હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્યહાઈકુ – 14 * વલીભાઈ મુસા

હાદકલાપીનાં પિચ્છસમ સૌ નરનારી,
જય હો! એકાદ મહિનાનો વિરામ સહેતુક હતો. અનેક પીછાં મળીને જ કલાપ બને, એકલદોકલ તો પીછું જ રહે!  મિત્રાદિજનો તરફથી પણ હાસ્યને નિરૂપતાં પોસ્ટરૂપે કે કોમેન્ટ રૂપે  સરસ મજાનાં હાઈકુ મળ્યાં, આ વિરામના કારણે જ તો! ચન્દ્ર જેવા મુખવાળા ભાઈનાં પ્રશસ્તિ કાવ્યોની ઘ્રુવ પંક્તિ જેવા કવનપ્રયાસ રૂપે કહું તો “હાસ્ય દરબારનાં હાસ્યહાઈકુને કોણ ન જાણે ? (Take!)”  

હવે પ્રસ્તાવના અને ઉપસંહારની વચ્ચે જ હાઈકુને દબાવીને ‘દાબેલી’ બનાવી લઈએ :    

હાસ્યહાઈકુ – 14

નખ કરડે
થૈ તલ્લીન તું, આવે
વાનરીયાદ!
============
હાસ્યરસના કવિડા, જોકડા કે લેખકડાઓની એક બૂરી આદત હોય છે કે ઓછા કે વત્તા પ્રમાણમાં ઘરવાળી કે ઘરવાળાં બાપડાંઓને પોતાની રચનાઓમાં ઘસડી લાવે. અહીં પણ એ પરંપરાને જાળવવા આ હાઈકુડો જાણીજોઈને પેલી બાપડીને Nail Cutter લાવી આપતો નથી, એટલા માટે કે કોઈક દિવસ દાંતથી નખ કરડે તો મોટી કોઈ કવિતા નહિ તો છેવટે હાઈકુ પણ લખી કાઢી શકાય. પણ એ ભાઈ હાસ્યહાઈકુના રસિયાઓને મનોરંજન પૂરું પાડવાની લ્હાયમાં એ પણ ભાન ભૂલી ગયા કે પરોક્ષ રીતે તો તેઓ પોતે પણ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો વિષય બની રહ્યા છે!

– વલીભાઈ મુસા

  URL – http://www.musawilliam.com

7 responses to “હાસ્યહાઈકુ – 14 * વલીભાઈ મુસા

 1. Pingback: (232) હાસ્યહાઈકુ : ૧૪– હાદના દાયરેથી (૯) « William’s Tales (Bilingual)

 2. કલ્પેશ ડી. સોની જૂન 26, 2010 પર 4:02 એ એમ (am)

  વલૂરતો તું,
  પીઠ તારી સતત,

  વાંદરો જાણે.

  Like

 3. chandravadan જૂન 17, 2010 પર 11:29 એ એમ (am)

  આ વિરામના કારણે જ તો! ચન્દ્ર જેવા મુખવાળા ભાઈનાં પ્રશસ્તિ કાવ્યોની ઘ્રુવ પંક્તિ જેવા ………
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Valibhai…..Thanks !
  I heard about HAYKOO…but really understood it after you had several Hykoo on HasyaDarbar, and ws able to read the comments & ..also read sme “counter-Respones” as the Hykoo.
  A wondreful experience !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai & all are invited to Chandrapukar !

  Like

 4. pragnaju જૂન 17, 2010 પર 9:03 એ એમ (am)

  સંગીતકાર ઉરાંગ ઉટાંગ દ્વારા અવાજ ઉત્પન્ન કરવા માટે પણ સાધનનો ઉપયોગ કરવાની ક્ષમતા હોવાનું પ્રથમવાર જાણવા મળ્યું હતું. વન અધિકારીઓના મતે સામાન્ય રીતે ઉરાંગ-ઉટાંગ પાણીથી ખૂબ જ ગભરાય છે. તેમાંય પૂરના ધસમસતાં પાણી જોઇને આ મા-બાળક વૃક્ષ પર ભૂખ્યાં-તરસ્યાં ફસાયેલાં હતાં.ફલિત થાય છે કે ઉરાંગ-ઉટાંગ પણ કેટલું સમજદાર હોય છે અને તેની અંદર છુપાયેલી માની મમતાના પણ દર્શન થાય છે.સાઉથ કેરોલિના સેન્ચ્યૂરીમાં ઉછરી રહેલા ઉરાંગ-ઉટાંગ તેમજ શ્વાનની દોસ્તી આજ કાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. ઉરાંગ-ઉટાંગએ આ અભિયારણમાં ‘એનિમલ એમ્બેસેડર’ તરીકે ફરજ બજાવે છે.ઉરાંગ ઉટાંગ સાથે તો બેસીને ફોટા પણ પડાવી શકાય છે. ”

  હુંય વાનર
  ઊરાંગ ઊટાંગનો
  દુષ્ટ વારસ.
  અરે! આ પુર્વજ તો માનવ કરતા પણ ..
  નખ કરડે
  થૈ તલ્લીન તું, આવે
  વાનરીયાદ!

  Like

 5. Valibhai Musa જૂન 17, 2010 પર 7:55 એ એમ (am)

  સુરેશભાઈ,

  ‘ઊરાંગઊટાંગ’ નો પાકા પાયે અર્થ જાણવા લેક્ષિકોનનો પટારો ખોલ્યો, પણ કંઈ મળ્યું નહિ; ત્યાં તો ઊંઝા તરફથી પવન ફૂંકાયો અને ખાધાજીરાની સુગંધ આવી. ‘ઉરાંગઉટાંગ’ છાપવાથી અર્થ મળ્યો,
  ‘ઊભો ચાલી શકે તેવો એક જાતનો વાંદરો’. પછી તો ભાઈ, તમારા ‘અવલોકન’ જેવી પટ્ટી ચાલુ થઈ ગઈ.
  રાંગ = ટાંગ = ટાંટિયો = પગ; વાહ, ભાઈ વાહ! મજા પડી ગઈ! થયું, લાવ ને આ બધું અહીં લખી કાઢું અને લખ્યું. વાત બધી Logical (તાર્કિક) છે કે પછી ‘ઉટાંગપટાંગ’ ? જે હોય તે, બાપલિયા લખજો હોં કે!

  Like

 6. સુરેશ જાની જૂન 16, 2010 પર 10:19 એ એમ (am)

  માત્ર રાત્રિએ અને જાહે મને જોયેલો છે. હાદ પરના બીજા કોઈએ નહીં.
  અને હું પણ એ વાનર !!
  ——————–
  હુંય વાનર
  ઊરાંગ ઊટાંગનો
  દુષ્ટ વારસ.

  Like

 7. pragnaju જૂન 16, 2010 પર 8:20 એ એમ (am)

  વાનર વૅડા
  વાનરી અવલેહ
  પીધો શું આજે ?

  (વાનરી =કૌંચા,આત્મગુપ્‍તા, મર્કટી.,કેવાંચ.)
  ……………………………………………………..
  નશો કરેલા,
  ખેંચની વ્યાધિવાળા
  મન વાનર !
  ( આ રીતે ઘણાએ મનનું વર્ણન કર્યું છે)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: