હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રૂપિયો – ભરત સૂચક

સૌ કહે છે મારો,મારો, પણ કોઈનો નથી આ રૂપિયો
આજ મારો અને કાલે બીજાનો કોઈનો નથી રૂપિયો

ભાઈ ભાઈ થી વેર કરાવે સગો નથી કોઈનો રૂપિયો
દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે રૂપિયો
એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો રૂપિયો

કાલીયા ને પણ સુંદરી અપાવે રૂપાળો આ રૂપિયો
રૂપિયાનું તું રૂપ જોઇલે સૌથી રૂપાળો આ રૂપિયો

એના વગર સઘળું અધારુ ચળકાટ છે આ રૂપિયો
માન અને સાન અપાવે સ્વાભિમાની આ રૂપિયો

મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે રૂપિયો
ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે રૂપિયો

સબધ,લાગણી,પ્રેમ કઈ નથી જોતો આ રૂપિયો
ક્લયુગમાં સૌ બોલે છે કે સૌથી મોટો રૂપિયો

– ભરત સૂચક

‘ ગુજરાતી ‘ – તેમના દ્વારા સંચાલિત ગ્રુપ

———————————————-

સાભાર – શ્રી. દિપક પરિખ


9 responses to “રૂપિયો – ભરત સૂચક

 1. સુરેશ જાની જૂન 23, 2010 પર 7:26 એ એમ (am)

  કબીરજીની વાત . ગુજરાતી કહેવતમાં –

  નાણાં વગરનો નાથિયો ; નાણે નાથાલાલ

  Like

 2. pragnaju જૂન 17, 2010 પર 1:23 પી એમ(pm)

  યાવદ્વિત્તોપાર્જન સક્તાઃ તાવન્નિજ પરિવારો રક્તઃ।
  પશ્ચાજ્જીવતિ જર્જર દેહે વાર્તા કોઽપિ ન પૃચ્છતિ ગેહે।।
  મૂઢ઼ જહીહિ ધનાગમતૃષ્ણાં કુરૂ સદ્બુદ્ધિં મનસિવિતૃષ્ણામ્।
  યલ્લભસે નિજકર્મોપાત્તં વિત્તં તેન વિનોદય ચિત્તમ્।।
  લોકોની રુચિ હંમેશા અનર્થકારી ધનમાં જ બની રહે છે. ‘રૂપિયા અનર્થકારી છે’ એવો નિત્ય વિચાર કર. સત્યતા એ છે કે ધનથી કિંચિત માત્ર પણ સુખ નથી મળતું. ધની લોકોને પોતાના પુત્રથી પણ ભય રહે છે. ધનની આ રીત બધે જાણીતી છે.

  Like

 3. Ramesh Patel જૂન 17, 2010 પર 1:12 પી એમ(pm)

  રૂપિયા થકી જ સઘળી ઓળખાણનો

  ચળકાટ છે.સંત કબીરજીનું આ પદ

  પણ આ જગતને બરાબર તોલી જાય છે.

  मात कहे मेरा लाल दुलारा

  बाप कहे मेरा पुत्र सवाया

  बहन कहे मेरा प्यारा भैया

  पत्नी कहे आओ लउ बलैया

  कबीर कहे जो न हो रुपया

  सब करे ठागा ठैया ।

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. dhavalrajgeera જૂન 17, 2010 પર 10:08 એ એમ (am)

  ભરતભાઈ સરસ રચના…………જ્યાં જોઈ ત્યાં રૂપિયો !

  Dear Bharatbhai,

  Thanks to bring to our attention.

  Editor,
  Hasyadarbar.

  Like

 5. bhratpandya જૂન 16, 2010 પર 11:59 પી એમ(pm)

  રૂપીયા અને પત્ની

  બેયની ટીકા કરીયે પણ એની વગર જીવન નીરર્થક !

  Like

 6. pragnaju જૂન 16, 2010 પર 8:03 પી એમ(pm)

  મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે રૂપિયો
  ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે રૂપિયો
  સરસ
  યાદ આવી પંક્તીઓ
  બધાં અહીં છે મૂંગામંતર: રૂપિયાનો રૂડો અવાજ
  મંદિરમાં પણ રૂપિયાની છે આવતી કાલ અને આજ
  અને
  કવિશ્રી સુરેશ
  રૂપિયાનું છે રાજ અહીંયા રૂપિયાનું છે રાજ
  રૂપિયા વિના અહીં બધુંય સાવ થયું તારાજ

  રાજીપો કે નારાજીના મૂળમાં રૂપિયો છે
  લિયા-દિયાનો ધરમ અહીંયાં રૂપિયો રુદિયો છે
  રૂપિયા માટે કશુંય કરતાં ન કોઈને આવે લાજ…. રૂપિયાનું છે રાજ.

  દરિયો ભરીને રૂપિયા જોઈએ: પહાડથી ઊંચા રૂપિયા
  રૂપિયા મારી પ્રિયતમા ને રૂપિયા છે સાવરિયા
  બધાં અહીં છે મૂંગામંતર: રૂપિયાનો રૂડો અવાજ…. રૂપિયાનું છે રાજ.

  ખભા ઉપર રૂપિયો ઊગ્યો : પગની પાસે રૂપિયો
  શાહમૃગના ઈંડા જેવો રૂપિયો બડો છે બળિયો
  મંદિરમાં પણ રૂપિયાની છે આવતી કાલ અને આજ….રૂપિયાનું છે રાજ.

  રૂપિયો શાણી સત્તા છે ને રૂપિયો એ જ મહત્તા
  રૂપિયા વિના હડધૂત થાતા : ખાતાં બધાંય ખત્તા
  ખુશામતિયાઓ ટોળે વળે : એ છે રૂપિયાનો અંદાજ….રૂપિયાનું છે રાજ.

  ઊંઘવા માટે સ્લીપિંગ પિલ્સ ને વાતવાતમાં ટૅકસ
  અહીં બધાને એક જ ઝંખના: ધનિકા સાથે સૅકસ
  શેષનાગ પણ કરી શકે શું ? બધાં જ સમડી, બાજ…..રૂપિયાનું છે રાજ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: