હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મિતભાષી મુસાફરો – વલીભાઈ મુસા

મિતભાષી મુસાફરો – વલીભાઈ મુસા

મુસાફરોની જેમ જ મારો હાસ્યટુચકો પણ મિતભાષી રાખવાનો મારો પ્રયત્ન તો રહેશે, પણ મારા અટકચાળા મિત્રો કાંકરીચાળો કરી ન જાય એટલે કહું છું કે ‘મુસાફરો’માંથી મને છૂટો પાડવાની કોશીશ ન કરતા, કેમ કે તમે લોકો મને કહેનાર કોણ કે ‘મુસા, ફરો!’

વાત એમ છે કે હું મારા બળદગાડામાં રાયડાના થેલા ભરીને સિદ્ધપુરના ગંજબજારમાં રાયડો વેચવા જઈ રહ્યો હતો. મારા ખેતેરેથી નજીક પડતા જ હાઈવે ઉપર મારું ગાડું આવ્યું ત્યારે  ત્રણ બ્રાહ્મણ ભાઈઓને ચાલતા સિદ્ધપુર તરફ જતા જોયા એ ત્રણેયનાં નામ મને યાદ નથી પણ તેમનામાંના બે અમેરિકાવાળા હતા અને એક ભાઈ કંઈક ‘ભાનવગર’ના,  Sorry! ભાવનગરના હતા!

ભણેલો ખેડૂત છું એટલે Sorry બોલતાં આવડે અને Lift બોલતાં પણ આવડશે. તો મેં તેમને Lift આપી. અડધો કલાક જેટલા સમય સુધી અમારા ચારેયમાંથી કોઈ કશું જ ન બોલ્યું, પણ એવામાં ગાડા આગળથી એક ચોપગું પસાર થતાં એક મહારાજ બોલ્યા, ‘જોયું? આડું કૂતરું પસાર થયું!’ બસ, આટલું જ વાક્ય અને ફરી પાછી ચૂપકીદી. બીજા અડધાએક કલાક પછી બીજાએ ઉવાચ્યું, ‘અલ્યા, બિલાડું હતું!’ વળી પાછી ચૂપકીદી! હવે, ત્રીજા અડધા કલાકે પેલા ત્રીજા જે ભાવનગરવાળા હતા તેમને પોતાનું ગામ આવી જતાં  ગાડામાંથી ઊતરી જવાનું થયું. ઊતરતાં ઊતરતાં તેઓ કંટાળીને બોલ્યા વગર ન રહી શક્યા, ‘આખા રસ્તે તમે બે જણાએ બોલબોલ કરીને મારા માથાની નસો ખેંચી કાઢી!’

– વલીભાઈ મુસા   URL – http://www.musawilliam.com‍

23 responses to “મિતભાષી મુસાફરો – વલીભાઈ મુસા

 1. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 4 – વલીભાઈ મુસા | હાસ્ય દરબાર

 2. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 4 | હાસ્ય દરબાર

 3. Pingback: (270) હાસ્ય દરબારનાં રત્નો – 4 (રત્નાંક – 4) « William’s Tales (Bilingual)

 4. pragnaju ઓક્ટોબર 10, 2010 પર 5:13 પી એમ(pm)

  ભાવનગરના દીવાનપરા રોડ પંર હંસા રહેતી…સત્તારશાહ બાપુના ભકતો ભાવનગરના દીવાનપરા રોડ પર તેમનાં ભજનો સાંભળવા માનવ મહેરામણ ભરાતું.
  ‘કોને કહું દિલડાની વાતું, નથી રહવાતું, નથી સહેવાતું
  જેને જેને કહું તે તો કહ્યું ન માને, મૂરખ ગણી મને મારે લાતું.’
  ‘આગે પીછે નૂર હય, ઔર ઉપર નીચે નૂર, આજુ બાજુ નૂર હય, નૂર મેં તું ભરપૂર’
  છેલ્લા દિવસોમાં તો બાપુની ઇબાદત પરાકાષ્ઠાએ પહોંચી હતી. ઇબાદતની કષ્ટદાયક ક્રિયાએ બાપુને થકવી નાખ્યા હતા. ૧૮-૨-૧૬૬ના રોજ વાતચીત કરતાં કરતાં જ સત્તારશાહ બાપુની વફાત થઇ. તે વાતને ૪૪ વર્ષ થયા તો પણ તેમના ઈબાદતના સૂર સંભળાય છે.

  Like

 5. bharat Pandya ઓક્ટોબર 10, 2010 પર 9:28 એ એમ (am)

  પ્રગ્નાબેને જે વડલાની વાત કરી છે તે હજુ છે.ગઢેચી નામ તો હવે ભુલાઇ / બદલાઈ ગયું છે.હવે તે ભાવનગર પરા તરીકે ઓળખાય છે. સરસ્વતીચન્દ્રના અમુક પ્રકરણ ભાવનગરમા લખાએલા.ભાવનગરમા દીvaaનપરા વીસ્તારમા તેઓ રહેતા.કાળક્રમે તેઓ રહેતા તે ઘરતો તોડી પાડવામા આવ્યું પણ લગભગ તે સ્થળે જે ઘર બન્યું તેમા મારો જન્મ થયો – ૧૯૩૭મા.

  Like

 6. સુરેશ જાની મે 30, 2010 પર 7:19 પી એમ(pm)

  શરદભાઈ મિતભાષી હોત તો, એક જ હી, પૂરતો છે.

  આમેય HE થી જ સઘળું છે ને? જો કે, SHE પણ જોઈએ.

  Like

 7. Valibhai Musa મે 30, 2010 પર 12:15 પી એમ(pm)

  Sharadbhai,

  Wonderful! It’s a very cute answer!

  Valibhai

  Like

 8. Sharad મે 30, 2010 પર 11:19 એ એમ (am)

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ;
  તમે પૂછો છો,

  “શરદભાઈ,

  તમે એ ત્રણેય માટે …He…He…He સર્વનામો વાપર્યાં, પણ નામ આપ્યાં હોત તો ઠીક પડતે!”

  પછી મિતભાષિ ન કહેવાઊં ને!

  શરદ

  Like

 9. સુરેશ જાની મે 30, 2010 પર 10:10 એ એમ (am)

  સોરી …

  ના પાડો …

  નહીં તો એની ઉપર ચર્ચા શરૂ થઈ જશે !

  Like

 10. સુરેશ જાની મે 30, 2010 પર 10:09 એ એમ (am)

  એ વલીભાઈ ..
  અમે બહુ બકબક કરીએ છીએ, એટલે અમને ચૂપ કરવા આ મિતભાષીનું લફરું કાઢ્યું? !!
  તમે ના પાદો તોય અમે તો બોલવાંના, બોલવાના ને બોલવાના જ .
  ના! હું તો ગાઈશની જેમ .

  Like

 11. સુરેશ જાની મે 30, 2010 પર 10:07 એ એમ (am)

  એક ભાઈએ કંઈક અંગ્રેજીમાં ગોટપોટ લખ્યું છે.

  કેમ મારા નામે કોઈએ એનોનીમસ લખ્યું હોય એમ લાગ્યું? !

  કેમ અમને અંગ્રેજી ના આવડતું હોય?
  ————-
  મજાક બાજુએ મૂકીએ તો…. મારા મામાના દીકરા – એય નામે રાજેન્દ્ર (!) – વડોદરામાં અંગ્રેજીના પ્રોફેસર હતા. એમણે મિતભાષી, અંગ્રેજ કવિઓની આ વાત કહેલી.

  Like

 12. dhavalrajgeera મે 28, 2010 પર 5:51 પી એમ(pm)

  ત્રીજા જે ભાવનગરવાળા હતા તેમને પોતાનું ગામ આવી જતાં ગાડામાંથી ઊતરી જવાનું થયું. ઊતરતાં ઊતરતાં તેઓ કંટાળીને બોલ્યા વગર ન રહી શક્યા, ‘આખા રસ્તે તમે બે જણાએ બોલબોલ કરીને મારા માથાની નસો ખેંચી કાઢી!’

  વલીભાઈ મુસા – રાજેન્દ્રભાઈ, પેલા ભાઈની માથાની નસો ઠીક કરવા તમારી ન્યૂરો ડાગટરી હાલ કામમાં નહિ આવે તો ક્યારે આવશે?

  રાજેન્દ્ર – માથાની નસો કાઢી કાડતા,

  પહેલા માથુ ભયન્કર દુખતુ હોય છે.

  પછી બોલવાનુ ભાન પણ ગુમાવે છે.

  ને જ્યારે બેભાન થાય ને શ્વાસ પણ

  બન્ધ થવા માડે ત્યારે …………….

  માથાની – મગજની નસોને જોડીને પાછી મુકવી પડે

  છે.

  રાજેન્દ્ર ત્રિવેદી

  Like

 13. Valibhai Musa મે 28, 2010 પર 2:54 પી એમ(pm)

  “જાને કહાં ગએ વો તીન!” (કોઈક ફિલ્મી ગીતના પૂર્વાર્ધ ઉપર આધારિત!)

  “મિતભાષીસે મૌનવ્રતી બન ગએ ક્યા!”

  “દૂસરોંકા પતા નહિ, પર લિફ્ટ દેનેવાલા તો આપકો સૂનનેકે લિએ 2તાબ હૈ!”

  “આપ લોગોંકી ખામોશીમેં હાદકી નામોશી હૈ!”

  “આપ લોગોંકા મુઁહ ખુલવાને કે લિએ ક્યા સામને લડ્ડુ રખને પડેંગે?”

  “આટઆટલા મેણાંની અસર ન થાય તો સમજવું પડશે કે ક્યાંક ઘણા લાડુ ઝાપટ્યા છે, એટલે ગળપણનો મેણો ચઢી ગયો છે!”

  રાજેન્દ્રભાઈ, પેલા ભાઈની માથાની નસો ઠીક કરવા તમારી ન્યૂરો ડાગટરી હાલ કામમાં નહિ આવે તો ક્યારે આવશે?

  નોંધ:- Submit કરવા પહેલાં ઉપર છેલ્લી નજર નાખી તો જાણવા મળ્યું કે એક ભાઈએ કંઈક અંગ્રેજીમાં ગોટપોટ લખ્યું છે, હવે બે રહ્યા બાકી!!

  Like

 14. Valibhai Musa મે 28, 2010 પર 9:53 એ એમ (am)

  ભાઈશ્રી અશરફઅલી,

  તમારું ઈ-મેઈલ Id મોકલો તો જવાબ આપી શકું.

  વલીભાઈ

  Like

 15. ASHRAF ALI મે 28, 2010 પર 9:20 એ એમ (am)

  વલી ભાઈ,
  તમારા બ્લોગ ની મુલાકાત લીધી મજા આવી બહુ સારી સીટે છે,
  પણ મને મશાયક પીરે લખેલી તેમની રચના ઓ જેવીકે મ્ક્તુલનામાં, હિદાયત નામા વગેરે માં રસ છે.
  આ બધી રચના ઓ ક્યાંથી થી મળી શકે?

  Like

 16. સુરેશ જાની મે 28, 2010 પર 12:29 એ એમ (am)

  Reminded me of Tennyson and Wordworth touring in lake district. They went for a morning walk, enjoying the natural scene.
  When they reached the hotel, one of them said ‘How beautiful?’
  and the other wrote in his letter to another poet friend ‘ ——- is too much talkative! ‘

  Like

 17. pragnaju મે 27, 2010 પર 2:36 પી એમ(pm)

  સરસ્વતીચંદ્ર ફીલ્મ ઉતરેલી તે ગઢી અમારા વાંસદાની !
  જ્યા રાજાના મહેલ સામે સાધુજન ધૂણી ધખાવી બેઠેલા!
  રાજસતા પર સાધુના વિવેકપૂર્ણ-અંકુશનું ઉદાહરણ ?

  Like

 18. Valibhai Musa મે 27, 2010 પર 2:21 પી એમ(pm)

  મજા આવે જ, મારા ભાઈ! પેલા 60+વાળા મોટા ભાગના બુઢિયાઓ અહીં હાદ ઉપર 16+ થઈ જાય છે!

  Like

 19. Harnish Jani મે 27, 2010 પર 2:02 પી એમ(pm)

  મઝા આવી ગઇ.

  Like

 20. Valibhai Musa મે 27, 2010 પર 1:23 પી એમ(pm)

  શરદભાઈ,

  તમે એ ત્રણેય માટે …He…He…He સર્વનામો વાપર્યાં, પણ નામ આપ્યાં હોત તો ઠીક પડતે!

  બીજો ખુલાસો કે એ ત્રણેય જણા સિદ્ધપુર આસપાસ પોતાનાં કોઈક સગાંવહાલાંને ત્યાં ઊતર્યા હતા.

  Like

 21. Valibhai Musa મે 27, 2010 પર 1:17 પી એમ(pm)

  પ્રગ્નાબેન,

  ગઢેચી વાંચતાં સ્મરણ થાય છે કે સંશોધકોના મતે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં બહારવટિયાઓ એક વડ નીચે પડાવ નાખે છે એ સમગ્ર પ્રાકૃતિક વર્ણન ગઢેચીનું છે. હાલમાં તો કદાચ એ વડનું અસ્તિત્વ ન પણ હોય!

  “ગોવર્ધનરામ – એક અધ્યયન” માં ‘સરસ્વતીચંદ્ર’ વિષેની ઘણી રસપ્રદ માહિતીઓ છે.

  Like

 22. pragnaju મે 27, 2010 પર 10:20 એ એમ (am)

  સરસ મિતભાષી (મિનિમાલિસ્ટ) પ્રકારમાં બંધબેસ્તું

  આ લખાણનાં !થોડું આગળ

  ત્યાર બાદ બન્ને મુસાફરો ફિકરમાં પડી ગયા.તેમણે

  તપાસ કરાવી તો તેમના અવાજનું માપ

  નીકળ્યું 194dB! ત્યારે સમજાયું ભાવનગરી ભાન

  વગરી કેમ થયા હતા!

  ( અમે ગઢેચીમા રહેતા ત્યારે એન્જીનની સીસોટી વાગે

  ત્યારે જાગી ઉઠતા)

  Like

 23. Sharad મે 27, 2010 પર 10:01 એ એમ (am)

  ….હી….હી…હી..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: