હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,090,916 વાચકો
Join 2,896 other followers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
Pingback: (223) હાસ્યહાઈકુ : ૯ – હાદના દાયરેથી (૩) « William’s Tales (Bilingual)
એક સરસ સમાચાર …
હવે યુ.આર.એલ. પણ નોન રોમન લીપીમાં શક્ય બનશે –
http://news.bbc.co.uk/1/hi/technology/10100108.stm
પ્રજ્ઞાબેન સિવાય , બધાંનો મરો !!
LikeLike
સુરેશભાઈ,
મેં તો R to L નાં કોઈ બણગાં ફૂંક્યાં નથી, દા.ત. એક અમેરિકન ગપ્પી ( આપણો દેશી નહિ હોં!) જીવ્યો ત્યાં સુધી લોકોને કહેતો ફર્યો કે ‘હું એવા માણસનો પુત્ર છું કે જે હવાને પણ કાબૂમાં રાખી શકતો હતો.’ મર્યા પછી ચર્ચયાર્ડમાં કબર ઉપર પણ આ લખાણવાળી તકતી મૂકવાનું વિલ કર્યું હતું. તેનો મિત્ર પેલાની વાતનો ભેદ જાણતો હતો. તેણે પણ મર્યા પછી પેલાની કબરની સામે જ કબર કરવાની તથા આ મુજબની તકતી લગાડવાનું વિલ કર્યું હતું, ‘ જોજો હોં! સામે વાળાની વાતમાં આવતા નહિ. એનો બાપ લુહાર હતો અને ધમણથી હવાને કાબૂમાં રાખી શકતો હતો!’
મારા માટે ખુલાસા ઉપર ખુલાસા કરવાના દહાડા તમે લાવ્યા છો, ભલા માણસ! હવે તો તમારો કંઈક દોરડો કરવો પડશે, હા!
LikeLike
હાસ્ય દરબારના મહદ્ અંશે વાંચકો Bilingual (દ્વેભાષી) છે, પણ કોઈ ‘મગન’ માધ્યમવાળા હોય તો ઉપરની કોમેન્ટના અંગ્રેજી Link થી ત્યાં જઈ પહેલી જ લીટી ઉપર Click કરીને ગુજરાતી અનુવાદ ઉપર જઈ શકશો. પણ બધા મારો પીછો છોડો અને R to L વાળી ભાષાઓના જાણકાર હોવાના મહેણાટોણાથી મને આઝાદ કરો.
LikeLike
સુરેશભાઈ,
પ્રગ્નાજી અને હું બે સાથે મળીને ફારસી/અરબી/ઉર્દુ vs ગુજરાતી તમને શીખવીએ તો તમે બિરબલની બકરી બની જશો. ન વજન વધે કે ન ઘટે! પ્રગ્નાજી જેટલું શીખવે તેટલું જ મારા coaching થી ભૂલી જવાશે. બીજાઓને અને ખુદ પ્રગ્નાજીને પણ ખબર નહિ હોય કે 0 થી મોટી નાનામાં નાની અપૂર્ણાંક ધન સંખ્યા જેટલા ટકા પણ એ બધી Right to left લખાતી ભાષાઓ વિષે હું જાણતો નથી. આ હાસ્ય દરબાર છે એટલે મારી બધી વાતો હસી કાઢવા જેવી જ હોય તેમ માની ન લેવાય. Seriously કહું છું અને સુરેશભાઈ, તમારી સાથે તો આ વાત ખુલાસાબંધ (જુલાબના અર્થમાં નહિ!) થઈ ગઈ છે, છતાંય R to L વાળી ભાષાઓની મારી દરિદ્રતાની મજાક ઊડાડવાની એકેય તક તમે જતી નથી કરતા! પ્રગ્નાબેન, આ વાતની સાબિતી માટે તમને પણ નીચે Link આપવો પડશે.
(1)
http://www.musawilliam.com/2008/09/23/art-of-balanced-exaggeration-in-conversation-1-edited-saved-in-dashboard/
(2)
http://www.musawilliam.com/2008/09/25/art-of-balanced-exaggeration-in-conversation-2/
LikeLike
આ પરથી શિઘ્ર ..
ધડકે ઉર
તૌફીક લખે વલી
પડઘે પ્રજ્ઞા
LikeLike
ઓ બે ડોહા ડોહી!
કંઈ હમજાય એવું લખો મારા બાપલા !
ફીકર ખબર છે – જો કે, કરતો નથી પણ આ તૌફીક લખ્યું ને બધી ગડબડ શરૂ !!
અહીં હસવાની જગ્યાએ લઘુતાગ્ર ન્થિ લાગુ પડી ગઈ.
અથવા … પોઝિટિવ પ્રતિભાવ
આપ બન્ને સાથે મળીને ફારસી-ગુજરાતી શિક્ષણ બ્લોગ શરૂ કરી દો!
LikeLike
અલ્હમ્દો લિલ્લા હિલ્લજી અજહબા અન્નિયલ અજા વ આફાની
અલહમ્દો લિલ્લાહે અલ્લાહુમ્મા કમા હરસનતા ખિલકી ફહસ્સિન ખુલકી
LikeLike
દિલ ધડકતા ધડકતા વાત ક્યાં ની ક્યાં પહોંચી ગઈ !
ઍક ભજન યાદ આવી ગયુ :
“જરા હસતા રમતા જીવો જીવન બદલાઈ જશે,
શિરે ભાર લઈ ફરશોતો જીવન કરમાઈ જશે”
” હસવાથી હળવાશ રહે છે, રડવા થી ગમગિની વધે છે.
ખુદ હસો અને સકળને હસાવો.”
“હાસ્ય દરબાર” ધડકતા દિલને પ્રફુલ્લિત કરવાનુ કામ કરે છે.
યોગિની સાથે રહો ઉલ્લાસમય !
LikeLike
પ્રગ્નાજી,
અલ્હમ્દો લિલ્લાહ, બહુત ખૂબ, બહુત ખૂબ! If you don’t mind, I wish to give you the title of Mini Encyclopedia. I have marked that you have acquired all round knowledge.
Congratulations.
LikeLike
“ઈશ્વર સઘળાં કુટુંબોને આવી નેક તૌફીક આપે”
ઐ ખુદા દર સે તિરે તૌફીક યે હમ કો મિલે
જિંદગી કા બોઝ હમ આસાનિયોં સે ઢો સકેં.
વધુ જિયારતમાંથી
દિન કોઈ ઐસા હો દુખ કે બોઝ હલ્કે હો સકેં
રાત ઐસી હો કોઈ જબ ચૈન સે હમ સો સકેં
રાત હી વો નેક દિલ માઁ હૈ કિ જિસ કી ગોદ મેં
હમ સરાહનોં કે તલે મુઁહ કો છુપા કર સો સકેં
ઐ ખુદા દર સે તિરે તૌફીક યે હમ કો મિલે
જિંદગી કા બોઝ હમ આસાનિયોં સે ઢો સકેં
નેક બઁદે હમ બનેં, હમ માઁગતે હૈં યે દુઆ
બીજ હમ દુનિયા મેં આ કર નેકિયોં કે બો સકેં
યે નહીં મંજૂર થા શાયદ ખુદા કી જાત કો
તુમ હમારે હો સકો, ઔર હમ તુમ્હારે હો સકેં
હો કોઈ દીવાર જિસ કો, હમ સુનાયેં હાલે-દિલ
હો કોઈ દરવાજા ઐસા, જિસ સે લગ કર રો સકેં
પ્યાર કે દો બોલ હૈં કીમત હમારી ઐ ‘અનુ’
કાશ યે કીમત જહાઁ વાલે અદા કર તો સકેં
LikeLike
પ્રગ્નાબેન,
અમારું સંયુક્ત કુટુંબ છે. ઈશ્વરકૃપાએ બધાં હળવાશથી એક છાપરા હેઠળ રહીએ છીએ. નાનાંમોટાં મુક્ત રીતે એકબીજાની મજાક પણ કરી શકે છે. બધાંયમાં Sense of humor ઊંચા લેવલે છે. તાજેતરમાં મારો એક પૌત્ર મીયાં.બીબી.બચ્ચાં.સહિત (MBBS) થઈ ગયો. મેં તેને પૂછ્યું, ‘તું શાનો ખાસડા કટર થવાનો છે?’ આ ટાણે મારી એક પૌત્રી ફર્સ્ટ MBBS માં છે તે જોડે જ હતી. મેં તેને હળવેથી કહ્યું, ‘બેટા, તું પણ હાલથી જ બરાબર ભણજે. ખાલી MBBS નહિ ચાલે, તારે પણ મોજડી કટર થવાનું છે, સમજી?’ બધાં હસી પડ્યાં હતાં!
ઈશ્વર સઘળાં કુટુંબોને આવી નેક તૌફીક આપે, એ જ પ્રાર્થના.
LikeLike
“પેલો પાટિયું ચીતરીને લાયો ‘કાન, નાક અને ગળાના ખાસડા ક્ટર’…
લુંટે લુંટારા
કાન,નાક કાપીને
થયા સર્જનો!
“પહેલાના જમાનામા લુંટારા કાન,નાક,ગળું કાપતા અને લુંટી લેતા હવે તો તે બધા ઈ એન ટી સર્જન થયા પણ કામ તે જ રહ્યું-“માફ કરજો આ વાત તો અમારા જાણીતા ઈ એન ટી સર્જનો શ્રીરામ લાગુ(હાં એકટર) અને અજય કોઠારીની છે—જેઓ રમકડા તથા ખાસડાની સલાહકાર સમિતીમા હતા!
LikeLike
હૃદય દર્દ
કરાવ બાયપાસ
ધબકે ઉર.
LikeLike
લબ ન ડબ
નીરવ સ્ટેથોસ્કોપ
ઊડ્યું ચેતન !
**********************
કરો તિલક
મૂકો તુલસી મ્હોંમા
બનાવો સંત
LikeLike
પેસમેકર મુકાવ આજ,
કા તો કર કાળને વિદાય!
રાજેન્દ્ર ત્રિવેદી
LikeLike
ના ધબકે ઉરે,
પડઘા કોણ ઝીલે, ડોકટર !
સ્ટેથોસ્કોપ મૌન,
લે ડીફિબ્રીલેટર હાથ!
રાજેન્દ્ર ત્રિવેદી
LikeLike
ધબકે ઉર,
પડઘા ઝીલે, નર્સ
કાર્ડીયોગ્રામ ?
LikeLike