પતિદેવ રાત્રે મોડા ઘેર આવ્યા અને તે પણ પાછા દારુ પીને એટલે પત્ની ભડકી અને પતિનો ઉધડો લેવા માંડી. ઍટલે પતિએ બચાવમાં કહ્યું,” સાચું કહું છું, તારા સોગંધ મેં સહેજ પણ દારુ નથી પીધો.”
પત્ની કહે, ” પગ લથડિયા ખાય છે, મોં ગંધાય છે અને તો ય કહે છે કે તેં દારુ નથી પીધો અને પાછો મારા સોગંધ ખાય છે?”
“અરે ડાર્લિંગ તું અમથી વહેમાય છે. તું કહે તો હું સાબિત પણ કરી શકું છું. જો સામે પેલી બિલાડી આવે છે તેની ફક્ત એક જ આંખ છે. છે કે નહીં?” પતિદેવે તીર માર્યું.
પત્ની કહે,” એ બિલાડી જાય છે આવતી નથી.”
-
વાચકોની સંખ્યા
- 448,007 વાચકો
-
નવી ટપાલ
-
વાચકોના પ્રતીભાવ
pragnaju on cap aataawaani on લેવા જેવું નહિ હોય ! aataawaani on લેવા જેવું નહિ હોય ! dhirajlalvaidya on પક્ષીના માળામાં બેસીને જમવું… aataawaani on હાસ્ય દરબાર અને દુનિયા aataawaani on તો મૈ ક્યા કરું ? aataawaani on પક્ષીના માળામાં બેસીને જમવું… aataawaani on cap Vinod R. Patel on લગ્નની સુવર્ણજ્યંતિ – ચિરાગ… mdgandhi21 on तो मैं क्या करुं ? સુરેશ on तो मैं क्या करुं ? હેતલ મેહતા on અર્પણ – નૌશાદ Navin k. Pomal on અર્પણ – નૌશાદ aataawaani on तो मैं क्या करुं ? zarna Somaia on નરેન્દ્ર મોદી – આપકી… -
વધુ વંચાતી જોક
a
Meta
સુરેશભાઈ કોમેન્ટ વાંચીને આનદ મેળવ્યો .યુધીષ્ઠીર અશોક મોઢવાડિયાનો જવાબ મને બહુ ગમ્યો ./
સુરેશભાઈ આજોક હું સમજી નથી શક્યો
અમો ચોક્કસ મિનિસ્ટર થવાના !
લીડર સતવાદી નો હોય ..ઈ હાલે – પણ દેખાવો જરૂર જોયં !!
અરે,ટાઈપમાં ઉલટફેર થઇ ગયું છે.
ઉપરની મારી જોકમાં પતી હોય ત્યાં પત્ની વાંચવું
અને પત્ની હોય ત્યાં પતી એમ વાંચવું.
મુદ્રણ દોષ , મુદ્રા રાક્ષક! એક જોકમાં
બેન ચાલાક છે ને બદલે ચાલક છે એમ થઇ ગયું હતું !
અર્થ નો અનર્થ !
ભરતભાઈ ખરી જોક લઇ આવ્યા .
બાઉન્ડ્રી ફટકારી દીધી.
પતિ:”ભગવાન પાસે તમે શું માગ્યું ?”
પત્ની:”મેં માગ્યું કે હે ભગવાન,મારી પત્નીએ જે માગ્યું હોય
એને અપાવવાની મને શક્તિ આપજે !”
શાન્તા વર ને કે ‘ ઓલો સુરેશ જુવો રોજ એની વહુ રેખાને બચ્ચી બચ્ચી ભરી ને જાય છે
તમને એવુ સુઝે છે ?”
વર – સુઝે તો છે પણ રેખડી લાફો મારે તો ?
@ વિનોદભાઈ,
ભગવાન કરે ને દરેક ભરથારને આવી ભોળી ભાર્યા સાંપડે !!
દાદા, મારો એક મિત્ર અને હું એક દહાડો તેને ઘરે પહોંચ્યા, ભાભીએ મારી શરમ પણ ભર્યા વિના ઈવડા ઈ ને ઘઘલાવવાનું ચાલુ કર્યું કે; ’આજે પણ બીડીયું ફૂંકીને આવ્યા ને ?’ ભાઈબંધ ગેં ગે ફેં ફે થતો બચાવ કરવા લાગ્યો અને કોઈ આરોઓવારો ન રહ્યો તે મારે માથે ઠિંકરૂં ફોડતાં કહે; ’પુછ આ અશોકભાઈને !’ (મારી છાપ વળી ’સત્યવાદી’ની ખરી !!) તે મેં ટેકો પુરાવ્યો અને કહ્યું કે; ’ભાભી મારા ભાઈએ બીડી પીધી નથી !’
મામલો થાળે પડી ગયો અને મારો રથ તો છેક ’નરો વા, કુંજરો વા’નાં જમાનાથી જમીન પર જ ચાલે છે !!! (એ મિત્રએ સિગરેટ ફૂંકી હતી…………)
આ પાક્કો હાદ જન – હાવ હળંગ કાળજાનો !!
એક બેન એમની બહેનપણીને કહી રહ્યાં હતાં:
“મારો પતી તો મારી પાછળ સાવ દીવાનો છે ,દીવાનો.એ ઊંઘમાં
પણ મારી સાથે કેટલી મીઠી મીઠી વાતો કરે છે !પણ માળું મને
એ નથી સમજાતું કે તે ઊંઘમાં હંમેશાં મને કોઈ બીજા જ નામે
કેમ સંબોધતો હશે?”