આશરે ત્રણ વર્ષ પહેલાં લખાયેલી અને ‘કાવ્યસૂર’ પર પ્રકાશિત એક કવિતા પર આજે આકસ્મિક નજર પડી; અને આખા જગતમાં – ખાસ તો ભારતના ભ્રષ્ટાચારી માહોલમાં એ વ્યંગકાવ્ય , હાસ્ય દરબારના દરબારી જનોને જચશે; એમ લાગ્યું; એટલે થોડુંક મઠારીને અહીં રજૂ કરું છું….
————–
પીળું છે જે પીળું રહેતું, લીલું છે તે પીળું બનતું,
પીળાં ચશ્માં પહેરી લો તો, સઘળું ધોળું પીળું બનતું.પીળાને સાથ આપી બનતા, પાગલ સંધા પીળા લોકો.
નીહાળીને એ જ તમાશો, શોકથી ભડભડ મનડું જલતું.પીવાડે કોઈ ઝેર અગર જો, સોનેરી વાસણમાં રેડી,
પાગલ મન તું સમજી લેજે; ઝેર કદી ના અમૃત બનતું.લાલ પીળા રંગોથી ખેલ્યા, પીતાંબરધારી મનવંતર.
જાન ગુમાવ્યો પારધી-તીરે, એવું પણ લો! અંતે બનતું.પીળાં પાનાં, શબ્દો પીળાં, પીળા નેતા, પીળા લોકો
પીળા આ માહોલમાં સઘળું, કમળા જેવું પીળું બનતું..
haa khari vat jeni aankhe kamlo ene badhu pilunj dekhay
“આ બધી માયાજાળ વ્યર્થ છે . આજની ઘડીમાં ચપટિક હસી લો. આના પછીની ઘડીમાં કદાચ હસનાર જ ન રહે ”
વાહ, સુરેશભાઈ,આ પોસ્ટનો અંત પણ એની શરૂઆત જેટલો જ તમે ભવ્ય કરી દીધો ! અભિનંદન.
રેફરન્સ તો સારો છે. પણ એ બધી પ્રતિકોની માયાજાળમાં જ પીળા લોકો ફસાઈ ગયા!
પીળાં પાનાં, શબ્દો પીળાં, પીળા નેતા, પીળા લોકો
પીળા આ માહોલમાં સઘળું, કમળા જેવું પીળું બનતું..
હાદ નો ઉદ્દેશ જ છે – આ બધી માયાજાળ વ્યર્થ છે . આજની ઘડીમાં ચપટિક હસી લો. આના પછીની ઘડીમાં કદાચ હસનાર જ ન રહે ….
પ્રજ્ઞાજુ બેનની પીળા વસ્ત્રો પવિત્રતાનાં પ્રતિક હોવાની વાતનો પુરાવો એ છે કે ગાયત્રીમાં જે લોકો આસ્થા ધરાવતા હોય છે તેઓ ધાર્મિક વિધિમાં પીળા વસ્ત્રો
ધારણ કરતા હોય છે.ઘણા ધર્મ ગુરુઓ પણ પીળા વસ્ત્રો પહેરતા હોય છે.
પીળો ફેંટો ધારણ કરીને ભીખુભા બાપુએ ન્યુયોર્કમાં દારૂના બારમાં જઈને બેઠક લીધી.
એમની બાજીમાં બેઠેલા એક ભાઈએ ઓર્ડર આપ્યો:- ‘Jhony walker single’
ડાબી બાજુ વાળાએ ઓર્ડર આપ્યો:-’Peter scotch single’
આપણા કાઠીયાવાડી બાપુ એ ઓર્ડર આપ્યો:- ‘ભીખુભા જાડેજા Married’
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.
બૈંબ્યૂસા વલગૈરિસ (Bambusa vulgaris) – પીળી તેમજ લીલી લીટીઓ ધરાવતા વાંસ છે, જે આખા ભારત દેશમાં મળી આવે છે.
…………………………………………………………….
પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન
હિંદુ ધર્મમાં ભગવાનની પુજા- આરાધનામાં પીળા અથવા ભગવા વસ્ત્રો પહેરવા એ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કોઇપણ પુજા-વિધીમાં કાળાં કપડાં પહેરવાનું ટાળીએ છીએ અને પીળા- ભગવાં વસ્ત્રોને શુભ ગણીએ છીએ, પરંતુ શું આપણે આવી માન્યતાઓ અને તેની પાછળ જોડાયેલા કારણો જાણીએ છીએ?
જો જ્યોતિષ શાસ્ત્રનાં દ્રષ્ટિકોણથી આ માન્યતાને જોઇએ તો પીળા રંગને ગુરૂ નો રંગ માનવામાં આવે છે અને ગુરુ નો ગ્રહ આધ્યાત્મ અને ધર્મનો કારક ગણાય છે એટલે જ એમ મનાય છે કે ધાર્મિક વિધી- પુજામાં પીળા રંગના કપડાં પહેરવાથી મન સ્થિર રહે છે અને સાત્વિક વિચારો આવે છે.
આપણા ધર્મગ્રંથોમાં અગ્નિને દેવતુલ્ય માનવામાં આવે છે જ્યારે પીળા – ભગવાં વસ્ત્રોએ અગ્નિનાં પ્રતીક મનાય છે, આથી જ ધાર્મિક પુજા- વિધીમાં પવિત્રતાના પ્રતીક સ્વરૂપે પીળા – ભગવાં વસ્ત્રો પહેરવાનું મહત્વ છે. કાળો રંગએ આપણામાં નકારાત્મક ઊજા લાવે છે. જ્યારે એથી વિરૂદ્ધ પીળા રંગ એ સકારાત્મક ઊજા પેદા કરે છે, આથી જ પુજા- વિધીમાં પીળા કપડાં ને પ્રાધાન્ય આપવું જોઇએ જેથી મનમાં સાત્વિક વિચારો આવે અને મન પવિત્ર- શુધ્ધ રહે……………………………………………………………..
મોરારજી ભાઇ ને કોઇ પ્રશ્ન પુછે તો સામો પ્રશ્ન કરવાની ટેવ હતી .
મોરારજી ભાઇ વડા પ્રધાન તરીકે અમેરિકા ગયા, ત્યાં એક અવળ ચંડા રેપોરટરે પુછ્છ્યું ‘”તમે અમેરિકાની નાઇટ લાઇફ વિશે જાણો છો ?”
મોરારજી ભાઇ એ સામુ પુછ્યું “અમેરિકામા નાઇટ લાઇફ છે ?”
બીજે દિ’ છાપામા પહેલે પાને છપાણું ” ભારતના વડાપ્રઢાન મોરારજી ભાઇએ આવતાં વેત અમેરિકાની નાઇટ વિશે પુછ પરછ કરી”
(આ સાવ સાચી બનેલી વાત છે. ( આપડી મથરાવટી મેલી સાચું બોલીયે તોય કોઇ માને નહી)
કમળો હોય ઇ પીળું ભાળે.
એક ડાક્તર સાહેબ હતા. દવાખાબે બેઠા હતા. ઍક દર્દી આવ્યો એને કે ” કમળો થયો છે” બીજ્ઓ આવ્યો એને કે આખો પીળી થૈ ગયી છે કમળો લાગે છે” ત્રીજો આવ્યો દક્તર કે ‘પીળા પડી ગયા છો. લોહીની તપાસ કરાવો,પેસાબની તપાસ કર્રવો ”
આમ તો હાલ્યું આખો દિવસ ….. હાદ ના ચતુર સુજાણ ને કગેવાની જરુરત નથી કોને કંમળો થયો તો ! ! !
This reminded me of Yellow Journalism. Read this.
નામદાર પોપ લાસ્-વેગાસની મુલાકાતે જવાના હતા. એટલે તેમના સલાહકારે તેમને સુચના આપી કે “પત્રકારો એ પૂછેલાં પ્રશ્નોનો સીધો જવાબ ન આપવો અને ગોળગોળ વાત જ કરવી જેનો બહુ ઝાઝો અર્થ ન નીકળે. અથવા પ્રશ્નના ઉત્તરમાં સામો પ્રશ્ન કરી દેવો. આ અમેરિકન પત્રકારો બહુ ઉંચી માયાઓ છે અને વાતનુ વતેસર કરી નાંખવામાં પાવરધા છે જેથી જરા ચેતજો.” અને થયું પણ એવું જ.
જેવો નામદાર પોપે લાસ-વેગાસના એરપોર્ટ પર પગ મુક્યો કે પત્રકારો ઘેરી વળ્યા અને એક જણે પૂછ્યું” શું આપ અહીં કેસિનોની મુલાકાત લેવાના છે?”
નામદાર પોપે વિચાર્યું કે જો હું “ના” કહીશ તો આ લોકો લખશે કે પોપ કેસિનોની મુલાકાત થી ભયભીત છે તેમને ચળી જવાનો ડર છે અને જો “હા” કહીશ તો લખશે કે પોપને કેસિનોમા રસ છે.” એટલે તેમને સલાહ મુજબ સામો પ્રશ્ન કર્યો, ” શું અહીં લાસ-વેગાસમા કેસિનો છે?”
અને બીજા દિવસે છાપાઓમાં મોટા હેડિંગ સાથે સમાચાર હતા કે,
” નામદાર પોપે લાસ-વેગાસમાં પગ મુકતાંની સાથે જ પહેલો પ્રશ્ન કર્યો કે શું અહી લાસ-વેગાસમાં કોઈ કેસિનો છે?”
પીલુ છે જે પીલુ લેટું, લીલું છે ટે પીલું બનટું,
પીલાં ચશ્માં પહેલી લો ટો, સઘલું ઢોલું પીલું બનટું.
પીલાને સાઠ આપી બનટા, પાગલ સંઢા પીલા લોકો,
નીહાલીને એ જ ટમાશો, સોકઠી ભદભદ મનદું જલટું.
પીવાદે કોઈ ઝેર અગર જો, સોનેરી વાસનમાં રેદી.
પાગલ મન ટું સમજી લેજે, ઝેર કદી ના અમૃટ બનટું.
લાલ પીલા રંગોથી ખેલ્યા, પીટાંબરધારી મનવંતદ,
જાન ગુમાવ્યો પાલધી-ટીરે, એવું પન લો! અંટે બનટું.
પીલાં પાનાં, સબ્દો પીલા, પીલા નેટા, પીલા લોકો
આ માહોલમાં સઘલું, કમલા જેવું પીલું બનટું.
(સિઢપુરના વોરા મુસ્લીમ ભાઈલોગોની જબાનમાં વલદાજીએ સુડદાજીની કવિટાને કનવટ કદી સે.. વલદાજી જ્યારે માઢમિક સ્કૂલમાં ભનટા ત્યારે તેમના એક વોડાજી ડોસ્ટાર પાસે નીચેના દોહડા ગવદાવતા.)
(૧) પીપદ પાન ખદંટાં, ટે જોઈ કુપદિયાં હસંટાં,
મુજ વીટી ટુજ વીટસે, ધીદી દહ બાપુદિયાં.
(૨) નામ રહંટાં ઠક્કદો, નાનાં નવ રહંટ
કીટ્ટી કેદાં કોટદાં, પાદ્યાં નવ પદંત.
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
આ પીળું જ આજે સઘળે નડે છે.
પીળાની પીડા જનતા આજ માણી રહી છે.
સરસ કાવ્ય અને વ્યંગ
Kamalo thayo hoy ene saghalu pilu ja bhaase . aanaanakado haatha ekvar khrdaayaa pachhi en dhova diniyaa bharnaa attaro laavie toy e kadi naa dhovaay. kavio ane lekhako ketaluy lakhi gaya ane lakhataa rahshe pan magarni chaamdine kai asar thay tone. saras katakshmay kaavy.
સારૂં ગેય કાવ્ય છે.