અમદાવાદની એક મોટી હોટલમાં ભરાયેલ એક મેડીકલ કન્વેન્શનમાં ડોક્ટર મહેશ પણ ગયેલા.
તેઓ ચાલુ ક્ન્વેન્શને બહાર નીકળીને હોટલની લોબીમાં લીફ્ટ નજીક એક
ખુબ સુરત યુવતીની સાથે બહું જ રસથી વાતચીત કરી રહ્યા હતા ત્યાં ડોક્ટરનાં પત્ની
મીસીસ ઇન્દિરા એકાએક લીફ્ટના દરવાજામાંથી બહાર નીકળીને જ્યાં આ બન્ને જણ વાતો કરતાં
હતાં ત્યાં આવીને ઉભાં રહ્યાં.
ખુબ સુરત યુવતીની સાથે બહું જ રસથી વાતચીત કરી રહ્યા હતા ત્યાં ડોક્ટરનાં પત્ની
મીસીસ ઇન્દિરા એકાએક લીફ્ટના દરવાજામાંથી બહાર નીકળીને જ્યાં આ બન્ને જણ વાતો કરતાં
હતાં ત્યાં આવીને ઉભાં રહ્યાં.
પેલાં ડોક્ટરનાં મિત્ર બેન ,મીસીસ ઇન્દિરાને જોતાં વેત જ ત્યાંથી એકદમ સરકીને હોટલ બહાર
નીકળી ગયાં. મીસીસ ઇન્દિરાને થોડો વ્હેમ પડ્યો.
નીકળી ગયાં. મીસીસ ઇન્દિરાને થોડો વ્હેમ પડ્યો.
એમણે ડૉ.મહેશને પૂછ્યું :” પેલાં જે બહાર જતાં રહ્યાં એ બહેન કોણ હતાં ?”
ડૉ. મહેશ બોલ્યા :”એ મારાં ધંધાકીય મિત્ર-પ્રોફેશનલ ફ્રેન્ડ- હતાં “
મીસીસ ઇન્દિરા દાઢમાંથી બોલતાં હોય એમ બોલ્યાં:”તમારા કે એમના? “
——————
સાભાર – શ્રી. વિનોદ પટેલ, સાન દિયેગો
ઇન્દિરા બેન એ બેય જનની મિત્ર હશે