હાસ્ય દરબાર

લે લેતો જા – ભરત પન્ડ્યા

December 16, 2009 · 3 Comments

પરણુ પરણૂ બહુ કહેતો ફરતો’તો ને કર્યા,લે લેતો જા

કહે છે હવે આ તો ઉલમાથી ચુલમા પડ્યા,લે લેતો જા.

હજુતો અઠવાડીયું પંદરદી પુરંa ગયા પણ ન્ન્હોતાં,

માંડ્યોં’તો કેહવા ઉલમાથી ચુલમા પડ્યા,લે લેતો જા

ગોવા જઈશને ઊટી જૈશમાંથી ઉન્ચો ન્હોતો આવતો

ચાર ફેરા ફર્યો ત્યાં થાકીને ટેં થઈ ગ્યો, લે લેતો જા

હનીમુન હનીમુન કરવા જૈશ બહુ કેહેતો ફરતો’તો

દસ વરસ્મા આઠની લંગર લાગી ગઈ,લે લેતો જા

બુટ મોજાને સીગરેટ, હોટલ શિવાય વાતો નહોતો કરતો

સ્લીપર સાદી બીડી ને લારી પર આવી ગ્યો,લે લેતો જા

બાપા ઍ કીધુતું મારી જેવી ભુલ ન કરતો,નો માન્યો

મોડુ સમજાણુ સખયો જીવ દખમા નાખ્યો,લે લેતો જા

તારી ભુલ નથી ભઈલા, આ ‘ભરત’ને પણ આવું થયું તું

આવ ભઈ હરખા આપણે બે સરખા,ભલે બધા કહે, લે લેતો જા.

આ કડીની જગાએ વાંચો——

હજુતો અઠવાડીયું પંદર દી’ પુરં ગયા પણ ન્ન્હોતાં,

માડ્યો’તો રોવા ,આ લફડામા શું કામ પડ્યો. લે લેતોજા.

ભરત પન્ડ્યા

Categories: ગુજરાતી · હાસ્ય-કવીતા

3 responses so far ↓

  • સુરેશ જાની // December 17, 2009 at 4:43 pm

    વાહ …, હવે તમે હાસ્ય કવિતાના રવાડે ચઢી જ્યા !!

  • bharatpandya // December 18, 2009 at 12:15 am

    બાપા શીખવાડી ને ગયા છે જે માલ ચાલે તે વેચવો !   નાનપણમા અમારા ઘર નીચે એક વાણિયાની દુકાન હતી. ભમરડા,  લગ્ગા એવું બધું વેચે.અમે જઈને પુછી યે બેડમિન્ટન નુ શતલકોક  છે .ઍ ના પાડે.ત્યાં વળી બીજો છોકરો પહોંચે ને પુછે ” બેડમીન્ટન નુ શટલ્કોક છે ? ઍટલે એ દસ બાર ખરીદી આવે. અમને કહે શટલ્કોક આવી ગયા છે.એટલે અમે કહીયે હવે અમે ફુટબોલ રમીયે છીયે.એટલે એ ફુટબોલ લઈ આવે એટલે અમે ક્હીયે હવે તો અમે ખો ખો ને હુતુતુ  રમિયે છીયે. ઍમા કાંઈનો જોવે એતલે એ લાવ્યો હોય તે બધું માથે પડૅ !

  • gagan mehata // December 18, 2009 at 7:19 am

    તમારિ વાત સાથે સહમત છુ.

Leave a Comment