સાભાર – શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
—————————————
કોલેજમાં અભ્યાસ કરતો પીટર રજાઓમાં પીઝા ડીલીવરીની પાર્ટ ટાઈમ જોબ કરી થોડા ઘણા
ડોલર કમાઈને એના અભ્યાસ માટે એના પિતાને થોડી રાહત આપતો હતો .પગાર જેટલી જ ગ્રાહકો
તરફથી એને ટીપ મળતી હતી .
ડોલર કમાઈને એના અભ્યાસ માટે એના પિતાને થોડી રાહત આપતો હતો .પગાર જેટલી જ ગ્રાહકો
તરફથી એને ટીપ મળતી હતી .
એકવાર એક લેરી જોનસન નામના માણસને ઘરે એ પીઝા ડીલીવરી કરવા માટે ગયો.
લેરીએ પિઝાની ડીલીવરી વખતે પીટરને પૂછ્યું :”છોકરા, સાધારણ રીતે લોકો તને શું ટીપ આપે છે ?”
પીટરે કહ્યું :” સાહેબ, આ મારી પહેલી જ ટ્રીપ છે ,પરંતુ મારા પહેલાં જે છોકરાઓ કામ કરતા હતા તેઓ મને
કહેતા હતા કે મિસ્ટર લેરી એટલા કંજૂસ છે કે એમની પાસેથી એક ક્વાર્ટરની પણ જો ટીપ તને મળશે તો
પણ તારા માટે ઘણું છે .”

આ સાંભળીને લેરીનો અહં ઘવાયો હોય એમ એ બોલ્યા ” એમ વાત છે , તો લે આ દસ ડોલરની ટીપ અને
એ લોકોને બતાવી દે કે એ કેટલા ખોટા છે .”
એ લોકોને બતાવી દે કે એ કેટલા ખોટા છે .”
પીસા લઈને મિસ્ટર લેરીનો આભાર માનતાં પીટરે કહ્યું :” તમોએ જે ટીપ મને આપી એને હું મારા કોલેજ ફંડમાં
જમા કરાવીશ,”
જમા કરાવીશ,”
મિસ્ટર લેરીએ પીટરને પૂછ્યું :”છોકરા, કોલેજમાં શાનો અભ્યાસ કરે છે , મુખ્ય વિષય કયો રાખ્યો છે ?”
પીટરે હસતાં હસતાં જવાબ આપ્યો :” સાહેબ, એપ્લાઈડ સાઈકોલોજી !”
પોતાના અહં ને પોષવા માણસોએ શું શું નથી કર્યું ઈતિહાસ વાંચજો .
મને પણ હા.દ.નાં ઘણાં વાચકમિત્રોએ જણાવ્યું છે કે કોઈ હાદજન આનાં કરતાં સારી જોક મોકલી જ ન શકે !!! (અરે સ્વયં શ્રી. વિનોદભાઈ પણ નહિ !) અને સુરેશભાઈ કદી ’અમો’એ આપેલા પ્રતિભાવને વખાણી જ ન શકે !!!!