હાસ્ય દરબાર

જોકરોમાં ઉમેરો !

July 12, 2009 · 15 Comments

અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે,

હાસ્ય દરબાર પર હાસ્યના પીરસણીયાઓમાં

એકનો વધારો થયો છે!!!!!

હાસ્યનું હુલ્લડ મચાવતી,  અમારી ટોળીમાં ભાવનગરના શ્રી. ભરત પંડ્યાઆજથી જોડાયા છે.. ભરત ભાઈ રાજેન્દ્ર અને સુરેશના મોટા ભાઈની ઉમ્મરના છે. પણ યુવાનોને પણ શરમાવે તેવી તાકાત, ઉત્સાહ અને જીંદાદીલી ધરાવે છે.

- 12 જુલાઈ – 2009

Categories: સમાચાર

15 responses so far ↓

  • Bharat Pandya // July 12, 2009 at 1:48 pm

    સ્વાગત અને સહકાર્યકર બનાવવા બદલ રાજેન્દ્રભાઇ અને સુરેશભાઇનો આભાર્. સામાન્ય રીતે બૈરાંઓ છુપાવે ( મેં ચાલિશ વરસથી કોઇને કિધુ નથી હું કેવડી છું ! ! મને મોટાભાઇ જેવડૉ કહી આ બન્ને મહાનુભાવે મારી ઉમર વીશે કેમ ફોડ ના પાદ્યો તે મને સમજાતુ નથી , ચાલો હુ જ કહી દઊ – હું બોતેર વરસનૉ છું.જોકે એ વાત માટે હું જરાપણ જવાબદાર નથી ! મારી જેવા અસંખ્ય લોકો જે ૧૯૩૭ મા જન્મ્યા હતા તે આજે ૭૨ વરસના છે. ક્યાંક નવી જૉક સાંભળું એટલે ક્યારે કોક્ને કહું એમ થવા માંડે. ક્યારેકતો કોઇનો મળે તો ઇલેટ્રિકના થાંભલા ને કહી દઊ પણ આ સુરેશભાઇ જે મારા ઉત્સાહની વાત કરે છે તે મારા હસવા – હસાવાની આદતને કારણે છે. ૭૨ વરસમાં એટલું સમજી ગયો છું કે તમારા દુખમા કોઇને રસ નથી ક્ય્યાંથી હોય એમના ઓછા છે કે આપણા સાંભળે ?! માટે ગમતાનો ગુલાલ કરવાની ટેવ પાડી છે.પત્ની ઉપરની – શારીરીક ખોડની – જોક નથી ગમતી.પ્રશ્નોરા ગ્નાતીમા જનમ લીધો એટલે હાસ્યવ્રુતી વારસામા મળી છે ( અંગત વાત કરૂં તો બીજું કાંઇ નથી મળ્યું) . અમે નાગર/બ્રામ્હ્મણ એટલે બ્રાહ્મણ. એમ કહે કે તમે નાગર્ અને નાગર એમ કહે કે તમે બામણ એમ અમે નહિ ઘરના નહી ધાટના. ગામ મારું ભાવનગર પણ ઝાઝે ભાગે બધા ભાનવગર નામે ઓળખે ! અમારું ગામ ગાય , ગાન્ડા ને ગાંઠીયા માટે જાણીતું. આપણે બધા થઇ લ્હેર કરશું.યાદ રાખજો કે જોક કેહ્વાની ત્યારે મજા આવે જ્યારે સામેથી પ્રતીભાવ મળે.

    ભરત પંડયા.

  • gopal h parekh // July 12, 2009 at 10:00 pm

    ek bhavnagareene beeja bhavnagareene palavaanee maja padi, haasya darabaaramaa malyaa te chhogamaa

  • સુરેશ જાની // July 13, 2009 at 7:23 am

    ભરતભાઈ
    તમારી જોક તો ગમે જ છે, પણ તમારી આ ભાન વગરની (!) વાત તો બહુ જ ગમી .
    કોઈકે કહ્યું હતું તેમ, પોતાના ઉપર કરેલી જોક સર્વ શ્રેષ્ઠ હોય છે.

  • bharatPandya // July 14, 2009 at 1:41 pm

    મારી કઠણાઇ ની વાત ન કરશો સુરેશ્ભાઇ.મુંબઈ ૫૨ વરસ વાંદરામા રહ્યો !

    એક ભાઇને દાદરથી સાન્તાસ્રુઝ જવુ હતું.કોકને પુછ્યું તો કહે વાન્દરા થૈને જાવ તે ઠેઠ કુદતા કુદતા ગયા.

  • ratilaljogia // July 18, 2009 at 12:31 pm

    mane mota bhai malli gya mane pan 72 thya chhe bhavnagr thi prseedh tatu sagar masik ma mara lekho dar mahine prseedh thay chhe te lekhonee buk chhpavi ne prseedh karichhe teni veb sait raju karee chhe tamo pan abhi pray apjo tamaru oochu nam chhe amo sikhiye chhiye ,ratilal.

  • નવો જોકર ક્યાં? // July 20, 2009 at 8:04 am

    નવો જોકર આવ્યા ભેગો રજા પર ઊતરી ગયો કે શું?

  • dhavalrajgeera // July 21, 2009 at 8:13 am

    પહેલા સિંહ હતો….
    આજ કાલ ઉંદર બની જવું પડ્યુ છે!
    કૉઇ વાર એમ પણ બને!
    પણ ફુંકી ફુંકીને બચકા ભરે!!
    ઉંદર પકડાય નહિં …

  • bharatPandya // July 23, 2009 at 1:01 pm

    ભાઇ મારી કઠણાઇની વાત ન પુછશો.

    જોકર બનાવ્યો એમા એવો હર્ખાઇ ગયો કે એક સાથે પંદર વીશ જોક લખી નાખી તે કંપ્યુટર હસી હસીને ક્રેશ થૈ ગયું ! ! માંડ રીપેર થયું.

    રજા પરતો ઉતરાયજ કેમ? સુરેશભાઇ વઢે !

    લ્યો ત્યારે સાંભળો ———-

    સિંહ્ભાઇના લગન હતા.વરઘોદામા એક બીલાડો જોર જોરથી નાચતો હતો.કોકેમ પુછ્યું ” અલ્યા મીન્દડા તું શેનો આટલો ખુશ થાય છે ? બીલાડો કે “વરરાજા મારો નાનો ભાઇ છે !” ‘હોય નહી ઇ સીંહ ને તું બીલાડો ?” . બીલાડો કે ” લગન પહેલા હૂંય સીંહ હતો”….

  • bharatPandya // July 23, 2009 at 1:11 pm

    “મરીઝ” નો એક લાજવાબ શેર

    જીંદગિ ના જામને પીવામા જલદી કરો ‘મરિઝ’

    એકતો છે મદીરા ઓછી ને ગળતૂં જામ છે

    પ્રતિકાવ્ય

    સંડાસને ખાલી કરવામા જલદી કરો ‘ભરત”

    એક્તો છે લાઈન લાંબી ને ડબલું કાણૂં છે.

    Bharat Pandya

  • bharat Pandya // July 25, 2009 at 1:22 am

    પ્રેમાળ પતિ – બત્રીસ કોઠે દીવા

    ક્લબમાં બાવન પાનાંની રમત જોરદાર જામી છે ત્યાં ટેબલ પર પડેલા એક મોબાઈલની રીંગ વાગે છે.

    રમતમાં મશગુલ એવો એક અઠંગ ખેલાડી ફોન લેવા માટે સ્પિકર ફોન ચાલુ કરીને હાથમાં પત્તાં રમાડતાં વાત શરુ કરેછે…

    ખેલાડી – “એલાવ…”

    સામે છેડે – “વ્હાલા, તું ક્લબમાં છો?”

    ખેલાડી – “હા”

    સામે છેડે – “હું અહીં મૉલમાં ખરીદી કરવા આવી છું અને મને જરી ભરતથી ભરેલી સાડી ગમી ગઈ છે,

    રૂ. ૫,૦૦૦ કહે છે લઈ લઉં?”

    ખેલાડી – “લઈ લે ને, વહાલી, એમાં પુછવાનું હોય કાંઈ?”

    સામે છેડે – “ઝવેરીનો ફોન આવ્યો તો, તેની પાસે નવી ડિઝાઈનના ડાયમંડસેટ આવ્યા છે, પસંદ પડે

    તો એકાદ લઈ લઉં?”

    ખેલાડી -”શું રેંજમાં છે?”

    સામે છેડે – “લાખ સવા લાખ સુધી થઈ જશે…”

    ખેલાડી – “તારી ખુશી માટે સવા લાખ મંજુર છે..”

    સામે છેડે – “ગાડીની ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે મારા માટે…”

    ખેલાડી – ‘વ્હાલી આજે હું બહુ ખુશ છું, તેને જોઇતો મોડલ આજે જ નોંધાવી દેજે, કિંમતની ચિંતા ન

    કરતી”

    સામે છેડે – સારું, રાતે વહેલા ઘરે આવજો, આઈ લવ યુ.”

    ખેલાડી – “આઈ લવ યુ ટુ!”

    ફોન મૂકાઈ ગયો, બધા ખેલાડી રમત છોડી તેની સામે જોઈ રહ્યા હતા અને વિચારતા હતા કે વાહ ! આને ખરો પતિ કહેવાય !

    - ત્યાં તેણે સ્મિત સાથે બધાને પૂછ્યું – “આ કોનો મોબાઈલ છે?”

    Thank you Mike Vora..

  • વિનય ખત્રી // July 25, 2009 at 3:07 am

    ભરતભાઈ પંડયા હાસ્ય દરબારમાં જોડાવાથી હાસ્ય દરબારનો સ્તર ઊંચો આવશે એવી આશા હતી પણ હવે ઉપરોક્ત ટૂચકો વાંચીને તે આશા ઠગારી નીવડી છે.

    ભરતભાઈએ ફનએનગ્યાન.કોમ પરથી તફડાવેલો ટૂચકો અહીં મૂક્યો છે!

    મૂળ અંગ્રેજી જોકનું ગુજરાતી રૂપાંતરણ આ બંદાએ કર્યું છે.

  • bharat Pandya // July 25, 2009 at 4:02 am

    Vinaybhai,
    I have thanked Mike Vora who had sent me the Joke. I do not know its source which as you say ism~~funngyan.com/2009/03/16/husband/ ~~Frankly let me confess today all my submissions are either read or heard somewhere.They are NOT my creation.I only compile them. and for your information many have appreciated this joke.
    Bharat pandya….

  • bharat Pandya // July 25, 2009 at 4:25 am

    ब्रह्म उछीट्टम जगत सर्वम.

    વીનયભાઇઍ તફડંચીની વાત કરી તે પરથી ક્યાંક વાંચેલુ યાદ આવ્યું.કલ્યાણજી- આણંદજી ને કોઇકે કહ્યુ “ફલાણા-ઢિંકણાએ તમારી તરજની તફડંચી કરી છે , એની પર કેસ કરો “કલ્યાણજિભાઇ કહે “નો કરાય” પેલો કહે ” કેમ નો થાય, આખે આખુ મ્યુજીક તમારુ છે” “જો ભાઇ એમા એવૂં છે ને કે અમે જેનું ચોર્યુ’તુ એણે અમારી પર કેસ નોતો કર્યો હવે અમે કેમ કરીયે ! “

  • bharat Pandya // July 25, 2009 at 4:29 am

    આને ખરો પતિ કહેવાય
    એને સુવર કેહવાય ?

  • Bharat pandya // July 26, 2009 at 1:37 pm

    જર્મન પન્ડ્યા(ભાવનગર) ના હાસ્ય મુક્તકો

    કટકો ઇ કટકો ને કણી ઇ કણી,
    મીનાકુમારિ ઇ મીનાકુમારી ને મણી ઇ મણી,
    જીદગી મા એક વાત મે જાણી,
    (કે) પ્રેમી ઇ પ્રેમી ને ઘણી ઇ ધણી.
    ———————————–
    ખાટી મીઠી વાતનો કેવો અંકોડો હતો
    ખાધું મે દડબુ ગોળનુ ભેગો મંકોડો હતો.
    ————————————–
    વીઘાતક બાવડા કરતા પ્રવર્તક ટાંટીયા સારા,
    જીવનના દુશ્મનૉ કરતાં મુવાતક કાંધીયા સારા.
    અમારો આ અનુભવ છે તમારો શુ અનુભવ છે
    જમણના વાયદા કરતાં અચાનક ગાંઠિયા સારા !

Leave a Comment