હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય દરબારનો નવો ચહેરો

તમે પહેલાં આ નવો ચહેરો જોયો હશે; અને પછી હસ્યા હશો.

હવે એ ચહેરાની વાત (કે જોક? ) કરવાની છે.

આમ તો એ હાદને અનુરૂપ છે જ. પણ જેમ દરેક હાસ્યની પાછળ અનેક કરૂણતાઓ છૂપાયેલી હોય છે; તેમ આ હસતા જોકરો કશોક સંદેશ કહી જાય છે. એની પાછળ એક મહાન ફિલસૂફી સંતાડી છે!

(લો! માનનીય શ્રી. શાહબુદ્દીન રાઠોડ પણ એમ જ કહે છે.) 

હમણાંનો આ જોકર એના બ્લોગોને નવા મુખડાઓથી શણગારવામાં જોતરાયેલો છે. જેમ ઠોઠ નિશાળિયો ભણવાનું છોડીને રખડવા કે રમતરોળિયાં કરવા નીકળી પડે તેમ.

આ જોકર ‘ અવલોકનો’ની જગ્યાએ હાલોકનની શોધમાં નીકળી પડ્યો’તો.

હાલોકનનો નવો નક્કોર આઈડિયા સમજવા અહીં ‘ ક્લિક’ કરો. 

પણ હાલોકન એમ થોડાંજ ઈઝીલી મળે? એટલે હાથમાં પેઈન્ટ બ્રશ લઈ એ તો માળો મંડ્યો ચીતરવા. આ એના કેન્વાસ પરનું ત્રીજું અવળચંડું છે – અને એ ય આજની ફ્રેશ  રવિવારી સવારે!

બીજાં બે અવળચંડાં  આ રહ્યાં

ગદ્યસૂર         ગુજરાતી પ્રતિભા પરિચય

——————–

તમે કહેશો,” વાતમાં ઝાઝું મોયણ નાંખ્યા વિના આ ચહેરાની વાત તો કરો.”

લ્યો તાણેં – મુખડાની માયા…..

અહીં જે બે મહાન જોકરો દેખાય છે; તે છે સૌથી મહાન જોકરો …

પુરુષ અને પ્રકૃતિ

કોણ કયો જોકર છે; એ તમારી કલ્પનાશક્તિ પર છોડું છું. હું નથી માન્તો કે એ દેહ વિહીન કલ્પનાઓને કોઈ સેક્સ હોય!

અને બાકીનાં આઠ ચુલબુલા સ્માઈલીઓ એ હાદના દરબારીઓ – આમ જુઓ તો તમે બધાં; અને આ બલોગ ના વાંચનારાં બી એમાં આવી ગયા. અને સમસ્ત જીવ સૃષ્ટિય ખરી જ તો.

અને સૌથી ઉપર હાસ્ય દરબારનું સમીકરણ છે. અહીંની જોક્યુંની જેમ એમાંય કશોક અર્થ તમને જણાય, તો તે તમારું ઘોર અજ્ઞાન છે.

કારણકે,

હાસ્ય અને અધ્યાત્મ બન્નેમાં એક ચીજ સામાન્ય છે

અજ્ઞાન 

જો તમારામાં બહુ જ્ઞાન કે અલ્પ જ્ઞાન પણ હશે; તો તમે ફિલસૂફીને,  જિંદગીને – સોરી ભૂલ્યો – હાસ્ય દરબારને માણી નહીં શકો.

આ તો મુખડાના બેક ગ્રાઉન્ડમાં વીલસતા ગુલાબી મુસ્કાનની અભિવ્યક્તિ છે.

—————————–

કેમ કેવી લાગી – આ ફ્રેશ જોક?

હસી કે રડી લેજો…

3 responses to “હાસ્ય દરબારનો નવો ચહેરો

 1. Ramesh Patel જૂન 27, 2011 પર 10:57 પી એમ(pm)

  Liked the idea and new topic.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 2. dhavalrajgeera જૂન 27, 2011 પર 3:03 પી એમ(pm)

  મૃત્યુસમાચાર સાંભળી અત્યંત દુ:ખ થયું. પ્રભુ પ્રત્યે પ્રાર્થના કે સદ્ગતના આત્માને ચિરશાંતિ અને આપને આ દુ:ખ અને વિયોગ જીરવવાની શક્તિ આપે.

  શું જ્ઞાનેશ્વર કે અખો, શું નચિકેતા કે શ્રી અરવિંદ અથવા તો વિનોબાનો અંતિમ પ્રાણોત્સર્ગનો મહાપ્રયોગ…આ બધા એક જ વાત કહે છે કે મૃત્યુને જીતવું હોય તો શરીરભાવથી ઉપર ઊઠો.નચિકેતાને એના શરીરમાં લાવવા માટે યમદેવે કેટકેટલાં પ્રલોભનો આપ્યાં ?

  ગાડી, ઘોડા, ધન-દોલત, રાજપાટ, સ્વર્ગની અપ્સરાઓ –પણ નચિકેતાએ તો મૃત્યુનું રહસ્ય જ વાંછ્યું અને આત્મભાવમાં એ સ્થિર રહ્યો.

  ‘મરતાં પહેલાં મરવું’ એટલે મૃત્યુનું રોજ-રોજ રિહર્સલ કરવું.!સતત સેવન કરવું.

  મૃત્યુ એટલે અ-શરીરમાં વસવું.

  સતત અ-શરીરમાં, આત્મભાવમાં રહેવાની ટેવ પડશે તો ‘વિમૃત્યુ’ થવાય છે.

  કઠોપનિષદ કહે છે : ‘अथ मर्तोडमृतो भवात ।

  मृत्युमुखात्प्रेमुच्यते । आनन्त्याय कल्पते ।’ આ રીતે મર્ત્ય અમર્ત્ય બને છે.

  મૃત્યુ-મુખમાંથી છૂટે છે અનંતતાને પામે છે.દેવલોક પામ્યા છે.ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ શોક સહન કરવાની શક્તિ બક્ષે એ પ્રાર્થના

  રોકશો મા,ટોકશો મા કોઈ મારા મોતને, ભેટવા આવ્યો છું. એને ટાળવા આવ્યો નથી. આપણે પણ આવા મહામરણને ભેટીએ.

  From:Pragnaben Vyas.

  Parkins School for the Blind.- Storm and Cafer Barkus
  ==================================================================================================================

  Dear Drs. Gita and Raj Trivedi:

  We were very saddened to learn the loss of your younger brother. As we ourselves get on years, unfortunately we witness the passing of dear friends and family members. We hope and pray that the good deeds and memories of your brother will console you. Your family has done so much for the betterment of other people and I was previledged to have met your brothers Jagdish, jitu and their family as well as your father in Ahmedabad. My wife and I also met your family many years ago when you hosted many international students and their host families at your home in New Hampshire. Please know that our prayers go with you as you remember your dear brother during these sad times.

  Sincerely,
  Storm and Cafer Barkus

  Like

 3. dhavalrajgeera જૂન 27, 2011 પર 6:03 એ એમ (am)

  Thanks bhai Suresh and all Darbar and Darbari…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: