હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પેઈન્ટીંગ – ચીમન પટેલ ‘ચમન’

       ઘરની દીવાલો પરના ફોટાઓની સાફસુફી કરતી વખતે મને ખુબજ ગમતા વર્શો જુના એક પેઈન્ટીંગને હઠાવવાની પત્નીની  હઠને મેં આજ સુઘી અવગણી હતી, પણ આજની વાત અલગ હતી. ગુસ્સામાં ઊંચા સાદે એ બોલ્યાં : આ તમારું પેઈન્ટીંગ અહીંથી હવે હઠાવો; નહીંતર ગુસ્સામાં ને ગુસ્સામાં હું એને ગાર્બેજ ભેગું કોઈ દી’ કરી દઈશ!.

 

       દર વખતે દલીલમાં હું એને કહેતોઃ તારા આઘુનીક ફોટાઓ વચ્ચે મારું આજનું પેઈન્ટીંગ તને નથી ગમતું પણ મને એ ખુબ જ ગમે છે, તો તને શો વાંઘો છે?.’ આજે દલીલ કરવામાં મને જોખમ જેવું લાગતાં હું મૌન રહ્યો. મનમાં વીચારતો હતો કે –  રખેને  એ કોઈ દીવસ ગાર્બેજમાં નાખી આવે તો આ પેઈન્ટીંગના ગાર્બેજની સાથે ડુચા થઈ જવાના. એ કરતાં તો કોઈ મારા જેવાના હાથમાં આવેતો એ વઘારે સારું.

       આજથી પાંત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે અમેરીકા આવ્યો, ત્યારે મેં આ પેઈન્ટીંગને પૈસાની તુટ હોવા છતાંય ખરીદ્યું હતું. દરીયા કીનારે વાવાઝોડામાં સપડાયેલ એક નાવનું આ પેઈન્ટીંગ હતું. મારી એ વખતની જીંદગીને એ આબેહુબ સ્પર્શી જતું હતું.. હું પણ સામાજીક સમસ્યાઓના ઝંઝાવાતમાં સપડાઈ ગયો હતો, અને એમાંથી નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતાં, હું દેશ છોડી પરદેશ પહોંચી ગયો હતો.

      પત્નીને આ બઘી વાત કહેવાનો કોઈ અર્થ મને હવે ન લાગતાં એ પેઈન્ટીંગને  ત્યારે જ  ઉતારીને ઘરની બહાર મુકી આવ્યો.         એજ અઠવાડીયે પાડોશીના ગરાજ સેલમાં મેં મારું પેઈન્ટીંગ વેચવા મુકી દીઘું.

        એકાદ મહીના પછી મારા જન્મદીને મારી આંખો બંઘ કરાવીને મારી આગળ મારી ગીફ્ટ લાવવામાં આવી. આંખો ખોલવાનું સુચન મળતાં મારી નજર આગળ મારા જુના પેઈન્ટીંગને આબેહુબ મળતું એક પેઈન્ટીંગ જોવા મળ્યું. નજીકથી નીહાળવા મેં એને મારા હાથમાં લઈ લીઘું.

       ત્યાંજ પત્ની બોલીઃ ” છે ને આબેહુબ તમારા જુના પેઈન્ટીંગ જેવું ! તમારા જુના પેઈન્ટીંગને તમારી પાસેથી હઠાવ્યા પછી, તમને  થયેલ દુઃખને મેં તમારી આંખોમાં ઘણા દીવસ  જોયું છે. એટલે સમય મળે ત્યારે હું ચીત્રપ્રદર્શનમાં આંટો મારતી અને એક દીવસે મને આ મળ્યું કે તુરતજ મેં એને તમારા જન્મદીન માટે ખરીદીને સાચવી રાખ્યું હતું. ”

       પેઈન્ટીંગને ઝીણવટથી નીહાળવામાં હું ડુબી ગયો હતો.

     

       ” છે ને તમારા પેઈન્ટીંગની એકઝેટ કોપી?’ મારો ખભો હલાવી પત્ની બોલી.

        ” હા, લાગેતો છે!” –  મૌન તોડતાં હું બોલ્યો.

       મારા  જુના પેઈન્ટીંગને ગરાજસેલમાં મુકતાં પહેલાં ચીત્રકારના નામની પાસે મેં પીંછીથી એક ટપકું કર્યું હતું. જેથી કદાચ એ ફરીથી ક્યાંક જોવા મળેતો હું એને ઓળખી શકું. મારી પાસે એ ટપકા કરેલું મારું જુનું પેઈન્ટીંગ આવી ગયું હતું.

     એ આનંદને મેં બહાર આવવા દીઘો –   ટપકાંના આ ભેદને આજીવન અંદર દબાવી રાખવાના નીર્ણય સાથે.

ચીમન પટેલ ‘ચમન’ 

તેમની જીવનઝાંખી વાંચવા અહીં ‘ ક્લીક ‘  કરો .

———————————————————–

       અમને જણાવતાં બહુ  આનંદ થાય છે કે, ગુજરાતી સાહીત્ય પરીશદની શતાબ્દી પ્રસંગે પ્રકાશીત થયેલ  ‘ગુજરાતી લઘુકથા સંચય’ નામના પુસ્તકમાં   આ લઘુકથાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

       એ પણ નોંધી લેજો કે ચીમનભાઈ 74 વર્શની ઉમ્મરે પણ અનેક પ્રવ્રુત્તીઓ સાથે સંકળાયેલા છે – જેમાંની એક ચીત્રકામ પણ છે.

10 responses to “પેઈન્ટીંગ – ચીમન પટેલ ‘ચમન’

 1. Mukund માર્ચ 24, 2008 પર 8:52 એ એમ (am)

  Good story. After a long time I have seen you in this DARBAR!

  Like

 2. suresh માર્ચ 24, 2008 પર 5:33 એ એમ (am)

  dadaji,
  hriday ni lagni sabhar rachna manvamali…..
  chaman khiltu raho…….

  Like

 3. Pingback: Group2Blog :: Happy Holi

 4. Kantilal Parmar માર્ચ 23, 2008 પર 6:28 એ એમ (am)

  નમસ્તે, સ્નેહિશ્રી ચીમનભાઈ,
  ઘણા સમયથી આપની મુલાકાત થઈ નથી. હરનીશભાઈનો આભાર આપની વાનગીનો પ્રસાદ પ્રાપ્ત કરાવવા માટે.

  Like

 5. Harnish Jani માર્ચ 22, 2008 પર 3:56 પી એમ(pm)

  This nice story- Humorist has written nice emotional story- Conratulations.

  Like

 6. "Rasik" Meghani માર્ચ 22, 2008 પર 2:20 પી એમ(pm)

  This is a great Laghu Kath which also published in Collection of Laghukatha published by Gujarti Sahitiya Parishad. Congratulation Chiman Patel.

  Like

 7. Chirag Patel માર્ચ 22, 2008 પર 10:51 એ એમ (am)

  Very touching story… Why is it in “haasya darabaar”?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: