છૂટાછેડાની ખતરનાક રીત – ‘આતા’

     અમેરિકામાં  છુટા છેડાનું પ્રમાણ બહુ હોય છે.

    સીનીયર સેન્ટરમાં  એક વખત પ્રશ્ન પૂછ્યો  કે એક જ પત્ની સાથે પચાસથી  વધુ સમય સુધી લગ્ન જીવન ટકી રહ્યું હોય એવો માણસ હાથ ઉંચો કરે ફક્ત અમારો હાથ ઉંચો થયો . એક માણસે મને પૂછ્યું . “લગ્ન કરતાં પહેલાં કેટલો સમય સુધી તમે ભેગાં રહેલાં?”

મેં કીધું , “તું ભેગા રહેવાની વાત કરે છે .પણ મેંતો મારી બાયડીનું મોઢું લગ્ન થયા પછી છ મહીને જોયું હતું અને ઈ પણ ઝાવડ ભાવડ.”

       એક અમેરિકન એની  વાઈફથી   છુટ્ટા છેડા લેવા માંગતો હતો . જજે એક વરસ વિચાર કરવાની તક આપેલી. દરમ્યાનમાં  એક વખત અચાનક બંને જણા બેંકમાં આવી ચડ્યાં અને કુદરતને કરવું ; બેંક લુંટવા ડાકુ આવી ચડ્યા . ડાકુઓએ  દરેકને એવી ધમકી આપી કે, દરેક માણસો  નીચી મૂંડીએ બેસી રહે .જે કોઈ ઊંચું માથું કરશે એને  ગોળી મારી દેવામાં આવશે.”

    બધા  જ માથું નીચું કરીને બેસી રહ્યા. એટલામાં એક માણસ માથું ઊંચું કરીને બોલ્યો,” હું કારમાંથી  મારી દવા લઇ આવું ?”

  ડાકુએ એને ગોળી મારી દીધી .

    છૂટાછેડા વાળા માણસને વિચાર આવ્યો કે આ અખતરો કરવા જેવો છે. એ નીચું માથું રાખીને  પોતાની  વાઈફને  ડાકુને દેખાડીને બોલ્યો , ” ઓલી બાયડી ચકળ વકળ આંખો કરતી માથું ઊંચું કરીને કૈક જોઈ રહી છે.”

    ડાકુએ ધડ દઈને ગોળી મારીને બાયડીને મારી નાખી  એટલે ઓલ્યો  નીચી મુંડી રાખીને હળવેક થી બોલ્યો -

“થેંક  ગોડ .”

——————

હિમ્મતલાલ જોશી – ફિનિક્સ , એરિઝોના

8 Responses to છૂટાછેડાની ખતરનાક રીત – ‘આતા’

  1. एक बापू घोड़े चड़ने बहार गम जाता હતા એની સામે એક ભાંડ મળ્યો ભાંડ બોલ્યો “ઘણી ખમ્મા બાપુને ” પછી હળવેકથી બોલ્યો બાપુ એક સોપારીનો કટકો આપોને ?બાપુ કહે માળા આ અંતરિયાળ હું તુને ક્યાંથી આપું ?જા ડેલીએ આવીને પાંચ શેર સોપારી લઇ જજે . ભાંડ બોલ્યો બાપુ ડેલીયેતો તમે આમ્બલીયો (કચૂકો)ખાવ છો મને સોપારી ક્યાંથી આપવાના હતા ?

  2. સુરેશ ભાઈ મારી વાતો યાદ રાખો છો એ તમારી યાદ શક્તિ काबले दाद है અને મારા પ્રત્યેનો પ્રેમ वोह भी तो काबिले दाद है .

  3. એ રામ રામ આતા.
    મોજ આવી ગઈ. ખાસ તો “જાવડભાવડ” શબ્દ ઘણાં વખતે સાંભળ્યો (વાંચ્યો !).
    (આ શબ્દનો અર્થ ભગોમં પર = http://goo.gl/mcnRk )
    - Ashok Modhwadia

  4. ઈ હંધુય તો ઠીક !!! પણ મારો પ્રતિભાવ કાં હાદ પર અપલોડ નેથ થાતો ? (ટ્રાયલ)

  5. આતા, રામ રામ.
    આનંદ થયો. ખાસ તો આ “જાવડભાવડ” શબ્દ ઘણા સમયે સંભળાયો ! મોજ પડી.
    (“જાવડભાવડ”નો અર્થ, ભગોમં પર = http://goo.gl/mcnRk )

  6. એક અમેરિકન એની વાઈફથી છુટ્ટા છેડા લેવા માંગતો હતો………

    કદાચ તેને ઈન્ટરનેટ સ્ટાઈલ પ્રમાણે લવ નહિ મળતો હોય !

  7. Now, the same event takes place on east too.
    Wounder where these women will stay ???

    Rajendra Trivedi ,M.D.
    http://www.bpaindia.org

  8. આતા,તમારી જોક વાંચવાની મજા આવી.

    પેલા બેંક વાળા ભાઈએ તો એમની પત્નીથી બુદ્ધી દોડાવીને છુટકારો

    મેળવ્યો. કાંટાળી ગયો હશે બિચારો.

    આ જોક વાચો.

    એક મિત્રે એના બીજા મિત્રને પૂછ્યું :” અલ્યા, તેં પત્ની જોઈએ છે …એવી

    જાહેરખબર આપી હતી, એનું પછી શું થયું.?”

    બીજા મીત્રે કહ્યું :” સેંકડો જવાબો આવ્યા છે ,સૌ કહે છે કે મારી

    પત્નીને રાખી લો. “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s