‘સાંભળો છો કે!’
સાંભળવાનું ગમે
થઈ બધિર!
‘તમે સાંભળો છો કે નહિ?’ ધ્રૂવપંક્તિવાળું સ્થાનિક સમાજમાં પ્રચલિત એવું એક નિર્દોષ લગ્નગીત છે. નિર્દોષ એટલા માટે કે ફટાણા (Nasty) પ્રકારનું બીભત્સ કે અશ્લીલ એ ગીત ન હોવા ઉપરાંત અન્ય કોઈ એવું એકેય લગ્નગીત આ સમાજમાં સાંભળવા નહિ મળે કે જે લોકમર્યાદાનું ઉલ્લંઘન કરતું હોય કે કોઈ ઔચિત્યભંગ થતો હોય! ‘તમારા શેંને ફૂટ્યા કાન? તમે સાંભળો છો કે નહિ?’ આગળ વળી આવે છે ‘અમે તો કહી કહીને થાક્યાં, તમે સાંભળો છો કે નહિ?’ લગ્નપ્રસંગે વર અને કન્યાપક્ષે નિર્દોષ આનંદ લૂંટવા માટે સવાલ-જવાબ રૂપે આવાં ગીતોની રમઝટ બોલાતી હોય છે.
‘હાસ્ય દરબાર’ના મારા વિદ્વાન વાંચકોને મારી ઉપરોક્ત પ્રસ્તાવના કદાચ અપ્રસ્તુત લાગશે, પણ મારા મને એ સહેતુક છે; એટલા માટે કે પેલી કન્યા આ લગ્નગીતની ધ્રૂવપંક્તિને જીવનભર પદ્યમાં તો નહિ, પણ ગદ્યમાં પોતાના પતિને સંભળાવ્યે જ રાખે છે. ‘સાંભળો છો કે!’ એ Three in one વિધાન છે. એક, નામ બોલવાના વિકલ્પે અધ્યાહાર સંબોધન; બે, પોતાની વાત ધ્યાનથી સાંભળવામાં આવે તેવી તાકીદ; અને ત્રણ, કાં તો સાચે જ પતિમહાશય બધિર (બહેરા) હોય પણ ખરા!
પરંતુ, આપણા હાઈકુHero તો ‘સાંભળો છો કે!’ વારંવાર સાંભળવા માટે જાણી જોઈને બહેરા થવા ઈચ્છે છે. કારણ? કાં તો પેલી બહેનડ કોકિલકંઠી હોય, કાં તો પછી તે ગળે રૂપાની ઘંટડી બાંધીને ફરતી હોય; જે હોય તે, પણ ભાઈજીને ભાર્યાનો મધુર અવાજ સાંભળવો ગમે છે. તો વળી સામા પક્ષે જીવનભર કોઈ મનોવૈજ્ઞાનિક પ્રયોગ તો કરવામાં નહિ આવી રહ્યો હોય કે પેલા ભાઈ ખરે જ માનસિક રીતે બહેરા થતા જાય કે જેથી દાંપત્યજીવનમાં તેમનું બોલવાનું ઓછું થતું જાય અને તેઓશ્રી પેલી ચતુર નારના કહ્યાગરા કંથ બની રહે!
Like this:
Like Loading...
Related
Pingback: (235) હાસ્યહાઈકુ : ૧૭ – હાદના દાયરેથી (૧૨) « William’s Tales (Bilingual)
સદા સાંભળે
માતપિતાની વાત
એ જ શ્રવણ
LikeLike
શ્રોત્રે શ્રવણ
મનન નિદિઘ્યાસ
ૐ સાક્ષાત્કાર
જે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ. અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ, અને જે વાર્તા નિશ્વય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અઘ્યાસ રાખવો તેને નિદિઘ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યુ હોય તો આત્મસ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય, અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિદિઘ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે,
LikeLike
બધિર પુત્રો
લઈ તાલીમ માએ
ઊછેર્યા બાળ
કલિન્દનો જન્મ થયા પછી એક વષ તેની બહેરાશનો તેના માતાપિતાને ખ્યાલ આવ્યો. દવાખાનામાં માતાપિતાએ વાટકો પછાડ્યો, બેલ વગાડ્યો, થાળીઓ ખખડાવી પણ પોતાનો દીકરો કલિન્દ હલબલ્યો નહિ. પરંતુ પછી માતા દક્ષાબેન અને પિતા નીતિનભાઇએ પણ કલિન્દને સુંદર રીતે ઉછેરવાનો સંકલ્પ કરી લીધો. માતા દક્ષાબેને એ માટે ભાવનગર શહેરની મૂક-બધિર સ્કૂલમાં ટ્રેનિંગ મેળવી. તેમણે તાલીમ મેળવીને કલિન્દનો ઉછેર કર્યો. મૂક-બધિર શાળામાં પોતે ભણવા ગયા પરંતુ કલિન્દને તો સામાન્ય બાળકોની શાળામાં જ ભણાવ્યો-ગણાવ્યો.
થોડા વર્ષોબાદ જન્મેલી દીકરી શ્રીમ પણ બધિર હોવા છતા દક્ષાબેન હિંમત ન હાર્યા. કારણ કે તેમણે તો ઝાંસીની રાણીની જેમ જિંદગી સામે બાથ ભીડવાનું નક્કી કરી જ લીધું હતું. જો કે શ્રીમ કલિન્દની જેમ સંપૂર્ણ બહેરશ ધરાવતી ન હતી, વળી, દક્ષાબેને બધિર બાળકોને શિક્ષણ આપતો ટીચર ટ્રેઇનીંગ કોર્ષ પણ કર્યોજ હતો એ જ લાભ શ્રીમને પણ મળ્યો.
શ્રીમને પણ સામાન્ય બાળકોની સાથે જ શિક્ષણ અપાવ્યું. કલિન્દ ભાવનગરની કુમારશાળામાં ભણ્યો અને શ્રીમ નંદકુંવરબા શાળામાં ભણી. બંને બાળકો બધિર હોવા છતા આજે સફળ વિદ્યાર્થીઓ છે. બંનેએ અનેક સિદ્ધિઓ મેળવી છે. બંને એકીસાથે જણાવે છે. મોટા થઇને જીવનમાં ખૂબ પ્રગતિ કરીશું અને જે કાંઇ પણ મેળવીશું તે અમારી માતાના ચરણોમાં સમર્પિત કરી દઇશું.
દક્ષાબેને તાલીમ દરમિયાન બધિર બાળક સમજી શકે તેવા ઉચ્ચારો કેમ કરાય, લીપરીડીંગ દ્વારા બાળક કેમ સમજે, શ્વાસોસ્વાસની તાલીમ વગેરેનું શિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ પોતાને મળેલી તાલીમ મુજબ બંને બાળકોને સમાજના સામાન્ય બાળકોની જેમ ઘડ્યા. ખરેખર આજના સમયમાં આવી જનનીની જોડ શોધવી મુશ્કેલ ગણાય.
સમાચાર સૌજન્ય દિવ્યભાસ્કર
LikeLike
સોરી…
છોડી બ્લોગિંગ
થઈ ગયો બધિર
નવરો ધૂપ.
LikeLike
છોડી બ્લોગિંગ
થઈ ગયો અદ્રશ્ય
નવરો ધૂપ.
LikeLike
હાઈકુHeroમાંનો એક એવો હું … સાવ તો નહીં પણ 10-20 % બહેરો ખરો હોં!
મારી ઈવડી ઈની વાત નથી સંભળાતી એમ કહી, સરસ મઝાની છટકબારી ગુમાવવી શીદ પાલવે?
એટલે મેડિકેરમાં મળેલું હિયરિંગ એડ પણ માત્ર પાર્ટીઓમાં જ પહેરું છું !!!
જોકે લગન થયા ત્યારથી આ સંવાદ કોઠે પડી ગયો છે.
એ જ મારે માટે સંબોધન હતું. પણ અહીં આવ્યા બાદ હવે ઈવડી ઈનો પણ ….
દાદો !!!!
LikeLike