હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો – From Gujarati Portal.com

અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો

સાસુ કોઇની સાકર નહિ ને મા કોઇની ડાકણ નહીં સાસુએ વહુ સાથે મીઠાશભર્યો વ્યવહાર રાખવો તથા સાસુએ વહુને માતા જેવો પ્રેમ આપવો

સાસુ દમે સવેળા, તો વહુ દમે કવેળા સાસુ દેખતાં દુઃખ આપે તો વહુ છાની રીતે દુઃખ આપે

સાહેબ મહેરબાન તો ગધ્ધા પહેલવાન ઇશ્ર્વરની કૃપા હોય તો મૂર્ખ પણ ઉત્તમતા પામી શકે છે

સાંભ્ળાયાનો સંતાપ અને દીઠાનું ઝેર સાંભળવાથી અને નજરે જોવાથી દુઃખ થાય છે

સાંભળીએ જનનું અને કરીએ મનનું બધાંની વાત સાંભળવી પણ આપણઆ મનને ઠીક લાગે તે જ કરવું

સાંકડા કપાળમાં સોળ ભમરા ગરીબનું નસીબ ગરીબ

સાંબેલું બજાવે તો હુ જાણું કે તું શાણો છે કલાની કદર ન કરવી

સિંહ પાંજરે પડ્યો ગરીબ ગુલામી દુઃખકર છે

સિંહ મરે પણ ઘાસ નહિ ખાય ટેકીલા માણસો પોતાની ટેક પોતાનો સ્વભાવ ક્યારેય છોડતા નથી

સીદીભાઇનો ડાબો કાન કામ કરવાની સહેલી રીત પડતી મૂકી અઘરી રીત લેવી

Advertisements

7 responses to “અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો – From Gujarati Portal.com

 1. Bharat Pandya ઓક્ટોબર 8, 2010 પર 8:47 એ એમ (am)

  સુરેશ Bhaaઇ,
  ન બોલ્યામા નવ ગુણ
  આ કહેવત નો કઈંક ખોટો અર્થ કરવામા આવે છે.આજકાલ તો નોરતાં છે.મા જગદંબાને આરતી ઘેર ઘેર ગવાય છે તેમ એક કડી છે ” ભાવ ન જાણું ,ભક્તી ન જાણુ , નવ જાણું સેવાઃ” અથવા તો કવી ‘કાન્ત’નું એક કાવ્ય છે ” નવ કરશો કોઇ શોક રસીકડાં નવ કરશો કોઇ શોક” આ બધા દ્રશ્ટાંતો મા “નવ” અર્થ સખ્યા નવ(seven) નહી પણ ‘નહી’ એવો કરવામા આવે છે.એટલેકે “ન બોલ્યામા નવ ગુણ” નો અર્થ ન બોલવામા કોઇ ગુણ નથી તેવો થાય.જો અર્થ માન્ય રાખીયે તો
  “ન બોલ્યામા નવ ગુંણ” અને “બોલે તેના બોર વેચાય” વીરોધી નહી પણ સમાનાર્થી બની જાય.
  આવોજ બીજી કેહવતનો પણ ખોટો પ્રયોગ થાય છે.સામાન્ય રીતે આપણે ” ન મામા કરટાં કાણો મામો સારો ” એમ બોલીયે છીયે = સાચું છે ” ન મામા કરતાં કહેણો મામો સારો”

  કહેવતો અને લોક્ગીતો, લોકબોલી મા સચવાય છે અને તેને કારણે આવા ફેરફાર/પાઠાંતરો થાય છે.

 2. Bharat Pandya ઓક્ટોબર 7, 2010 પર 4:32 એ એમ (am)

  કહેવતો એટલે અનુભવ નો અર્ક.થોડાકમા ઘણુ કહી જાય.
  કેટલીક —-
  આંગળી સુઝી ને થાંભલો નો થાય.
  સૈ,સુતાર ને સોની ટાઇમે નો પોગાડે.
  મુઇ ભૅશના મોટા ડોળા.
  આપ મુવા વગર સ્વર્ગે નો જવાય.
  મુસાભાઇ ના વા ને પાણી.
  હીંગનુ ઝાડનો હલાવાય.
  ગોરને આપી કહલી-મોઢું ધુવે કે હાથ ધુવે (સૌજન્યતા ખાતર સહેજ ફેરફાર કર્યો છે!)
  ગોળઃ ગળ્યો તેમા જાજરુ ને શું ?

 3. divya chhatbar ઓક્ટોબર 6, 2010 પર 3:46 એ એમ (am)

  khub saras kahevato 6e….
  mari pase pan ek 6e….
  aave malva besadi de dalva…. arthat malva Je kam thi aave A rai jay side ma ne karavi le kaik biju….

 4. સુરેશ જાની જાન્યુઆરી 26, 2010 પર 5:23 પી એમ(pm)

  વીરુધ્ધ કહેવત

  ન બોલ્યામાં નવ ગુણ

  બોલે તેનાં બોર વેચાય.

 5. સુરેશ જાની જાન્યુઆરી 26, 2010 પર 5:22 પી એમ(pm)

  અર્થ કાઉન્સમાં આપ્યો હોત તો ઠીક રહેત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: