હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – 19 * વલીભાઈ મુસા

હાસ્ય હાઈકુ – 19  * વલીભાઈ મુસા
ભોંય પછાડે,

કદલીફલ ત્વચા,

ભલભલાને!

ગુજરાતી હાસ્યનવલકથા “ભદ્રંભદ્ર”ના નાયકપાત્ર ‘ભદ્રંભદ્ર’ ગુજરાતીમાં રૂઢ થઈ ગએલા અંગ્રેજી શબ્દ ‘ટિકિટ’ના બદલે ‘મૂલ્યપત્રિકા’ બોલે છે અને પારસીબાવા સ્ટેશન માસ્ટર અને તેમની વચ્ચે ગેરસમજ અને ઝપાઝપીમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. આવા અન્ય કેટલાક શબ્દોનાં ભદ્રંભદ્રીય રૂપાંતરોને યાદ કરીને પછી જ હું મારા હાઈકુની મધ્ય લીટી મધ્યે આવીશ. ‘ટ્રેઈન’ એટલે કે ‘અગ્નિરથ’ ને વિદુષકવેડા માટે સુખ્યાત એવા ભારતના ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે ખરે જ કેટલીક ટ્રેઈનોને ‘ગરીબરથ’ એવાં નામ પણ આપ્યાં હતાં. આવું જ સિગ્નલ માટે મજાકમાં લાંબુલચક આમ બોલાય છે ‘અગ્નિરથ ગમનાગમન સૂચક લોહપટ્ટિકા’, ‘સિનેમા’ માટે ‘બોલપટ’ કે ‘ચિત્રપટ’ વગેરે.

આટલે સુધીની ચર્ચામાં અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી રૂપાંતરોની વાત થઈ, પણ મારા ઉપરોક્ત હાઈકુની મધ્ય લીટીમાં અંગ્રેજીનો કોઈ શબ્દ નથી, જે છે તે સંસ્કૃત શબ્દો છે. કદલી એટલે કેળનું ઝાડ, કદલીફલ એટલે કેળું અને ત્વચા એટલે છાલ. આમ ‘કદલીફલ ત્વચા’ નો ગુજરાતીમાં સરળ અર્થ થાય ‘કેળાની છાલ’. જગજાહેર વાત છે કે કેળાની છાલ ઉપર લપસનારે પૂરેપૂરા લપસવું પડે અને ભૂ ની મિતિ એટલે કે જમીનનું માપ લેવું જ પડે. આસ્ફાલ્ટના જાહેરરસ્તા ઉપર કેળાની છાલ નાખવી એટલે હાડવૈદ કે ઓર્થોપેડિક સર્જનના દલાલી લીધા વગરના દલાલ તરીકે કામ કરવા બરાબર છે. કેળાની છાલ કોઈ પણ જાતના પક્ષપાત વગર ભલભલાને ભોંયભેગા કરી જ દે એ બાબતને સનાતન સત્ય તરીકે માની લીધા પછી કોઈએ જાત ઉપર પ્રયોગ કરવાની જરૂર ખરી!                      

– વલીભાઈ મુસા


My BlogWilliam’s Tales
                                      (A Bilingual Blog by Valibhai Musa)
URL (Active)  http://musawilliam.wordpress.com

7 responses to “હાસ્ય હાઈકુ – 19 * વલીભાઈ મુસા

 1. Pingback: (238) હાસ્યહાઈકુ : 19 – હાદના દાયરેથી (14) « William’s Tales (Bilingual)

 2. dhavalrajgeera ડિસેમ્બર 12, 2010 પર 2:40 પી એમ(pm)

  You may like to sing and watch this!

  ભોંય પછાડે,
  કદલીફલ ત્વચા,
  ભલભલાને!
  વાહ,
  પ્રજ્ઞાબેન ને વલીભાઈ!!

  Like

 3. pragnaju ડિસેમ્બર 12, 2010 પર 2:30 પી એમ(pm)

  આ ગુલાલનો ઉતર ગુલાલમા આપો

  કર ચલે હમ ફિ દા જાનો મન સાથિયો,
  અબ તુમ્હારે હવાલે બ્લોગ સાથિયો.
  રામ ભી તુમ, તુમ હી રહીમ સાથિયો
  અબ તુમ્હારે હવાલે હૈ બ્લોગ સાથિયો.

  Like

 4. Valibhai Musa ડિસેમ્બર 12, 2010 પર 2:12 પી એમ(pm)

  વાહ, બિરબલના હાજરજવાબીપણાને!

  વાહ વાહ, પ્રજ્ઞાબેનને કે જે વીજળી પછીની મેઘગર્જનાની જેમ કોઈ વાત કે એકાદ શબ્દ સામે પણ અંતાક્ષરીની જેમ કંઈકને કંઈક લાવે, લાવે અને લાવે જ!

  આપના શીઘ્ર પ્રતિલેખન ઉપર ગુજરાતી બ્લોગ જગતના હજારો વાંચકો ફિદા છે.

  ગમ્મતમાં ગુલાલ ઊરાડું અને પ્રાર્થું કે ‘ફિદા’ ઉપર કુછ બાત હો જાય તો અચ્છા નહિ રહેગા!

  Like

 5. pragnaju ડિસેમ્બર 12, 2010 પર 11:00 એ એમ (am)

  મૂળ વાત તો રહી ગઇ……………..!
  શહેનશાહે
  કદલીફલ ત્વચા,
  પણ આરોગી!
  બહુ જાણીતી વાત ફરીથી. મહાન અકબર બાદશાહ અને બીરબલ કેળા ખાતા હતા. બાદશાહે પોતે ખાધેલા કેળાની છાલ બીરબલ તરફ મૂકી અને રમુજ કરી કે તેમના કરતા બીરબલ વધુ કેળા ખાધા ! ત્યારે બીરબલે કહ્યું જહાંપનાહ,આપ તો કેળા સાથે છાલ પણ ખાઈ ગયા!

  Like

 6. pragnaju ડિસેમ્બર 12, 2010 પર 10:31 એ એમ (am)

  वाह वली क्न्ठ लन्गोटभी धुपमै ?
  ચાલો, ભદ્રંભદ્રિય વાત હાઇકુમા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ!
  क्न्ठ लन्गोट
  धुपमै पहेनते
  वाह ! वलीजी
  શ્રી રાઉલજી -” … વચલા દીકરા યુવરાજસિંહ ગુજરાતી બચાવો આંદોલન શરુ પણ થયું ના હતું ત્યાર થી બાપુ કહીને જ બોલાવે છે.મારા આત્મા ને પણ એવું સાંભળી આનંદ સાથે રાહત થાય છે.એમનો સાદ(કોલ) આવ્યો દુરવાત યંત્ર પર.મને કહે બાપુ તમારા માટે કંઠ લંગોટ લીધા છે.હું તો ચમકી ગયો.અલ્યા લંગોટ તો નીચે પહેરાય.તો હસવા લાગ્યો કહે કેવા ફસાયા!!તમે તો નિસરણી આપી છે.એને લાગ્યું કે બાપુ ચકરાઇ જશે એટલે કહે ટાઈ લીધી છે.”પરથી આ કલ્પના આવી.તેઓ રજપુત રાજવંશી છે તેથી વૃધ્ધ નારીની હત્યા નહીં કરે તે શ્રધ્ધા સાથે …

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: