· વહાલી, પ્રેમાળ અને સુંદર હે! પત્ની
પરણી તને મારી જીંદગી જો સળગી !
સ્વપ્નમાં સદાય તારું મુખડું નીહાળું છું.
તેથી જ સદાય ચીસ પાડી હું ઉઠું છું !
દયાવંતી, ધીમંતી, ને વળી પ્રેમાળ ઓ વહાલી
આ અને આવાં બધાં વર્ણન બતાવે – જે તું નથી.
·
દયાળ, મેધાળ, પ્રેમાળ વા કામાળ,
આ ગુણાગુણમાં કશી નવ મળતી તારી ભાળ.
ભાવાનુવાદ-
મુખ જ્યારે ઝબકી જાતું સ્વપ્નમાં તારું
,
ચીસ પાડી હીબકે ચડતો ઊંઘમાં ખારું!
શેણે પ્રગટતા આ રંગીન શેર ?
બે ઘૂંટ શરાબ, એક લીંબુ ચીર.
ચાલ વરસાદની મોસમ છે , વરસતા જઈએ;
બેસીને કારમાં પ્યારી, ચલો ફરવા જઈએ.
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી ..
તારી બેંકની આશીકી, તારા + કાર્ડની દીવાની-ક્રેડીટ કાર્ડ !!
મારી રાણી, મારી પ્રિયતમા, તૂં મારી વહુ
પરણીને તને પસ્તાયો હું બહુ !
આંખ મીચું ને તૂં મને સ્વપ્નમા દેખાય છે
એટલે ઉંઘમા પણ પથારી ભીની થાય છે !
પ્રેમાળ, સ્નેહાળ,હસમુખી સરળ અને સીધી
આ બધૂં એ છે જે તું નથી !
મને તો હતું કે તારી શીવાય ચાહી ના શકું કોઇને
આ ભ્રમ ભાંગી ગયો તારા ભાઈને જોઇને !
~~~~~~~~~~~~~~~~~~~~~
ગુલાબો હતાં રાતાં છે ને મોગરા શ્વેત, સાકર હતી મિઠી સાવ તારી જેવી,
પણ વખત જતાં ————————-
ગુલાબો કરમાય ગયા ને મોગરા ગયા ખરી, ડબામા હવે ખાંડ રહી નથી જરાય,
પણ હું તો બીચારો જીંદગીભર માટે ગયો ભરાય !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મને ગમે છે તારું સ્મીત,તારો ચહેરો, તારા પ્રેમી તરીકે ગામમા જાહેર છુ,
વાહ ! દોસ્તો જોયું , હું ખોટું બોલવામા કેટલો માહેર છું !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વ્હાલી તને જોઊ ને દીલમા ધકધક થાય છે
પણ ક્યા જઈને આવી બોલ કે આટલી ગંધાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું કહે છે મારી પાસે તારા પ્રેમને વર્ણવવા શબ્દો નથી તો મારો જવાબ છે હા!
કહેવૂં છે તને, નથી કહિ શકતો ” જા જહાનમમા જા”~!
નથી નાક ને નકશો
નથી રુપનો ઠસ્સો
તોયે આ ગુમાન ગોરી?
કંઇ કહો તો ખબર પડે!
ન આંખ ઝરે તો સાવન
ન હોઠ હસે તો ફાગણ
તારી મોસમ કઇ ગોરી?
કંઇ કહો તો ખબર પડે!
-અધીર અમદાવાદી
આ ખુમારી,આ જુવાનિ,આ નઝાકત,આ નજર.
કેટલા દીલ હચમચાવી નાખશે કોને ખબર,
કીન્તુ નાજુક ફુલ જેવા રુપને ક્યાંછે ખબર,
જીન્દગી બરબાદ કરશે કાં ભ્રમરકાં પાનખર.
અરે વાહ! શાયરોની મોસમ પુર બહારમાં ખીલી છે ,,
અહા… આને આગળ ધપાવવાની જરૂર છે…
પ્રેમ જ્વલિત અને પત્ની પીડિતો આગળ આવો!
@ભરતભાઇ એક દમ સુન્દર ભાષાંતર છે!
નજરનાં જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે?
ખરીદીનાં બીલો મને પકડાવી, ચાલ્યાં ક્યાં તમે?
Thanks to
પંચમ શુક્લ, સુરેશ જાની, અધીર અમદાવાદી, મધુકર રાંદેરીઆ , BharatPandya , (*) હરીન્દ્ર પાઠક
Editor
Hasyadarbar
Like this:
Like Loading...
Related
છલકતી જોઈને મોસમ, તમારી યાદ આવી ગઈ.
રસોડાના હવાલો હાલ જોઈને, મા! તારી યાદ આવી ગઈ.
LikeLike
ચાલ ને ! પ્રેમમાં ચકચૂર થઇ ચાલ્યાં કરીએ.
હાય રે! પન્નીને પસ્તાઈને પીધા કરીએ !
( પન્નીને પહતાય તો કેટો ની – રઇશ મનીયાર )
LikeLike
હજુતો અઠવાડીયું પંદરદી પુરં ગયા પણ ન્ન્હોતાં,
માંડ્યોં’તો કેહવા ઉલમાથી ચુલમા પડ્યા,લે લેતો જા
આ કડીની જગાએ વાંચો——
હજુતો અઠવાડીયું પંદર દી’ પુરં ગયા પણ ન્ન્હોતાં,
માડ્યો’તો રોવા ,આ લફડામા શું કામ પડ્યો. લે લેતોજા.
LikeLike
પરણુ પરણૂ બહુ કહેતો ફરતો’તો ને કર્યા,લે લેતો જા
કહે છે હવે આ તો ઉલમાથી ચુલમા પડ્યા,લે લેતો જા.
હજુતો અઠવાડીયું પંદરદી પુરં ગયા પણ ન્ન્હોતાં,
માંડ્યોં’તો કેહવા ઉલમાથી ચુલમા પડ્યા,લે લેતો જા
ગોવા જઈશને ઊટી જૈશમાંથી ઉન્ચો ન્હોતો આવતો
ચાર ફેરા ફર્યો ત્યાં થાકીને ટેં થઈ ગ્યો, લે લેતો જા
હનીમુન હનીમુન કરવા જૈશ બહુ કેહેતો ફરતો’તો
દસ વરસ્મા આઠની લંગર લાગી ગઈ,લે લેતો જા
બુટ મોજાને સીગરેટ, હોટલ શિવાય વાતો નહોતો કરતો
સ્લીપર સાદી બીડી ને લારી પર આવી ગ્યો,લે લેતો જા
બાપા ઍ કીધુતું મારી જેવી ભુલ ન કરતો,નો માન્યો
મોડુ સમજાણુ સખયો જીવ દખમા નાખ્યો,લે લેતો જા
તારી ભુલ નથી ભઈલા, આ ‘ભરત’ને પણ આવું થયું તું
આવ ભઈ હરખા આપણે બે સરખા,ભલે બધા કહે, લે લેતો જા.
ભરત પન્ડ્યા.
LikeLike
આંટા મારી થાક્યા ત્યારે તમે આવી મળ્યા
આંટા અમારા ઉકલી ગયા જ્યાં આવી મળ્યા
નયનથી બોલી હરખાવતા તમે દોડી મળ્યા
ઘાંટા સૂણી નિશદિન છાના અમે અંધારે રડ્યા
ચાલો તમારી સાથે સાચું ખોટું હસીએ જરા
રમેશ પટેલ(આકાશદીપ)
nabhakashdeep.wordpress.com Invited with request to visit my New blog .
LikeLike
સુરેશ જાની // December 13, 2009 at 9:08 am
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
બીડું મોંમાં નાંખ્યું ને તમે યાદ આવ્યાં .
LikeLike
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
ને સાથે
ભીનો કાથો ,
માફક તેજ્ ચુનો ,
જાડી પાતળી સોપારી ને
નવરત્ન કીમામ
યાદ આવ્યા !
Bharat Pandya.
LikeLike
Two line rhyme!
July 17, 2009 ·
Editor
Hasyadarbar
LikeLike