હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – 15 * વલીભાઈ મુસા

હાસ્ય હાઈકુ – 15  * વલીભાઈ મુસા

  ઘૂંઘટ ખોલે

શૌહર, શરમાતાં

શરમ આવે!

  મારા હાઈકુનો નાયક છે, શૌહર (ફારસી) – જો જો પાછા મેં ‘ફારસી’ શબ્દ ભાષા દર્શાવવા મૂક્યો છે, એટલે એને ફારસ કરવાવાળો (નાટકિયો) એ અર્થમાં લેતા નહિ!  ‘શૌહર’ના શબ્દકોષે અને મુખવચને ઘણા અર્થ થાય છે – જેવા કે સ્વામી, પતિ, વર, ધણી, ભરથાર,  માટીડો, પિટ્યો, રોયો, એવા એ, અલ્યા એય, તમારા ભાઈ, સંતાન હોય તો બાબલાના બાપા (ચોથા ભાગની બા), કહું છું, સાંભળો છો કે, અંગ્રેજીમાં Husband  જેનો ધોકલાં ધબેડીને ગુજરાતીમાં એવો ભાવાર્થ લાવી શકાય કે જે હસતાં હસતાં બંડ પોકારે (જા, આ હું નથી કરતો એમ કહીને!), ખાવિંદ (ખાWind – હવા ખા, હવા!) – ‘બસ, બસ ઘણું થઈ ગયું; હવે આગળ વધશો કે!’ એવું તમારા વાંચકોના કોઈકના ગેબી અવાજે સંભળાયું હોઈ હવે તો મારે આગળ વધવું જ પડશે.

જૂની કોઈક હિંદી ફિલ્મની કડી ‘ઘૂંઘટ નહિ ખોલુંગી,સૈયા તોરે આગે!’ પેલી બાઈડી બબડી કે એવો આભાસ થયો સમજીને એ શૌહરભાઈ મનમાં ‘જાતમહેનત ઝિંદાબાદ’ કહીને તેણીનો ઘૂંઘટ ખોલે છે. હવે પેલી બાઈ પક્ષે વેવાર તો એ કહે છે કે તેણે શરમાવું પડે! પણ જિંદગીમાં પહેલુંવહેલું શરમાવાનું આવ્યું અને પાછો શરમાવાનો કોઈ અનુભવ પણ નહિ (કેમ કે એ મૂઓ પહેલો જ ધણી હતો), એટલે બાપડીને શરમાતાં શરમ તો આવી, છતાંય શરમાતાં શરમાતાં પણ તે શરમાઈ ગઈ –ઝખ મારીને તેને શરમાવું પડ્યું! મનોમન બોલી પણ ખરી, ‘શું કરીએ બાઈ, બધી કન્યાઓની જેમ શરમાવાનો વેવાર તો કરવો પડે ને! બાકી આ બેશરમ ગધેડાએ આ પરણવાના દહાડા લાવવા પહેલાં એટલી બધી ડેટીંગ અને વાતચીતની ફેકંફેક બેટીંગ કરી કે શરમાવાનું કંઈ બાકી રાખ્યું જ નહિ!’

મારા આ વિષયે સુજ્ઞ વાંચકો (જવલ્લે જ કો ‘અજ્ઞ’ હશે!) તૂટી પડો મારા હાઈકુનું પિષ્ટપેષણ કરવા. અહીં Free Style કુસ્તી જેવું છે, જેને જેમ ફાવે તેમ આનું વિવેચન કરવાની છૂટ છે. તમારે ‘હાઈકુ’ ના વધુ અભ્યાસ અર્થે જાપાન જવાની જરૂર નથી, કેમ કે આપણે તમામ ભારતીય ભાષાઓમાં ‘હાઈકુ’ નું ખેડાણ કરવામાં એટલા બધા આગળ નીકળી ગયા છીએ કે જાપાનીઓને આપણાં હાઈકૂઓનો અભ્યાસ કરવા અહીં આવવું પડે તેવો તખ્તો પલટાઈ ગયો છે!

  ધન્યવાદ! (આ પણ એક વેવાર જ છે ને!)

  – વલીભાઈ મુસા

My Blog – William’s Tales

URL – http://www.musawilliam.com

6 responses to “હાસ્ય હાઈકુ – 15 * વલીભાઈ મુસા

 1. Pingback: (233) હાસ્યહાઈકુ : ૧૫ – હાદના દાયરેથી (૧૦) « William’s Tales (Bilingual)

 2. Valibhai Musa જુલાઇ 18, 2010 પર 8:53 એ એમ (am)

  વાહ, પ્રજ્ઞાબેન!

  આજકાલ ઘરનાં કે હોટલોનાં રંગરોગાનમં Contra Color નો Trend ચાલી રહ્યો છે. પહેરવેશમાં પણ તેનો ચેપ ગયો છે! સાહિત્યમાં પણ આમ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. Photography માં પણ આવા વિરોધાભાસી Shot લેવાય છે. આ બધું લખ્યા પછી હવે આપનાં કોમેન્ટમાંનાં બે હાઈકુ ઉપર આવું છું.

  વિદાય વેળા
  શ્રાવણભાદરવો
  આંખે વરની

  (રોતલ માટીડો જીવનની કઠોરતાઓનો શી રીતે સામનો કરશે! એણે એવું ન કહેવું જોઈએ, સાસુસસરાને કે, બસ બસ, હવે તમારી લાડલીને ઘરે જ રાખો! તમારાં બધાંનું દુ:ખ મારાથી નથી જીરવાતું!)

  તો વળી સાવ સામેના છેડે આધ્યાત્મિક વિચારવાળું મનનીય કાઈકુ!

  માયા ઘૂંઘટ
  પટ ખોલતા, જીવે
  શિ વ દ ર્શ ન

  (શું ટિપ્પણી કરું! આ હાઈકુ પોતે જ ઘણું કહી જાય છે!)

  Like

 3. pragnaju જુલાઇ 10, 2010 પર 7:08 એ એમ (am)

  માયા ઘૂંઘટ

  પટ ખોલતા, જીવે

  શિ વ દ ર્શ ન

  Like

 4. pragnaju જુલાઇ 10, 2010 પર 6:58 એ એમ (am)

  વિદાય વેળા
  શ્રાવણભાદરવો
  આંખે વરની

  Like

 5. bharatpandya જુલાઇ 9, 2010 પર 10:06 પી એમ(pm)

  વળી તમે હાયકું
  મજા પડી ગઈ

  Like

 6. dhavalrajgeera જુલાઇ 9, 2010 પર 6:10 પી એમ(pm)

  સુરેશભાઈ,

  રાજેન્દ્રભાઈની સંમતિ મળે તો આને “60+ ગુજરાતીઓ”માં ગરમી લાવવા ધકેલી શકો છો!

  વલીભાઈ


  My Blog – William’s Tales

  URL – http://www.musawilliam.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: