હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

‘ન બોલ્યાના નવ ગુણ!’, પણ કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?

 Valibhai Musa <musawilliam@gmail.com>

 
એ તો અમારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ઈયળરહિત સુધારેલી જાતનાં બોર હોય તો ટપોટપ વેચાય; પરંતુ અલ્યાં ભાઈબહેનો, સદીઓથી કહેવાતું આવ્યું છે કે ‘ન બોલ્યાના નવ ગુણ!’, પણ કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?

 Valibhai Musa <musawilliam@gmail.com> વલીભાઈ મુસા

 

23 responses to “‘ન બોલ્યાના નવ ગુણ!’, પણ કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?

  1. પ્રશાંત ઠાકોર સપ્ટેમ્બર 19, 2014 પર 1:20 પી એમ(pm)

    જય સીયારામ
    ખરેખર આજે ખબર પડી કે “ન બોલવામાં નવ ગુણ” કહેવતનો અર્થ….

    Like

  2. bharatpandya જાન્યુઆરી 11, 2011 પર 11:13 એ એમ (am)

    Musabhai —-
    આ “નવ ગુણ” નો અર્થ ખોટો કરવામા આવે છે.નવ નો એક અર્થ તો એક આંકડો પણ બીજૂ અર્થ “નહી”… જુઓ નર્મદ ની જાણીતી પંક્તિ
    “નવ કરશો કોઇ શોક રસિકડાં, નવ કરશો કોઇ શોક”.
    ન બોલ્યામા નવ ગુણ અને બોલે તેના બોર વેચાય નો ભાવર્થ એકજ,

    Like

  3. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 7:07 એ એમ (am)

    મુસા સાહેબ નવ કોના પછી આવે એ તો બતાવો પહેલા

    Like

  4. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 7:02 એ એમ (am)

    મિત્રો

    ગણિતના વર્ગોમાં ગોલ્લીઓ મારેલી હમણા જ યાદ આવ્યું, કે તમે બધા યાદ કરાવો છો ?

    આ દોઢ લીટી ઉપરની ચર્ચામાં તમારા સૌ પાસે ભલે ગમ્મતમા પણ ઘણું જાણવા મળ્યું ખાસ કરી પ. પૂ પ્રજ્ઞાબેન અભિપ્રાયો મારફત.

    ” જ્ઞાન સાથે ગમ્મત”.

    Like

  5. chandravadan એપ્રિલ 24, 2010 પર 4:18 પી એમ(pm)

    I do not have the control….I said in my Comment that “have Pachhi Pratibav Apvani Mana Che” and BHARATBHAI ignored it asa “joke” & posted not ONE but TWO Comments.
    AA TO HASYADARBAR Chhe…Ahi Badhu chaale !

    Like

  6. Bharat Pandya એપ્રિલ 24, 2010 પર 3:32 એ એમ (am)

    વીશયાંતર થતું લાગે તો માફ કરજો—
    ભુલવાની વાત પરથી જુના જમાનાનુ કાનન દેવીનુ એક સુંદર ગીત યાફ આવી ગયું
    “કુછ યાદ રહે ત સુનકર જા
    તુ હાંકર જાયા ના કરજા.
    ભુલ સકે તો ભુલ હી જાના
    ક્યા ભુલી હું ભુલ બતાના”

    Like

  7. Bharat Pandya એપ્રિલ 24, 2010 પર 3:24 એ એમ (am)

    નવ નો એક અર્થ નહી.
    એ પ્રમાણે “ન બોલ્યામા નવ ગુણ ” એટલે ” ન બોલો એમા ગુણ નહી” એવો કરી શાય ?
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    પ્રગ્નાjuબેને પોસ્ટ કરેલું કાવ્ય રમેશ પારેખનુ છે.

    Like

  8. chandravadan એપ્રિલ 23, 2010 પર 9:23 પી એમ(pm)

    પ્રજ્ઞાજુબેન….વાહ બેન વાહ !

    તને એકડે એક કરી…બધા જ આંકડાઓ ગણી ગયા.

    હવે હું શાંતીથી સુઈ જઈશ !

    હવે પછી , આ પોસ્ટ પર ફક્ત વાંચવા માટે જ છે …પ્રતિભાવ આપવાની મના છે ( જેથી મારો આ પ્રતિબાવ છેલ્લો હશે )

    છોડો માયા આ હાઈકુની….બીજા હાઈકુ વાંચો કે બીજી પોસ્ટો વાંચો પણ આ હાઈકુને તો જરૂર છોડો>>>>ચંદ્રવદન

    Like

  9. pragnaju એપ્રિલ 23, 2010 પર 8:52 એ એમ (am)

    બીજા આંકડાઓ તો બિચારા થઈ ગયા….
    તમે તો આ ગીતની યાદ આપી
    એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
    બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

    તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
    ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

    પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
    સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

    આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
    એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.

    Like

  10. chandravadan એપ્રિલ 23, 2010 પર 8:25 એ એમ (am)

    વાહ, વલિભાઈ વાહ ! હવે તો “નવ”નો મહિમા જાણી, નમવું પડશે ….તમને કે નવને ?

    પણ…..મને એમ થાય કે આપણે “નવ” ના ગુણગાન ગયા તો બીજા આંકડાઓ તો બિચારા થઈ ગયા.

    ચાલો, એ “બિચારાઓ” સાથે જરા હસી લઈએ….તો, આપણી સાથે એઓ જરા હસી લેશે !>>>ચંદ્રવદન

    Like

  11. Valibhai Musa એપ્રિલ 23, 2010 પર 12:49 એ એમ (am)

    હાદજનો,

    ‘અજબ સવાલોના…’ માં આવતાં જતાં મંતવ્યોમાં ક્રમિક રીતે ગોઠવતાં ન આવડ્યું, એટલે મેઈલ કરી અને સંપાદકશ્રીએ તેને પોસ્ટ રૂપે જ મૂકી દીધી. ‘નવ’ના અંક વિષે ચર્ચાઓ જામી પડી. મેં નોધ્યું કે બધાએ ‘નવ’ નાં એટલાં બધાં સન્માન કર્યાં કે ‘નવ’ પોતે પણ શરમાઈ જાય!

    કોઈ માતા પોતાના નાના બાળકને નવડાવી-ધોવડાવી, પફપાવડર લગાડી, સરસ મજાનાં કપડાં પહેરાવી છેવટે ચહેરે ક્યાંક મેંશનું ટપકું કરી નાખે કે રખે ને કોઈની નજર લાગી ન જાય! બસ, સહજ આમ જ હું અહીં ‘નવ’ના ચહેરે સોઈની અણી જેવડું કોઈને દેખાય પણ નહિ તેવડું અતિ સૂક્ષ્મ ટપકું કરવા માગું છું.

    ‘નવ’માં ગાણીતિક એવી ખાસિયત છે કે ગણતાં ગણતાં ‘નવ’ થઈ જાય એટલે તેને પડતો મૂકીને ભૂલી જાઓ અને આગળ વધો. સીસી ભાઈબહેનો કદાચ લાકડાવાળાનું ગણિત ભણ્યા હશે તો એમને ખબર હશે કે એક વખત સરવાળો થઈ ગયા પછી સાચાખોટાની પુન:ચકાસણી માટે ‘નવ ગણતા જાઓ અને ભૂલતા જાઓ’ની પદ્ધતિથી આંખના પલકારામાં જાણે જાદુ કરતા હો તે રીતે માત્ર નજર નાખીને સામેવાળાને તમે જજમેન્ટ આપી શકો કે સરવાળો ખરો કે ખોટો છે! કોઈ જિજ્ઞાસુ પૂછે તે પહેલાં એક નાના ઉદાહરણથી સમજાવી દઉં.

    235 + 420 + 771 = 1436(?) પ્રથમ તો સરવાળાના આંકડાને ગમે તે છેડેથી નવ નવ ગણતા જઈ, ભૂલતા જઈ, છેલ્લે 0 થી 8 વચ્ચેનો જે કોઈ આંકડો શેષ બચે, તેટલો જ આંકડો પેલી મૂળ સંખ્યાઓમાં પણ તેમ કરતાં કરતાં આવી જવો જોઈએ. આમ સરખું બચે તો સરવાળો સાચો અને ફરક આવે તો સરવાળો ખોટો. આપણા ઉદાહરણમાં 1436ના આંકડાઓનો સરવાળો 14 માંથી 9 નીકળી જતાં શેષ 5 બચે, પણ મૂળ સંખ્યાઓમાં તેમ કરતાં 4 જ બચે છે; માટે સરવાળો ખોટો છે. આ ટેકનિક ચેકીંગ પૂરતી જ છે, નહિ કે સરવાળો કરી આપવા માટે! અહીં તમને એમ લાગશે કે આ તો ‘નવ’ ની પ્રશંસા જ થઈ.

    ભરતભાઈએ નમૂનો આપ્યો તેમ નવની ઘણી ખાસિયતો વાંચવા મળી છે. એ બધાનો સાર એ છે કે ‘નવ’ ને સંપૂર્ણ અંક તરીકે ગણવામાં આવે છે. અહીં વિશેષ ચર્ચાને અવકાશ નથી.

    આગળ ચર્ચાઓમાં કોઈકે ભૂલી જવાની વાતને ઈશ્વરની મહામૂલી ભેટ તરીકે દર્શાવી છે તે વાત સાચી છે. નવનો અંક જો સમજીએ તો ગુરુ બની શકે. ‘સારું થયું’ એને ભૂલી જાઓ અને ‘વધુ સારા માટે’ આગળ વધો. ‘ખરાબ થયું’ એને પણ ભૂલી જાઓ અને ‘એવું ફરી ન બને’ તેનો ખ્યાલ રાખીને આગળ વધો.

    આટલે સુધી પેલી સૂક્ષ્મ કાળી ટપકીની વાત આવી નહિ, ખરું? હવે આવે છે, એક ઉદાહરણ માત્રથી!

    એક કાર્યક્ષમ અધિકારી બદલી પામીને તે ઓફિસમાં આવ્યા. અઠવાડિયા સુધી તાબાના કર્મચારીઓએ કામ ન થઈ શકવાનાં જે જે લાંબાંલાંબાં કારણો આપ્યાં તેની યાદી બનાવી દીધી. દરેક કારણને તેમણે ક્રમાંક આપી દીધા. ‘સાહેબ ભૂલી ગયો!’ ને નવમો ક્રમ આપી દીધો. હવે કર્મચારીઓએ કોઈ કામ ન થઈ શક્યું હોય તો માત્ર કારણ નંબર જ બોલવાનો રહેતો કે જેથી બિનજરૂરી સમય ન વેડફાય.

    હે, સીસી ભાઈઓ અને બહેનો, તમે પણ કોઈ કામ કરવાનું ભૂલી ગયા હોવ તો લાંબીપહોળી દલીલો કરવાના બદલે માત્ર ‘નવ’ નો ઉપયોગ કરતાં શીખી જશો તો ઘરમાં બિનજરૂરી વિવાદોથી બચી જશો. ઊલટાની સામેની વ્યક્તિ જેવું તમે ‘ નાઈન, નવ. નૌ, ઉમ્બત (તમિલ) કે અન્ય ભાષામાં જે કંઈ નવ માટે હોય’ બોલશો કે તરત જ સામેવાળું હસી પડશે!

    ઘરડાઘડપણે ઘરમાં હસવા-હસાવવા માટે ‘9’ ના એક માત્ર આંકડાથી વધારે સંક્ષિપ્ત તો બીજું શું આવી શકે? કોઈ પાસે એવું કંઈ હોય તો ચર્ચામાં મૂકશો અને બધાં તેનો સ્વીકાર કરવા તૈયાર થશે તો હું મારો ‘9’નો આંકડો પાછો ખેંચી લઈશ, ગેરંટીથી!!

    Like

  12. dhavalrajgeera એપ્રિલ 22, 2010 પર 4:48 પી એમ(pm)

    પ્રિય ચન્દ્ર અને હા.દ મિત્રો,

    હજી વલી ભાઈ સવાલનો જવાબ આપે તે પહેલા…

    નવ ભક્તિ,

    નવ દ્વીપ,

    નવ રાત્રી,

    નવ દિવસ રામાયણ – નવાહ પારાયણ,

    નવ ગુણો,

    “મહાયોગ” અસ્ટાન્ગ યોગ જ્યા આત્માનુ પરમાત્મા સાથે મિલન.

    પછી બોલવાનુ રહેતુ નથી – જરુર ક્યાથી રહે.

    મૌનમ સર્વાથ સાધનમ.

    એટલે જ નવ બોલવામા નવ ગુણ !

    રાજેન્દ્ર ત્રિવેદી

    Like

  13. chandravadan એપ્રિલ 22, 2010 પર 2:40 પી એમ(pm)

    હવે ખુશી થઈ….પણ,આતો ભરતભાઈએ નવું શરૂ કર્યું …”ગધ્ધામજુરી શબ્દ લખીને ” અને, વલિભાઈ આવી ગયા !..તો, સુરેશભાઈએ “ફાઈનલ”કહ્યું …અને પ્રજ્ઞાજુબેનથી ના રહેવાયું , અને “યાદ કરીને ભુલવું ” શરૂં કર્યુ…પણ….પ્રજ્ઞાજુબેન ચાલાક છે…એઓ એ “જાળ”થી દુર રહીને મારા સવાલનો જવાબ આપ્યો…હવે, હું શાંત છું…કારણ કે મેં “જરા હસી લીધું છે “….બેન (પ્રજ્ઞાજુબેન) હવે તમે કાંઈ ના લખશો…જોઈએ સુરેશભાઈ કે વલિભાઈ શું કરે છે >>>ચંદ્રવદન

    Like

  14. pragnaju એપ્રિલ 22, 2010 પર 6:57 એ એમ (am)

    “There are NINE Graho
    Then it is said NINE is a GOOD NUMBER.
    Can any one tell me WHY ?
    ગયે વર્ષે-ગયે વર્ષે
    ૯ -૯ -૯ નો સંયોગ સાતસો વર્ષ પછી થયો.
    આ દિવસે તારીખ, મહિનો અને વર્ષ ત્રણેયમાં ૯ નો આંકડો મુખ્ય છે. કેલેન્ડરના અભ્યાસુ કહે છે આવો સંયોગ આ પહેલાં ઈ.સ.૦૬૦૯ અને ૧૩૦૯માં થયો હતો.ત્યારે જ્યોતિષની દ્રષ્ટીએ શનિ રાત્રિના સમયે અમારી-મારી,મારા પતિની અને મારા પુત્રની કન્યા રાશિમાં પ્રવેશ કર્યો. આ માત્ર સાંયોગિક ઘટના છે આનાથી કોઈ જ્યોતિષ કે પોતાને શાસ્ત્રોના જાણકાર કહેતા લોકોની ભ્રમણામાં ફસાવવું નહીં. આંકડાઓ યાદ રાખવા માટે માત્ર ૧થી ૯ નો આંક જ છે, એકાઉન્ટના સોફટવેર્સ પણ નવ આંકથી જ બન્યા છે, ૯ એ સૌથી મોટો આંકડો છે, ગુજરાતીમાં માત્ર ૯ જ એવો આંકડો છે, જેને લખવા હાથ ઉપાડવો પડે છે. આ સિવાય માતાના ગર્ભમાં સંતાન નવ માસ રહે છે., નવ ગ્રહ છે, વિષ્ણુંના અવતાર નવ છે, જૈનોના મહામંત્ર નવકારના નવ પદ છે અને જૈનોમાં ધર્મના તત્વો પણ નવ માનવામાં આવે છે.

    Like

  15. સુરેશ જાની એપ્રિલ 22, 2010 પર 6:45 એ એમ (am)

    તમે કહો કે ભૂલવું છે
    તો યાદ કરીને ભૂલશું.
    ——————-
    ભૂલવું કેટલું કઠણ હોય છે – તેની સરસ અભિવ્યક્તિ
    But..
    It is a blessing that we CAN forget.
    Unlearning is much more difficult than learning.

    My two articles on Unlearning –

    ચાલો અભણ થવાનું શીખીએ

    અને

    ચાલો અભણ થઇએ – ભાગ -2

    Like

  16. pragnaju એપ્રિલ 22, 2010 પર 6:39 એ એમ (am)

    ” તમે કહો તે ફાઈનલ! “
    સુરેશ દલાલની જેમ તરન્નુમમાં કહો
    તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
    અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.
    તમે કહો કે ચાલવું છે
    તો રસ્તો થઈને ખૂલશું
    તમે કહો કે ભૂલવું છે
    તો યાદ કરીને ભૂલશું.
    મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
    તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.
    તમે કહો કે નહીં બોલો
    તો હોઠ ઉપર છે તાળાં
    ભીતરમાં તો ભલે થતી રહે
    નામતણી જપમાળા
    તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
    તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

    Like

  17. સુરેશ જાની એપ્રિલ 21, 2010 પર 8:12 પી એમ(pm)

    મને નવે નવ ગુણ ખબર છે.
    43 વરસના લગ્નજીવનનો અનુભવી છું !!
    મારું સ્ટાન્ડર્ડ વાક્ય ,
    ” તમે કહો તે ફાઈનલ! “

    Like

  18. Valibhai Musa એપ્રિલ 21, 2010 પર 5:51 એ એમ (am)

    એ લોકો તો જે તે માલને ઓલાદ સમજીને પીઠ ઉપર ફેરવતાં હતાં! આ તો તમે એમને ખબર પાડી દીધી કે તેઓ મજૂરી જ કરે છે!

    Like

  19. bharat Pandya એપ્રિલ 21, 2010 પર 5:24 એ એમ (am)

    9×1 = 9
    9×2 = 18 1+8 =9
    9×3 = 27 2+7 =9
    9×4 = 36 3+6 =9

    બધે ગધ્ધામજુરી મારી પાસે ન કરાવો
    હવે આગળ મેણે ગણો !

    Like

  20. chandravadan એપ્રિલ 20, 2010 પર 10:57 પી એમ(pm)

    Pragnajuben…..Your comment read & I am happy to do that !….. MY QUESTION is>>>
    There are NINE Graho
    Then it is said NINE is a GOOD NUMBER.
    Can any one tell me WHY ?
    DR. Chandravadan MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you ALL on Chandrapukar !

    Like

  21. dhavalrajgeera એપ્રિલ 20, 2010 પર 7:55 પી એમ(pm)

    पुज्य प्रिय बहन,

    आपने नव गुण हर जीवमे होता है वो समझाया.

    सन्त तुलसीदासजी ने रामायणमै लिखा है…..

    क्शितीजल पावक गगन समीरा,

    प्न्च रचित अती अधम शरीरा.

    जो जीव जीवन मे इसको समानतासे स्विकारता है वो नवगुण से जीता जै.

    राजेन्द्र त्रिवेदी

    Like

  22. pragnaju એપ્રિલ 20, 2010 પર 7:49 પી એમ(pm)

    વિષ્ણુના નવ ગુણ

    આ નવ ગુણ નીચેના શ્લોકમાં પ્રતિપાદિત થાય છે.

    શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્

    વિશ્વાધારં ગગન સદ્રશં મેઘવર્ણં શુભાગમ્

    લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિધ્યાર્ન્ગમ્યમ્

    વંદે વિષ્ણુ ભવભહરં સર્વ લોકૈકનાથમ્

    શાન્તમુર્તિ, શેષનાગ જેની શૈયા છે, તેવા જેની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું છે એવા, દેવોના દેવ વિશ્વના આધાર રુપ, આકાશ સમાન, વ્યાપક મેઘવર્ણવાળા, સુંદર અંગોવાળા, લક્ષ્મીજીના પતિ, કમળ જેવા નેત્રવાળા, યોગીઓ જેને ધ્યાનમાં જાણી શકે છે એવા, જન્મ મરણનો ભય ટાળનાર, સર્વ લોકના નાથ, ભગવાન વિષ્ણુને હું વંદન કરૂ છું.

    Like

  23. pragnaju એપ્રિલ 20, 2010 પર 7:43 પી એમ(pm)

    કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?

    શરીર પાંચ તત્વોનું – પૃથ્વી, જલ, આકાશ, વાયુ અને અગ્નિ- બનેલું છે. આ પાંચ તત્વોમાંથી ૯ ગુણ આવે છે.પૃથ્વી પૃથ્વીનો ગુણ ધૈર્ય છે, ક્ષમા છે. ક્ષમા એ આપણો સ્વાભાવિક ગુણ છે. જેનામાં પૃથ્વી તત્વની વધારે માત્રા હોય તે વધારે ક્ષમાવાન હોય અને જેનામાં પૃથ્વી તત્વની માત્રા ઓછી હોય તે ઓછો ક્ષમાવાન હોય.
    જલ જલના બે ગુણ છે – શિતલતા અને પવિત્રતા
    આપણામાં જલ તત્વ હોવાથી આપણામાં પણ શિતલતા અને પવિત્રતા હોય.
    અગ્નિના બે ગુણ છે – જ્વાળા અને જ્યોતિ
    જાનકી જનક્પુરમાં જ્યોતિ છે જ્યારે લંકામાં જ્વાલા છે.
    આપણામાંથી પણ ઘણા જ્વાળા માફક બધાને ભડકાવે છે જ્યારે ઘણા જ્યોતિ બની પ્રકાશ ફેલાવે છે.
    ગુલાબનો સ્વાભાવિક ગુણ સુંગંધ આપવાનો છે જ્યારે કાંટાનો સ્વાભાવિક ગુણ વાગવાનો છે.
    પવનના ૩ ગુણ છે, પવન મંદ, સુગંધ અને શિતલ હોય. પવન જો બગીચા ઉપરથી આવે તો તે બગીચાની સુગંધને લાવે.
    આપણામાં પણ આવા ગુણ હોવા જોઈએ.
    આકાશનો ગુણ ઉદારતા છે, તે બધાને સમાવી લે છે.
    આમ આ ૯ સ્વભાવજન્ય ગુણ છે, આ ૯ ગુણ પરમ પુનિત ગુણ છે.

    Like

Leave a comment