દાદા અને પૌત્રનો રમુજી સંવાદ- વિનોદ પટેલ

લગભગ ૮૦ વર્ષના એક દાદા અને એમનો ૫ વર્ષનો પૌત્ર ઘરના બેકયાર્ડમાં બેંચ ઉપર બેસી અલકમલકની વાતો કરતા બેઠા છે.દાદાના ચહેરા ઉપર ઉમરે પાડેલ કરચલીઓને જોઈ રહેલ ગુલાબના ગોટા જેવો પૌત્ર દાદાને પૂછે છે :”દાદા ,ઘરડા માણસો રોજ શું કરતા  હશે ?”  

દાદા કહે “ રોજે રોજ વધુ ઘરડા થવાનું કામ,બેટા.એક વખત મારો ચહેરો તારા જેવો સુંદર હતો, જો હવે કેવો થઇ ગયો છે ?માણસો યુવાન હોય છે ત્યારે ભગવાનને લાંબુ આયુષ્ય મળે એ માટે પ્રાર્થના કરતા હોય છે, અને જ્યારે ઘડપણ આવે ત્યારે ગભરાય છે.!”
“તારા પપ્પાને એના લગ્ન થયા એ પછી  એકવાર મેં પૂછેલું કે દીકરા,થોડા વર્ષો પછી હું ઘરડો થઇશ .મેં તારી આજ સુધી સારી દેખરેખ રાખી છે તો મારા ઘડપણમાં તું મારી સંભાળ રાખીશ ?” એ વખતે થોડો વિચાર કરીને એણે શું કહ્યું હતું ,ખબર છે ?તારા પપ્પાએ કહેલું :”હું તમને એક વાતનું વચન આપું છું કે મારો દીકરો મારા માટે જેટલું કરશે એટલું તો હું જરૂર કરીશ .”
દાદાએ પુત્રને પૂછ્યું ;”બોલ બેટા તારા પપ્પા ની તું કેટલી દેખભાળ રાખીશ ?”
પૌત્ર હસતાં હસતાં  કહે :”મારો છોકરો મારી જેટલી સંભાળ રાખશે એટલી તો જરૂર રાખીશ.”
પછી,દાદાના કાનમાં મુકેલ હિયરિંગ એઇડના બટનને બતાવતાં દાદાને પૂછ્યું :”દાદા,તમારા કાનમાં આ શું મુક્યું છે ?”
દાદા – “જોજે કોઈને કહેતો નહીં.આ વાત આપણા બે વચ્ચે  ખાનગી રાખવાની છે.”
પૌત્ર- ‘ દાદા, પ્રોમીસ હું કોઈને નહીં કહું.”
દાદા- “જો સાંભળ ,આ કાનમાં મુકેલું નાનું બટન મને કાને સારું સંભળાય એ માટે ખરીદી લાવ્યો છું.બધાથી આ વાત મેં ખાનગી રાખી છે “
પૌત્ર- “પપ્પા-મમ્મી થી પણ ખાનગી દાદા ? “
દાદા-‘હા બેટા,એમનાથી તો ખાસ ખાનગી રાખ્યું છે.બધાં એમ માને છે કે મને કાને બહું સંભળાતું નથી.મને એ બધાંની વાતો સાંભળવાની મજા આવે છે.મારા વિષે શું વાતો થાય છે એ હું હવે સાંભળી શકું છું .એક સાચી વાત તને કહું,આ બટન કાનમાં નાખ્યા પછી મેં મારું વિલ ચાર વખત બદલી નાખ્યું છે !”
પૌત્ર- “દાદા, તમે તો બહું જબરા હોંશિયાર છો  !”
દાદા-“બેટા, બધા દાદાઓ  જબરા જ હોય છે અને જો ન હોય તો થઈ જવું પડે છે !”    
———-
વિનોદ આર. પટેલ, સાન ડિયેગો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s