હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આવા બત્રીસ ગુણવાળી વ્યક્તિ કોઇ હોઇ શકે ખરી ?

1…સ્વમાન, ધીરજ, વાકપટુતા, ક્ષમા અને સત્ય… આ પાંચ લક્ષણ પુરૂષના લક્ષણ ગણાયા છે. ( અહીં પણ પુરૂષ શબ્દ જ વપરાયેલો છે હોં..સ્ત્રીનું તો કયાંય નામોનિશાન નથી )

2 ચપળતા, અલ્પ નિદ્રા, સાહસ, વફાદારી,( કૃતજ્ઞતા ) સ્વામીભક્તિ અને તુરત સમજી જવું….આ છ લક્ષણ કૂતરાના ગણાયા છે.

3 મધુર વાણી, આકર્ષક દેખાવ, ઉચ્ચ સ્થાને રહેવુ, સુઘડતા..યુક્તિ, પ્રયુક્તિ જાણવી, મગજ શાંત રાખવું, શત્રુને હણવા,..આ સાત ગુણ પક્ષીઓના રાજા મોરના ગણાયા છે.

4

વહેલા ઉઠવું, યુધ્ધમાં અડગતા, પરિવારનુ પોષણ, પોતાની સ્ત્રી પર પ્રીતિ રાખવી,આ ચાર ગુણ કૂકડાના ગણાયા છે. ( કૂકડો પોતાની પત્ની પ્રત્યે સૌથી વધારે પ્રેમ રાખે છે ? આનો અર્થ એવો થયો ? )

5

સખત મહેનત કરવી, દુ:ખને ગણકારવુ નહી, સંતોષી રહેવું,…..આ ત્રણ ગુણ ગધેડાના ગણાયા છે. આપણે ઘણીવાર કોઇને કહેતા હોઇએ છીએ કે સાવ ગધેડા જેવો છે. ત્યારે પણ તેનામાં આ ત્રણ ગુણ તો છે જ..એ આપણે કબૂલ કરીએ છીએ ને ?

6

ચંચળતા..અવિશ્વાસ ( જલદી કોઇ પર વિશ્વાસ ન કરવો ). લાજ શરમ રાખવી, સમયની કસોટીમાથી બહાર ઉતરવુ, પોતાની જાતિ સાથે જ રહેવું… આ પાંચ ગુણ કાગડાના ગણાયા છે. આપણે કોઇને કાગડા જેવો છે એમ પણ કહેતા જ હોઇએ છીએ ને ? એ કયા અર્થમાં કહેતા હશું ? એ પ્રશ્ન વિચારવા લાયક ગણાય કે નહીં ?

7
એકાગ્રતા..આ એક લક્ષણ બગલાનું ગણાયું છે. કોઇ પાસેથી બગ ભગત એવો શબ્દ સાંભળ્યો છે. તો એનો અર્થ આની સાથે તો બંધબેસતો કેમ નથી ?

અને સૌથી છેલ્લે…પરાક્રમ…એ એક લક્ષણ સિંહનું ગણાયું છે. જંગલના રાજા સિંહમાં તો બસ ફકત એક જ ગુણ..? …

આવા બત્રીસ ગુણવાળી વ્યક્તિ કોઇ હોઇ શકે ખરી ?

From Sahiyariyatra – Neelam Doshi.

7 responses to “આવા બત્રીસ ગુણવાળી વ્યક્તિ કોઇ હોઇ શકે ખરી ?

 1. champak ghaskata સપ્ટેમ્બર 22, 2010 પર 11:37 એ એમ (am)

  wah suresh bhai tame to sixer maryo…
  i love that gazal yaaar… all hav should listen that…

  Like

 2. સુરેશ જાની જાન્યુઆરી 4, 2010 પર 10:39 પી એમ(pm)

  એક દી સર્જકને આવ્યો , કંઈ ગજબ જેવો વિચાર

  એક નારીનું સર્જન કર્યું

  મનહર ઉધાસે ગાયેલી આ ગઝલ ન સાંભળી હોય તો સાંભળી લેજો !!!

  Like

 3. arvindadalja ડિસેમ્બર 28, 2009 પર 11:40 એ એમ (am)

  32 લક્ષણ માત્ર નર જાતિના જ ગણાવવામાં આવ્યા છે તો સ્ત્રીઓના ક્યા લક્ષ્ણો હાઈ શકે ? કે સ્ત્રીઓને અપલક્ષ્ણી ગણવામાં આવી હશે ?

  Like

 4. dhavalrajgeera ડિસેમ્બર 27, 2009 પર 11:27 એ એમ (am)

  Yes Neelamben!

  ગુણો ૩૨ હોય કે ના હોય.

  જાતે તપાસી ને જેટલા ગુણો જણાય તે શોધી,

  સરવાળો કરવો ને તારણ કાઢ્વુ.

  પછી કયા જીવની નિકટ છીએ તે નક્કી કરી જીવવાનુ રાખીએ તો ……!

  Like

 5. nilam doshi ડિસેમ્બર 26, 2009 પર 8:57 પી એમ(pm)

  આપણે સૌએ પોતપોતાના ગુણ જાતે જ ગણી લેવા રહ્યાં ને ?

  Like

 6. dhavalrajgeera ડિસેમ્બર 26, 2009 પર 10:25 એ એમ (am)

  Thanks to Neelam Doshi for the above
  ” સહિયારી યાત્રા..22…આવા બત્રીસ ગુણવાળી વ્યક્તિ કોઇ હોઇ શકે ખરી ?
  25/12/2009

  Editor
  Hasyadarbar

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: