હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – 11 * – વલીભાઈ મુસા (ભારતીય ઓળખે)

મસ્તાના હાદજનો, 
 
વાલીડા-ડીઓ આજકાલ કાંઈ ખીલે છે, હાસ્ય દરબારમાં! ઘણીવાર તો હાદમાં હદ કરી નાખે છે, પણ મજા તો ખરેખર ખૂબ પડે છે. Free Style કુસ્તી જેવું! હમ્બા દીધે જ રાખો ફાવે તેમ અને ફાવે તેવું! દે ધનાધન… દે ધનાધન….
 
પણ હવે મૂળ વાતે આવું તો તમારા માટે હાહા-11નું નજરાણું થોડા સમયમાં જ પેશે ખિદમત થશે. મધુર દાંપત્યજીવનના પ્રસંગો, કટાક્ષો, શબ્દચિત્રો, ઘર બહારનાં અને ક્વચિત ઘરની અંદરનાં ટીખળો, રમુજો, રિસામણાં, મનામણાં વગેરે વગેરે વગેરે (ત્રણ વખત વગેરે બોલાઈ/લખાઈ ગયું!) Auction ની જેમ એક વાર, બે વાર અને ત્રણ વાર; તો બીજી વાતો મેલો પડતી અને હાસ્ય હાઈકુ-11 કરો વાંચવા શરૂ …..
 
હાસ્ય હાઈકુ – 11
 
ભર નિદ્રાએ
ફરી ગયાં પડખું!
કર્યા શું કિટ્ટા!
 
– વલીભાઈ મુસા (ભારતીય ઓળખે)
– Musa William (વિદેશી ઓળખે)
 
નોંધ:- તરબુચે છરી પડે કે છરીએ તરબુચ પડે, કામ તો એકનું એક હોયે! 
 

12 responses to “હાસ્ય હાઈકુ – 11 * – વલીભાઈ મુસા (ભારતીય ઓળખે)

 1. Pingback: (226) હાસ્યહાઈકુ : ૧૧ – હાદના દાયરેથી (૬) « William’s Tales (Bilingual)

 2. Bharat Pandya મે 15, 2010 પર 6:47 એ એમ (am)

  શ્રી વલીભાઇના હાયકુ આપણે વાચ્યા અને માણીયે છીયે.
  થોડી માહીતી હાઇકુ વીશે—અસ્થાને નહી લાગેન તેમ માનું છું.
  હાઇકુ મુળ જાપાનીસ કાવ્ય પ્રકાર છે.
  હાઇકુ ત્રણ લીટીનુ કાવ્ય છે.(સોનેટમા જેમ ૧૪ લીટી હોય છે તેમ )- ૧૭ અક્શરમા તે પુરું થાય હે, જાપાનીસ ભાશામા તે ત્રણ ઉભી લીતીમા લખવામા આવે છે.બીજે ભાશામા ત્રણ સીધી લીટીમા.સામાન્ય રીતે પહેલી પંક્તી ૫ અક્શરની બીજી ૭ અને ત્રીજી વળી ૫ અક્શરની.પણ આ ૧૭ અક્શરનો (૫+૭+૫)નીયમ, ગુજરાતી ભાશાને લાગુ નથી પડતો.બહુજ થોડા અક્શરમા ખુબ ગહન વાત આ કાવ્ય પ્રકારમા થાય છે.બાશો – જાપાનીસ ભાશામા હાઈકુનો શ્રેષ્ઠ કવી ગણાય છે.બસ્શોના બે હાઇકુ
  ૧. old pond . . .
  a frog leaps in
  water’s sound

  ૨. the first cold shower
  even the monkey seems to want
  a little coat of straw

  ગુજરાતી ભાશા મા આ કાવ્ય પ્રકાર નુ ખેડાણ શ્રે ઝીણાભાઇ દેસાઇ -સ્નેહરશ્મી એ કર્યું છે.તેમના થોદા હાઇકુ–

  ઝાપટું વર્ષી શમ્યું,
  વેરાયો ચંદ્ર
  ભીના ઘાસમાં.

  વ્હેરાય થડ :
  ડાળે માળા બાંધતાં
  પંખી કૂજતાં.

  હિમ શિખરે
  ગયો હંસલો વેરી
  પીંછાં રંગીન.

  દેવદર્શને
  ગયો મંદિરે : જુએ
  વેણીનાં ફૂલ !

  ભરત પન્ડ્યા.

  Like

 3. Valibhai Musa મે 15, 2010 પર 3:40 એ એમ (am)

  ખમ્મા, મહારાજ, ખમ્મા! એમ આકળા નોં થઈએ! પછી તો પાકટ ઉંમર પોતે રાખવી અને પરિપક્વતા પાડોશીને પધરાવી દેવા જેવું થાય. સુરેશભાઈની મેઈલ ન મળી હોય તો ફોરવર્ડ કરું! એ લોકોએ પોસ્ટ Withdraw કરવા પહેલાં તમારા મારા જેવાનો
  મશવરો લેવો જોઈતો હતો! ખેર, જે થયું તે થયું.

  Like

 4. Bharat Pandya મે 15, 2010 પર 12:27 એ એમ (am)

  ValiBhai,
  તમે લાગણીશીલ બની ખોટા માણસોને મહત્વ આપો છો.પાછું ખેંચવાથી આવી વ્યક્તીનો ઉત્સાહ વધશે. હા.સુરેશ્ભાઇ કે દાક્તરસાહેબ વાંધો લે તો સમજ્યા પણ આ તો એક સામાન્ય ( અતી સામાન્ય) વાચક્નો પ્રતીભાવ છે.તેને જેટલું યોગ્ય હોય તેટલો જ સ્વીકારાય.બધાજ પત્રો ( પ્રતેભાવો) સાચવા લાયક ન હોય અમુક કચરા ટોપ્લી માજ નાખવાના.સ્ત્રી હોવું, માત્ર સ્ત્રી હોવું, તે બહુ મોટો ગુણ હું ગણતો નથી જો કે એ વાત જુદી છે એ મેં પણ જો હાસ્ય દરબારના સર્વ હક્ક એક વાચકને આધીન કરવામા આવ્યા હોય્તો કંટાળીને રજા પર ઉતરી જવાનું નક્કી કર્યૂ છે.

  Like

 5. સુરેશ જાની મે 13, 2010 પર 2:20 પી એમ(pm)

  આ વિલિયમ ટેલ અને વિલિયમ્સ ટેઇલ્સનો સરસ મેળ જોગાનુજોગ પડી ગયો.

  Like

 6. Valibhai Musa મે 13, 2010 પર 8:01 એ એમ (am)

  ભાયા,

  પેલો William Tell બાણાવળી, William’s Tales (વાતો) એક બ્લોગનું નામ, તેના લેખક William Musa (વટ-નામ), Valibhai Musa (દેશી ફોઈનામ), Tail (પૂંછડી), વાંદરાઓને લાંબી હોય, ઘરડો થાય તોયે ઘસાઈને ટૂંકી થાય નહિ, હા અકસ્માતે સાવ જાય ખરી, દેશવિદેશ જાય તોયે પૂંછડી તો સાથે ને સાથે જ હોય. ખૂટતી માહિતી પ્રગ્નાબેન પાસેથી મેળવી લેવી.

  રાજસ્થાન છાપ ધન્યવાદ
  (ધના ધન)

  Like

 7. dhavalrajgeera મે 13, 2010 પર 6:47 એ એમ (am)

  સુખ દુખ મનમા ન આણીએ,

  ઘટ સાથે રે ઘડીયા,

  ટાળ્યાતે કોઇના નવ ટળે.

  રઘુનાથના જડીયા.

  “નરસીંહ મહેતા.”

  Like

 8. સુરેશ જાની મે 13, 2010 પર 6:41 એ એમ (am)

  બાળને તીર
  મારે આ વિલિયમ
  રડે અંતર.

  ——————————
  વિલિયમ ટેલ -મુસા નહીં !

  Like

 9. સુરેશ જાની મે 13, 2010 પર 6:38 એ એમ (am)

  દીધાં વચન
  સાથે જ જીવવાના
  ને ગયાં ફરી.

  Like

 10. સુરેશ જાની મે 13, 2010 પર 6:35 એ એમ (am)

  કિટ્ટા કરી કે ન કરી – નિદ્રામાં શું ખબર પડે? અને શી તમા?

  Like

 11. atuljaniagantuk મે 12, 2010 પર 10:07 પી એમ(pm)

  ભર બજારે
  બાળક, પાડે મા ને
  પ્રેમની બુમો

  Like

 12. pragnaju મે 12, 2010 પર 9:54 પી એમ(pm)

  આના અનુસંધાનમા પ્રયત્ન કરીએ

  ભર કોરટે
  બીન તંદ્રા સ્થિતીમાં
  થયા તે છૂટા!

  હંમણા ઠંડે કલેજે છૂટાછેડા થાય છે
  અમ લવાદીને પણ હસતા હસતા દલીલ કરે!
  ——————————
  ઊંચા હાથથી
  એકાગ્ર ચિતે મને
  કર્યો હલાલ !
  ——————–

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: