હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – 10 – – વલીભાઈ મુસા

હાસ્ય દરબારના મહાનુભાવો (અનુભાવીઓ સમેત) જોગ …
 
ખાસ સૂચના કે તમે નર હો યા નારી, પણ જો તમે એસસીજન (Scheduled Cast નહિ!) હો તો, મહેરબાની કરીને આ HH-10 ને RCમાં મોંઢુ જોઈ લીધા પછી જ વાંચશો અને યૌવનના ભવ્ય ભૂતકાળને ભૂલી જવાનો પ્રયત્ન કરજો, ભલે એમાં સફળતા મળે કે ન પણ મળે!!  
 
હાસ્ય હાઈકુ – 10
 
ટેરવાં મથે,
સંવારે લટ, લુચ્ચી
ખરે જ જિદ્દી!
 
– વલીભાઈ મુસા
 
 

9 responses to “હાસ્ય હાઈકુ – 10 – – વલીભાઈ મુસા

 1. Pingback: (225) હાસ્યહાઈકુ : ૧૦ – હાદના દાયરેથી (૫) « William’s Tales (Bilingual)

 2. Valibhai Musa મે 9, 2010 પર 12:04 પી એમ(pm)

  ઉલ્લાસભાઈ,

  મળી ખરી? ન જ મળી હોય તો લટકતી લટવાળી વિગ મેળવીને લટને રમાડી શકાય!

  Like

 3. Ullas Oza મે 8, 2010 પર 11:30 એ એમ (am)

  નાનો હતો
  લટ વિખેરતો
  હવે લટ શોધતો !!

  Like

 4. Ullas Oza મે 8, 2010 પર 11:28 એ એમ (am)

  નાનો હતો લટ વિખેરતો,
  હવે લટ શોધતો !!

  Like

 5. Valibhai Musa મે 7, 2010 પર 7:41 એ એમ (am)

  દલપતરામની ‘બે બાયડીનો ધણી’ માં કાવ્યનાયકની જુવાન અને વયોવૃદ્ધ એવી બંને પત્નીઓ પતિનું માથું ઓળી આપતાં પોતાને અણગમતા કાળા કે ધોળા વાળ થોડાક થોડાક રોજેરોજ ખેંચ્યે જવાનું ચાલુ રાખતાં એક દિવસ એવો આવ્યો કે કપાળ અને માથાની સરહદ મટી જતાં સઘળું એકાકાર થઈ ગયું!

  Like

 6. સુરેશ જાની મે 7, 2010 પર 5:51 એ એમ (am)

  વળી એક શિઘ્ર હા હા

  ટેરવાં મથે
  મસ્તકે શોધે વાળ
  તાલ ચમકે !

  વલીબાપુ , તમે મને હાઈકૂની લતે ( લટે?) લગાડી દીધો.

  Like

 7. સુરેશ જાની મે 7, 2010 પર 5:42 એ એમ (am)

  લટની વાત આવી અને એક બોડી સ્ત્રીની વાત યાદ આવી ગઈ,
  —–
  એક વૃધ્ધ સ્ત્રીએ એક દીવસ સવારમાં ઉઠીને અરીસામાં જોયું તો તેના માથામાં ત્રણ જ વાળ બચ્યા હતા. એણે ત્રણ વાળને ગુંથીને ચોટલી બનાવી અને આનંદમાં ઝુમી ઉઠી.
  —–
  આખી વાર્તા …..
  http://gadyasoor.wordpress.com/2008/11/17/dressing_hair/

  Like

 8. pragnaju મે 7, 2010 પર 4:15 એ એમ (am)

  ઈસ્લામ કો ના
  અલકલટે કૃષ્ણ
  કાફર હોય
  ઈસ્લામ-આ લામ
  આ અલકલટ
  ઉર્દુનો લામ અક્ષર કૃષ્ણની અલકલટ જેવો છે
  એને ને માને તે કાફર છે
  ખૂબ જાણીતી વાત છે

  Like

 9. bharatpandya મે 6, 2010 પર 11:15 પી એમ(pm)

  લટ તો જુના જમાનાની વાત છે
  હવે તો બસ
  માથા ઉપર એમના ઝાંખરા છે !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: