હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વહુ, મોં વાળો –શરીફા વીજળીવાળા

      એક દા’ડો નવી પયણેલી પટલાણી રોટલા ઘડતી’તી. એની હાહુ ઈ દા’ડે વેલી ભુખી થય હશે તે થાળી લઈને ગળચવા બેહી ગ્યેલી. ખાતાં ખાતાં એના મોઢામાં મોવાળો આવ્યો. તે હાહુએ ઓસરીની પાળીએ બેઠાં બેઠાં જ રાડ્ય પાડી..‘એ વઉ મોવાળો..’ ને વઉ તો ભાય, રોટલા મેલ્ય પડતાં ને મોં  ઢાંકતીક લાંબા રાગે મંડી રોવા.

    હાહુને થ્યું કે આ બાયને કાંય નો’તું ને આમ રોવા કાં બેઠી ? રહોડામાંની જાળીમાંથી કો’ક એના માવતારના કાંઈ માઠા ખબર્ય તો નંઈ દઈ ગ્યાં હોય ને ? ખબર્ય કેમની પડે ? વઉ તો એકધારી રાડ્યું નાખીને રોતી જાતી’તી. તે પશી તો ભાય, હાહુયે ખાવાનું મેલ્ય પડતું ને બેહી ગય મોં વાળીને…

    ઘડી બે ઘડીમાં તો આખ્ખો પાડોહ ભેળો થઈ ગ્યો. હંધય મોં વાળીને લાંબા રાગે મંડ્યા રોવા. ઘડી વાર રોયા પશી પાડોહની એક ડોહીએ ધીરે રયને પુશ્યું, ‘તે હેં બાય, કોણ પાસું થ્યું ?’ હાહુ ઓરા ઓઢેલા ઓઢણાને આઘેરુંક ખહેડતાં કયે કે, ‘ઈ તો મને નથી ખબર્ય, વઉના કો’ક પાસા થ્યા સે…ઈ રોવા બેઠી આમાં પુશ્યાઘાશ્યા વના હુંય મંડી રોવા…’

    અટલું હાંભળ્યું ન્યાં તો લાજ આઘી કરતી વહુ તાડુકી… ‘બાઈજી, મરે ને મારા દુશ્મન. મારા માવતરમાં કોઈ કાં પાસું થાય ? ઈ તો તમે કીધું કે વઉ મોં વાળો…તે મેં તો વાળ્યું.’

    ‘અરે વાલામુઈ, અક્કલની મુઠી, મેં તો મોવાળો શાકમાં આવ્યો એવી રાડ નાખી’તી.’

    આખો પાડોહ હાહુવઉની ઠેકડી ઉડાડતો ઉભો થયને વયો ગ્યો દાંત કાઢતો કાઢતો

———————————————-
.
આ વારતા ‘બાની વાતું’માં ગ્રંથસ્થ થઈ છે. ‘બાની વાતું’ – સંવર્ધીત ત્રીજી આવૃત્તી–૨૦૦૬; પાન – ૭૯; કીંમત – રુપીયા પચાસ, પ્રકાશક – ઈમેજ પબ્લીકેશનઃ info@imagepublications.com

સૌજન્ય – ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ચોથું – અંકઃ 162 –March 29, 2009 : અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર

uttamgajjar@hotmail.com

14 responses to “વહુ, મોં વાળો –શરીફા વીજળીવાળા

 1. Triku C . Makwana જુલાઇ 4, 2014 પર 1:36 એ એમ (am)

  મો વાળૉ અને મોવાળૉ , નાની એવી ભુલ મોટી ફજેતી, અર્થ નો અનર્થ.

  Like

 2. ashvin desai , australia સપ્ટેમ્બર 3, 2013 પર 9:34 પી એમ(pm)

  sharifaaji ,tamaari shailinu navu swarup aa laghukathaamaa maanavaa malyu teno anokho aanand thayo . lokbolini tamaari pakkad joradaar chhe , ane halavaash tamaari shalino antargat bhaag chhe , tethi tame vaastavik halavu vaataavaran sahelaaithi nirmaan kari shako chho .hanyawaad . – ashvin desaai , melbourne , australia

  Like

 3. Sharad Shahs જુલાઇ 5, 2013 પર 2:22 એ એમ (am)

  સત્યકથા અને બોધકથા પણ.
  મારું બાળપણ અમદાવાદની પોળોમાં ગયું. આ ઘટના બની ત્યારે મારી ઉંમ્મર ચૌદ વર્ષની હતી.એટલે સમજોને કે ઘટના લગભગ ૪૬વર્ષ જુની છે.
  અમારી પોળમાં મહેન્દ્રભાઈ (નામો બદલ્યા છે) ના લગ્ન થયે બે વર્ષ વીતી ગયેલાં. તેમની પત્ની રમીલા બહેન ગામડામાંથી પરણીને અમદાવાદ જેવાં મોટાં શહેરમાં આવેલી. હજી તેઓને સંતાન સુખ મળ્યું ન હતું. રમીલાબહેને જોયું કે અહીં અમદાવદમાં પહેલી એપ્રિલે લોકો જુઠાણુ ચલાવી એકબીજાને એપ્રિલફુલ બનાવે છે અને આવું છાપાવાળા પણ કરતા.
  એટલે રમીલાબહેને તેમના પીયરમાં તાર મોકલ્યો કે, “મહેન્દ્રભાઈનુ (રમીલાબહેનના પતિ) અવસાન થયેલ છે.” તેમનુ ગામ સાબરકાંઠામાં આવેલું એક નાનુ ગામ હતું. બીજી એપ્રિલે તો આખી બસ ભરીને આ ગામના લોકો કાણ લઈ અમારી પોળના નાકે આવી પહોચ્યા. બાઈઓએ તો બસમાંથી ઉતરતાની સાથે જ છાતી કુટવાનુ અને જોર જોરથી પોક મુકવાનુ શરુ કર્યું. પુરુષો પણ બધા સફેદ વસ્ત્રોમાં ખભે ધોતિયું નાંખી નીચે ઉત્ર્યા. અને પોળમાં તો એકદમ સોપો પડી ગયો. કેટલાંક લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા અને કેટલાંક બારીએ ટીગાયા. બધા એકબીજાને ઓઉછે કે ભાઈ કોણ મરી ગયું છે પણ કોઈને ખબર ન હતી. અમારી પોળમાં (અને કદાચ બધી પોળોમાં) એ સમયે એવો રિવાજ હતો કે કોઈ મરે ત્યારે છાબમાં થોડા લાકડશી લાડવા ભરી એક જણ દરેક ગલીએ ગલીએ લાડવાના ટુકડા નાંખતો નાખતો મોટા સાદે “તો…તો…” એમ બોલે જેઠી પોળના બધા રહેવાસીઓને ખબર પડી જાય કે કોઈનુ અવસાન થયું છે અને તમામ રહીશો કામકાજ પડતા મેલી સ્મશાન યાત્રામાં જોડાય. પહેલાના સમયમાં એમ્બ્યુલન્સનો કોઈ ઉપયોગ સ્મશાનયાત્રા કાઢવા નહતુ કરતું બધા વારાફરતી ઠાઠડી ઉચકીને છેક દુધેશ્વરના સ્મશાન છાટાસુધી લઈ જતા, અને વચમા વિસમાઓ બનાવેલા હોય જ્યાં ડઆઘુઓ થોડો પોરો ખાવા રોકાતા. પરંતુ આ વખતે તો પોળમાં “તો…તો..”નો સાદ પણ પડ્યો ન હતો એટલે પોળના દરેક નિવાસી પણ અચંબામાં હતાં. બધા ક્તુહલથી જોતા હતા કે આ કાણ કોને ઘેર જાય છે. લગભગ વીસેક મિનિટ આ રોકકળ ચાલી હશે. મહેન્દ્રનુ ઘર એક ખડકીની અંદની બાજુ હતું મહેન્દ્રની માએ જ્યારે જાણ્યું કે કોઈ કાણ આવી પોળના નાકે રોકકળ કરી રહી છે એટલે એ પણ કુતુહલવશ પોળના ચોગાનમાં આવી અને બધાને પુછતી હતી કે કોણ મરી ગયું છે? એટલામાં કાણે આવેલા લોકોમાંથી એક ભાઈની નજર મહેન્દ્રભાઈની મા (હંસાબેન) ઉપર પડી અને તે ભાઈ ઓળખી ગયા કે આ તો વેવાણ છે. વેવાણને રંગીન સાડીમાં જોતા તે ભાઈને શક પડ્યો અને કાણ જનોને વાત કરી એટલે બધી રોકકળ બંધ થઈ અને કાણે આવેલા રમીલા બહેનના મા-બાપે વેવાણને બોલાવી પુછ્યું,” કે મહેન્દ્રભાઈ કેમ છે?” તો હંસા બહેને કહ્યું.” એ તો નોકરીએ ગયો છે.” ત્યારે એ લોકોએ ખુલાસો કર્યો કે અમને તો આ તાર મળ્યો છે અને તેમાં લખ્યું છે કે મહેન્દ્રભાઈનુ અવસાન થયેલ છે. હવે તપાસ શરુ થઈ કે આ તાર મોક્લ્યો કોણે? રમીલાબહેને તાર મજાકમાં મોકલાવી દીધો હતો પણ ખબર ન હતી કે આ તાર પાછળ આવા પરિણામો આવશે. આ બધું જોતાં તે એટલા ગભરાઈ ગયા અને થોડીવારતો જુઠ્ઠું બોલ્યા કે મને ખબર નથી કે આ તાર કોણે મોકલ્યો છે. પણ પછી જાતજાતના સવાલો થતાં તેઓ ભાંગી પડ્યા અને કબુલ કરી લીધું કે એ તાર તેમણે જ મોકલેલો. પછી બધું સમેટી લેવાયું પણ એ પ્રંસંગ હું જીંદગીભર ભુલી ન શક્યો. અને એ બોધપાઠ પણ મળી ગયો કે મજાક હંમેશા તેની મર્યાદામાં રહી ને જ કરવી જોઈએ.

  Like

 4. Nayna Pandya જુલાઇ 22, 2012 પર 6:05 એ એમ (am)

  AAAla aato bhare kari pan aama aapna gamda nu bholpan dekhay chhe

  Like

 5. dhavalrajgeera જાન્યુઆરી 16, 2012 પર 9:07 એ એમ (am)

  This is repeat and so welcome to Hasyadarbar !!!
  Sound like copy paste…
  So Let us sing…..

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Like

 6. સુરેશ જાની જૂન 28, 2010 પર 6:55 એ એમ (am)

  કાંતિભાઈ

  ભલે પધાર્યા . આવતા રહેજો. પીરણીયા થશો તો તો બહુ ગમશે .

  Like

 7. kantilal1929 જૂન 27, 2010 પર 11:56 પી એમ(pm)

  અતિસુંદર, જનકલ્યાણના આજીવન ગ્રાહક હોવાને લીધે ચાળીસથી વધુ વર્ષો લાભ મળ્યો સાથે એમના બધા પુસ્તકો પણ મફત મળ્યા. પહેલાં ઝાંબિયા પછી ૧૯૭૭થી હીચીન યુકે. હવે દેશની સરકારે સીમેલ બંધ કર્યું તો એરમેલના ખર્ચને પહોંચી વળવા વધારાના પૈસા ભરવાના નથી ભર્યા એની દીલગીરી છે. મિત્રો પાસે મેળવી વાંચું તેમાં હવે ઈન્ટરનેટથી એના લેખકોના નામે આવતા લેખો વાંચવા મળે છે. મારી જનકલ્યાણને વિનંતી કે ઈન્ટરનેટ પર વાંચવા મળે એ સુવિધા કરવા કૃપા કરશોજી.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  Like

 8. Valibhai Musa મે 8, 2010 પર 5:55 એ એમ (am)

  ‘ગુજરાતી લેક્ષિકોન’ ઝિંદાબાદ કે ‘મોવાળા’નો અર્થ ‘hair’ મળી ગયો. સમજીને હસવામાં મનોમન મૂર્ખ બનવા જેવું ન થાય! અથવા પાછળથી સમજીને બીજી વખત હસવાનો દહાડો પણ ન આવે, જેમકે બહેરા માણસને બે વખત હસવું પડતું હોય છે!!!

  Like

 9. Bharat Pandya મે 8, 2010 પર 1:36 એ એમ (am)

  શરીફાબેન અને ડો.આઇ.કે વીજળીવળા સગા ભાઇ બેન.

  Like

 10. dr.digesh j upadhyay જાન્યુઆરી 23, 2010 પર 10:38 એ એમ (am)

  good. is dr. i k vijliwala your relative? yesterday i purchased his book for my daughter who is in 7th .
  from -“prasar”bhavnagar
  by the way good.

  Like

 11. hanif એપ્રિલ 18, 2009 પર 3:03 એ એમ (am)

  હુંય હાહુવઉ…….મોં વાળો…તે મેં તો .

  Like

 12. pinke એપ્રિલ 18, 2009 પર 1:47 એ એમ (am)

  ato akha na chapa javi vat thie .kudhu kiy shabhlu kie. aknu kajl gale ghasyu.

  Like

 13. કાસીમ અબ્બાસ એપ્રિલ 16, 2009 પર 10:51 એ એમ (am)

  આ તો માળુ આવું થયું: આંધળે બહેરું કુટાયું.

  રામ રામ

  રીંગણા

  ટાબરિયા હેમખેમ

  ભડથું કરીશ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: