કરસનબાપાની કાપડની પેઢી અને મગનો એમા દસ વરહ થી નોકરી કરતો. ૧૫૦ એ જોડાયેલો અને આજે પગાર વધીને ૨૫૦એ પહોંચેલો.મગનાનો મિત્ર ચંદુ એકવાર મગનાને દુકાને મળવા આવ્યો અને પોતાના દુખડા રડવા માંડ્યો.
ચંદુ કહે, “મગના હવે તો નથી જીરવાતું. મારો શેઠ તો મને કુતરાની જેમ રાખે છે અને કામમાં કાંઈ ભુલ થાય તો ગંદી ગંદી ગાળ્યું કાઢે છે. મારો વ્યાલો વરહમાં ચાર દિ’ ની રજા પણ આલતો નથી અને રજા એક દિ’ ની મુકું તો પગાર બે દિ’નો કાપી કાઢે છે.”
મગનો કહે,” અરે, આવી રીતે તો કાંઈ નોકરી થાય? શેઠિયાઓને તો ખિસ્સામા જ રાખવા.આપણને કાંઈ કહી કેમ જાય?”
ત્યાં તો મગનાના શેઠે બુમ પાડી,” અલ્યા મગના આ કોની જોડે વાત્યું કરે છે? વાતોના વડા કરવામાં પછી ઘરાક ઉપર પણ ધ્યાન રાખતો જજે.”
મગનો કહે, ” બાપા, આ તો મારો દોસ્તાર ચંદુ આવ્યો છે તેની સાથે વાતો કરું છું. અને તમે છાનામાના બેઠા રહો”
ચંદુ તો જોતો જ રહી ગયો. ત્યાંતો વળી કરસનબાપાએ બુમ પાડી,” અલ્યા, મગના જા ને બે ચા કિટલી પર જઈને કહી આવ”
મગનો બોલ્યો,” બાપા તમને ઘરડે ઘડપણ ચા પીવાના બહુ અભરખાં થાય છે. ખબર છે ને કે ડોક્ટરે ચા પીવાની ના પાડી છે.”
આવું સાંભળીને ચંદુ તો આભો જ બની ગયો. અને મગનાને સલામ કરતો કરતો ગુરુપદે બેસાડી ગયો. હવે ચંદુએ પણ નક્કી કરી નાંખ્યું કે આ શેઠિયાઓ જોડે આ રીતે જ વાત કરવી તો જ તે હરામખોરો સુધરે. બાકી તો આપણને ગુલામની માફક જ રાખે.
મગના પાસેથી શિખેલા ગુરને ચંદુએ તેના શેઠ પર અજમાવા પહેલો પ્રયાસ જ કર્યો કે શેઠે પાણીચુ આપી દીધું. ચંદુ તો નોકરી વગરનો થઈ ગયો અને વળી મગનાને મળવા આવ્યો અને પોતાની વિતક કથા અને નોકરી છુટી ગયાની વાત કરી.
એટલે મગનાએ કહ્યું,’ ભલા આદમી તારે જોઈ વિચારીને બોલવું જોઈને, મારા શેઠ કરસનબાપા તો બહેરા છે તેથી હું ગમે તેમ બોલું.”
- શરદ શાહ
———————–
શરદ ભાઈ
અમે પાવર હાઉસવાળા પણ અડધા બહેરા જ ! ઘેર શાંતિ !
ચંદુભાઈ-”મગનભાઈ ,આ થેલી લઈને ક્યા ઉપડ્યા?”
મગનભાઈ :”આ જરા શાક લેવા ”
ચંદુભાઈ :” એમ, મને એમ કે તમે શાક લેવા જતા હશો ”
બન્નેના કાનમાં હડતાલ !
ખીમો હોકા જેવું મોં લઈને હાલ્યો જાતો‘તો, સામો ભીમો મળ્યો,
ભીમો: કેમ લ્યા હોકા જેવું ડાચૂં કરીને ફરે છે ?
ખીમો: ભાઈ ભીમા મારી ભેંસ માંદી પડી છે, કંઈક દવા કરાવી પણ વળતર નથી થાતું.
ભીમો: ભેંસતો મારીએ હમણાં પંદર દા‘ડા પે‘લા માંદી થઈ તી !
ખીમો: તે તેં શું સારવાર કરેલી ?
ભીમો: મેં તો એક ડબ્બો ઘાસલેટ પીવડાવી દીધેલું !!
ખીમો તો ધડબડાટ ભાગ્યો, (આ નવો ઈલાજ કરવા !!) બીજે દહાડે વળી રસ્તામાં ભીમો મળ્યો તે રોક્યો અને કહે: ભાઈ ભીમા, મેં પણ કાલે ભેંસને ડબ્બો એક ઘાસલેટ પીવડાવી દીધું ! પણ ભેંસ તો મરી ગઈ !!!
ભીમો: તી ઈ તો મારી ય મરી જ ગઈ તી !!!!!!!
(કરતા હો તે કીજીયે, અવર ન કીજે કગ,
માથું રહે શેવાળ મેં, અધર રહે દો પગ.) —
બહેરો નર, કાં મૂગી નાર.
લગન પછી સુખી સંસાર.
એલા ચોરને વાદે ચના ના ઉપાડાય. બહુ વિચારીને કામ કરાય ,
જો સમજ્યા વગરનો મગનનો વાદ કર્યો, એટલે ભાઠે ભરાય ગયોને ?
એક માણસની ભેંસને શરદી થઇ ગઈ (ભેસને શરદી થાય ઈને સમકો થયો .કેવાય )બીજા માણસે એને પૂછ્યું. તારી ભેસને સમકો થયો તો. તો તેં શું દવા કરી?
એ માણસ બોલ્યો મેં ઘાસલેટ પાયું તું આટલું સાભરીને ભાગ્યો. અને ઘેર જઈને પોતાની ભેંસને ઘાસલેટ પાયું અને ભેંસ મરી ગઈ .એટલે તે જે માણસે પોતાની
ભેસને ઘાસલેટ પાયું તું એ માણસ પાસે ગયો, અને વાત કરીકે મેં મરી ભેંસને ઘાસલેટ પાયું અને એતો મરી ગઈ ? ઓલો કે મારી ભેંસ પણ મરી ગઇતી .હજી મેં વાત પૂરી નોતી કરી ત્યાં તું દોડતો જઈને તારી ભેસને ઘાસલેટ પીવડાવ્યું અને ભેસ મરી ગઈ.”ઉતાવળો અથડાય પડે “