હાસ્ય દરબાર

આજની જોક

July 2, 2009 · 1 Comment

હાઈવે પોલીસ

ઝડપથી ચલાવાતા વાહનોને પકડવા રડાર સાથે  પોલીસ કાર છુપાઈને  બેઠી હતી. પણ બધાં વાહનો બરાબર ઝડપથી ચાલતાં હતાં. પોલીસને નવાઈ લાગી કે કોઈ વાહન ઝડપથી કેમ ચલાવતું ન હતું?

તપાસ કરતાં ખબર પડી કે, એક છોકરાએ એક માઈલ આગળ સાઈન બોર્ડ લગાવ્યુ6 હતું ,” પોલીસ રડાર આગળ છે.”

અને એક માઈલ પછી મોટું ટબ રાખીને બીજો છોકરો ઉભો હતો. એની ઉપર સાઈન બોર્ડ હતું, “ રડારથી ચેતવવા માટે ટીપ આપો.”

અને તેનું ટબ સીક્કાઓથી છલકાઈ ગયું હતું.

————————-

અંગ્રેજી પરથી

મુળ સ્રોત : અજ્ઞાત

સાભાર : શ્રી, સુનીલ મારુ

Categories: આજની જોક

1 response so far ↓

Leave a Comment