હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – 7 – વલીભાઈ મુસા

વંદનીય પૂરબ-પશ્ચિમના ગુરૂ મહારાજો,
 
લાલ ગાલની કીમિયાગીરી બે રીતે બતાવી શકાય (1) લાફે (Slap) ગાલ લાલ! (2) લાફ્યે (To laugh) લાલ ગાલ!
 
હાસ્યકલાના ખરા જાદુગર તો તમે, ના કદીયે અમે! અહીં લખનારા અમે લોકો તો તમારા માત્ર જંબુરિયા!
 
લ્યો ત્યારે, વાત કરીએ ટૂંકી અને કોળિયો આરોગીએ ફૂંકી!  હાહા-7 છાપો, નહિ તો બતાવી દો એને ઝાંપો! 
 
 
હાસ્ય હાઈકુ – 7   – વલીભાઈ મુસા
=====================================================
વીજળીકાપે,
કોલબેલ મૂક, ત્યાં
રણકે ચૂડી!
 
– મુસા વિલિયમ (A strong willed Warrior!)
 

39 responses to “હાસ્ય હાઈકુ – 7 – વલીભાઈ મુસા

  1. Pingback: વિલિયમનાં હાસ્ય હાઈકુ « William's Preparatory Ebooks (Gujarati)

  2. Pingback: ‘હાસ્ય દરબાર’ના દાયરેથી « William's Preparatory Ebooks (Gujarati)

  3. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 4 – વલીભાઈ મુસા | હાસ્ય દરબાર

  4. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 4 | હાસ્ય દરબાર

  5. Pingback: (270) હાસ્ય દરબારનાં રત્નો – 4 (રત્નાંક – 4) « William’s Tales (Bilingual)

  6. Pingback: ‘હાસ્ય દરબાર’ના દાયરેથી | William's Preparatory Ebooks (Gujarati)

  7. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 4:57 એ એમ (am)

    મુસાભાઈ તમે ઇશાબ બતાયવો તે હાચો કે ઊં હિખેલો તે હાચો ??

    હુરતના એક હાઉકાર પાંહેં એક પટેલે હો… રૂપિયા ઓછીના લીધેલા પચાહ રૂપિયા વ્યાજે, એ તો પટેલે હો આવતાની હાંથેજ ચુકવી દીધેલા ઉધાર રાખે તો પટેલ હાનો ? અઠડિયા પછી પાછા આપવા ગીયો. હાઉકારે આવો પટેલ બેહો ( પેલી વાર ઉભૉ રાખેલો ) મુનિમને કેયુ પટેલનો ચોપડો કાઢ ભાઈ. જુઓ પટેલ હત્તરપાંચ પંચાણું તણ મુઇકા છૂટના થીયા નવ્વાણું એકમા હું આપ્પાનુ ને લેવાનુ. લાવો પટેલ એકહો પૂરા.ી ય નાથીયા પટેલને પવાલીમા પાણી આપ.

    તમે પણ મુસાભાઈ હું યાર બિચારા દક્તરોને હું ઉંધું ઉંધું હીખવો છો ? ઇશાબનું મને હોંફ ને ભાઈ.

    મુસાભાઈ ની વાહેં વાહેં ભાષાનું કચુમ્બર કર્યું. કોઈ એ ટોપી પહેરવી નહી મારી જ છે.

    Like

  8. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 3:57 એ એમ (am)

    શું મુસાભાઈ તમે પણ યાર !!!

    તમને પૂરબ-પશ્ચિમ વાળા મહાગુરૂઓ યાદ આવે બેની વચ્ચે દક્ષિણમા સેંડવિચ થઇ ગયેલો ચેલો ધ્યાનમા નથી આવતો !!! કમાલ છે ને !!! ક્યાંથી નજરે પડે !! તરબૂચના પેટ ઉપર તલની ટોચ પર રહું છું. યાર ” ગાલ ” બધાને વહેંચી એકાદ મને પણ આપવામા શું જતું હતુ મુસાભાઈ ??

    ખાલી તપેલું!!! હોય નહી તપેલાની દિવાલ પર ચોખ્ખું કાઠીયાવાડી ઘી ચોંટેલું હતું અને અંદર કેસરિયા મહેક હતી કોણ તફ્ડાવી ગયું યાર. દક્તરોમાથી જ કોઈ બનાવી ગયું.

    દાક્તરોમાં એક પણ દિલનો દાક્તર નથી એટલી નિરાંત ભાઈ.પણ પહેલેથી ચન્દ્રવદનભાઈ કહી દઉં છું મારે ‘ ઝાંપે ” નથી જવું તે પણ અડધી રાતે.

    Like

  9. Valibhai Musa એપ્રિલ 24, 2010 પર 5:12 એ એમ (am)

    ભરતભાઈ,

    અંગ્રેજીમાં પણ ઊંઝા જોડણીનો પ્રયોગ થવા માંડ્યો!
    lanfuage, weat, Lofging, Carfo! કે પછી કીબોર્ડમાં Keyની ટોપીઓ (કવર) તો બદલાઈ નથી ગયાં! ત્રીજી Hypothesis છે કે કદાચ તમારી Joke માં પણ Joke હોય!

    Like

  10. bharatpandya એપ્રિલ 24, 2010 પર 4:25 એ એમ (am)

    English is funny language
    Boarding is where you eat and Lodging is where you stay but generally they are used wrongly.( one man went to Theosophy lodge and ordered one Thali !)
    other misleading term is Cargo and Shipment. Shipment is sent by car and cargo by Ship : Driveway/Parkway – we drive on parkway and park on Driveway/
    any more examples

    Like

  11. સુરેશ જાની એપ્રિલ 23, 2010 પર 7:09 એ એમ (am)

    અમ બી ડીચની વાર્તા. જ્ઞાતિવાદી છે.
    હું ઔદિચ્ય બ્રાહ્મણ , એટલે મને બરાબર યાદ છે.
    એક વાર બ્રહ્મ ચોર્યાશી થયેલી – મૂખ્ય જમણ અલબત્ત લાડવા જ હોય ને?
    એક મુસ્લીમ ભાઈને થ્યું કે આપણેય પિતાંબર પેરીને બેસી જઈએ. આટલા બધામાં કોણ જાણવાનું છે?
    જમણ શરૂ થતાં પહેલાં બધાંને તેમની નાત પૂછે.
    આ મિયાંજીની લાઈનમાં એક પછી એક જણ પોતાની નાત બોલતા જાય.
    મિયાંજીની બાજુમાં બેઠેલો બોલ્યો ‘ઔદિચ્ય ‘
    હવે મિયાંભાઈ શું બોલે?
    અમ બી ડીચ જ ને?
    ————————-
    આ માત્ર વિનોદ ખાતર જ લખ્યું છે. બાકી હું જ્ઞાતિપ્રથા તો શું બધી જાતબા વાડાનો વિરોધી છું . લો વાડા વિશે વાત નિકળી તો મારું એક અવલોકન ફટકારતો જાઉં –

    મકાનોની વાડો – એક અવલોકન

    Like

  12. Valibhai Musa એપ્રિલ 23, 2010 પર 6:09 એ એમ (am)

    સુરેશભાઈ, હજુ મને પૂરો સાંભળો તો ખરા! એ ખંડકાવ્ય The Late His Highness Gohel સાહેબનું કે પછી રાષ્ટ્રપિતાના જન્મ વર્ષ 1869માં જન્મેલા અને વચાળે ક્રિશ્ચીયન બની ગએલા ખંડકાવ્યપિતા મણાકાકાનું હોય તો કોણ ન સાંભળે?

    પણ, ભરતભાઈ તો કહે કે મારું ખંડકાવ્ય અમારા કુટુંબનાં આબાલવૃદ્ધ સૌનું વિજયકુમાર શાહવાળું સહિયારું Remix સર્જન છે, જેમાં Twinkle Twinkle થી માંડીને ભજનની કડીઓ અને ભાનવગરના કાઠિયાવાડી ચોહરા તથા પેલું કંઈક ખંડાલાવાળું પણ ભેગું ગોઠવેલું છે.

    હવે મારા વાલીડા ખાવાની દુકાનોવાળા(હોટલોવાળા) વધ્યું ઘટ્યું દહીંમાં નાખીને ‘દિલ્હી ચાટ’ જેવું રૂડું નામ આપીને આપણને ઊંચા દામે ખવડાવવા માગે તો આપણે ખાઈએ ખરા?

    વળી નામ પણ કેવું? ચાટ! ગામડાંઓમાં મહેલ્લાના નાકે કૂતરાં માટેની ચાટમાં પણ Remix જ હોય છે ને!

    માટે ભરત ભાઈને કહી દો કે તે તેમનાં કાવ્યો ખંડ હોય કે અખંડ હોય શેરીનાં કૂતરાંને ઘેનની શીશી સૂંઘાડીને સંભળાવે, નહિ તો પાછું તેમનું કંઠ્ય (ભસ્ય) સંગીત સાંભળવાના દહાડા આવશે હા! શું કહ્યું?

    Like

  13. Valibhai Musa એપ્રિલ 23, 2010 પર 5:18 એ એમ (am)

    Capt. નરેન્દ્ર,

    અમ બી ડીચ!

    લોજ (ખરેખર તો Boarding કહેવાય!) ના શોભતા ભાણા જેવી If કહાવત અગર હૈ તો તમ તમારે બડે મજેસે કહી શકો છો.

    Like

  14. bharat pandya એપ્રિલ 23, 2010 પર 3:07 એ એમ (am)

    ઍક ભર ઉનળાના દીવસે બપોર બાર વાગે (ચોરને કાંધે મારે એવો સમય )જાય વલીભાઇ મારંમાર ધોડતા ને વાહેં ભરતભાઇ ધોડતા ધોડતા બુમો મારે
    ” ઉભાર્યો વલીભાઇ. મારા સમ છે ઉભાર્યો” પણ એ તો જાય ફ્રન્ટીઅરમેલ સ્પીડે. ત્યાં વળી કોક સુરેશભાઇ જેવા સજ્જન મળી ગયા.વલીભાઇ ને ઉભા રાખી કહે
    ” શું છે વલીભાઇ આમ દોડતા ક્યાં જાવ છો ?”.” જાનીભાઇ આ ભરતીયા થી બચાવો મારે મોદું થાય છે ને એ કવીતા સંભળાવવા બેઠો છેઃ? ત્યા ભરતભાઇ પણ પહોંચી ગયા .” તે તમે મને નોતી સંભળાવી, મેં સાંભળીતી ને ? હવે તમારો વારો” જાનીભાઇ ‘ વાતતો ભરતભાઈ ની સાચી છે તમારે સાંભળવી જોઇએ” મુસાભાઇ ” પણ સુરેશ્ભૈ મેં તો એને હાયકુ સંભળાવ્યું ને એ તો મને ખન્ડકાવ્ય સંભળાવે છે !

    Like

  15. chandravadan એપ્રિલ 22, 2010 પર 9:54 પી એમ(pm)

    સુરેશભાઈએ જે ગણતરી ખોટી કરી….વલિભાઈએ વધુ ભુલ કરી, અને હવે મારે સમાધાન કરવા આવવું પડ્યું છે>>>>

    ૩૦ લાડુઓ તો બની જ ગયા છે… સર્વ લાડુઓનો ચાર્જ મારા હાથમાં ( ચાર્જ મારા હાથમાં કારણ કે આ વિજળીથી બનેલા લાડુઓ છે )

    અને, પ્રથમ રાજેન્દ્રભાઈ અને ગીતાબેન…૬ લાડુઓ હાથમાં લઈ બોલું “આ ત્રણ તમારા, આ ત્રણ તમારા” લાડુઓ એમના કરી, આ ૬ લાડુઓ મારા પત્ની તપેલામાં મુકે …આ પ્રમાણે, વલિભાઈ…ભરતભાઈ…પ્રજ્ઞાજુબેન….અને દયા કરી સુરેશભાઈને.

    આથી ૩૦ લાડુઓ અમારા તપેલામાં ( ઘરેથી લાવ્યા હતા, હોં ) સૌને લાડુઓ આપી દીધા હતા અટલે તપેલું લઈને અમે અમારા ઘરે….અરે, હવે તમે લાડુંની વાતો બંધ કરો, મારા ભાઈઓ, અને બેનજી !….અરે, હા, કોઈને લાડુઓ વેચાતા લેવા હોય તો મારા ઘરે આવજો>>>>ચંદ્રવદન

    Like

  16. Capt. Narendra એપ્રિલ 22, 2010 પર 4:42 પી એમ(pm)

    વલીભાઇ, અમ બી ડીચ!
    કહેવત હાંભરે સે? યાદ નો હોય તો કહું!

    Like

  17. સુરેશ જાની એપ્રિલ 22, 2010 પર 4:23 પી એમ(pm)

    એ વલી બાપુ!
    તમે મૂળાના પતીકા જેવા 3000/- ડોલર ખર્ચીને ડલાસ આવો અને અમે ‘ સોકે હુએ સાઠ ‘ કરીએ? સાવ અમદાવાદી ધારી લીધા? ! ( જો કે, છીએ અમદાવાદી હોં! )
    લાડવાય ખવડાવશું અને અહીં ફેરવીશું પણ ખરા.
    અહીંના આર્બોરેટમ વિશે લેખ વાંચજો . મજા આવશે –

    પરીવર્તન- 9 : આર્બોરેટમ

    અને વસંત પણ મહોરી ઊઠી છે. તમને ઢગલો ગુલાબથી પોંખીશું.

    Like

  18. Valibhai Musa એપ્રિલ 22, 2010 પર 2:42 પી એમ(pm)

    સુરેશભાઈ,

    ખાંડવાનીય મહેનત નહિ કરવી પડે, ફક્ત હવે 30 નો હિસાબ જ સમજાવી દેવાનો છે. કેવી રીતે તે નીચેના ઉદાહરણ ઉપરથી સમજાઈ જશે.

    એક ભાઈએ મિત્ર પાસેથી 100 રૂપિયા ઊછીના લીધા. મિત્રે ઉઘરાણી કરી, પેલાએ હિસાબ સમજાવી દીધો આ શબ્દોમાં : “સોકે હુએ સાઠ, આધે ગઈ નાઠ, દસ દેંગે, દસ દિલવાએંગે, દસ રહે બાકી. ઈસમેં ક્યા લેનાદેના? મહોબ્બત બડી ચીજ હૈ|”

    હવે, તમે 30 સુધી તો આવી ગયા છો હવે આગળ બોલી નાખો “દસ ખિલાએંગે, દસ (કિસીકે જરિયે) ખિલવાએંગે, દસ રહે બાકી, વો આપ સબકી ઓરસે હમ (હમ દોનોં) ખા જાએંગે.”

    Like

  19. સુરેશ જાની એપ્રિલ 22, 2010 પર 2:02 પી એમ(pm)

    આ તો છે દરબારની મજા ..
    વીજળીમાંથી લાડવા ક્યાંથી આવ્યા ?
    – તે સંશોધનનો વિષય છે !!

    Like

  20. સુરેશ જાની એપ્રિલ 22, 2010 પર 2:01 પી એમ(pm)

    ઝગડો છોડો.
    મારી પત્નીને આ બધું રામાયણ (!) વંચાવ્યું. એ કે’છે ( ભ.પ. ઈસ્ટાઈલ) ..
    બધા દોસ્તારને અહીં બોલાવો અને બધાને ત્રણ ત્રણ લાડુ મળશે. અને કોઈએ એકલા નહીં આવવાનું.
    રાજેન્દ્ર – ગીતા
    ચંદ્રવદન – ?
    વલી – લાડી
    ભરત – ?
    પ્રજ્ઞા – પ્રફુલ્લ
    કેટલા થયા? 30 ને ?
    બની જશે .
    ખાંડવાનું કામ મારું !!!

    Like

  21. chandravadan એપ્રિલ 22, 2010 પર 8:40 એ એમ (am)

    અરે, વલિભાઈ આશું કર્યું ?….લાડુઓ કલ્પનાના કે ખેરેખરના….પણ, મને જરા ના આપ્યો ?, જરા,ઘરમાં પુછી આવજો તો જાણશો કે ૧૮મો લાડુ તો મારો હતો…ચાલો, વાધો નહી….આમ પણ તમે ભુલકણા છો તો માફ કર્યા (હા, મેં નહી….એ તો ઘરમાંથી તમોને માફી મળી છે )>>>>ચંદ્રવદન

    Like

  22. Valibhai Musa એપ્રિલ 21, 2010 પર 3:49 એ એમ (am)

    મિત્રાદિજનો,

    કુશળ નહિ હશો, કેમકે લાડુભૂખ્યાં હશો!

    આ સંબોધન હાલ સુધીની 17 કોમેન્ટ મૂકનારાંને લાગુ પડે છે. પ્રજ્ઞાબેનના કારણે ‘મિત્રાદિ’ શબ્દ પ્રયોજ્યો છે.

    આગળ વધવા પહેલાં ફિલ્મ ‘શોલે’ ના ગબ્બરના ડાયલોગ મુજબ તેની રિવોલ્વરના મેગેઝીનમાં ત્રણ ગોળીઓ (Bullet) હતી, બાકીનાં ત્રણ ખાનાં ખાલી હતાં. મનમાં ખોંખારો ખાઈને એ ડાયલોગનો એક અંશ જ બોલું છું. ‘તીન જિંદગી, તીન મૌત’.

    હાલમાં તમારી ઊતરી રહેલી ફિલ્મનો ડાયલોગ બને છે :’ સત્રહ કોમે ન્ટ, સત્રહ લડ્ડુ!’

    હિંદી-ગુજરાતીમાં 17 અને 70 બોલતાં ખબર રાખવી પડે! (હું વર્ધાની ત્રણ અને ગુજરાત વિદ્યાપીઠની ત્રણ એમ હિંદીની છ પરીક્ષાઓ પાસ છું, જે માત્ર જાણ સારું!)

    હવે આવીએ લાડવાની વાત ઉપર! તેના માટેનો શબ્દ છે – “Sweet Ball”. અગાઉ મેં ક્યાંક ‘Prefix-Suffix’ની વાત કહી હતી, તે મુજબ મોટા કદ ઉપરથી નાના કદ માટેના શબ્દોની રચના માટેના કેટલાક નમૂના જૂઓ :- Ball>Bullet, Case>Cassette, Table>Tablet, Cigar>Cigarette

    અહીં આપણે Ball>Bullet થી મતલબ છે. Bullet આખી જ ધરબાય અને શરીરના કોઈપણ ભાગે જ્યાં Fire કરો ત્યાં પેસે, Ball એટલે કે Sweet Ball મોંઢામાં જ પેસે, but in pieces, not in one piece!

    હવે મોંઢામાં પાણી લાવ્યા વગર સાંભળો અને જૂઓ મિસીસ વિલિયમે તમારા લોકો માટે કોમેન્ટ જેટલા 17 લાડવા મારી સાથે મોકલ્યા છે. મારા માટે અઢારમો એક વધારાનો પણ આપ્યો છે.

    વહેંચણી આમ થશે : સુરેશભાઈ (7), સીવીભાઈ (6), રાજેન્દ્રભાઈ(3), પ્રજ્ઞાજી (1)

    પ્રજ્ઞાબેને ‘ભોજ્યેષુ માતા’ ન્યાયે કે પછી ‘એક તો શું?’ કહીને તમારા ત્રણ માટે પોતાના હકના એક લાડુને જતો કર્યો છે.

    શ્રીમતી વલીભાઈ (લાડવીબાઈ, અરે Sorry લાડકીબાઈ) ની ફોનથી સૂચના મળે છે :-
    17 લાડુ ત્રણેયને આમ વહેંચી આપજો અને તમારો અલગ છે તે તમે ખાજો.

    સુરેશભાઈ 1/2 ભાગ, સીવીભાઈ 1/3 ભાગ અને રાજેન્દ્રભાઈ 1/9 ભાગ. કોઈ લાડુ તોડશો નહિ, કોઈને થોડોક હિસ્સો વધારે જાય તેનો વાંધો નહિ!

    હું વિમાસણમાં પડું છું, કેમકે સૂચનાનો મારે કડક અમલ કરવાનો છે. એક Idea ઝબક્યો. મેં 17 ભેગો કામચલાઉ મારો લાડુ મૂકીને સંખ્યા 18 કરી નાખી.

