હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – 13 * – વલીભાઈ મુસા

બ્લોગ જગતમાં હાસ્યનો હાહાકાર મચાવતા હાદજનો,

  આજે તો હાઈકુ પ્રથમ આપીને ગપસપ પછી રાખી છે. આમેય મને ખબર તો પડી જ ગઈ છે કે વાંચનમાં તમે બધાં એમ જ કરો છો!

  હાસ્ય હાઈકુ – 13
કોલ દીધેલ

રોટલા ટીપવાના,

પેઈંગ ગેસ્ટ!

  ============

વિધિની વક્રતા તે આનું નામ! પ્રેયસીએ પ્રણયફાગ ખેલતાં ખેલતાં પ્રિયતમને વચન તો આપી જ દીધું હતું કે ‘તારા રોટલા તો હું જ ટીપીશ!’ અને સાચે જ એમ બનીને જ રહ્યું! ભાઈને પેલી બાઈના ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે જમવાના દહાડા આવ્યા, કેમ કે તે પરાઈ થઈ ચુકી હતી!
વિધાતા પણ કેટલીક વાર ભક્તજનોની પ્રાર્થનાઓના વાચ્યાર્થ પકડીને એમનું યાચેલું જરૂર આપે છે, પણ અન્ય સ્વરૂપે! આવા હજાર દાખલા સાંભળવા મળશે, પણ અહીં સ્થળસંકોચના કારણે 998 પડતા મૂકું છું.

એક જણાએ એવું માગ્યું કે મને એવો ધનિક બનાવ કે હું નોટો ગણતાં થાકું અને ભાઈને પહેલા જ ઈન્ટરવ્યુએ બેંકના કેશિયરની નોકરી મળી ગઈ. તો વળી બીજા એક ભાઈને ટ્રાફિક પોલીસની નોકરી એટલા માટે મળી ગઈ હતી કે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તેમની આગળ અને પાછળ ગાડીઓ જ ગાડીઓ હોય!
આ હાઈકુ આપવામાં હસાવવાનો હેતુ ઓછો છે, પણ સલાહનો હેતુ વધુ છે કે ઈશ્વર પાસે કોઈ વરદાન માગો તો ચારેય બાજુની બધી જ શક્યતાઓનો ખ્યાલ રાખજો, નહિ તો મનની મનમાં જ રહી જશે!    

– વલીભાઈ મુસા

  YOU ARE EL :-  http://www.musawilliam.com

16 responses to “હાસ્ય હાઈકુ – 13 * – વલીભાઈ મુસા

 1. Pingback: (231) હાસ્યહાઈકુ : ૧3 – હાદના દાયરેથી (૮) « William’s Tales (Bilingual)

 2. પટેલ પોપટભાઈ મે 22, 2010 પર 11:28 પી એમ(pm)

  તમને બધાંને મારા પોતના સમજી વગર કહ્યે આવી ગયો.
  બચેલું કચેલું કાચુ પાકુ હશે ચાલશે.
  મારી ફિકર નહી. ખૂણામાં પડ્યો રહીશ.

  Like

 3. સુરેશ જાની મે 21, 2010 પર 7:02 એ એમ (am)

  સોરી ..
  અહીં કોઈ હાદસા નથી
  ——————-
  બે ત્રણ જગ્યાએ ‘જ’ ની જગ્યાએ ‘ક’ લખાઈ ગયું છે. ક્ષમાયાચના સાથે ભૂલ કબૂલ .

  Like

 4. સુરેશ જાની મે 21, 2010 પર 6:59 એ એમ (am)

  પ્રિય અતુલભાઈ
  આ હા.દ. છે; અહીં કોઈ હાદસા બથી! માત્ર રસિકજનો ગમ્મત સાથે જ્ઞાનચર્ચા પણ કરે છે. દરેકના વિચાર અલગ અલગ જ હોવાના. ચર્ચા મૂક્ત મનથી કરીએ , તો જ વિચાર વિનિમર્શ અર્થ વાળો બને.
  અહીં મોટે ભાગે રા.ત્રિ. ; વ.મુ,; પ્ર,વ્યા. અને ભ.પ. જ ચર્ચા કરતા જણાયા છે. અને સૌ આ બાબત સાવ સ્પષ્ટ છે.
  વલીભાઈના હા.હા. એ અમારા માટે સૂક્ષ્મ વિનોદ સાથે આવી ચર્ચા કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એમનો તો હા.દ. વતી આભાર માનું એટલો ઓછો. અત્યાર સુધીમાં 1000 જેટલી પોસ્ટ અહીં મૂકી છે; પણ એ બધામાં સૌથી વધારે ચર્ચા હાહા એ જગાડી છે. આ જ એની સફળતા બતાવે છે.

  બીજું … હાસ્યના અનેક પ્રકાર હોય છે. હાહા એ એક નવો ચીલો પાડ્યો છે. આ પ્રકાર રચવો પ્રમાણમાં થોડો સહેલો છે ; આથી મારા જેવા અ-કવિઓ પણ હાહા બનાવતા થયા છે. 17 જ અક્ષરોથી વિનોદ અને વિચાર સર્જવો ; એ એટલું ક કઠણ કામ પણ છે. અમે સૌ વલીભાઈની આગેવાની નીચે આ શીખી રહ્યા છીએ.

  તમે જે વેપારની વાત કરી; તે કોઈની સામે અંગત આક્ષેપ નથી, નથી ને નથી જ. માત્ર સંપ્રદાયો દ્વારા ચલાવાતા ધર્મ અને શ્રદ્ધાના વેપાર સામે જ મેં રોષ પ્રગટ કર્યો છે. અને મુદ્દો તો પ્રજ્ઞાબેનના હાઈકૂ સામે પ્રતિ હાઈકૂ બનાવાનો હતો. આમાં તમે તો ક્યાંય ટાર્ગેટ નથી! અને પ્રજ્ઞાબેન પણ નથી. ચમત્કારો સર્જી જનતાને ભોળવતા ઠગો પણ હોય છે. જ્ઞાનદેવ જેવી વિભૂતી એ તો દેશનું ઘરેણું છે. પણ બીજા ઠગો અને પિંઢારા જ્ઞાનદેવો કરતાં અસંખ્ય સંખ્યામાં છે. અને જનતા પર એ લોકો ક શાસન કરવા અને મેવા લૂંટવા પ્રતિબદ્ધ છે. એમની સામે મારો રોષ છે, છે અને છે જ. કદાચ પ્ર્જ્ઞાબેનને પણ છે – જો હું તેમને બરાબર સમજ્યો હો ઉં તો.

  આશા રાખું કે આ ખુલાસો પતીતિકર લાગશે.

  Like

 5. atuljaniagantuk મે 20, 2010 પર 9:05 એ એમ (am)

  “પણ એ વેપાર , એ સામ્ર્રાજ્યો એટલાં ફૂલ્યાં ફાલ્યાં છે, કે એમને તહસનહસ કરવા કોઈ પ્રજા સક્ષમ નથી.”

  જો આંગળી મારી સામે હોય તો ક્યાં વેપાર કર્યો છે તે બતાવો.

  બાકી ક્યાં વેપાર થાય છે તે કહો હું અને વિરોધ કરવા અને લડવા આવવા તૈયાર છું. બિન પાયાદાર આક્ષેપ કરતા પહેલા સાબિતિ તૈયાર રાખવી.

  Like

 6. સુરેશ જાની મે 20, 2010 પર 7:42 એ એમ (am)

  સોરી …

  ચમત્કારનો
  જયજયકાર હો
  વેપારી ટળો.

  Like

 7. સુરેશ જાની મે 20, 2010 પર 7:41 એ એમ (am)

  પ્રજ્ઞાબેનનું હાઈકૂ –
  અને આ રેશનાલિસ્ટ કૂદી ન પડે? !
  અસંભવ !
  આધ્યાત્મિક ચમત્કાર થાય છે , જરૂર – સ્વાનુભવથી કહું છું . કદીક એની વાત ગદ્યસુર પર આવશે.
  પણ એવા ચમત્કારો – સાચા કે બનાવટી – વાપરી ધર્મના નામે ધતિંગ ચલાવતા વેપારીઓ સામે રેશનાલોસ્ટો અને સાચા આધ્યાત્મિકોએ સાથે મળી આંદોલન ચલાવવું જોઈએ.
  પણ એ વેપાર , એ સામ્ર્રાજ્યો એટલાં ફૂલ્યાં ફાલ્યાં છે, કે એમને તહસનહસ કરવા કોઈ પ્રજા સક્ષમ નથી.

  એ બાબત એક હાહા

  ચમત્કાર હો
  જયજયકાર હો
  વેપારી ટળો.

  Like

 8. સુરેશ જાની મે 20, 2010 પર 7:35 એ એમ (am)

  “સાન્તાક્લોઝ દાદા” તો તો ઢંગધડા વગરની ટોપી પહેરીને ઉભા રહે પણ એની પાછળ નો ચહેરો થોડો છુપાય. માણસને લાજ આવતી હોય તો છાના માના થઈ જાય. આમ ઘરની પત્નિ, દિકરીઓ અને પૌત્રીઓને છાપે ન ચડાવે
  —————–

  અતુલ ભાઈ
  આ સમજાયું નહીં. હાઈકૂ વાળી વાત સાથે કે ચર્ચા સાથે શો સંદર્ભ છે, તે સમજાવશો.
  જો કે, વલીભાઈના હાહા માં એક શક્ય વળાંક આવો હોઈ શકે – ( હિન્દી ફિલ્મ આધારિત)

  પેઈંગ ગેસ્ટ
  પત્ની થૈ વિદાય
  હાય નસીબ !

  Like

 9. atuljaniagantuk મે 20, 2010 પર 1:14 એ એમ (am)

  ઉંડો કુવો ને ફાટી, બો’ક
  શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

  વિજયભાઈ નું ચિંતન જગત જોઈ લેજો. હજુ બાંકડા ખાલી છે ત્યાં સુધીમાં આ ઉંડા કુવામાંથી કથા કહી દઉ છું. બો’ક ફાટી ન હોય તો સમજણ કાને ધરી લેવી.

  Like

 10. atuljaniagantuk મે 20, 2010 પર 1:10 એ એમ (am)

  “અખા” એમ કીધો ઉત્પાત,
  ઘણાં પરમેશ્વર એ ક્યાંની વાત?

  પણ ઘણાં માણસો એ અહિંની વાત.

  “સાન્તાક્લોઝ દાદા” તો તો ઢંગધડા વગરની ટોપી પહેરીને ઉભા રહે પણ એની પાછળ નો ચહેરો થોડો છુપાય. માણસને લાજ આવતી હોય તો છાના માના થઈ જાય. આમ ઘરની પત્નિ, દિકરીઓ અને પૌત્રીઓને છાપે ન ચડાવે.

  Like

 11. Valibhai Musa મે 20, 2010 પર 12:05 એ એમ (am)

  પ્રિય હાદજનો,

  અખાના છપ્પાવાળી ઉપરોક્ત મારી કોમેન્ટમાં આ શરૂમાં આ લખવાનું રહી ગયું છે, તો તેને સંલગ્ન સમજવા વિનંતિ.

  “TO WHOM-SO-EVER IT MAY CONCERN!”

  આભાર

  Like

 12. Valibhai Musa મે 19, 2010 પર 11:12 પી એમ(pm)

  એ તો કોઈકવાર અખાના એક છપ્પા જેવું મને, તમને કે કોઈને પણ બને!

  “આંધળો સસરો ને શરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યાં સહુ; સાંભળ્યું કશું ને સમજ્યાં કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું!” છપ્પો અધૂરો પણ હોઈ શકે, યાદદાસ્તના અભાવે!

  Like

 13. Valibhai Musa મે 19, 2010 પર 11:02 પી એમ(pm)

  એ તો ભરતભાઈ, વ્યવહાર ખાતર એવું લખાય; પણ, સૂક્ષ્મ હાસ્ય રસ તો હોય જ! આ પેટ પકડીને ન હસાવે, પણ મરકમરક તો કરાવે જ!

  એક હોટલમાં ગ્રાહકે ગલ્લે ફરિયાદ કરી, ‘ચામાં માખી આવી!’ ગલ્લાવાળાએ પેલાને એમ કહીને પટાવી દીધો, ‘ભલા માણસ, બે રૂપિયાની ચામાં માખી જ આવે, કંઈ હાથીઘોડા ન આવે!’

  સત્તર અક્ષરમાં ‘ભદ્રંભદ્ર’ કે ‘અમે બધાં’ ન આવે!’ શું કિયો છો, મારા ત્રણેક વર્ષ મોટા વડીલ બંધુ!

  Like

 14. bharat Pandya મે 19, 2010 પર 9:44 પી એમ(pm)

  વલીભાઇ,
  અહીં હાસ્ય પીરસવાનું જ રાખો તો વધું સારુ.
  ભરત પન્ડ્યા.

  Like

 15. atuljaniagantuk મે 19, 2010 પર 9:20 પી એમ(pm)

  “મેરા નામ રાજુ” એ જરાક છણકો કર્યો તો ત્યાં “મીયાની મિંદડી” થઈ ગઈ હતી તે ભુલાઈ ગયું લાગે છે.

  Like

 16. pragnaju મે 19, 2010 પર 9:04 પી એમ(pm)

  યોગ અગ્નીએ
  જ્ઞાનેશ્વર બરડે
  રોટલા શેક્યા !
  વાત તો જાણીતી છે .
  તે સમજવાની તૈયારી વગર રેશનાલીસ્ટો કુદી પડશે!

  અને પ્રગટશે હાસ્ય!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: