હાસ્ય દરબાર

You may like to enjoy!

July 8, 2009 · 7 Comments

ધુળ જેવી છે જીંદગી આપણી ….. આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!! 
 
કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી …. 

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો ….. આખરે તો એ મા – બાપને જ અનુસરશે !!!

બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….

પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે … પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!! 

અને છેલ્લે ….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!

Thanks to HS ‘ E Mail !!!

Categories: ગુજરાતી

7 responses so far ↓

  • Rajni Agravat // July 9, 2009 at 2:08 am

    મેઈલની માયાઝાળે માજા મૂકી !
    http://rajniagravat.wordpress.com/2009/06/18/short-sweet-ii/

  • સુરેશ જાની // July 9, 2009 at 4:06 am

    Copy paste… Copy paste… Copy paste… Copy paste…

  • Chirag Patel // July 9, 2009 at 11:20 am

    Very nice definition of DEATH and MOKSHA.

  • bharat Panndya // July 10, 2009 at 4:32 am

    એક ભાઇનુ ક્રેડિટ કાર્ડ ખોવાઇ ગયું પણ એણે ફરીયાદ ન કરી કારણ ? ચોર એની વહુ કરતા ઓછો ખરચ કરતો’તો.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

    છોકરો ( પચી વરસનો) — ‘ હેં પપા લગન પછી કુલ કેટલો ખરચ થાય ?”

    પપ્પા —- ? મને ખબર નથી બેટા મારો હજુ પ્રુરો નથી થયૉ ”

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    એક બૈરીની પ્રર્થના

    હે પ્રભુ ! ! મને મારા વરને સમજવા જેટલી બુધ્ધી આપ્.

    તેને માફ્ કરૂં એટલો પ્રેમ આપ્

    તેને સહી શકું એટલી શહનશીલતા આપ્

    પણ મને મહેબાની કરી શક્તી નહી આપતો

    નહીતો હું એને મારી નાખીશ ! !

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    જ્યારે વર તેની મોટરનો દર્વાજો તેની વહુ માટે ખોલે ત્યારે સમજવુ કે

    કાં તો મોટર નવી છે અથવા વહુ !

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    from internet…`

  • bharat Panndya // July 10, 2009 at 4:38 am

    ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે … પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    આ વાંચી ક્યાંક વાંચેલી પંક્તી યાદ આવી

    એક બાપના ઘરમા પાંચ દિકરા રહી શકે

    પણ

    પાંચ દિકરાના એકે ઘરમા બાપ સમાઇ શકે ખરો ?

  • Dhavalrajgeera // July 10, 2009 at 5:20 am

    Dear Bharatbhai,

    As You wish Keep sending feedback and Surf….
    But. you need to work with us -

    Editor
    Hasyadarbar

  • wishandvote // July 11, 2009 at 12:47 am

    Want to say to all this post readers,

    that You will find some effective and also helpful lines for your life improvement in above article and also at comments.

    Thanks for sharing.

    Fitness Tips

Leave a Comment