    “વહેંચણી શરૂ થાય છે, મારા ભાઈઓ અને લાડકીબાઈના જેઠ/જેઠો કે દિયર/દિયરો જે હો તે : –

    લ્યો ત્યારે સુરેશભાઈ 1/2 ભાગે તમારા આખા 9 લાડુ, સીવીભાઈ 1/3 ભાગે તમારા આખા 6 લાડુ અને રાજેન્દ્રભાઈ 1/9 ભાગે તમારા આખા 2 લાડુ. જુઓ ભાઈઓ આ મારો ભાગ કરવા પૂરતો કામચલાઉ મૂકેલો લાડુ હું લઈ લઉં છું.

    અને હવે, ચાલો પ્રજ્ઞાબેન આપણે બંને મારો લાડુ અડધો અડધો ખાઈ લઈએ. અમે ખાઈએ અને તમે બેસી રહો એ કેમ ચાલે! વળી પેલા ભૂખાળવાઓને આપેલો તમારો થોડો પાછો લ્યો છો. આ તો મારા હિસ્સામાંથી છે.”

    “તમે ચતુર કરો વિચાર!”, કલ્પનાના લાડુ ખાતાં ખાતાં!

    Like

  23. chandravadan એપ્રિલ 20, 2010 પર 9:53 પી એમ(pm)

    રાજેન્દ્રભાઈ,હવે “એન્જીન”ની વાત ક્યાંથી ?…..અમો બધાને વચ્ચે “ડબ્બા” બનાવી, તમે એકલા “લીલી ઝંડી” પકડે તે ના ચાલે !….ચંદ્રવદન.

    Like

  24. dhavalrajgeera એપ્રિલ 20, 2010 પર 8:10 પી એમ(pm)

    Vali engine,
    run by All who push him a head and others are waiting to join on internet!
    Last is Raj who show the Green Flag! to Go……

    Like

  25. સુરેશ જાની એપ્રિલ 20, 2010 પર 8:04 પી એમ(pm)

    ભૂલ્યો

    વલીચન્દ્રપ્રજ્ઞાસુર- ભરત – રાજ

    Like

  26. સુરેશ જાની એપ્રિલ 20, 2010 પર 8:03 પી એમ(pm)

    વલીચન્દ્રપ્રજ્ઞાસુરરાજ
    છે ને મહાન નામ?
    ‘ ધવલરાજગીરા’ ને શોભે તેવું? !!
    આ વીજળી રીસાય ત્યારે આવું બધું નવસર્જન થાય !!

    Like

  27. chandravadan એપ્રિલ 20, 2010 પર 8:02 પી એમ(pm)

    Sorry, Pragnajuben….I thought of the above comment before you had visited & posted your Comment…Wecome to the Club !
    CHANDRAVADAN

    Like

  28. chandravadan એપ્રિલ 20, 2010 પર 7:58 પી એમ(pm)

    ત્રિવેદી, અને જાની,

    ખુદ બ્ર્હામણ રહી,

    ચાલ કેવી રચી

    વલિને પકડી, …..

    બચાવવા ચંદ્ર દોડે,

    પોલ એ બન્નેની ખોલે,

    ત્રિવેદી તો માથાના દાકતર,

    જાની તો મસીનના દાકતર,

    વલિ કહેઃ “તું પણ દાકતર”

    અને, “હું પણ ચોપડાનો દાકતર ”

    આવો સંવાદ સાંભળી, દુર ભાગ્યા દર્દીઓ,

    હવે, “હા, હા, “કરી, નાસ્તો કરે ચાર ભાઈઓ !>>>>>>>ચંદ્રવદન

    Like

  29. pragnaju એપ્રિલ 20, 2010 પર 7:35 પી એમ(pm)

    વીજળીકાપે,
    કોલબેલ મૂક, ત્યાં
    રણકે ચૂડી!
    યાદ
    શબે વિશાલ હૈ બુઝવા દો ઈન ચિરાગોકો
    ખુશીકી બઝ્મમેં ક્યા કામ જલને વાલોકા
    —————
    શ્રીકૃષ્ણ ચૂડી
    માધવની અંગૂઠી
    સંગ રણકી

    Like

  30. chandravadan એપ્રિલ 20, 2010 પર 7:28 પી એમ(pm)

    And….LADVA is a last Name (Atak) too !
    Ladva khataa raho !
    Lal Gaal karata raho !
    Jyare Manda pado to aavjo maari pase !
    Dava evi ke tame to maarthi DUR bhage !
    Nice meeting you Rajendrabhai…..& nice meeting Valibhai & Sureshbhai !
    Aa Bhai Bhai Shu ?
    Raj Sur Vali kahu to kem ?…Ahi Chandra na aave ! Ha, Haa Haaa !

    Like

  31. dhavalrajgeera એપ્રિલ 20, 2010 પર 6:45 પી એમ(pm)

    મુસા બાપુ ,

    ” લાડવા ખાતા લાલ ગાલ થઈ જશે એ જુદા!”
    હા હા હા હા……..!

    Like

  32. dhavalrajgeera એપ્રિલ 20, 2010 પર 6:42 પી એમ(pm)

    Dear Chandra,

    લાડવા વલી ભાઈ બ્ર્હામણને જ નહી,

    લાડવા બધાને ખવડાવશે.

    તમે ડોકટર રહ્યા બધા ને ડાયાબીટીસ, હાઈ કોલેસ્ટ્રોલ ને હાઈપરટેન્શન નુ ભણાવવનુ.

    નહી તો મારી જેમ ૨૬૦ પાઉન્ડ નુ વજન લાડવા સાથે તમારે પણ ઉપાડવાનુ વિચારવુ રહેશે….

    લાડવા ખાતા લાલ ગાલ થઈ જશે એ જુદા!

    રાજેન્દ્ર ત્રિવેદી

    સમ્પાદક

    હાસ્યદરબાર

    Like

  33. chandravadan એપ્રિલ 20, 2010 પર 6:31 પી એમ(pm)

    Valibhai & Sureshbhai….Sorry to interfere in your conversation…..Then on the 2nd hand I am thinking …”This is HASYA DARBAR, & I do not have to be sorry “…Haa.Haaa, Haaaa !
    Chandravadan Mistry

    Like

  34. chandravadan એપ્રિલ 20, 2010 પર 6:26 પી એમ(pm)

    આ “હા હા”ના કાવતરામાં હું ક્યાં ફસયો ?

    હાસ્ય હાઈકુમાં છે વીજળી અને કોલબેલ>>>

    વીજળી નાચે,

    કોલબેલ મંજીરા વગાડે,

    ત્યાં, લાલ ગાલ ના આવે,

    ફક્ત, લાડવા ખાઈ ગુરૂમહાજનો જ ફાવે,

    અને, “હા,હા”ચંદ્ર એમને ઝાંપે લાવે !>>>>>ચંદ્રવદન

    Like

  35. સુરેશ જાની એપ્રિલ 20, 2010 પર 5:32 પી એમ(pm)

    મુસા બાપુ!
    આ મહારાજ કો’છો તીં —
    લાડવા ખવડાવવા પડહે ને ઊપરથી લટકાની દખણાય દેવી પડહે !! હા……..

    Like

  36. સુરેશ જાની એપ્રિલ 20, 2010 પર 5:30 પી એમ(pm)

    ગુરૂ મહારાજો

    બે ગરૂડ મહારાજોય ખરા !
    ( અમેરિકાનું રાષ્ટ્રીય પંખી. )

    Like

  37. સુરેશ જાની એપ્રિલ 20, 2010 પર 5:29 પી એમ(pm)

    મુસા લાફો – લાફો મારો નંઈ !!

    Like

  38. સુરેશ જાની એપ્રિલ 20, 2010 પર 5:27 પી એમ(pm)

    આ વીજળીના માણસને પડકાર્યો .. તો લો ..

    વીજળીકાપે
    અંધારે ઘર રૂએ.
    હસે ફાનસે.

    Like

  39. સુરેશ જાની એપ્રિલ 20, 2010 પર 5:24 પી એમ(pm)

    હાહા

    શબ્દ પ્રયોગ ગમ્યો
    હા… હા… હા… હા… હા…
    —————————————-
    વીજળીકાપે,
    કોલબેલ મૂક, ત્યાં
    પાડ લ્યા બૂમ.

    Like

Leave a comment