હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – ૨૧ * વલીભાઈ મુસા

હાસ્ય હાઈકુ – ૨૧   * વલીભાઈ મુસા

ભલે રૂઠ્યાં, ના

મનાવું, લાગો મીઠાં,

ફુલ્યા ગાલોએ!

 દાંપત્યજીવનમાં સંવાદિતાનું સાતત્ય પણ કેટલીકવાર અભાવું બની જતું હોય છે. થોડીક વિસંવદિતા પણ કોઈકવાર એટલા માટે જરૂરી બની જાય છે કે જેથી સંવાદિતાનું પરીક્ષણ થતું રહે. દંપતી વચ્ચે થતી હળવી નોકઝોક, ખેચમતાણ  કે ટપાટપી (ટપલાટપલી નહિ, હોં કે!) સુખી દાંપત્યને પોષક બની રહે છે. આપસી મતમતાંતરો કે મતભેદોનું નિવારણ હળવાશથી કરવામાં આવે તો ઉભયની વચ્ચે કોઈ મનભેદનું કારણ રહેતું નથી. આથી જ તો આપણા હાઈકુનાયક કોઈ કારણે રીસાએલી પત્નીને મનાવવાના બદલે તેને એ જ સ્થિતિમાં ચાલુ રહેવાનું એમ કહીને સૂચવે છે કે તેણી ફુલ્યા ગાલોએ મધુર લાગે છે. કહેવાની જરૂર ખરી કે હાઈકુનાયકના આ વિધાનથી હાઈકુનાયિકા હસી પડ્યા વગર રહી શકી હોય! સ્ત્રીને માનુની અર્થાત્ માનભૂખી પણ ગણવામાં આવે છે. તેણીનો આ સંવેગ એટલો નાજુક અને સંવેદનશીલ હોય છે કે તે નાના બાળકની જેમ પળવારમાં રીસાઈ પણ જાય અને પળવારમાં મનાઈ પણ જાય!

 વૃદ્ધજનો, વનિતાઓ અને વ્હાલસોયાં(શિશુઓ)ને રિસાવાવાં આસાન છે, પણ રીઝવવાં મુશ્કેલ છે. મારી જેમ શીઘ્ર હાસ્યકવિ નહિ તો છેવટે હાસ્યહાઈકુકાર કે પછી ફોસલાવ કે પટાવકલામાં પાવરધા પુરવાર થઈ શકો તો એ કામ ડાબા હાથના ખેલ જેવું આસાન પણ બની શકે છે!

 – વલીભાઈ મુસા

 My BlogWilliam’s Tales (A Bilingual Blog by Valibhai Musa)


URL (Active)
  – http://musawilliam.wordpress.com

10 responses to “હાસ્ય હાઈકુ – ૨૧ * વલીભાઈ મુસા

 1. Pingback: (243) હાસ્યહાઈકુ : 21 – હાદના દાયરેથી (16) « William’s Tales (Bilingual)

 2. Valibhai Musa ફેબ્રુવારી 4, 2011 પર 4:37 પી એમ(pm)

  ભભૈ,
  ઘણા દિવસે “ત્યાં તો જતા જશો પણ ભાવનગર સુધી તો આવો” વાંચીને રૂબરૂ મળ્યા જેટલી ખુશી થઈ.
  મારા પ્રતિનિધિ તરીકે સુભૈને મોકલ્યા હતા. વચ્ચે ક્યાંય “મેહાંણાની માસી” ની જેમ ખોવાઈ ગયા કે શું?
  “મારા ભાગ્યમાં તમારા ત્યાંનાં દાણાપાણી લખાએલાં હશે તો મારી તાકાત નથી કે હું ત્યાં ન આવું!” એ તમને પણ કહું છું.

  Like

 3. dhavalrajgeera ફેબ્રુવારી 4, 2011 પર 8:36 એ એમ (am)

  પ્રિતી કરતા તુજની સાથે,

  મીઠા ઝગદે રુદન કરે તુ,

  લાગે સુન્દર નિહાળુ તુજને.

  રાજેન્દ્ર ત્રિવેદી

  Like

 4. Pan.bharat@yahoo.com ફેબ્રુવારી 4, 2011 પર 5:07 એ એમ (am)

  ભલે રૂઠ્યાં,
  ના મનાવું, લાગો મીઠાં,
  ફુલ્યા ગાલોએ!

  ત્યાં તો જતા જશો પણ ભાવનગર સુધી તો આવો.
  ભ.મ.પં.

  Like

 5. Valibhai Musa ફેબ્રુવારી 3, 2011 પર 1:37 પી એમ(pm)

  નેકનામ રાજેન્દ્રભાઈ,

  તમે હનુમાનજીની યાદ આપી અને એક રમુજી વાતની યાદ આવી ગઈ..

  ભગવાનશ્રી રામચન્દ્રજી અને સીતામૈયાના વનવાસકાળ દરમિયાન સીતાજીની પતિભક્તિ અને પતિસેવાથી પ્રભાવિત થઈ જંગલના નરવાનરોએ તેમની પત્નીઓને કહ્યું, ‘અરે ઓ, કાળા મોંઢાની વાંદરીઓ, જાઓ જાઓ સીતામાતા પાસે અને શીખી આવો કે પતિની સેવાચાકરી કેવી રીતે થાય!’

  વાંદરીઓએ સીતામાતાને વચ્ચે ઊભાં રાખીને પ્રદક્ષિણા કરી લીધી અને પોતાનાં નિવાસ-સ્થાનોએ પાછી ફરીને પતિદેવોને સીતાજી વિષેનો પ્રતિભાવ આમ આપ્યો, ‘તેમના રૂપ અને ગુણોનાં ગાન કરતાં તમે લોકો થાકતા નથી, પણ અમે બધી વાંદરીઓએ તેમનામાં ન ચલાવી લેવાય એવી સર્વાનુમતે એક ખામી શોધી કાઢી છે. તેમને અમારા જેવી સુંદર મજાની લાંબી પૂંછડી તો છે જ નહિ!’

  મારા ભાગ્યમાં તમારા ત્યાંનાં દાણાપાણી લખાએલાં હશે તો મારી તાકાત નથી કે હું ત્યાં ન આવું!

  તમારા પરિવારમાં સૌને મારી અને મારાં પરિવારજનોની સ્નેહભરી યાદ.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  Like

 6. dhavalrajgeera ફેબ્રુવારી 3, 2011 પર 8:13 એ એમ (am)

  प्यारे वलीभाई,

  आप हनुमान नही,

  फिरभी छाती कटवाके श्री राम दिखाये हो जीवनमै

  હવે અમને મળવા ક્યારે આવો છો?

  Rajendra Trivedi, M.D.

  http://www.bpaindia.org.

  Like

 7. Valibhai Musa ફેબ્રુવારી 3, 2011 પર 7:53 એ એમ (am)

  સૌ હાદજનો,

  ઉપરોક્ત મારી કોમેન્ટમાંના “તમારા બધાયનાં લાડીબેન” શબ્દો સામે કોઈને આપત્તિ થાય તે પહેલાં કહી દઉં કે ‘તેવણ’ મારી દીકરીની સાસુનાં ‘વેવાણ’ છે. (સુરેશભાઈ જાની તાજેતરમાં જ એ બંને વેવાણોને રૂબરૂ મળ્યા છે. મેરી ન માનો તો સુરેશભૈયાસે પૂછો!)

  પોતાનાં પત્ની સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મુરબ્બા (Sorry! મુરબ્બી) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેને પોતાના વક્તવ્યના પ્રારંભમાં જ સંબોધન કરતાં ‘ભાઈઓ અને એક અપવાદ સિવાયની બહેનો’ કહેવું પડ્યું હતું.

  તો વળી, અમારા માધ્યમિક શિક્ષણકાળના એક સાહેબને ‘દાંતિયાં’ કાઢતા એક વિદ્યાર્થીને ટપારતાં કહેવું પડ્યું હતું કે ‘દાંત કાઢવા જ હોય તો “સીટી લાઈટ” થિયેટરમાં ‘તેરી બહન’ ને જોઈ આવ! અહીં કહેવાની જરૂર ખરી કે પિક્ચરનું ખરેખરું નામ શું હશે!

  Like

 8. pragnaju ફેબ્રુવારી 3, 2011 પર 12:34 એ એમ (am)

  જીવન રૂઠ્યાં
  મનાવે , પ્રાણ આપું
  પ્રાણથી વહાલા
  ………………..
  હાઇકુ ગુરુનો પ્રતિભાવ
  અદ્દભુત!

  પ્રાણથી પણ વ્હાલા એવા રૂઠેલા જીવનને મનાવવા માટે હાઈકુનાયક પોતાના પ્રાણ અર્પણ કરવા પણ તૈયાર થાય છે! પરિણામ? પ્રાણ આપવા છતાં જીવન તો રીસાઈને જવા માગે જ છે, પાછું વળે તેમ નથી! એમ જ થાય ને! કેમકે પ્રાણ અને જીવન અન્યોન્ય એવાં સંકળાએલાં છે કે કોઈ એક વગર અન્યનું અસ્તિત્વ જ શક્ય નથી!

  વાહ, ભાઈ વાહ! સરસ પરિકલ્પના!

  ધન્યવાદ,પ્રજ્ઞાબેન.

  Like

 9. Valibhai Musa ફેબ્રુવારી 3, 2011 પર 12:33 એ એમ (am)

  રાજેન્દ્રભાઈ,

  અમે ક્યાં રૂઠ્યા હતા

  તે

  પુનરાગમને
  અમને Welcome કહો છો?

  આપણે સૌ તો હાસ્યદરબારીજન,

  પણ …

  આપણામાં કેટલાંક તો મારા-તમારા જેવાં બની બેઠેલાં દરબારી રત્નો હોય કે પછી કોઈ શ્રોતાઓ હોય, કોઈ પીરસણિયા હોય કે કોઈ પંગતમાં પતરાળાં લઈને બેઠા હોય; પણ હાસ્યલાડુ આરોગવાના સમાન હિતે તો સૌ સરખા.

  Welcome, Thank you, Hello, Hi, Have a nice day, Sorry, See you again આવા બધા શાબ્દિક ઘણપ્રહારો એક જ પરિવારમાં માંહોમાંહે એકબીજા ઉપર ઝીંકાય ખરા?

  ગીતાબેન, જ્યોતીબેન, કમુબેન કે તમારા બધાયનાં લાડીબેન દ્વારા પીરસાતી દરેક રોટલી, ભાખરી કે પૂરીએ કે પછી ટુકડેટુકડે પીરસાતી અન્ય વાનગીઓ વખતે Thank you, Thank you નોં કહેવાય, મારા ભઈલા!

  Like

 10. dhavalrajgeera ફેબ્રુવારી 2, 2011 પર 11:57 પી એમ(pm)

  Welcome back Valibhai,
  Back to make all Laugh again!
  Stay healty and keep shining!
  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: