હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્યના ચોસઠ પ્રકારો!!! * વલીભાઈ મુસા

હાસ્યના ચોસઠ પ્રકારો!!!      * વલીભાઈ મુસા 

હાસ્ય દરબારનાં નરનારીરત્નો (શોકેસવાળાં અને ચીંથરે વીંટેલાં!)

સામાન્યત: આપણે હાસ્યના બે પ્રકારો વિષે જ જાણતા હોઈએ છીએ; સ્થૂળ (ચરબીયુક્ત કે જાડિયું!) અને સૂક્ષ્મ.(સૂકલકડી કે બારીક!). હવે હું ‘આપણે’માંથી અલગ પડીને માત્ર ‘હું’ બનીને મારા ફળદ્રુપ નહિ, પણ બંજર એવા ભેજામાં અન્ય કેટલાક પ્રકારોને ઊગાડવાનો પ્રયત્ન કરું છું. લો, હજુ તો પ્રયત્ન કરવાની વાત કરું છું, ત્યાં તો ઊગી જ ગયા! માટે આપ સૌ મારા આગળના વિધાનને ફરી વાંચી લેશો આ સુધારા સાથે કે ‘બંજર નહિ, પણ ફળદ્રુપ એવા ભેજામાં’! જો આ નવીન પ્રકારોને આપ સૌનાં ભેજાં સ્વીકારે તો સારું અને ન સ્વીકારે તો એથીય વધારે સારું!

તો ભાઈ-અલાઓ (આ સંબોધન ભાઈબહેનોએ ભેગું જ સમજવુ! અલગથી ‘બાઈ-અલીઓ’ કહેવામાં નહિ આવે!), એ નવીન પ્રકારોની યાદી આ પ્રમાણે છે : – (૧) અટ્ટહાસ્ય (૨) ખંધું હાસ્ય (૩) લુચ્ચું હાસ્ય (૪) મીંઢુ હાસ્ય (૫) રાક્ષસી હાસ્ય (૬) ખાંસતા શ્વાન જેવું હાસ્ય (૭) ખખડતી કાચની રકાબી જેવું હાસ્ય (૮) હોંચી હોંચી હાસ્ય (૯) ભૂભૂહાસ્ય (૧૦) ખીખીહાસ્ય (૧૧) ભરવાડના ડચકારા જેવું હાસ્ય (૧૨) ફોટોગ્રાફરવાળું Cheese હાસ્ય  (૧૩) થૂંક ઊરાડતું હાસ્ય (૧૪) ફુહફુહ હાસ્ય  (૧૫) હાહા-હીહી-હુહુ હાસ્ય (૧૬) કરકસરિયું હાસ્ય (૧૭) છૂટ્ટું હાસ્ય (૧૮) લે-લે-તાળી હાસ્ય (૧૯) ઊંટાંટિયા હાસ્ય (૨૦) ડક ડક હાસ્ય

આ યાદી અધૂરી છે. તજજ્ઞોએ કળાઓની સંખ્યા 64 જેટલી જ સંખ્યામાં હાસ્યના પ્રકારો થઈ શકશે તેવી આગાહી કરી છે. આથી જાહેર (હાસ્ય દરબારના સભ્યો પૂરતું સીમિત) નિમંત્રણ છે કે ખૂટતા 44 પ્રકારો પૂરા કરવામાં સૌ પોતાનું પ્રયોગદાન આપે તો આપણે તનાવની સારવાર માટે આ ચોસઠ હાસ્યપ્રકારો અકસીર ઈલાજ છે તેવી માન્યતા WHO (World Humor Organization) પાસેથી મેળવી શકીએ.  

– વલીભાઈ મુસા,

(Research Humorist)

‘Hasya Darbar’ Research Center, USA

My Blog – “William’s Tales”

URL – http://www.musawilliam.com

14 responses to “હાસ્યના ચોસઠ પ્રકારો!!! * વલીભાઈ મુસા

 1. Pingback: (221) હાસ્યના ચોસઠ પ્રકાર – હાદના દાયરેથી (૧) | William’s Tales (Bilingual Multi Topic Reads)

 2. Pingback: (221) હાસ્યના ચોસઠ પ્રકાર – હાદના દાયરેથી (૧) « William’s Tales (Bilingual)

 3. સુરેશ જાની જુલાઇ 29, 2010 પર 7:54 એ એમ (am)

  વલીદા સેવાના કામમાં પડ્યા છે.

  Like

 4. bharat-pandya જુલાઇ 28, 2010 પર 10:56 પી એમ(pm)

  મીસ્ત્રી હસ્ય પરથી એક સુઝ્યું
  મીસ્સ્ટરી * (ઇંન્ગ્લીષ)
  રહસ્ય હાસ્ય સું કામ્મ હSયા તે ખબર ન pade.
  રોતલ હાસ્ય – માડ માંડ હસે અને હસે છે કે રડે છે તે ખબર ન પડે
  વલીભઈ કેટલા થ્યા ?.

  Like

 5. સુરેશ જુલાઇ 8, 2010 પર 11:40 પી એમ(pm)

  ચમામિ ,

  બાકીના આપણે શોધવાના છે !!
  ખોટું ન લગાડો તો એક ‘ મિસ્ત્રી હાસ્ય ‘ કહું …
  અમારે ત્યાં પાવર હાઉસમાં મિસ્ત્રી અને એનો હેલ્પરઅમારા ક્વાર્ટર પર કામ કરવા આવ્યા . હવે મિસ્ત્રી તો સાહેબ ; એ એના હેલ્પરને વાત વાતમાં હુકમ કરે ; અને દરેક હુકમની શરૂઆત થાય ‘ ચલાપ ! ‘ શબ્દથી
  એટલે અમે એ મિસ્ત્રીને ‘ ચલાપ મિસ્ત્રી’ કહેતા ‘ તા !!

  Like

 6. chandravadan જુલાઇ 8, 2010 પર 4:05 પી એમ(pm)

  Valibhai …..CHOCHHETH HASYA…& you had listed 20….tell us ALL !!!!
  HAA HAA HAA
  DR. CHANDRAVADAN

  Like

 7. bharat pandya જુલાઇ 6, 2010 પર 8:38 એ એમ (am)

  મને ફરજ લાગી,સુરેશભાઇને મજ્બુરી.તુન્ડે તુન્ડે તમિર ભિન્ના

  Like

 8. સુરેશ જાની જુલાઇ 6, 2010 પર 7:05 એ એમ (am)

  જેમકે સાસુઍ બૈરીની હાજરીમા કરેલી જોક

  આ પણ મજબુરી હાસ્ય જ કે’ વાય

  Like

 9. સુરેશ જાની જુલાઇ 6, 2010 પર 7:04 એ એમ (am)

  મજબુરી હાસ્ય -શેઠ કે ઉપરી અમલદાર ભંગાર જોક કરે ને હસવું પડે તે હાસ્ય.
  – ગમી ગયું અમારા એક સાહેબ આવી બહુ જોક કેતા’તા; અને અમારે પરાણે હસવું પદતું’તું ; એ યાદ આવી ગયું

  ભરતભૈ ! તમારામાં સરસ કલ્પના શક્તિ છે – એને હવે કામે લગાડો.

  Like

 10. BharatPandya જુલાઇ 6, 2010 પર 1:28 એ એમ (am)

  મુંગુ હાસ્ય – હોઠ ફફડે,આંખમાથી પાણી નીકળે, ચ્હેરો લાલ લાલ થઈ જાય પણ અવાજ નો આવે તેવું.

  પેટ પકડ હાસ્ય – હસી હસીને પેટ દુખવા આવે તેવું.

  રડમસ હાસ્ય – રડે છે કે હસે તે ખબર નો પડે એવું હાસ્ય.

  સ્મરણ હાસ્ય – ગઈકાલે ( કે ભુતકાળ મા) બનેલી બીના યાદ આવે ને આજે હસવું આવે તે હાસ્ય

  મજબુરી હાસ્ય -શેઠ કે ઉપરી અમલદાર ભંગાર જોક કરે ને હસવું પડે તે હાસ્ય.

  વીલંબ હાસ્ય – પહેલાં સાંભળેલી જોકનો અર્થ આજે સમજાય ને આવે તે હાસ્ય.

  જબરજસ્તી/ફરજીયાત હાસ્ય- નો હસવું હોય ને હસવું પડે તે હાસ્ય.( જેમકે સાસુઍ બૈરીની હાજરીમા કરેલી જોક )

  હરત પંડ્યા- (ગામમા કુતરુંય નો ઓળખે)

  Like

 11. સુરેશ જુલાઇ 5, 2010 પર 11:40 પી એમ(pm)

  દિવેલીયા હાસ્ય !
  હાહા હાસ્ય – આપણું પોતીકું

  Like

 12. Valibhai Musa જુલાઇ 5, 2010 પર 9:13 એ એમ (am)

  લ્યો બહેનજી, મારા 20 અને તમારા 22 મળી કુલ 42 હાસ્યના પ્રકાર તો થઈ ગયા. હવે તમે માપસર 22 બાકી છોડ્યા છે. 64 પૂરા થાય એટલે WHO (World Humor Organization) વાળી ફાઈલ તમારે અમેરિકાવાળાંએ જ આગળ ચલાવવાની છે.

  Like

 13. pragnaju જુલાઇ 5, 2010 પર 8:31 એ એમ (am)

  ચાલીસા,સહસ્ત્રનામો જેમ પ્રકારો પાડીએ તો…

  વિદુષકહાસ્ય
  મનોરંજનહાસ્ય
  હાસ્ય ક્લબનું હાસ્ય
  યોગ સેટર્સ હાસ્ય
  લેક્ટિવ એસિડ મૂક્ત હાસ્ય
  અલ્ફા વેન એક્ટિવકર હાસ્ય
  બીટા વેન ડાઉનકર હાસ્ય
  આનંદ અનુભૂતિ હાસ્ય
  પિટ્યુટરી ગ્લેડ્સ પ્રભાવકર
  એડ્રીનલ ગ્લેડ્સ પ્રભાવિત
  ભયમુક્તકર હાસ્ય
  તણાવઓછો કરનાર હાસ્ય
  ચિંતાહર હાસ્ય
  સામુહીક હાસ્ય
  વિચારોની શ્રૃંખલા તોડનાર
  એકાગ્રતા કરનાર હાસ્ય
  મન-મસ્તિષ્ક ખાલીકરનાર હાસ્ય
  હળવા કરનાર હાસ્ય
  બિમારોની સારવાર હાસ્ય
  સરળ હાસ્ય
  ઝડપથી રાહતકરનાર હાસ્ય
  મન, મસ્તિષ્ક પ્રફુલ્લિત કરનાર હાસ્ય

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: