હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બીજું તો શું વળી? – વલીભાઈ મુસા

એક દિવસે એક મનોચિકિત્સાલયની OPD ની શરૂઆતમાં જ એક માત્ર દર્દીને ડોક્ટરોની પેનલ આગળ લાવવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ઈન્ટરવ્યુ લેતાં એક વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો, તને સારો થઈ ગયા પછી અહીંથી રજા આપવામાં આવે, તો તું પહેલું કામ શું કરે? દર્દીએ તરત જ જવાબ આપી દીધો, હુ થોડાક પથ્થરના ટુકડા ભેગા કરું અને તમારા દવાખાનાના કાચના બનેલા બધા જ દરવાજા અને બારીઓના કાચ ફોડી નાખું! પ્રશ્ન અને તેના જવાબને દર્દીના કેસ ઉપર નોંધી દઈને તેને સારવાર માટે Indoor દર્દી તરીકે દાખલ કરી દેવામાં આવ્યો.
ત્રણ મહિના પછી એ જ દર્દીને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ડોક્ટરોને સંતોષ થાય તેવો તેણે જવાબ આપ્યો, સાહેબો, હું કમાવા માટે કોઈક નોકરીની શોધ કરીશ!

બહુ જ સરસ! પછી?

હું પૈસા બચાવીશ અને કોઈક સુંદર સ્ત્રીને પરણીશ.

ડોક્ટરો મૂળ પ્રશ્નના જુદા જ જવાબો મળતા જતા હોઈ તેની સારો થઈ ગયો હોવાની નિશાનીઓ સમજીનઉશ્કેરાટમાં આવી ગયા અને વળી આગળ પૂછ્યું, પછી?

હું મારી પત્નીને મારા માટે એક કપ કોફી બનાવવાનું કહીશ!

અદભુત! ત્યાર પછી?

પછી તેને સાણસી અને અમારા છોકરાનો જૂનો લેંઘો લાવી દેવાનું કહીશ.

ડોક્ટરો થોડાક મૂંઝાયા, તેમ છતાંય આગળ પૂછવાનું ચાલુ રાખ્યું, ત્યાર પછી શું, વ્હાલા દોસ્ત?

હું લેંઘાની ઈલાસ્ટીકની પટ્ટી કાપીશ, તેને સાણસીનાં બંને પાંખિયાં સાથે બાંધીને એક નાની ગિલોલ બનાવીશ!

અરે ઓ ઈશ્વર, પણ શા માટે?

તેના વડે પથ્થરના ટુકડાઓ ફેંકીને તમારા દવાખાનાનાં બધાં જ બારીબારણાંના કાચના દરવાજા ફોડી નાખીશ! બીજું તો શું વળી?

વલીભાઈ મુસા

URL – ( http://www.musawilliam.com )


24 responses to “બીજું તો શું વળી? – વલીભાઈ મુસા

 1. Pingback: (275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯) « William’s Tales (Bilingual Multi Top

 2. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) –‘વલદા’ | હાસ્ય દરબાર

 3. Pingback: (275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯) « William’s Tales (Bilingual)

 4. સુરેશ જાની જૂન 30, 2010 પર 7:15 એ એમ (am)

  રેખાબેન,
  મુલાકાત લેવા માટે આભાર. હવે આટલાથી અમે બોલકણા લોકો ને સંતોષ થાય એમ નથી. એટલે ટેનેસીની કોઈ તરોતાજા જોક આપો તો મજા આવે.
  નીલમબેનની ઘણી બધી ‘ ખાટી મીઠી’ અમે કોપી કરી છે !

  Like

 5. rekha Sindhal જૂન 30, 2010 પર 7:11 એ એમ (am)

  બહુ શાણા દેખાતા અને મૌન રહેતા લોકો વધારે ઊંડા હોવાનું અનુભવસિદ્ધ છે. તેમને જલ્દી પામી શકાતા નથી આથી જ ખરેખર શાણા અને દંભી શાણા વચ્ચે આપણે છેતરાઈ જઈએ છીએ ને ?

  Like

 6. dhavalrajgeera એપ્રિલ 10, 2010 પર 9:34 એ એમ (am)

  પ્રિય સાહિત્યરસિકજનો,

  આજે મારો હળવો લેખ

  ‘સબ બંદરકે બ્યૌપારીઓ’ ની કોઈ અછત ખરી!

  મારા બ્લોગ ઉપર

  પ્રસિદ્ધ થયો છે.

  વાંચવા અને ઠીક લાગે તો વંચાવવાની ભલામણ કરું છું.

  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

  URL – http://www.musawilliam.com‍

  2010/4/8 Valibhai Musa

  મિત્રો,

  આજે મારી વેબસાઈટ ઉપર મારા જ અગાઉના એક અંગ્રેજી આર્ટિકલનો અનુવાદ મૂક્યો છે, જેનું શીર્ષક છે:

  પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

  આશા રાખું ખરો કે મને આપ સૌના પ્રતિભાવ મળે?

  વિશેષમાં જણાવવાનું કે આગામી મે 5, 2010 ના રોજ મારા બ્લોગની ત્રીજી વર્ષગાંઠ છે. તે દિવસે, ઈન્શા અલ્લાહ (If God wishes), મારા તા. 05-05-2007 ના રોજ પ્રસિદ્ધ થએલ પ્રથમ અંગ્રેજી આર્ટિકલનો ગુજરાતી અનુવાદ અને બ્લોગની વર્ષગાંઠ નિમિત્તેનો આર્ટિકલ પણ મુકાશે.

  કવિ કાલિદાસ રચિત ‘કુમાર સંભવમ્’ માંના એક શ્લોક ‘પવનને કોણ કહેશે કે તું અગ્નિનો પ્રેરનાર થા?’ ની જેમ મારા અભ્યાસુ વાંચકોને કહેવું પડશે ખરું કે …….. .

  આપ સૌનો કુશળતાપ્રાર્થી,
  વલીભાઈ મુસા

  Web site : http://www.musawilliam.com

  નોંધ: મારી ઈ-મેઈલ એડ્રસ બુક વ્યવસ્થિત સચવાઈ ન હોઈ મારા દરેક વાંચકને આ સંદેશ ન પણ પહોંચે. કૃપયા આપના બ્લોગ સર્કલ કે મિત્રવર્તુળને આની જાણ કરશો.

  Like

 7. Muhammedali Wafa એપ્રિલ 8, 2010 પર 1:41 પી એમ(pm)

  વલીભાઈ.

  સરસ વાત કહી. વાત ઘણી ગંભીર અને તાત્પર્ય વાળી છે, પણ હળવા લહેજામાં કહેવાઈ છે.

  વિશ્વભરના રાજકારણના બધા જ ગાંડા(પાડા)ઓ આ જ કામ કરી રહ્યા છે. ગોફણ કે ગિલોલની જગ્યાએ ડ્રોનૢમિસાઈલૢડેઝી કટર બોમ્બ.ફોસ્ફરસ બોમ્બ વિ.ના નવીન પથરાથી લોકોનાં જીવન રગદોળી રહયા છે

  Like

 8. Valibhai Musa એપ્રિલ 7, 2010 પર 10:03 પી એમ(pm)

  મિત્રો,

  આજે મારી વેબસાઈટ ઉપર મારા જ અગાઉના એક અંગ્રેજી આર્ટિકલનો અનુવાદ મૂક્યો છે, જેનું શીર્ષક છે:

  પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

  આશા રાખું ખરો કે મને આપ સૌના પ્રતિભાવ મળે?

  વિશેષમાં જણાવવાનું કે આગામી મે 5, 2010 ના રોજ મારા બ્લોગની ત્રીજી વર્ષગાંઠ છે. તે દિવસે, ઈન્શા અલ્લાહ (If God wishes), મારા તા. 05-05-2007 ના રોજ પ્રસિદ્ધ થએલ પ્રથમ અંગ્રેજી આર્ટિકલનો ગુજરાતી અનુવાદ અને બ્લોગની વર્ષગાંઠ નિમિત્તેનો આર્ટિકલ પણ મુકાશે.

  કવિ કાલિદાસ રચિત ‘કુમાર સંભવમ્’ માંના એક શ્લોક ‘પવનને કોણ કહેશે કે તું અગ્નિનો પ્રેરનાર થા?’ ની જેમ મારા અભ્યાસુ વાંચકોને કહેવું પડશે ખરું કે …….. .

  આપ સૌનો કુશળતાપ્રાર્થી,
  વલીભાઈ મુસા

  Web site : http://www.musawilliam.com

  નોંધ: મારી ઈ-મેઈલ એડ્રસ બુક વ્યવસ્થિત સચવાઈ ન હોઈ મારા દરેક વાંચકને આ સંદેશ ન પણ પહોંચે. કૃપયા આપના બ્લોગ સર્કલ કે મિત્રવર્તુળને આની જાણ કરશો.

  Like

 9. raval yashesh એપ્રિલ 6, 2010 પર 9:42 એ એમ (am)

  valibhai,biju to su vadi vaanchi khubaj anand thayo.

  Like

 10. Narendra Jagtap એપ્રિલ 4, 2010 પર 12:19 પી એમ(pm)

  વાહ વાહ વલીભાઇ ..તમે તો છૂપે રૂસ્તમ નિકળ્યાં ..આપણે હાસ્યદરબાર માં મળીશુ તેવુ તો નો’તુ ધાર્યુ…પણ મઝા આવી ગઇ

  Like

 11. hemant doshi એપ્રિલ 2, 2010 પર 9:50 એ એમ (am)

  good. send to member regular.
  hemant doshi

  Like

 12. dhavalrajgeera એપ્રિલ 2, 2010 પર 6:36 એ એમ (am)

  आपने तो इस बन्दरको प्लेन चलाते सुना,

  मैने तो अमदावाद के केम्प हनुमानको लछ्मनको बचानेको,

  लन्कासे द्रोनाचल पर्वतको एक हाथसे उठाकर,

  सुर्य उदय पहले राम जीकी पास लन्का वापस आयेथे वो सुना है.

  राजेन्द्र त्रिवेदी

  Like

 13. sapana એપ્રિલ 2, 2010 પર 6:07 એ એમ (am)

  હાસ્ય દરબાર છે તો..એક પ્લેન તુટ્યુ ..બધા પેસેન્જર મરી ગયા એક વાંદરા સિવાય..લોકોને થયુ આ વાંદરાનેને ટ્રેઈન કરો કૈક જાણવા મળે.ટ્રેઈન કર્યા પછિ વાંદરાને પૂછ્યુ..પેસેન્જરો શું કરતા હતા? વાંદરો કહે સુતા હતા..કેપ્ટન શું કરતો હતો? વાંદરો કહે સુતો હતો..તું શુ કરતો હતો? વાંદરો કહે હું પ્લેન ચલાવતો હતો…હા હા હા
  સપના

  Like

 14. Valibhai Musa એપ્રિલ 2, 2010 પર 1:09 એ એમ (am)

  ભાઈશ્રી ઉલ્લાસજી,

  સાથે સાથે બીજી પણ કહેવત છે કે ‘બોલે તેનાં બોર વેચાય’. તો ખરેખર શું માનવું!

  Like

 15. Ullas Oza એપ્રિલ 1, 2010 પર 10:55 પી એમ(pm)

  ગાંડા બોલીને બગાડે !
  ઍટલેજ તો કહ્યુ છે “ન બોલ્યામાં નવ ગુણ”

  Like

 16. Ramesh Patel એપ્રિલ 1, 2010 પર 3:30 પી એમ(pm)

  હસતા હસતા ઘણાય પાગલ થઈ ગયા છે,

  સાવધાન ડૉક્ટર સાહેબ!

  આદરણીય વલી સાહેબની મર્મ ભરી અને દાર્શનિક

  વ્યંગભરી હાસ્ય રચના માટે મરક મરક અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 17. Dr.Kanak Ravel એપ્રિલ 1, 2010 પર 1:21 પી એમ(pm)

  This is a Gujarati version of a joke in English which was in circulation (somewhat “NonVeg” for the Gujaratis of that age!) way back 50 years ago in 1960-61

  Like

 18. dhavalrajgeera માર્ચ 31, 2010 પર 7:37 પી એમ(pm)

  Dear Valibhai,

  Thanks.
  Your Cotribution to Hasyadarbar and surfers of Gujatrati will be appreciated.

  Rajendra M.Trivedi,M.D.
  Editor
  Hasyadarbar

  Like

 19. arvind adalja માર્ચ 31, 2010 પર 12:53 પી એમ(pm)

  હાસ્ય દરબારમાં આવી સરસ વાત કરી દર્દીને શાણો બનાવી દીધો અને શાણા જે વિચારે છે તે કહી દીધું !

  Like

 20. Valibhai Musa માર્ચ 31, 2010 પર 11:00 એ એમ (am)

  ભાઈશ્રી,

  આ તો હાસ્ય દરબાર છે અને આપણે સૌ છીએ દરબારીજન. તમે સલામ ફરમાવો અને હું ચૂપ રહું તો લોકો માને કે આપણી વચ્ચે અબોલા છે! માટે સાઁભળી લો “વ અલયકુમ સલામ’ તમારી વાત સાચી છે “બોલ્યું બહાર પડે!'”

  Like

 21. pragnajuvyas માર્ચ 31, 2010 પર 9:57 એ એમ (am)

  અસલામ આલેકુમ્
  ડાહ્યા પણ આવું જ વિચારતા હોય છે!પણ બોલતા નથી !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: