હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વહીદા રહેમાનની સાડી

એક પાંચ વર્ષ જૂનો કોયડો આજે ફરી એક વાર…..

કારણ?

આ ભુલકણા ‘ડોહા’ બીજે દા’ડે જવાબ આપવાનું ભુલી ગયેલા !!

આખા ગાઈડ પિક્ચરમાં વહીદા રહેમાન એક જ સાડી પહેરેલી બતાવવામાં આવે છે.

શા માટે ?

મોકલનારશ્રીમતિ ભૈરવી વ્યાસ, નેવાર્ક, સામ હોઝે, કેલિફોનિયા

——————————————-

જવાબ – આવતીકાલે

Advertisements

5 responses to “વહીદા રહેમાનની સાડી

 1. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! જૂન 16, 2011 પર 7:53 એ એમ (am)

  વલીદાદા, આમાં કોમેન્ટ કરવામાં સૌ પ્રથમ આ બંદાનો નંબર આવવો જોઈએ. આ તો ભલું થાજો સુરેશ પ્રભુનું કે…મને ત્રીજે માળે મોકલી દીધો…એટલે નીચેથી બધાને ઉપરની તરફ ન દેખાયો…;-)

  બાકી બૈરા માટે ‘સાડી’ હોય કે આપણા માટે ‘સાળી’…. પહેલા મેળવવામાં આપણે પાછળ ના પડીએ… હોં!

 2. Valibhai Musa જૂન 16, 2011 પર 12:24 એ એમ (am)

  અજાણી આઈટમ જમી લીધા પછી પૂછવામાં આવે કે તે વેજ હતી કે નોન-વેજ?
  “પાણી પીધા પછી ઘર પૂછવામાં આવે” જેવું મારે થયું. ઉપર કોમેન્ટ મૂક્યા પછી ભૈરવીજીનું અવતરણ વાંચ્યું ત્યારે ખબર પડી કે ત્યાં તો ગાઈડ પિક્ચરની વાત છે. વાલીડાઓ “ગાતા રહે મેરા દિલ” ના ગીતના શબ્દોને ભાષા/લિપી ફરકે દોહરાવ્યે જાય છે. અમે અહીં કૂદી પડ્યા એ બંને પિક્ચરો કે નાયક/નાયિકાઓ વિષેની ખાત્રી કર્યા વગર, ભૈરવીજી “ગાઈડ” પિક્ચરની વાત કરે છે અને હું એમ કહું કે TEXT પિક્ચર હતું તો! વહીદા અમારા રાજદા, સુરદા અને વલીદા ગ્રુપની મેમ્બર છે. અમે બધાં સમવયસ્ક પણ છીએ. દેવચંદભાઈ, Sorry, દેવાનંદભાઈ અમારા બધાથી મોટા ખરા, પણ જ્યાં સુધી તેઓશ્રી “દેવદા” નામે ઓળખાવાનું શરૂ કરે નહિ ત્યાં સુધી અમે તેમને અમારા ગ્રુપ સામે તાકવા પણ ન દઈએ, હા !!!

 3. Valibhai Musa જૂન 15, 2011 પર 11:52 પી એમ(pm)

  કુલદીપભાઈ, નવનીતભાઈ, મુર્તઝાભાઈ,

  વહીદા રહેમાન દેવાનંદના ગીતના શબ્દોને અનુસરે છે.

  પણ અહીં, કોમેન્ટનાં ખોખાંઓમાં તો

  કુલદીપભાઈ ગીતના શબ્દોમાં સરે છે.

  નવનીતભાઈ કુલદીપભાઈના ગીતના શબ્દોને અનુસરે છે.

  મુર્તઝાભાઈ નવનીતભાઈના ગીતના શબ્દોને અન્વનુસરે છે.

 4. Suresh Jani જૂન 15, 2011 પર 2:09 પી એમ(pm)

  વાહ નેટ વેપારી વાહ ! તું સાડીના ધંધામાં ઝંપલાવ …

 5. Pingback: શંકર પડી ગયા. – કેમ? | હાસ્ય દરબાર

%d bloggers like this: