હાસ્ય દરબાર

Entries from August 2009

બાયડી કે ………

August 31, 2009 · 1 Comment

છગનને કેંસરનો રોગ લાગુ પડ્યો.ખબર પડી ગઈ કે થોડા દીવસનો મેહમાન છે.એણે બાયડી ને કીધું કોથળામા પૈસા ભરી રાખ ને અગાશીમા મુકી દે.મરીશ ત્યારે જતા જતા ભેગા લઈ જઈશ, સ્વર્ગમા કામ લાગે.

બાયડી કેઃ જતા જતા લઈ જવા હોયતો ફળિયામા મુકું તમે ઉપર સ્વર્ગ મા નહી નીચે નરક મા જવાના છો !

છગનનો જવાબ કાલે !

Categories: આજની જોક

~~~~~ હું અને સંસ્ક્રુત ~~~

August 31, 2009 · 1 Comment

~~~~~ હું અને સંસ્ક્રુત ~~~~~

ભણવામા હું સણ્સ્ક્રુત વીશયમા નબળો હતો ( સબળોતો એકેયમા નો’તો પણ સંસ્ક્રુત વીશયમા તો  ખાસ) . પહેલેથીજ મને એમ કેહવામા આવ્યું હતું કે સંસ્ક્રુત દૅવો ની ભાશા છે તે દી’થીજ લગભગ નક્કી કરી લીધું હતું કે ”આ આપણી લેન નહી” હજુ આપણે દેવ થવામા ઘણી વાર છે !આપણે ભુદેવ ખરા પણ દેવ નહી. અમારા શીક્શક બહુજ પ્રકાંન્ડ પંડીત હતા અને કહેવાતુ કે તે ગધેડાને પણ સંસ્ક્રુત શીખવાડી શકે પણ મારી બાબતમા તે તદ્દન નિશ્ફળ ગયા હતા.સામન્ય રીતે તે રોજ ક્લાસમા દરેક વીદ્યાર્થીને એક સંસ્ક્રુત શબ્દનો અર્થ પુછતા.મારી અગળના છોકરાને પુછી પછી તે મને કુદાવીને મારી પછીનાને પુછતા! પણ એક્વાર ભુલથી મને ઉભો કરી કહે ” શ્વાનનો- અર્થ કહો” તમે જીવનમા અનુભવ્યું હશે કે મુરખાઓને જવાબ દેતા વાર ન લાગે ! અને તેને પોતાપર વિશ્વાસ પણ બહૂ હોય.મે બહુજ હીમતથી જવાબ આપ્યો ” સાહેબ, શ્વાન એટલે હંસ” થોડી વારતો એ પણ મુંઝાય ગયા.છી મેલ સંસ્ક્રુતને પડતૂ ને બરાડ્યા ” ડફોળ બહાર જા તમે એટલુંયે ભાન નથી કે તું સંસ્કુતના ક્લાસમા છો કે ઇંગલિશના”.આ મુળો નો હોયતો કુતરો ખાય  શું વાળો ચંદુડો  હું પોતે.

એક્વાર મે ‘મા ફલેશુ કદાચન” નો અર્થ “કદાચ નપણ ફળે ” એવૉ કર્યો ત્યારે સાહેબે લાફો માર્યૉ હતો ( તે દીવસો સોટી વાગે ચમઅમ ના હતા – મોન્તેસોરી ને હજુ વાર હતી.આજ રીતે ‘સર્વે જનાહા સુખી નો ભવંતુ “ નો અર્ત મારે મન તો “બધાય લોકો સુખી ન થાયજ હતો.મને એમજ હતુ કે મહાભારતનુ યુધ્ધ્દ ચોથી જૂને થયુ હતુ કારણકે ગીતા મા વારં વાએ ચાર્જુને આવે છે.

(ચ + અર્જુન) એવી સંધી મારા માટે સમજવી અઘરી હતી.

પણ આજે થાય છે સન્સ્ક્રુત ન  આવદ્યૂં એટલે ઘણુ ગુમાવ્યું પણ બીત ગયી સો બીત  ગયી.

ભરત પન્ડ્યા.

Categories: 1

વ્યંગ પાદપુર્તી

August 28, 2009 · 2 Comments

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.

- મરીઝ

જો મળી રીશવત જો મોટી, પાઘડી  સમજી  લીધી.

- સુરેશ જાની

એક સમાચારના આધારે  …

સ્વીસ બેન્કોમાં ભારતીય મહાજનોના(!)  3500 + બીલીયન ડોલર જમા છે.


Categories: હાસ્ય-કવીતા

મને એનું નામ યાદ રેતુ નથી….

August 27, 2009 · 6 Comments

એકવાર સુરેશને પુંછવા મન ગભરાયુ પણ રાજુએ પુછયું!

અલ્યા ભાઈ સુરેશ છેલા પચાસ વર્ષથી તારી વાઈફને તું હની કહીને કેમ બોલાવે છે?

જવાબ મલ્યો…. અલ્યા રાજુ હવે મને એનું નામ યાદ રેતુ નથી!

Categories: આજની જોક · રાજેન્દ્ર ત્રિવેદી

shahido tumako meraa salaam !

August 26, 2009 · 2 Comments

તમે બધાયે ભેળા મળી
તેનું પુતળું તો ઉભું કરી દીધું
ચાર રસ્તાની બરાબર વચ્ચે !!
ગ્રુહ મંત્રીએ
દબદ્દબાભેર ઉદઘાટન પણ કર્યુ
(એ વાત જુદી છે કે તે પ્રવચનમા તે
તેનું નામ ખોટું બોલ્યા હતા)
રસ્તાને વીર શહીદ મધુસુદન માર્ગ નામ પણ આપી દીધું
——–પણ ,
હું ઈશ્વરના સોગન્દ ખાઇને કહું છું
મારો દીકરો
કોમી રમખાણને દાડે
બજારમા પાન ખાવા કરવા નીકળેલ
ને તે તો બીચારો ગોળીબાર ટાણે
ફુટપાટને કીનારે
મુતરવા બેઠો હતો !
—ને અંટાઇ ગયો !

~~~~~~~~~~~~~~~ભરત પન્ડ્યા.

Categories: 1

ફરીથી લગન એક ને બે…..

August 23, 2009 · 1 Comment

પત્ની  - વ્હાલા, હું મરી જાઊંતો તું શું કરે ?

પતી  - એવું નો બોલ ડારલીંગ , તો તો હું ગાંડો થઈ જાઉ.

પત્ની - તું બીજા લગન કરે કે નહી ?

પતી  - ગાંડો ગમે  તે કરે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતી - હું મરી જાઊતો તું બીજા લગન કરે. ?

પર્ની - હા, તને ખબર છે મને એકલા બહૂ બીક લાગે.

પતી - તું એબે મારી ગોલ્દ વોચ પહેરવા દે ?.

પત્નીમ  - હા.

પતી  - તું એને મારી કાર ફેરવવા દે ?.

પત્ની - હા.

પતી  - તું એને મારા  પૈસા વાપરવા દે ?.

પત્ની - હા

પતી - તું એને મારા કપડા પહેરવા દે ?.

પત્ની  - ના.

પતી - કેમ ?

પત્ની - એને ટુંકા પડે છે.

.

Categories: 1

August 22, 2009 · 1 Comment

! શ્રી.કમલેશભાઇએ મોકલેલ અન્ગ્રેજી જોક્સનુ ભાશાંતર.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ કામીની – અતુલ લગન પછી તારી બધી મુશ્કેલીઓ, બધી વીટંબણાઓ, બધી તકલીફોનો આપણે સાથે મળી ને સામનો કરશું`

અતુલ – કામીની શિયર મારે કોઇ તકલીફ નથી.

કામી ણિ – એ તો લગન નથી થયા એટલે પછીતો —— ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પત્ની – સાચું કહેજો તમને નારો વાન ગમે છે, ચહેરો ગમે છે કે મારો સ્વભાવ ?

પતી – સાચું કહુ તો મને તારી હાસ્ય-વ્રુતી ગમે છે.તું પોતાની પર કેવી જોક કરી શકે છે ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ છોકરી – તું મને એક બચ્ચી ભરી શ તો હું જીન્દગિભર માતે તારી થઇ જઇશ

છોકરૉ – ચએતવણી બદલ આભાર !

““““““““““““““““ ખબરપત્રી – તમારી લાખોની સમ્રુધ્ધી માટે તમે કોના આભારી છો ?

સોમલાલ – મારી પત્નીનો

ખબરપત્રી – તમે લગ્ન પહેલાશું હતા?

સોમાલાલ – કરૉડપતી ! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ બાબલો – બા. બા. આજે હું પપા સાથે બસમા જતો હતો ત્યારે પપાએ મને ઉઠી જ ઇ બેનને બેસવા દે એમ કહ્યું. બા – બહુ સારુ કર્યું. બાબલો -બા હું પપાના ખોળામા બેઠો હતો ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ચન્દુ – વ્હાલી તુ મારો ફોટો તારી પર્સમા કેમ રાખે છે ?

વનીતા – જ્યારે કાંઇક પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે હું તારો ફોટો જોઇ કૌ છું.

ચન્દુ – પ્રોબ્લેમ્સ દુર થઇ જાય છે.

વનીત – ના રે ના પણ મને થાય છે આ પ્રોબ્લેમ પાસે તો આ પ્રોબ્લેમ કાંઇ નથિ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ મગને ફરીયાદ કસી હું પાસ્વર્ડ ટાઇપ કરુ ત્યારે તારા છપાય છે. કંપનીવાળા કે એ તો પાછળ ઉભેલો તમારો પાસવર્ડ જાઇ નો જાય એટલા માટે. ચન્દુએ ફરી લખ્યું – પાછળ કોઇ નો હોય ત્યારે પણ તેમજ થાય છે.

કમલેશભાઈએ મોકોએલ અમુક જોક નુ ભાશાંતર

Categories: 1

આજની વાત

August 20, 2009 · 1 Comment

મજા તો ત્યારે આવે જ્યારે તમે જોક કહો કે ગાવ અને લોકો દાદ આપે.કહેવાય છે કે જ્યોત સે જ્યોત જલે – અથવા જ્યોત સે જ્યોત જલાતે ચલો તેમ કહી શકાય કે જોક્સ સે જોક્સ બઢાતે ચલો.તમે સાસુની જોક વાંચી , માનું છૂ કે તમારે પણ હશે ને નો હોયતો ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી થાય-( આ પછળ ઉદેશ નેક છે હું એકલો શૂં કામ હેરાન થાઉં ?) તો થવાદ્યો એક જોક સાસુજી ઉપર !આવડે એવી ( ખોટા નામે મોકલજો નહીતો ખાવાના વાંધા પડી જશે !) – વાહીયાત તો વાહીયાત ( કેમ છો? તો કે ત્રણ વત્તા ત્રણ) ને સારી તો સારી,અને યાદ રાખો તમારો સાહેબ કરે તે હંમેશા સારી જ હોય છે.પંદરવાર સાંભળી હોય તોય હસવાનુ ફરજીયાત છે.વાંચવાની તો બીજાએ છે ને ? આપડે ક્યાં વાંચવી છે ? !માણસની તો માણસની ને નહીતો પ્રાણીની ( બે ગીગા બહાર ફરવા નીકળ્યા એક ગીગો બીજા ગીગાને કહે ” હાલતા જાશુ કે કુતરાપર !)મ બાળકો તો જોકનો ભંડાર છે અને તેમને ખબર પણ નથી હોતી કે તે જોક્સ કરે છે – બધુ સહજ પણે થાય છે (દીકરો – બાપા આ પરીણામ પત્રક પર સહી કરો બાપા -ગુજરાતીમા ૫, ગણિતમા ૩,ભુગોળમા – ૭, ઇતિહાસ્મા ૧૦- રોયા ભણછ કે રખડછ ? અંદરથી અવાજ – ધ્યાનથી જુઓ , એનુ નહી .જુનુ તમારુ રિઝલ્ટ છે).જોક તો ગમે ત્યાં મળે. હમણા વાળ કપાવા ગયો, બહૂ ખરાબ કાપ્યા, પણ એને કાંઇ કહેવાય કે “સાવ હજામ જેવો છો ?” મને જોક્સ કહેવાની ટેવ છે ( મારા શ્રીમતીજી ના કહેવા પ્રમાણે ” કુટેવ” છે) તો મારો એક ભાઇબંધ મને કહે “તમે બહુ હાસ્યાસ્પદ છો.” માટે મોકલો જોક મોકલો.રાજેન્દ્રભાઈ અને સુરેશ્ભાઇએ યગ્ન આરંભ્યો છે આપણેતો માત્ર આહુતી આપીને પુણ્ય જ કમાવાનુ છે ! આજની વાત મજા તો ત્યારે આવે જ્યારે તમે જોક કહો કે ગાવ અને લોકો દાદ આપે.કહેવાય છે કે જ્યોત સે જ્યોત જલે – અથવા જ્યોત સે જ્યોત જલાતે ચલો તેમ કહી શકાય કે જોક્સ સે જોક્સ બઢાતે ચલો.તમે સાસુની જોક વાંચી , માનું છૂ કે તમારે પણ હશે ને નો હોયતો ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી થાય-( આ પછળ ઉદેશ નેક છે હું એકલો શૂં કામ હેરાન થાઉં ?) તો થવાદ્યો એક જોક સાસુજી ઉપર !આવડે એવી ( ખોટા નામે મોકલજો નહીતો ખાવાના વાંધા પડી જશે !) – વાહીયાત તો વાહીયાત ( કેમ છો? તો કે ત્રણ વત્તા ત્રણ) ને સારી તો સારી,અને યાદ રાખો તમારો સાહેબ કરે તે હંમેશા સારી જ હોય છે.પંદરવાર સાંભળી હોય તોય હસવાનુ ફરજીયાત છે.વાંચવાની તો બીજાએ છે ને ? આપડે ક્યાં વાંચવી છે ? !માણસની તો માણસની ને નહીતો પ્રાણીની ( બે ગીગા બહાર ફરવા નીકળ્યા એક ગીગો બીજા ગીગાને કહે ” હાલતા જાશુ કે કુતરાપર !)મ બાળકો તો જોકનો ભંડાર છે અને તેમને ખબર પણ નથી હોતી કે તે જોક્સ કરે છે – બધુ સહજ પણે થાય છે (દીકરો – બાપા આ પરીણામ પત્રક પર સહી કરો બાપા -ગુજરાતીમા ૫, ગણિતમા ૩,ભુગોળમા – ૭, ઇતિહાસ્મા ૧૦- રોયા ભણછ કે રખડછ ? અંદરથી અવાજ – ધ્યાનથી જુઓ , એનુ નહી .જુનુ તમારુ રિઝલ્ટ છે).જોક તો ગમે ત્યાં મળે. હમણા વાળ કપાવા ગયો, બહૂ ખરાબ કાપ્યા, પણ એને કાંઇ કહેવાય કે “સાવ હજામ જેવો છો ?” મને જોક્સ કહેવાની ટેવ છે ( મારા શ્રીમતીજી ના કહેવા પ્રમાણે ” કુટેવ” છે) તો મારો એક ભાઇબંધ મને કહે “તમે બહુ હાસ્યાસ્પદ છો.” માટે મોકલો જોક મોકલો.રાજેન્દ્રભાઈ અને સુરેશ્ભાઇએ યગ્ન આરંભ્યો છે આપણેતો માત્ર આહુતી આપીને પુણ્ય જ કમાવાનુ છે ! આજની વાત

Bharat Pandya.

Categories: 1

પ્રાણ અને પ્રકૃતી

August 20, 2009 · 1 Comment

<> ” કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતી સાથે જાય – અથવા પડી ટેવ તે તો ટળે કેમ ટાળી. લગન વખતે દાક્તર સાહેબ કન્યાનો હાથ પકડી “તમને તાવ છે” એમ કહે.” – ( આભાર શાહ્બુદ્દીન રાઠોડ)

~~~~~ સીનેમાના ડોર કીપર ને ઘેર જાવ તો એ ભરબપોરે બેટરીથી સોફા દેખાડી “અહીં બેસો” એમ કહે.

~~~~બેન્ક મેનેજરને પત્નીનો કાગળ મળ્યો. વાંચ્યા વગર પછો મોકલી દીધો – શેરા સાથે – “સહી ખોટી છે”

~~~~~શીક્સક્ને પીયર ગયેલી પત્ની એ કગળ લખ્યો. જવાબમા સાહેબે લખ્યુ તમને ૧૦ માથી ૩ માર્ક મળે છે (વ્યાકરણની ભુલો છે,વિશયાન્તર ખુબ છે, જોડણીનીના ઠેકાણા નથી – ન આવડતુ હોયતો ઊંઝા જોડણી વાપરો.)

~~~~~દરજી ઘરે ખમીસ શીવીને લાવ્યો ” જો આ ખમીસના કપડા માથી આપડા નાના બાબાનુ થઈ જાય એટલુ કપડુ ચોરી લીધુ બૈરી કહે ” આપડા મોટાનુજ શીવવા આપ્યુ તુ” ~~~~~દાંતની ડોક્ટર પત્ની હોય તો પતીને “મ્હો ખોલો” એમ કહે (બાકીતો ‘મુન્ગા મરો” સાંભળવાનુ હોય્) ~~~~~બેહરા પતિનેય વહુ “સાંભળો છો” કહી બોલાવે.

Categories: 1

દુખનુ ઓસડ કુતરો

August 20, 2009 · 5 Comments

મગન ; મારી સાસુને અમારો કુતરો કરડ્યો ને સાસુજી ગુજરી ગયા.

ચન્દુ ; ભારે થઇ.

મગન ; બીજે દી’તો ઘર પાસે ભીડ થઇ ગઇ, માણસ માય નહી.

ચન્દુ ; બધા ખરખરે આવ્યા હશે.

મગન ; ના રે ના,બધા કુતરો ખરીદવા આવ્યા હતા

Categories: 1