવી એક મુંઝવણ રજૂ કરું.

  નવા ગોઠિયા છે તે કોણ? હિંમતલાલ જોશી, કનક રાવળ કે આર્થર?

  ગોઠિયા શબ્દે ભભૈના ભાવનગરી ગાંઠિયા યાદ આવે!

  તમે એન્જિનિયર છો, એટલે સમજી શકશો કે ગાંઠિયામાં Groove હોય. ઘણીવાર ખાંચામાં એવા એકબીજા સાથે જોડાઈ જાય કે છૂટા પડે નહિ!

  આ તો જરા બાલનું ઓપરેશન કર્યું; બાકી ‘ગોઠિયા’ શબ્દ ‘ગોઠવું’ માફક આવવું સાથે ગોઠવવું માફક આવશે.

  ટિપ્પણીનો અતિવિસ્તાર કરીને ઘણા દિવસની ભૂખ ભાંગી નાખી!

  હમણાંના બધા કોમેન્ટે ઠંડા પડી ગયા છે. અગાઉના બધાયના ખીલવાના દિવસો પાછા આવશે ખરા કે?

  Like

 2. vkvora2001 નવેમ્બર 3, 2011 પર 3:30 એ એમ (am)

  આર્થર નું આડી કરનારાઓમાંથી આર્થર નું આથર કોઈને ન સુઝ્યું હોય? સાચું તો આર્થરનું આથર જ થાય..

  Like

 3. pragnaju નવેમ્બર 2, 2011 પર 6:12 પી એમ(pm)

  અમારા ઘરમા અવારનવાર વપરાતા શબ્દ આથર ની હકીકત ગર્દભરાજ સાથે સંકળાઈ છે જાણી મઝા આવી.ગુજરાતના પ્રખ્યાત સિંહો તો આફ્રીકામા પણ મળે પણ દેશ વિદેશથી ખાસ ગર્દભ જોવા આવતા પર્યટકો કહે છે કે આવા ગર્દભ બીજે જોવા નહીં મળે.હંમણા સમાચાર આવ્યાં કે…આ પ્રાણી ગર્દભને સમગ્ર વિશ્વના ‘ માણસો’ ગધેડો અને ડોન્કી કહી ધૂત્કારે છે. દેવગઢબારિયાનાં રાજવી હર હાઇનેસ ઊર્વશીદેવી ( રાજ્યના પૂર્વ રમત મંત્રી)નો પ્રાણીપ્રેમ પ્રસિદ્ધ છે. આ પ્રાણી પ્રેમની પરાકાષ્ઠા છે તેમની અનોખી ‘ ડોન્કી સેન્કચ્યુરી’ જ્યાં ઘરડા,બીમાર, ઇજાગ્રસ્ત અને માલિકોએ કાઢી મુકેલા ગર્દભોને માન, આદર સાથે મૃત્યુંપર્યંત રાખવામાં આવે છે.સુશ્રી ઉર્વશીદેવીએ દેવગઢ બારિયાના તેમના રાજમહેલમાં ડોન્કી સેન્કચ્યુરીમાં ૧૪૦થી વધુ ગર્દભોની આન-બાન-શાનથી સાર-સંભાળ રાખવામાં આવે છે. આપણા દેશમાં આ એક માત્ર ડોન્કી સેન્કચ્યુરી છે.

  Like

 4. dhavalrajgeera નવેમ્બર 2, 2011 પર 4:16 પી એમ(pm)

  आर्डि नाम बहुत अच्छा है…प्यारा है

  साधु चरित शुभ चरित कपासु…

  Like

 5. સુરેશ નવેમ્બર 2, 2011 પર 3:36 પી એમ(pm)

  લેક્સિકોન પર….
  આથર –
  ગધેડા ઉપર નાખવાની ડળી; ગધેડા ઉપર ગૂણ નાખતાં પહેલા મુકાતું નીચેનું કપડું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: