હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – 16 * વલીભાઈ મુસા

હાસ્ય હાઈકુ – 16 * વલીભાઈ મુસા

સજ્જ ઘરેણે!

મોબાઈલ શોરૂમ!

પિયુ જૌહરી!

******************************************************************** 

આ કોઈ નક્લી ઝવેરાત (અમેરિકન ડાયમન્ડ)ના જમાનાની વાત નથી. ગુજરાતના ગાયકવાડ સ્ટેટ (બરોડા સ્ટેટ)માં ચોરીચખાલીની બાબતમાં લોકો સલામત હતા. ગાયકવાડ મહારાજાની એટલી બધી હાક હતી કે એમ કહેવાય છે કે બકરીના ગળામાં સોનાની હાંસડી પહેરાવીને  તેને ચરવા છૂટી મૂકી દીધેલી અને કોઈ ચોરની માના લાલની તાકાત નહોતી કે એ હાંસડીની ઊઠાંતરી કરે!(“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન!” પંક્તિવાળી એક જૂની કવિતા કોઈને યાદ આવે છે કે?)

આ પૂર્વભૂમિકા આપવી એટલા માટે જરૂરી લાગી કે આ હાઈકુના સંદર્ભે કોઈ માઈનો લાલ એવી શંકા ન ઊઠાવે કે એ ભાયડો પોતાની બાઈડીને ઘરેણેથી લાદીને  આમ કેવી રીતે બહાર ફરવા લઈ જઈ શકે? હાસ્ય દરબારનાં 10 અ અને 10 બ ક્રમવાળાં Twin Jewels (Mr. Liar અને Mr. Lawyer) ને તો ખાસ તાકીદ કે અહીં એવી કોઈ આડીઅવળી દલીલબાજીમાં ઊતરે નહિ, હા શું કહ્યું?

લ્યો, હવે આપણા હાઈકુના પાટે ચઢીએ તો અસલી રહેમતુલ્લા સો ટચના સોનાનાં ઘરેણાંથી લદાએલી સાવ જુવાનડી સાંઢણી જેવી એ બાઈડી નખશિખ સોને મઢેલી નિર્ભયતાપૂર્વક હાલી જાય છે અને આ હાઈકુકાર (વલદાભાઈ)ની કલ્પના તો એવી તોફાને ચઢી અને એમને તો એમ જ દેખાવા માંડ્યું કે એ સજ્જ ઘરેણે બાઈડી એ માત્ર બાઈડી જ નહિ, પણ જરઝવેરાતનો કોઈ મોબાઈલ શોરૂમ જાણે કે રસ્તે ફરી રહ્યો હોય અને સાથે ચાલી રહેલો તેનો પિયુ એટલે કે પ્રીતમ એટલે કે ભાઈડો, એટલે કે … એટલે કે જે ગણો તે…  જાણે ઝવેરી ન હોય!

 

“Macanas Gold” મુવી જેમણે જોયું હશે, Arabian Nights ની  અલીબાબા ચાલીસ ચોરની વાર્તાઓમાં જેમણે સોનાના ખજાનાઓ વિષે વાંચ્યું હશે અને Gold Bug માંની સાંકેતિક ભાષામાં ખજાનાની શોધ માટેની ચિઠ્ઠી જેમણે વાંચી હશે, તેમના ગળે આ હાઈકુની નાયિકારાણીનાં ઘણામાં ઘણાં માત્ર એકાદ બે કિલોનાં ઘરેણાંની વાત સાવ આસાનીથી ઘીથી લથબથ શીરાની જેમ ગળે ઊતરશે જ તેમ માની લેવાનું મન મનાવીને હું મારી મરજીથી અત્રેથી વિરમું છું! તથાસ્તુ!

 


ધન્યવાદ!  


(ખાસ આ રાજસ્થાની શબ્દ એટલા માટે પ્રયોજું છું કે રાજસ્થાની લોકોને સોનું ખૂબ પ્રિય હોય છે!)   

 

-વલીભાઈ મુસા        

My Blog – William’s Tales
URL – http://www.musawilliam.com

6 responses to “હાસ્ય હાઈકુ – 16 * વલીભાઈ મુસા

 1. Pingback: (234) હાસ્યહાઈકુ : ૧૬ – હાદના દાયરેથી (૧૧) « William’s Tales (Bilingual)

 2. bharat Pandya ઓગસ્ટ 7, 2010 પર 7:01 પી એમ(pm)

  સુરભાjee,ભભાજી ને વલિભાjee મા એક સામ્યતા-
  આજના ભાવમા સોનુ કલ્પનામાજ ખરીદી શકે !
  (આ ત્રણ ભાજી એટલેકે મેથી,પાલખ જેવી નથી = નામ છે)

  Like

 3. Valibhai Musa ઓગસ્ટ 7, 2010 પર 3:45 પી એમ(pm)

  સુરભાજી અને ભભાજી,

  તમને બંનેને તો શું કહેવું? એક કહે છે ઘરેણાં નકલી હશે અને બીજા કહે છે એ તો ઘરાકોનાં હશે. અરે ભાઈ, એ ઘરેણાંને, પેલી બાઈને અને પેલા ઝવેરીભાઈને વલભૈ સાથે કોઈ લેવાદેવા નથી! વાંચો બાપલિયા, ફરીથી
  “આ હાઈકુકાર (વલદાભાઈ)ની કલ્પના તો એવી તોફાને ચઢી અને એમને તો એમ જ દેખાવા માંડ્યું કે….”

  સુરભાજી, તમે તો વિજ્ઞાનના માણસ છો. પેલી બાઈનાં ઘરેણાં પાણીમાં ડુબાડીને કદ અને વજનના આધારે ઘનતાના નિયમનો ઉપયોગ કરીને સોનાની શુદ્ધતા ચકાસી લેજો.

  ભભાજી, લાડવા બનાવવા માટે પાણી અને ગામડાઓના ચુલાઓમાં બળતું પેટાવવા માટે એકલી ભૂંગળી નોં ચાલે મારા ભૈ! વા (હવા) તો ફેફસાં ફુલાવીને પણ કાઢવી જ પડે. આમ વા અને પાણીનું મહત્વ ઘી, આટા અને ગોળથી ઓછું આંકતા નહિ.

  જોજો પાછા બધા પહેલાંની જેમ લાડવાના રવાડે ચઢી જતા નહિ! બુઢાપેમેં સેહતકે લિએ લડ્ડુ અચ્છે નહિ!

  Like

 4. bharatpandya ઓગસ્ટ 7, 2010 પર 8:43 એ એમ (am)

  બધ્ધા ઘરેણા ઘરાકોના હશે.
  વલીભૈના વાને પાણી !

  Like

 5. સુરેશ જાની ઓગસ્ટ 7, 2010 પર 6:55 એ એમ (am)

  આ પૂર્વભૂમિકા આપવી એટલા માટે જરૂરી લાગી કે આ હાઈકુના સંદર્ભે કોઈ માઈનો લાલ એવી શંકા ન ઊઠાવે કે એ ભાયડો પોતાની બાઈડીને ઘરેણેથી લાદીને આમ કેવી રીતે બહાર ફરવા લઈ જઈ શકે?
  —————-
  લો! આ માઈનો લાલ ઉવાચ ..
  બે જણ ડાહ્યા હોય તો ..
  આ જ દેખાવ બહુ ઓછા ખર્ચ અને વજનવાળાં નકલી ઘરેણાંથી પણ કરી શક્યા હોત.
  અરે! તમારી નાયિકારાણીનાં ઘરેણાંનો સોના ટેસ્ટ કરાવ્યો ‘તો? એ બનાવટી જ હશે. ફિલમોની મહારાણીના શણગારની કની !!!

  Like

 6. સુરેશ ઓગસ્ટ 6, 2010 પર 7:24 એ એમ (am)

  વાહ! શું અવલોકન … માન ગયે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: