મારો કુતરો વાડ પાસે કાંઈક ખોતરી રહ્યો હતો. તેણે માટીથી ખરડાયેલું. એક મરેલું સાસલું શોધી કાઢ્યું હતું. મને થયું કે પાડોશીની દીકરીને બહુ જ વહાલું આ સસલાને કુતરાએ મારીને વાડ પાસે સંતાડ્યું હશે. મેં તેની પાસેથી તેને લઈ, બરાબર ધોઈ, ડ્રાયરથી સુકું કરીને પાડોશીના બેક યાર્ડમાં સસલાના પાંજરામાં તેને સાચવીને મુકી દીધું.
થોડીવારે પાડોશી તેની દીકરીને લઈને ઘેર પાછો આવ્યો હતો,. દીકરી નવા સસલાને પાંજરામાં મુકવા ગઈ. તરત તેણે ચીસ પાડીને ડેડીને બોલાવ્યા
“ ઓ ડેડી ! જુઓ મારું મરી ગયેલું જુનું સસલું ભુત થઈને પાછું આવી ગયું છે! મેં તેને વાડ પાસે ડાટી દીધું હતું.. “
————————-
અંગ્રેજી પરથી
મુળ સ્રોત : અજ્ઞાત
સાભાર : શ્રી, સુનીલ મારુ
1 response so far ↓
bharatpandya // July 15, 2009 at 11:01 pm
Englished as spoked by Gujarati
૧…ડોન્ટ ટોક ઇન માય બેક
૨…બોથ ઓફ યુ થ્રી ગેટ આઉટ
૩..ડોન્ટ ડુ હાહા નાના . સે હા ઓર ના.
૪…આઇ હેવ તુ ડોટરસ બોથ આર ગર્લ્સ,
૫…ઓલ ઓફ યુ સ્ટેન્ડ ઇન સર્કલ ઇન સીધી લાઇન.
૬…કીપ સાઇલન્સ, પ્રિન્સિપાલ જસ્ટ પાસ્ડ અવે.
૭…રેઇનીંગ ? સ્ટોપ થ વિન્ડો એન્ડ સ્ટાર્ટ થ ડોર.
૮. ચન્દુ મગનને પાસે બોલવે છે ” મગન કમ ધેર”
( સૌજન્ય ગુજરાત સમાચાર્.)