હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય હાઈકુ – વલીભાઈ મુસા

આજથી માનનીય શ્રી. વલીભાઈનાં હાસ્ય હાઈકુ ની આ નવી શ્રેણી પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે.

(હાસ્ય ઊપજે છે, એમ લખું તો વલીભાઈ નારાજ થઈ જાય !)

—————————–

હાસ્ય હાઈકુ (1)

ગાલે હથેલી,
મસ્ત અતીત ખ્યાલે,
કે દાઢ કળે ? (25)

વલીભાઈ મુસા

તેમની વેબ સાઈટ

URL – (http://www.musawilliam.com)

———————-

મારું ગતકડું … હાઈકુમાં પાદ પૂર્તિ કરાતી હોય તો ..

અને ડેન્ટિસ્ટ યાદ આવે !!

16 responses to “હાસ્ય હાઈકુ – વલીભાઈ મુસા

  1. Pingback: List of different Gujarati Blogs & Website | ગુજરાતી બ્લોગ અને વેબસાઇટ

  2. Pingback: ચાલો! ફરીથી હાહાકાર બનીએ | હાસ્ય દરબાર

  3. Pingback: ‘હાસ્ય દરબાર’ના દાયરેથી « William's Preparatory Ebooks (Gujarati)

  4. Pingback: ‘હાસ્ય દરબાર’ના દાયરેથી | William's Preparatory Ebooks (Gujarati)

  5. Valibhai Musa એપ્રિલ 7, 2010 પર 10:02 પી એમ(pm)

    મિત્રો,

    આજે મારી વેબસાઈટ ઉપર મારા જ અગાઉના એક અંગ્રેજી આર્ટિકલનો અનુવાદ મૂક્યો છે, જેનું શીર્ષક છે:

    પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

    આશા રાખું ખરો કે મને આપ સૌના પ્રતિભાવ મળે?

    વિશેષમાં જણાવવાનું કે આગામી મે 5, 2010 ના રોજ મારા બ્લોગની ત્રીજી વર્ષગાંઠ છે. તે દિવસે, ઈન્શા અલ્લાહ (If God wishes), મારા તા. 05-05-2007 ના રોજ પ્રસિદ્ધ થએલ પ્રથમ અંગ્રેજી આર્ટિકલનો ગુજરાતી અનુવાદ અને બ્લોગની વર્ષગાંઠ નિમિત્તેનો આર્ટિકલ પણ મુકાશે.

    કવિ કાલિદાસ રચિત ‘કુમાર સંભવમ્’ માંના એક શ્લોક ‘પવનને કોણ કહેશે કે તું અગ્નિનો પ્રેરનાર થા?’ ની જેમ મારા અભ્યાસુ વાંચકોને કહેવું પડશે ખરું કે …….. .

    આપ સૌનો કુશળતાપ્રાર્થી,
    વલીભાઈ મુસા

    Web site : http://www.musawilliam.com

    નોંધ: મારી ઈ-મેઈલ એડ્રસ બુક વ્યવસ્થિત સચવાઈ ન હોઈ મારા દરેક વાંચકને આ સંદેશ ન પણ પહોંચે. કૃપયા આપના બ્લોગ સર્કલ કે મિત્રવર્તુળને આની જાણ કરશો.

    Like

  6. jjkishor એપ્રિલ 6, 2010 પર 9:46 પી એમ(pm)

    શ્રી દિલીપભાઈનું હાઈકુ વધુ ચોટદાર બન્યું છે.

    વલીભાઈની પાદપૂર્તિમાં અક્ષરોની યોજના સમજાઈ નહીં. એમની મૂળ રચનામાં ત્રીજું ચરણ (સવાલ/શંકા) હાઈકુની રહસ્યમયતા છતી કરી દે છે, જે હાઈકુ માટે ઠીક નહીં. જોકે એમનું હાઈકુ પણ મસ્ત જ છે.

    Like

  7. Valibhai Musa એપ્રિલ 6, 2010 પર 2:10 એ એમ (am)

    દિલીપભાઈ,

    જોઈ રમણી
    મન અતીત પ્રેમે,
    ચોકઠૂં હસે !

    પણ પૂછું છું કે ચોકઠું જડબામાં હસ્યું કે પાણીના ગ્લાસમાં, પેલી ફ્રિજની ટીવી Ad ની જેમ તે ખૂલતાં જ પાણીના ગ્લાસમાં ઠંડીથી ચોકઠું કડકડવા માંડ્યું હતું!

    Like

  8. Valibhai Musa એપ્રિલ 6, 2010 પર 1:40 એ એમ (am)

    આભાર, રુપેનભાઈ

    ‘ગુજવાણી’ની હાલ પૂરતી તો એપોઈન્ટમેન્ટ લઈ લીધી છે, શાંતિથી મુલાકાત કરીશ.

    સરસ! ‘જ્યોતસે જ્યોત જલે!’

    Like

  9. Rupen patel એપ્રિલ 6, 2010 પર 12:42 એ એમ (am)

    આપના બ્લોગને
    ગુજરાતી બ્લોગપીડિયા,ગુજરાતી બ્લોગ એગ્રીગેટર
    http://gujvani.feedcluster.com/
    માં સામેલ કર્યો છે.આપ મુલાકાત લેશો.

    Like

  10. Dilip Gajjar એપ્રિલ 3, 2010 પર 4:00 એ એમ (am)

    વલીભાઈ મૂસા નું સુંદર હાયકું
    અને સુઝ્યું રમુજ….

    જોઈ રમણી
    મન અતીત પ્રેમે,
    ચોકઠૂં હસે !

    Like

  11. pragnaju એપ્રિલ 2, 2010 પર 12:16 પી એમ(pm)

    ડહાપણની ? દાઢ કળે

    Like

  12. sapana એપ્રિલ 2, 2010 પર 5:59 એ એમ (am)

    હા હા હા..

    સરસ હાયકુ!

    પ્રેમી પાગલ
    ગઝલો બનાવે કે
    પેપર ફાડે?

    Like

  13. Ramesh Patel એપ્રિલ 1, 2010 પર 3:32 પી એમ(pm)

    Enjoyed its impact with smile.

    Ramesh Patel(Aakashdeep)

    Like

Leave a reply to Rupen patel જવાબ રદ કરો