હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આવાહંક- આક્રમક વાહન હંકારવાની કળા – ભાગ -૩

ભાગ – ૧ :  ભાગ – ૨

પહેલો મુક્ત શ્વાસ માણ્યાને એક મહિનો વીતી ગયો છે. તમે આવાહંકની અનેક કળાઓ હસ્તગત, આત્મસાત કરી લીધી છે.

લો! તે દિવસે સાંજે છ વાગે તમારા ઘર તરફ પાછા વળવાનું હતું – એ જ રસ્તે, જ્યાં તમે પહેલા દિવસે નિર્વેદગ્રસ્ત બન્યા હતા.

અને આજે? તમે કેવી સિફતથી તમારો આગવો માર્ગ આકારી  શક્યા છો? આ ચિત્રમાં બતાવ્યું છે તેમ?

આવાહંકની ચરમસીમા

લાલ કાયદેસરની ચાલ   :     લીલી – તમારી અપ્રતિમ ચાલ!

નિયમ૬ …. અને સોનેરી નિયમ

ડાબે, જમણે, આગળ, પાછળ, અવળા, સવળા, સાચા, ખોટા – આ બધા ભ્રામક, આપણને પાછળ જ રાખનારા ખ્યાલો છે.  એકમાત્ર સત્ય એ છે કે, જે આપણી પ્રગતિને ઝડપી બનાવે છે.

આગલા દિવસે સાંજે જ તમને ઓવરટેક કરવા ઈચ્છનાર, તુમાખી વાળા બાઈકધારીને તમે કેવી કુશળતાથી મહાત કરીને પાછો પાડી દીધો હતો?

“ કાકા! તમને ચલાવતાં આવડે છે કે નહીં?” એવા તેના આક્રોશનો જવાબ તમે ડારતી આખે ,  “તારી જ પાસેથી આ કળા શિખ્યો છું  – દીકરા!” એ શબ્દોથી આપ્યો જ હતો ને?

એક સેમ્પલ.. ( સાભાર – શ્રી. મનસુખલાલ ગાંધી )

તમે હવે કૈલાસની જેમ અજેય, કાલાગ્નિની જેમ અસહ્ય, પરમવીરચક્રધારી, શત્રુઓના દર્પને ગાળી ભસ્મીભૂત કરનાર,  સુભટોમાં શ્રેષ્ઠ, પરમભટ્ટાર્ક યોદ્ધા બન્યા છો. તમને હવે કોઈ પરાસ્ત કરી શકે તેમ નથી. તમે અજેય છો. તમે શ્રેષ્ઠ છો. તમે અપ્રતીમ અને ઝળહળતા છો.

તમે આત્મસાત કરેલા નિયમો તમને રસ્તા પર જ નહીં; જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પણ વિજયી બનાવવાના છે. રામ, કૃષ્ણ, જિસસ, મહાવીર, બુદ્ધ, મહમ્મદ, વિવેકાનંદ, ગાંધીજી વિ. ના અદના અનુયાયીઓના તો નામ પણ કોઈ જાણતું નથી. સમાજને માન્ય નિયમોને ઘોળીને પી જવાની તમારી આ આવડત તમને રાજાઓ, મહારાજાઓ, સમ્રાટો, શાહ સોદાગરો, મેનેજિંગ ડિરેક્ટરો, આધુનિક રાજકારણીઓ, ધર્મધુરંધર ધધૂપપૂઓ, ચાંચીયાઓ ની સમકક્ષ આણી શકે તેમ છે – તેમને પણ આંબી શકે તેવા અપ્રતીમ તમને બનાવી શકે તેમ છે.

તમે ગીતાના  આ મહાવાક્યને શબ્દશઃ અમલમાં મૂક્યું છે.

ततो युद्धाय युज्यस्व

તમે હવે એક મુઠ્ઠી ઊંચે નહી, અનેક જોજન ઊચે ઊડનારા ‘ જોનાથન લિવિંગ્સ્ટન’ જેવા મુક્ત  પંખી છો.

Advertisements

25 responses to “આવાહંક- આક્રમક વાહન હંકારવાની કળા – ભાગ -૩

 1. hmevots ડિસેમ્બર 31, 2014 પર 7:19 એ એમ (am)

  Mitra શ્રી. મનસુખલાલ ગાંધી, This video is of ..Rush Hour Traffic in Ho Chi Minh City, Viet Nam.. It’s OK, it’s almost similar to traffics of Indian cities. 🙂 (If every frame flipped L<>R, it will become Indian traffic. 😉

  Else.. Very Hillarious article.. what ever said is #SadButTrue 😥

 2. Parbhubhai S. Mistry. NAVSARI ઓક્ટોબર 6, 2013 પર 12:07 એ એમ (am)

  જાની સાહેબ, ત્રણે લેખો વાંચીને મગજ વિચારતું બંધ થઈ ગયું.
  લેખો વંચવાની મજા આવી એમ લખું તો મેં તમારી વેદનાનું બહુમાન કર્યું એમ લાગે!
  અદભુત! કેવળ અદભુત છે તમારી લેખનશૈલી. વાંચ્યા જ કરવાનું મન થાય. અમે પણ તમારી વેદનાના ભાગીદાર છીએ.

 3. Pingback: જેરૂસલેમ | હાસ્ય દરબાર

 4. Pingback: ‘આવાહંક’નો જવાબ | હાસ્ય દરબાર

 5. Pingback: સુજા સ્કૂટર પર ડબલ સવારીમાં ! | હાસ્ય દરબાર

 6. mdgandhi21 મે 16, 2012 પર 12:44 પી એમ(pm)

  અમદાવાદમાં સ્કુટર ચલાવતા તમારુ બ્લડપ્રેસર ના વધ્યું? હું તો ભારતમાં પણ કાર,રીક્ષા કે ટેક્ષીમાં બેસું તો પણ મારું બ્લડપ્રેસર વધી જાતું! ધન્ય છે બધા ચલાવનારાઓને! ભરચક્ક ટ્રાફીકમાં પણ એક્સીડન્ટ કર્યા વગર કે અથડાવ્યા વગર ચલાવે તો પણ આવા લોકોને કોઈ માન -સન્માન ન મલે, જ્યારે કાર રેસ વખતે લોકો લાખો ખર્ચીને જોવા જાય અને ભાગ લેનારાઓને ઈનામો પણ મલે!

 7. Pingback: એ તો એમ જ ચાલે – શ્રી. હરનિશ…જાની | હાસ્ય દરબાર

 8. સુરેશ ઓગસ્ટ 10, 2011 પર 9:18 એ એમ (am)

  હરનિશ ભાઈનો ઈમેલ

  લતાજી– મારા પરમ મિત્ર છે.– હ્રદયથી અને વર્તનથી કવિ છે. એમની પાસેથી આવી જ કોમેન્ટ મળે.
  લતાજી ,એક મજાક– પેલા અડધી રાતે રેડ લા૦ટ પર અટકેલા વાહનને કોઈએ પાછળથી અથાડયું કે નહી ?
  સાલો મૂરખ રેડ લાઈટમાં ઊભો રહ્યો
  —————–
  અને મારો જવાબ
  પરફેક્ટ વાત.. જરૂર ઠોકી દે . નહીં તો બુડથલની જેમ રોકાવા ગાળ તો જરૂર દે જ.

 9. સુરેશ ઓગસ્ટ 10, 2011 પર 7:40 એ એમ (am)

  બહેન
  તમે ત્રણે લેખ વાંચ્યા , તે બહુ જ ગમ્યું. બહુ વ્યથાથી સ્કૂટર હાથમાં લીધું ‘ તું ; પણ પછી મસ્તીથી એ અવઢવ અને એ ગેરશિસ્ત આત્મસાત કરી લીધી.
  અને ખોટું નથી કહેતો, ચલાવવાની રંગત આવી ગઈ હતી! અહીં આવતાં અહીંની શિસ્ત પર દાઝ પણ ચઢતી હતી.
  —————-

  સારપ જરૂર છે જ., એ વિના અઢી મહિનામાં કેવા સરસ મિત્રો સાથે સંગત માણવમળી? તમે કહો છો , તેમ સાવ અજાણ્યા માણસોની સજ્જનતા પણ જોઈ છે – ચાની કિટલીવાળા, બૂટ પોલિશ વાળા, એવા અનેક. અને મારા સ્વભાવ મૂજબ એ બધાંની સાથે બે ઘડી વાત પણ કરી લઉં. મારા જેવો ઉજળિયાત વાત કરે એનાથી ય એ તો પોરસાઈ જાય.
  પણ મન માનતું નથી કે, આ સારપ વ્યાપક બનશે. ઉલટાનું અમારા અમદાવાદીપણાંની વચ્ચે પણ જે ખાનદાનિયત હતી, તે નષ્ટ થતી જાય છે,.સારપના કરતં અનેક ગણી વધારે ઝડપે દુર્જનતા અને કેવળ સ્વાર્થલક્ષિતા વધતી જાય છે. તમે તો ત્રાહિત મિત્ર છો; પણ અંગત માણસો માટે પણ અમે પરદેશી બની ગયાનો ભાવ જોયો, ત્યારે દુઃખ થયું.
  અમેરિકન લોકોની દુર્જનતાનો કાળો ઈતિહાસ આ દસ વરસમાં ખૂબ વાંચ્યો છે. સૌથી હરામી અને દુષ્ટ લોકો હતા. કશાને એક્સ્પ્લોઈટ કરવાનું એમને છોડ્યું નથી,.વાઈલ્ડ વેસ્ટ્ની વાતો વાંચીએ, તો કમકમાં આવી જાય.

  આવા મવાલીઓ શી રીતે સુધર્યા? અત્યારે અહીંના કાળા લોકો જે સાહ્યબી ભોગવે છે – ચર્ચમાં રેવરન્ડ અને ઠેઠ પ્રમુખ પદે પહોંચ્યા છે – તે માત્ર ૫૦ થી ઓછા વરસમાં શી રીતે બન્યું? અહીં રોજબરોજના વ્યવહારમાં જે સામાજિક શિસ્ત, વિનય અને પ્રામાણિકતા જોવા મળે છે — એ શી રીતે થયું?

  આપણે ત્યાં આટાઅટલા ધર્મોપદેશકો છે ; લોકો મોટે ભાગે ધર્મપરાયણ છે; ત્યાં કેમ સારપ આંગળીના વેઢે ગણાય એટલી જ છે – અને ઘટતી જાય છે?

 10. readsetu ઓગસ્ટ 10, 2011 પર 12:27 એ એમ (am)

  ત્રણેય લેખ નિરાંતે મોજથી વાંચ્યા. એકદમ સાચી વાત. અમદાવાદમાં લગભગ 33 વર્ષથી વસું છું અને વાહનોની વધતી જતી બેફામતાથી ખરેખર ત્રસ્ત છું.
  પણ આ સાથે એક બીજી વાત એય કહેવાનું મન થાય છે આ બધી અંધાધુંધી વચ્ચેય મીઠાં ઝરણાં ક્યાંક વહ્યાં કરે છે. એની સાથે નિરાંતે રહેવું પડે… ખોટું અઢળક થાય છે પણ સારુંયે ધીમી અને મક્કમ ગતિથી ભલે મીની કે માઇક્રો લેવલે પણ થયા કરે છે…એકવાર એ પરિણામ પણ લાવશે..
  ટ્રાફિક પોલીસ હાજર ન હોય તો સિગ્નલને કોઇ ગણકારે નહીં પણ અમારા વિસ્તારમાં હવે રાત્રેય ક્યારેક લાલ લાઇટ જોઇને વાહનોને ઊભાં રહી જતાં જોઉં છું (પોલિસની ગેરહાજરીમાં) અને મનને બહુ ખુશી થાય છે. હજુ ક્યારેક અને ક્યાંક થાય છે.. ધીમે ધીમે એ વધશે..
  કીડીને પોતાનો કણ લઇને દરમાં જતી જોઉં છું ત્યારે આ શ્રદ્ધા વધુ દૃઢ થાય છે.
  બેફામ ચલાવતા રિક્ષાવાળાઓમાં.. મારો દીકરો સ્કૂલેથી ઘરે આવતાં એની નોટ રિક્ષામાં ભૂલી ગયેલો. રિક્ષાવાળૉ પાછી આપવા આવ્યો. મેં ભાડું આપ્યું,
  “ના બહેન, આ અલ્લાહનું કામ છે.” “ચા પીશો ?” “ના મારે રોજા ચાલે છે !!”
  એ ય કદાચ ટ્રાફિક શિસ્તને અવગણતો હશે પણ ઉપરવાળાના આદેશને અવગણતો નથી એ કેટલી મોટી વાત છે ?
  આવું તો કેટલુંયે ચારેબાજુ નજરે પડ્યા રાખે છે અને…
  લતા જ. હિરાણી

 11. અક્ષયપાત્ર/Axaypatra જૂન 24, 2011 પર 8:20 પી એમ(pm)

  સુરેશભાઈ, આવખતની મારી ભારતની ટ્રીપ દરમ્યાન એક એંશી વર્ષના વૃદ્ધ અમારા એક સગાના દીકરાની બાઈકની હડફેટે આવી એક એંશી વર્ષના બાપા મૃત્યુ પામ્યા. છોકરો સાવ સીધો અને બીજાને પહેલાં માર્ગ આપે તેવો પણ આગળના મોટા વાહનની આડશ હટી અને બાપાએ ઓચિંતા દર્શન દીધા. બાઈકને બ્રેક આપતા છોકરો પોતે ય ફંગોળાઈ ગયો ને પડ્યો સડક પર ઉંધા માથે તે નાકમાંથી લોહી નીકળવા માંડ્યુ તો ય બાપાને ન બચાવી શક્યો. સલામતીતંત્રને હવે આમાંથી ઉજાણી થાય તો નવાઈ નહી.

 12. Preeti માર્ચ 23, 2011 પર 8:42 એ એમ (am)

  આ ત્રણ ભાગ ખરેખર ખુબ જ સરસ છે.

 13. Pingback: આવાહંક – આક્રમક વાહન હંકારવાની કળા – ભાગ -૧ | હાસ્ય દરબાર

 14. rajnikant shah માર્ચ 4, 2011 પર 9:36 પી એમ(pm)

  we are increasing number of vehicles and allow public transport to near collapse!!!!! then the result is this story.

 15. સુરેશ જાની માર્ચ 4, 2011 પર 5:37 પી એમ(pm)

  A comment

  This is awesome presentation of the reality…

  Thanks for sharing.
  ,,,,,,,,,,
  My reply…

  I doubt whether , discipline that awakened barbarian like Europeans will ever dawn in the Orient.

 16. sapana માર્ચ 4, 2011 પર 3:58 પી એમ(pm)

  સુરેશભાઇ..ખરેખર વ્યંગમાં ઘણું કહી દીધુ..અને ભારતમાં આપણી જે મુલાકાત થૈ વલીભાઈ સાથે એ યાદગાર રહેશે..दोस्तमे आपकी बात नहीं है! એ તો બસ એમજ!!
  સપના

 17. Ramesh Patel માર્ચ 4, 2011 પર 2:06 પી એમ(pm)

  વિચાર કરતા કરી મૂકે …..
  Really now a days it creates more tragedy also by accident.

  Ramesh Patel(Aakashdeep)

 18. B.G.Jhaveri માર્ચ 4, 2011 પર 12:29 પી એમ(pm)

  Samay ane Vatavaran ne anukul anusaran karavu pade !

 19. dhavalrajgeera માર્ચ 4, 2011 પર 12:08 પી એમ(pm)

  We all have to examine our self and follw the rule of the road…
  Road of life
  Road of self knowledge and wisdom….
  Like Sant Kabir says…”Burajo Dekhan Mai Chala..
  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 20. Arvind Adalja માર્ચ 4, 2011 પર 12:00 પી એમ(pm)

  આપે જણાવેલ આપની સ્વાનુભવની વ્યંગ કથા-વ્યથા એ અહિંની ટ્રાફિકની વરવી વાસ્તવિકતા છે અને તેને પરિણામે જ આજે દુનિયા ભરમાં માર્ગ અકસ્માતમાં માર્યા જનારાઓની સંખ્યા વધુમાં વધુ આપણાં દેશે સિધ્ધ કરી છે એ માટે ગ્રીનીશ બૂકમાં રેકોર્ડ કરવાનું નામ લખાવા માટે કંઈક પ્રયાસો કરવા રહ્યા ! આપણાં દેશના મા-બાપોને પણ પોતાના સગીર બાળકોને વાહન ચલાવવા આપવા માટે-અને તે પણ વગર લાયસંસે-બીરદાવવા જોઈએ તેવું નથી લાગતું ?

 21. Chirag માર્ચ 4, 2011 પર 10:45 એ એમ (am)

  Nice Suresh dada.

  Mathematically it is proven that if more than 60% vehicles from point A to point B travel the way traffic in India operates, they will reach faster to point B compared to if they had obeyed uniform travel plan.

 22. સુરેશ માર્ચ 4, 2011 પર 10:07 એ એમ (am)

  જગતના મહાન રાષ્ટ્ર બનવા હોડ બકી રહ્યું છે; તેવા ભારત દેશનું આ વરવું ચિત્ર તમને ગમ્યું?
  જો આ વ્યંગકથા – સ્વાનુભવના નિર્વેદમાંથી જન્મેલી વ્યથા – તમને વિચાર કરતા કરી મૂકે ; તો તે આ લેખશ્રેણીની એક નાનકડી સિદ્ધિ હશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: