ઉત્તર ભારતના એક શહેરના એક મહોલ્લામાં પાડોશી તરીકે રહેતા બે ઈસમો એક જ ઓફિસમાં કામ કરતા હતા. તેમનાં ઘરોની નજીકમાં જ બસ સ્ટેન્ડ હતું. બસ હંમેશાં સમયસર અને લગભગ ખાલી જ આવતી હોવા છતાં બંને તેમની ઓફિસે કાં તો મોડા પહોંચતા અથવા તો ઘણીવાર નોકરીની રજા પણ પાડતા હતા. તેમની ઓફિસના વડાએ બંનેને બરતરફ કરવાની છેલ્લી ચેતવણી આપી, ત્યારે બીજા જ દિવસથી તેમણે તેમની રોજિંદી સફરની પદ્ધતિમાં નીચે મુજબના બે ફેરફાર કર્યા.
(૧) બંનેએ ઘરેથી દસેક મિનિટ વહેલા નીકળવાનું નક્કી કર્યુ.
(૨) બસસ્ટેન્ડે પહોંચ્યા પછી તેઓમાંના એકે દરરોજ વારાફરતી અન્યથી છૂટા પડીને આગળના કે પાછળના બસસ્ટેન્ડે ચાલતા જઈને ત્યાંથી જ બસમાં બેસવું એમ નક્કી કર્યું.
ઉપરોક્ત સામાન્ય ફેરફારોથી ધાર્યું પરિણામ એ આવ્યું કે તેઓ નોકરીએ કદીય મોડા પડ્યા નહિ કે તેમને રજા પાડવાનો વારો પણ આવ્યો નહિ; અને, આમ બેઉ જણ બરતરફીથી બચી ગયા.
સુજ્ઞ વાંચકોએ પોતાના કોથળામાંથી બિલાડું કાઢવાનું છે!
-વલીભાઈ મુસા
નોંધ:- આ બ્લોગરના કોથળામાંના બિલાડાના રંગને જોવા માટે અહીં (‘છેલ્લો એક પાસો!’ ના દ્વિતીય કોમેન્ટ બોક્ષ ઉપર જવા માટે) Click કરો અને તમારા બિલાડાના રંગ સાથે સરખાવી જૂઓ કે બંનેના રંગ મળતા આવે છે કે નહિ!
Valibhai Musa
NOKARIMANTHI CHHUTTA KARVANI VAT AAVI TYAREJ SAMAJYA .
wah! વિચાર્યું , તેવું બિલાડું ન નીકળ્યું, “પહેલે આપ..”. ગમ્યું…
માલિક હું બુદ્ધિશાળી છું તેમ ન માનશો !!
આપે લખેલી કડીએ ક્લિકી અને દ્વિતીય કોમેન્ટ બોક્ષ ઉપર નજર નાંખી તો બત્તી થઈ કે બંન્ને ’પહેલે આપ…પહેલે આપ’માં બસ ચૂકી જતા હશે !
As we like it is in Hasyadarbar too.
Valibhai in winter is like Spring…
Like Bhai Suresh, On the very same Birthday at Midnight On ShivRatri…
Shvaji came out and Married Parvati… On Monday,
21212….
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org ..