હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બેસતા કરી દીઘા!- ચીમન પટેલ

ચમન’નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે? ‘
ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

———————————————————–

– ચીમન પટેલ ‘ચમન’

૧૯ સપ્ટે ’૦૯ From Kavyasoor
Thanks to Suresh Jani

10 responses to “બેસતા કરી દીઘા!- ચીમન પટેલ

 1. Pingback: (271) હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) « William’s Tales (Bilingual)

 2. અરવિંદ ડિસેમ્બર 26, 2009 પર 6:27 એ એમ (am)

  મજા આવી આપનું કાવ્ય વાંચી.
  નાના-મોટાને કોમ્પ્યુટર ઉપર બેસતા કરી દીધા !
  અરે મારા ભાઈ એટલે તો આ પ્રતિભાવ લખી શકાયો બાકી નવી ટેક્નોલોજીથી દૂર ભાગતા અમારા જેવાને તેનો સ્વીકાર કર્યા બાદ કેટલો આનંદ આવે છે તે તો અમે જ જાણીએ અને અનુભવીએ છીએ.
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 3. dhavalrajgeera ડિસેમ્બર 25, 2009 પર 2:20 પી એમ(pm)

  Sunita lived in Massachusetts.
  Dr. Pandya is Gujarati and Neurologist.

  Editor,
  Hasyadarbar

  Like

 4. સુરેશ જાની ડિસેમ્બર 25, 2009 પર 2:16 પી એમ(pm)

  સુનીતા વીલીયમ્સ – સ્પેસમાં ગયેલી ગુજરાતી બાપ / અને અમેરીકન માની દીકરી ..

  Like

 5. Ullas Oza ડિસેમ્બર 25, 2009 પર 12:45 પી એમ(pm)

  બહુજ ગહન વાત કરી દીધી હસતા હસતા !!
  માણસો ના ઘરો મોટા થયા, પણ દિલ બધાના નાના કરી દીધા !
  સરકારે કાયદા ઘડ્યા પણ વકીલોઍ છટકા શોધી લીધા !
  દાંતતો મારા બધા ગયા, ચોકથુ પહેરીને ખાતા કરી દીધા !
  આપણે બીજુ શું કરીઍ, જીવન જીવવાના રસ્તા શોધી લીધા !

  Like

 6. સુરેશ જાની ડિસેમ્બર 25, 2009 પર 9:45 એ એમ (am)

  રાજેન્દ્રને …
  બેસીને ઓ યાર! કર તું યાદ કોલેજ પાટલી
  વરસ ચાલીસ બાદ, આ દરબાર પર બેસી ગયા.
  ———————
  અને ચાર મીત્રોને…
  સાથ જોડાયા ભરત ને આ ચમન બે દોસ્તો
  જોક જોકે થોક હસતા, ચાર બોખા થઈ ગયા !!

  ( અલ્યાઓ હસી હસીને મારા ચાર દાંત ગયા. તમારા કેટલા ગય?!)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: