જૂનાગઢી સાવજ સવાલ પૂછે; અને કાશિંગા/ એરિઝોનાનો સાવજ રહી જાય?
હવે હિમ્મતલાલ જોશી – હંધાયના ‘આતા’- મેદાનમાં આવી ગયા છે; અને પૂછે છે?
છે કોઈ માઈનો પૂત કે, ભારે નારિયેળ ગોતી દે?
આ રહ્યો….. ‘આતાપ્રશ્ન’
પાંડવ વનવાસ ભોગવતા હતા .ત્યારે ભીમે નાળિયેલી માંથી ૯ નારીયલ ખંખેર્યા. બધા નારીયલ સરખા વજનનાં હતાં. પણ એક નાળિયેર વધુ વજનનું હતું આ વધુ વજન નું નાળિયેર તમે બે વખત વજન કરીને ગોતી આપો .
જવાબ અંગ્રેજીમાં હાલશે!
અને ફકર નો કરતા. આતા બંધૂકના ભડાકે ઊડાડી નૈ દે !
સાચો જવાબ …… આવતી કાલે. ( જો આતા મને ઈમેલથી જણાવે તો; નહીં તો આપણા હાથ તો ઊંચા જ છે – હાદજન મૂવો છું ને? !
અલબત્ત કોમેન્ટ બંધ છે.
