હાસ્ય દરબાર

મફતમાં જે મળ્યું

September 1, 2009 · 17 Comments

સ્વ. બાલાશંકર કંથારીયા માફ કરે. તેમનો  જમાનો તો સ્વર્ગસ્થ બની ગયો.

હવે એકવીસમી સદીનું ‘ગુજારે જે શીરે તારે’ વાંચો..

—————————————–

મફતમાં જે મળ્યું તેને સ્વીકારી લે અરે! માનવ
મળ્યું કે ના ફરી મળશે, તરત ખીસ્સું ભરી લેજે.

‘દુનીયાની જુઠી વાણી ખરું છે સત્ય.’ માની લે
કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા માટે..

ફરી આવી તકો ના સાંપડે  તુજને, ગ્રહી લેજે
ઘડી આવી મહામુલી, લગીરે રાહ ના જોજે.

જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહીમા,
બીજાનાં સો  પરાક્રમને સુખે તું પોતીકાં ગણજે.

પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે
‘કદી વહેંચી ન ખાવું. ‘  તે મહા નીર્ણય કરી લેજે.

ડુબે ના કોઈ’દી તું, સમંદર સો તરી જાશે
બીજાનાં ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.

હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજે
હલેસાં મારવાની વાતને તું મુર્ખતા ગણજે.

હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.

- સુરેશ જાની

1- સપ્ટેમ્બર – 2009

બધે મફતમાં વહેંચવાની છુટ છે!

જી.ઈ.બી.માં નોકરી કરી નીવૃત્ત થયેલ મારા વ્યવસાયી મીત્ર શ્રી. રમેશ પટેલની કવીતા વાંચી, આ લખવા પ્રેરણા મળી. વામકુક્ષી બાજુએ મુકાણી અને આ વ્યંગકાવ્ય સર્જાઈ ગયું.

રમેશ ભાઈની રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

Categories: સુરેશ જાની · હાસ્ય-કવીતા

17 responses so far ↓

  • મફતનાં કામણ – રમેશ પટેલ(આકાશદીપ) « કાવ્ય સૂર // September 1, 2009 at 5:08 pm

    [...] એ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. Posted in રમેશ પટેલ, હાસ્ય ગીત. Leave a Comment » [...]

  • atul-kusum // September 1, 2009 at 7:04 pm

    Excellent.

    Gujare je shire is now revised with this & may be taught in schools in next curiculam

  • અક્ષયપાત્ર // September 1, 2009 at 7:33 pm

    મફતમાં મળેલ સુખ મફતિયા જ માણી શકે અને એવા મફતિયાઓથી વિશ્વ આજ ભર્યુ પડ્યુ છે એટલે જ તો જગતમાં મફતના દુ:ખો પણ વધ્યા છે ને !

  • Dr. Chandravadan mistry // September 1, 2009 at 7:56 pm

    હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
    સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.
    Sureshbhai..Wah..rameshbnainu vancchi prerana tamone mali,
    e vaanchi, khshio muj hradaymaa nikli,
    Puchhe chhe mujne”sha kaarane duniyaavi bani?
    Cngravadan ( Chandrapuar )

  • Dr. Chandravadan mistry // September 1, 2009 at 7:59 pm

    SB….Mis-spelt my own name aa Mafatnu vaanchi !
    CHANDRAVADAN ( CM)

  • pragnaju // September 1, 2009 at 10:09 pm

    હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
    સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.
    વાહ્
    ‘ધ સિક્રેટ’ કે ‘હેપ્પીનેસ’નાં પુસ્તકો વાંચીને સાવ સસ્તામાં સો-બસ્સો ડોલરમાં સુખની ચાવી શોધી નહીં શકો. તમારે પોતે જ એના અનુભવમાંથી પસાર થવું પડે અને પછી તમને પોતાને જ પ્રતીતિ થશે કે જિંદગી જેવી આવે તેવી સ્વીકારી લેવી. અમેરિકનોની જેમ સુખ સુખ અને નર્યા સુખની અપેક્ષા ન રાખવી, કારણ કે અમેરિકનો નર્યા સુખની ધેલછામાં પોતાને, કુટુંબને, દેશને અને આખી દુનિયાને દુ:ખી દુ:ખી કરી નાખે છે. પ્રો. એરિક જી. વિલ્સનને ધન્યવાદ ઘટે કે તે વહેલા જાગી ગયા અને તેને સત્ય લાધું કે મેલંકલી- વિષાદ, ઉદ્વિગ્નતા, ચિંતાકુલ અને કસકવાળી અવસ્થાને સ્વીકાર્યા વગર છૂટકો નથી.

    ભારતમાં આ પુસ્તક ગયે મહિને આવ્યું. પીડાને ખોળામાં બેસાડવાની વાત કરનારા પ્રોફેસર વિલ્સનના પુસ્તકની વિદેશમાં ઠેર ઠેર ચર્ચા છે. પણ ભારત હજી મહાત્માઓ પાછળ પડયું છે. માત્ર ૧૬૬ પાનાંના આ પુસ્તકને વાંચશો ત્યારે ફરીથી તમને લાગશે કે બહારના ગુરુઓ નહીં, તમારી ચેતના જગાડવા તમારે દુ:ખનું પડીકું સ્વીકારવું પડશે. એ પડીકું સ્વીકારશો ત્યારે જ તેના પડમાંથી સુખ લાભશે. લેખકે પુસ્તકની શરૂઆત અમેરિકાની મનોદશા જ નહીં પણ પોતાની અંગત કથાથી શરૂ કરી છે

  • સુરેશ જાની // September 2, 2009 at 1:06 am

    સાવ સસ્તામાં સો-બસ્સો ડોલરમાં સુખની ચાવી શોધી નહીં શકો. તમારે પોતે જ એના અનુભવમાંથી પસાર થવું પડે અને પછી તમને પોતાને જ પ્રતીતિ થશે કે જિંદગી જેવી આવે તેવી સ્વીકારી લેવી. અમેરિકનોની જેમ સુખ સુખ અને નર્યા સુખની અપેક્ષા ન રાખવી, કારણ કે અમેરિકનો નર્યા સુખની ધેલછામાં પોતાને, કુટુંબને, દેશને અને આખી દુનિયાને દુ:ખી દુ:ખી કરી નાખે છે.
    —————

    બહુ જ સાચ્ચું લાગે છે. ખુબ ખુબ આભાર ..

  • સુરેશ જાની // September 2, 2009 at 6:56 am

    મૃણાલિની બહેને રમેશ ભાઈની કવ્તિતા પર લખેલી કોમે ન્ટ મને બહુ જ ગમી , તે અહીં કોપી કરી મુકું છું – ખાસ હા.દ.ના વાચકો માટે
    —————-
    જે આપણને મફતમાં મળેલ છે. જો એક-એક વાત ઉપર સો-સો રૂપિયાનો ટેક્સ લગાવી દેવામાં આવે, તો કદાચ આપણે એ વાતનું આદર કરીશું. અને ખૂબ ભટકવા પછી, બદ્રીનારાયણ જેવાં પહાડો પર ફરવા બાદ આ વાત પ્રાપ્ત થાય તો તેને મહત્વ આપીએ અને માની લઇએ. જ્યારે હમણાં ઘર બેઠા આ વાત વગર કિંમતે મળી રહી છે તેથી તેને આપણે મહત્વ નથી આપતા. જે કોઈ વ્યક્તિએ આ વાતને મહત્વ આપ્યું છે, આની કિંમત ચૂકવી છે, તે વ્યક્તિને જરૂર લાભ થયો છે. જે કોઈ વ્યક્તિએ આ વાત બદલ અપમાન સહ્યું છે, નિંદા સહિ છે, કષ્ટ સહ્યું છે, વિપરીત પરિસ્થિતિ સહન કરી છે, તેને અવશ્ય લાભ થયો છે; કારણ કે એણે મૂલ્ય ચુકવ્યું છે. જો જોરદાર લગન અને તડપ થઈ જાય તો તત્ત્વજ્ઞાન તરત જ થઈ જાય છે. તેથી આપણે આ વાતને મહત્વ આપીએ કે હવે તો વાત (સાર રહસ્ય) આપણને મળી ગયું છે, હવે એ કદી વિસ્મરણ નહીં થાય.

    ઉદયપુરના રાણાના વિષે સાંભળ્યું જ હશે કે તે તેઓ સત્સંગની વાત સાંભળતા અને એમાં જે વાત સારી લાગતી તે વાત સાંભળીને તરત જ સત્સંગમાંથી ઊઠી જતાં જેથી વાત વિસ્મરણ ન થઈ જાય. તેથી આજની આ વાત દૃઢતાથી પકડી લો કે આપ સ્વયં નિત્ય રહેવાવાળા છો જ્યારે શરીર અને સંસાર બદલાવવાવાળા અનિત્ય છે. આપણી એ જ ભૂલ છે કે આપણે બદલાવવાવાળા અનિત્ય તત્ત્વો સાથે મળી જઇએ છીએ. જો આપણે આ અનિત્ય શરીર-સંસાર સાથે ન મળીએ તો સમતામાં સ્વતઃ સ્થિતિ છે. આપણે આનાથી ભિન્ન છીએ. આના કારણે જ આપણે અનુકૂળતા-પ્રતિકૂળતાનો અનુભવ કરીએ છીએ. બન્ને પરિસ્થિતિઓમાં અનુભવ એ જ કરી શકે છે જે બન્ને સમય રહે છે. આપણે બન્ને પરિસ્થિતિના પ્રભાવને સ્વીકાર કરીએ છીએ તેથી જ સુખી-દુઃખી રહીએ છીએ. જો પરિસ્થિતિના પ્રભાવનો સ્વીકાર ન કરીએ, એટલે કે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમભાવ રહીએ, તો ન સુખ થશે, ન દુઃખ. સમતામાં સ્વતઃ સ્થિતિ આવી જશે.

  • Arpan Bhatt ( Great Britain) // September 2, 2009 at 8:42 am

    this poetry is also free to read & enjoy ? or somebody has to pay something for it ? If anybody have to pay somthing for it then nobody will pay anything for it. ultimately every body will enjoy without paying it, thats FREE OF COST.

  • Chirag Patel // September 2, 2009 at 2:48 pm

    વાહ દાદા, હાસ્યનો ગુલાલ અને એ પણ મફતમાં… કયો ગુજરાતી ભાયડો બાકી રહે પછી?

  • Bina // September 3, 2009 at 8:14 am

    You can also read it at http://binatrivedi.wordpress.com/ … Thanks Bina.

  • Mukund Desai - 'MADAD' // September 5, 2009 at 10:53 am

    Nice

  • Ramesh Patel // September 5, 2009 at 12:26 pm

    મફતનાં કામણ આટલાં બધાં કામણગારાં હશે થશે અને

    શ્રી સુરેશભાઈ અને ડૉ શ્રી રાજેન્દ્રભાઈના હાસ્ય દરબારની

    જેમ દરબારી શોભાની વધામણી મળશે તથા નેટ મિત્ર વન્દ

    ના સ્ફૂરણાવાળા વિચાર વૈભવથી આ સપ્તાહ મારા માટે કેલિફોર્નીઆની ગરમીમાં

    પણ ખુશનુંમા ગયું

    આપની રચના શ્રી સુરેશભાઈ

    દુનીયાની જુઠી વાણી ખરું છે સત્ય.’ માની લે
    કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા માટે..

    અરે! આવી તકો ના સાંપડે પુનઃ તુજને; ગ્રહી લેજે
    ઘડી આવી મહામુલી, લગીરે રાહ ના જોજે.

    મનભરીને માણી.

    અને મફતનું ચંદન …લાલીયા અને કોમેન્ટથી સોનામાં સુગંધ ભળી.

    રંગત જમાવી.

    આભાર બીનાબેન અને સુરેશભાઈ અને હાસ્ય દરબારનો.

    રમેશ પટેલ(આકાશદીપ)

  • વૃક્ષ અને વેલી : ભાગ -2 « ગદ્યસુર // September 6, 2009 at 5:29 am

    [...] [...]

  • "Dhavalrajgeera" // September 6, 2009 at 10:13 am

    માનવ સમાજને કોરી ખાતી વીષવેલોને જો મુળમાંથી કાપી નાંખવામાં આવે તો તેમનો પ્રભાવ ખાળી અને ટાળી શકાય છે.

    MULONASTI KOTOHSHAKHA.

  • Ramesh Patel // September 6, 2009 at 11:13 am

    Begins with good thoughts and one day
    this society will realise the importance of value .

    Very nice LEKH ,CONGRATULATION sHRI SURESHBHAI

    Ramesh Patel(Aakashdeep)

  • hemant doshi // September 10, 2009 at 9:16 am

    it very good. keep it up. congratulation.
    thank you.
    hemant doshi at mumbai.

Leave a Comment