હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કમાલ કરે છે….

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

-સુરેશ દલાલ

Advertisements

4 responses to “કમાલ કરે છે….

 1. dhavalrajgeera ઓક્ટોબર 4, 2007 પર 10:35 એ એમ (am)

  Hello friends,
  Hasya Darbar completes one year today.
  Read and enjoy humour from stalwarts Shri Harnish Jani and Smt. Pallavi Mistry at –
  https://dhavalrajgeera.wordpress.com/hasy_darbar/
  If you have funny incidents known to you and would like to share with our Gujarati Global brethren, you are invited to send them to us. We will publish at Hasya Darbar with acknowledgements.
  ————————————
  Gujarati humour lovers on the Net
  – Dr. Rajendra Trivedi
  – Mahendra Shah
  – Suresh Jani

  THANKS TO MY TEAM….

  BHAI SURESH AND MAHENDRA AND ALL BLOGERS AND SURFERS.
  Live this moment powerfully.
  —————————————-
  BHAI SURESH JANIS OTHER BLOGS…..
  ગુજરાતી સારસ્વત પરિચય
  http://sureshbjani.wordpress.com/parichay/
  ગુજરાતી પ્રતિભા પરિચય
  http://gujpratibha.wordpress.com/
  કાવ્યસુર
  http://kaavyasoor.wordpress.com/
  અંતરની વાણી
  http://antarnivani.wordpress.com/antar_vani/
  કવીલોક
  http://pateldr.wordpress.com/
  કલરવ.. બાળકોનો…
  http://rajeshwari.wordpress.com/
  હાસ્ય દરબાર
  https://dhavalrajgeera.wordpress.com/
  ગદ્યસુર
  http://gadyasoor.wordpress.com/

 2. પ્રતીક : Pratik ઓક્ટોબર 4, 2007 પર 1:37 એ એમ (am)

  વાહ ! પાછુ એક વાર આ ગીત સાંભડવા મળ્યું.

 3. ઊર્મિ ઓક્ટોબર 1, 2007 પર 9:13 પી એમ(pm)

  ટહુકા પર આ ગીત સાંભળો… http://tahuko.com/?p=750

  તાજેતરમાં જ સુરેશ દલાલનાં મુખે આ ગીત વિશે એમની અંગત વાતો સાંભળવાની મજા આવી…

  બ્લોગની વર્ષગાંઠ માટે અભિનંદન અંકલ!

 4. મગજના ડોક્ટર ઓક્ટોબર 1, 2007 પર 8:29 એ એમ (am)

  કમાલ કરે છે
  એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.
  બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે,
  જાણે તલવાર અને મ્યાન.
  દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
  એકમેકને એવાં તો ન્યાલ કરે એ.
  કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
  કે સિગરેટ શરાબ હવે છોડો,
  ડોસો તો પોતાના તાનમાં જીવે
  કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
  બન્નેની વચ્ચે વહે આછું સંગીત
  પણ બહારથી ધાંધલધમાલ કરે છે.
  બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
  લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
  જીવન તો જળની જેમ વહેતું જાય એમ. -સુરેશ દલાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: