હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

QUESTIONS LIKE ANSWERS – MAHENDRA SHAH

અમેરિકાથી તડાફડીના વરીષ્ઠ વાચક અને ચાહક અમે અમેરિકન અમદાવાદીવાળા મહેન્દ્ર શાહ લખે છે કે… “આપણે હાલતાં ને ચાલતાં આપણા સબકોન્સિયસ માઈન્ડમાં લોકોને ફાલતુ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને ફાલતુ જવાબો પણ આપતા હોઈએ છીએ ! આ રહ્યા.., થોડક.”

‘ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”

“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”

***

ધંધામાં છું એટલે લોકો પૂછે છે: “ક્યા? દાલ રોટી નીકલતી હૈ?”

મને જવાબ આપવાની ઈચ્છા થઈ જાય છેઃ “દાલ નીકલતી હૈ, રોટી પડોસ મેં સે લાતે હૈ!”

***

સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ “શું નોકરી પર જાવ છો?”

“ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”

***

દીકરીના લગન પછી… “શું દીકરી ને વરાવી?”

“ના.., આ તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!”

***

” શું દીકરાને પરણાવી આવ્યા?”

” ના.., ના, આ તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!”

***

કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને… ” શું કાકા ચા પીવો છો?”

” ના.., રકાબી ચાટું છું!”

***

કાકાને હીંચકા પર છાપું વાંચતાં જોઈ ને… “શું કાકા છાપું વાંચોં છો?”

” ના.., ના.., આ તો, હીંચકા પરથી પડી ના જઉં એટલે બેલેંન્સ માટે છાપું પકડી રાખ્યું છે!”

***

બેંકના પગથીયાં ઉતરતાં… ”શું બેંકમાં પૈસા ઉપાડવા કે જમા કરાવવા ગયા હતા?”

“ના, બેંક લુંટવા ગયો હતો!”

***

હોસ્પીટલમાં બાયપાસ પેશન્ટની ખબર કાઢવા જતાં… “શું બાયપાસ કરાવી?”

“ના.., આ તો છાતીમાંથી થોડીક નળીઓ કાઢી નાખી.., અને પગમાંથી થોડીક કાઢી ને છાતીમાં લગાવી!”

***

હોસ્પીટલમાં દાખલ કરેલ દર્દી વિશે પૂછતાં… ”કેમ? હોસ્પીટલમાં? તબીયત નરમ ગરમ રહે છે?”

” ના.., ના.., આ તો નર્સો પર લાઈનો મારવાની ઈચ્છા થયેલ એટલે થયું કે દાખલ થઈ જ જાઉં!”

***

સ્ટોક માર્કેટમાં બહુ પૈસા બનાવનાર મિત્રને… “શું આજકાલ શેરમાં બહું પૈસા બનાવો છો?’

“ના.., ના.., એવું કઈ નથી.., આ તો.., ડાઉન માર્કેટમાં ખરીદવાની અને અપ માર્કેટમાં વેચવાની એક આદત પડી ગઈ છે!”

6 responses to “QUESTIONS LIKE ANSWERS – MAHENDRA SHAH

 1. Pingback: (૨૪) મહેન્દ્ર શાહ – થોડોક વધુ પરિચય - વેબગુર્જરી

 2. Pingback: હાસ્ય દરબાર

 3. Pingback: (272) હાસ્ય દરબારનાં રત્નો – 6 (રત્નાંક – 6) « William’s Tales (Bilingual)

 4. અનિમેષ અંતાણી ડિસેમ્બર 20, 2007 પર 11:52 એ એમ (am)

  આપનો આભાર!

  વાહ ક્યા બાત હૈ! હાસ્ય દરબારના સહ સંપાદક શ્રી મહેન્દ્ર શાહના સવાલ-જવાબ વાયા ‘તડાફડી’! હાસ્ય દરબાર પર!

  Like

 5. મગજના ડોક્ટર ડિસેમ્બર 20, 2007 પર 9:42 એ એમ (am)

  JAYA HATAKESH NA SEVAK
  ANIMESH ANTANI !!!
  YOU KNOW WHERE TO FIND “GOLD”
  YOU ARE INDIRECTLY USING OUR CO EDITOR’S FUN FILLED PAGE !
  THANKS TO MAHENDRA SHAH AND YOU TO OUR BLOG.
  LET IT BE……
  GUJARATI IS GUJARATI…..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: