હાસ્ય દરબાર

Entries from April 2009

कोम्प्युटर शायरी

April 30, 2009 · 1 Comment

जो मुद्दतसे होता आया है, वो रीपीट कर दुंगा,

तु न मीली तो अपनी जीन्दगी,  कंट्रोल ओल्टर डीलीट कर दुंगा

————————————- 

स्रोत : अज्ञात

Categories: हिन्दी

સીંહની બહેન બકરી

April 29, 2009 · 6 Comments

    એક બકરીની આંગળીએ એનું બાળક ચાલતું હતું અને બકરી રસ્તો ભુલી ગઇ પરંતુ બકરી ગમે તેમ તોય માણસ ન હોવાથી એણે બચ્ચા ઉપર ગુસ્સો ન કર્યો. બચ્ચાને પોતાની રીતે વાડા સુધી પહોંચી જવાની આજ્ઞા ન કરી અને ગભરાટ સાથે જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા લાગી. એક તો ગાંડી હતી એમાં ભુતને પરણે એમ બકરી ભુલી પડી જવાથી ધ્રુજતી હતી અને સામે સીંહ આવી ચડયો. 

    સીંહે મા-દીકરાને જોયા હતા એટલે ભાગવાનો કોઇ અર્થ નહોતો. બકરીને થયું કે અમારા બંનેનો હમણાં બ્રેકફાસ્ટ થઇ જશે. મારી તથા દીકરાની પુણ્યતીથી એક જ દીવસે આવશે. આવા વીચારોથી બકરી પોતાના સ્થાન ઉપર ઉભી ઉભી વાયબ્રેટ થવા લાગી. એમાં સીંહ નજીક આવ્યો. બકરીનાં આશ્ચર્ય વચ્ચે બે હાથ જોડીને ‘જય શ્રી કષ્ણ’ કર્યા. બચ્ચાને તેડીને વહાલ કર્યું. બચ્ચાનાં બંને ગાલ ઉપર પપ્પીઓ કરી. બચ્ચાનાં હાથમાં ચોકલેટ આપીને સીંહે બકરીને કહ્યું કે બહેન… મારે એક પણ સગી બહેન નથી. આજથી તું મારી બહેન છે. દર રક્ષાબંધને મારા જીજાજી તથા ભાણીયાને લઇને મારી બોડમાં રાખડી બાંધવા આવજે. 

    આ મારું બીઝનેસ કાર્ડ છે જેમાં મારું એડ્રેસ છે. મોબાઇલ તથા લેન્ડલાઇન નંબર છે. મારા લાયક કંઇ પણ કામ હોય તો તારા ભઇલાને હુકમ કરજે. તને કોઇ હેરાન કરે તો મને તરત જ ફોન કરજે. માણસ નામનું નાલાયક પ્રાણી સગા બાપથી ડરતું નથી એ મારા નામથી થરથર ધ્રુજે છે. 

     કોઇ માણસ તને રંજાડે તો પણ મને યાદ કરજે. બહેન બકરી, જરાપણ મુંઝાતી નહીં એમ કહીને સીંહ તો જતો રહ્યો.

    પાછળથી બકરી એટલું બોલી કે ” બેટા, જંગલમાં ચુંટણીની તારીખ જાહેર થઇ લાગે છે.” 

Courtsey - 

Rmakant Desai 

and 

Rughani Bharat

PORBANDAR (GUJARAT-INDIA).  

Categories: આજની જોક

कोम्प्युटर शायरी

April 28, 2009 · Leave a Comment

कल जब मीले थे, तो दीलमें हुआ एक साउन्ड

और आज मीले तो कहते हैं, योर फाईल नोट फाउन्ड

———————————————- 

स्रोत : अज्ञात

Categories: हिन्दी

Top WordPress.com blogs today

April 27, 2009 · Leave a Comment

Top WordPress.com blogs today

  1. હાસ્ય દરબાર
  2. મલજી નો બ્લોગ
  3. અંતરના ઉંડાણમાંથી
  4. મોરપીંછ

Thanks to Bhai Suresh and all who are  reading – Surfing this blog “Hasyadarbar”

Categories: ખાટી મીઠી

હાસ્ય ગણીત : ભાગ -4

April 26, 2009 · 1 Comment

Based on email received in English

ભાગ 2 ) અને 3) ઉપરથી ફલીત થાય છે કે,

જે માણસ કમાતો નથી = જે સ્ત્રી ખરચતી નથી

એટલે કે ,

માણસ કમાય છે , જેથી સ્ત્રી ગધેડા જેવી ન બની જાય . અને
સ્ત્રી ખર્ચે છે, જેથી માણસ ગધેડા જેવો ન બની જાય.

બીજી રીત કહીએ તો …

માણસ + સ્ત્રી = બે ગધેડા + કમાવું + ખરચવું

એટલે કે, સુખેથી સાથે જીવતા બે ગધેડા

—————————————— 

To Conclude:
From equation 2 and 3
Men who don’t earn money = Women who don’t spend
So
Men earn money not to let women become donkeys
And women spend not to let men become donkeys
So we have:
Men+ women = Donkey + earn money + Donkey + spend money
Therefore from postulates 1 & 2, we can conclude
Men + women = 2 Donkeys that live happily together !!!!!!!!!!!!

Categories: હાસ્યગણીત

તાળું તુટ્યું – એક સત્યકથા

April 25, 2009 · 11 Comments

    પટારામાં બધું કેદ થઈને પુરાયેલું પડ્યું છે. સૌજન્ય, ભ્રાતૃભાવ, સાદી સમજ, કાયદા અને ન્યાયની પ્રક્રીયાનું જ્ઞાન એ સઘળાં બંદીવાન થઈને પટારામાં રાંકની જેમ, બેહાલ થઈને, ભોંય ભેગા, બેઠા છે. એમાંનું કશુંય, કોઈનેય, ક્યાંય, ક્યારેય, કશાય પ્રયત્ન છતાં, હવે, હાથવગું થાય તેમ નથી. પટારાના નકુચામાં ખંભાતી તાળું લાગેલું  છે.

     અને તાળાની એક માત્ર ચાવી? એ પણ એ પટારાની અંદર કેદ થઈને પડેલી છે. એ તાળું કદી ખુલી શકે તેમ નથી.

     ત્યાં એક કદાવર, ઉંચો અને પ્રભાવશાળી માણસ આવે છે. તેના હાથમાં એક મોટો ઘણ છે. એક પ્રચંડ ધમાકા સાથે તે તાળા પર ઘણ ઝીંકે છે. અને લો! એ તાળું એક જ ઝાટકે તુટ્યું. પણ આ શું? પટારામાંથી તો દુર્જનતા, દુશ્મનાવટ, ગેરસમજ, નકરું અજ્ઞાન …  આ બધાંની ગંદકીના ઢગલે ઢગલા બહાર ખડકાઈ આવ્યા.  ગટર ગંગા વહેવા લાગી.

    તમે ઝબકીને જાગી જાઓ છો. માત્ર ભીની ચદ્દી પહેરેલા તમે પસીને રેબઝેબ બની ગયેલા છો. હવે તમને આ ભીષણ દીવાસ્વપ્નમાંથી જાગૃત થઈને, તમારી આ ઘડીની ભયાનક વાસ્તવીકતાનું ભાન થાય છે. ચાવીવાળું તમારું રોજનું તાળું તો ખોવાઈ ગયેલું હતું. આજે તમે જીમમાં કસરત પતાવી, સ્વીમીંગપુલના બાથરુમના લોકરમાં કપડાં સમેત,  તમારી બધી વસ્તુઓને પુરી, નમ્બરવાળું નવું તાળું લગાવીને સોનામાં બેસવા અને તરવા  ગયા હતા.

  પાછા આવી તમે પચીસ વખત એ તાળાનું કમ્બીનેશન ઉકેલવાની લમણાંઝીંક કરી હતી. તમારા મીત્ર બની ગયેલા, એક જણે પણ તમને એ તાળું ખોલવા મદદ કરી હતી. એક અજાણ્યા સજ્જને પણ હાથ અજમાવી જોયો હતો. પણ કશી કારગત કામ આવી ન હતી. એ કમબખ્ત, નવું નક્કોર તાળું તમારા બધાંની મજાક ઉડાવતું, લોકરના નકુચામાં વીલસી રહ્યું હતું! પાટલી પર હાથ દઈને તમે ક્યારે આ દીવાસ્વપ્નમાં ખોવાઈ ગયા, તેનું ભાન પણ તમને ક્યાં રહ્યું હતું?

    પણ સારાં કે માઠાં સપનાં જોયે, એ તાળું ખુલવાનું નથી. તમે આ વેશમાં ઘેર જઈ શકો તેમ નથી. અરે!  કાર સુધી પહોંચવા માટે પણ તમારે સજ્જનો અને સન્નારીઓથી (બીકીનીધારી?!) ભરેલા જીમમાંથી પસાર થવું પડે તેમ છે. આંખો મીંચીને, અર્ધનગ્ન દોડતા ડોસાના લઘરવઘર દેખાવનું  મફત મનોરંજન બધાંને પુરું પાડીને પણ, તમે કારનું બારણું શી રીતે ખોલવાના? એની ચાવી પણ લોકરમાં કેદ જ છે ને?  ડ્રાઈવીંગ લાયસન્સ. ક્રેડીટ કાર્ડ, થોડા ઘણા ડોલરના બીલ – બધું એ જેલમાં બંદીવાન છે.  માત્ર તમે એકલા જ, જન્મ્યા ત્યારે હતા તેને લગભગ મળતી આવે, તેવી અવસ્થામાં આઝાદ છો! પણ એ આઝાદી મીયામીના બીચ ઉપર, મુક્ત મને, વાપરી શકાય. અહીં વાપરવા જાઓ તો? પોલીસ તમને જ એના પટારામાં પુરી દે! અને એમાંથી છુટવા ન જાણે કેટલા મહામુલા ડોલર ખોવાના;  અને છાપાંઓમાં આબરુના ધજાગરા થાય એ તો જુદા જ! 

  હવે શું થાય? ડુબતો તરણું શોધે તેમ, તમે જીમ અને પુલના કોઈ કર્મચારીની રાહ જોવા માંડો છો. અડધો  કલાક આ પ્રતીક્ષામાં પસાર થઈ જાય છે. પણ કોઈ ફરકતું નથી. તમે ધીમે પગલે, ડરતાં ડરતાં, જીમ તરફ જવા પ્રયાણ કરો છો. ખુલ્લા દરવાજાની બાજુની ભીંતે, તમારી લાજ ઢાંકી, સાચવીને તમે બહાર ડોકીયું કરો છો. બીકીનીધારી એક લલના ટ્રેડમીલ પર ધમધમતી દેખાય છે. તમે ગલવાઈને ડોકું પાછું ખેસવી લો છો.

     પણ આમ શરમાયે તમારી આ અભુતપુર્વ સમસ્યા ઉકેલાવાની નથી. રહી સહી, બધી હીમ્મત ભેગી કરી, તમે તમારી સમગ્ર કાયાને જીમમાં ધકેલો છો. ભલે ઓલીને છાંસઠ વરસની, તમારી જીર્ણ શીર્ણ કાયા દેખાઈ જાય! તમે ચારે તરફ નજર કરો છો. ક્યાંય કોઈ ગણવેશધારી દેખાય છે? એક જણ નજરે ચઢે છે. પણ તે તો તમારી તરફ પીઠ ફેરવીને, રીસાયેલી પ્રીયાની જેમ ઉભો છે. રસ્તાના રોમીયોની જેમ તમે સીસોટી મારી તેને બોલાવવાનું વીચારો છો. પણ એમ કરતાં તો બધાં ધમધમતાં સજ્જનો અને સન્નારીઓ આગળ તમારા ભીના, જુજ ગણવેશધારી દેહનું પ્રદર્શન થવાની પુરી સંભાવના ધ્યાનમાં આવતાં; તમે એ શક્યતા પડતી મુકો છો.

   પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાના પ્રતાપે, એક સાવ અજાણ્યો, અલમસ્ત કાયાવાળો,  હબસી,   કસરતબાજ  તમારી બાજુમાંથી પસાર થાય છે. એના હાથનો પ્રચંડ મુક્કો સહી લેવાની અને વીના મુલ્યે, બાકી રહેલા દાંત પડાવી નાંખવાની, મહાન વીભાવનાને કોરાણે મુકી, પેલા ગણવેશધારીને તમારી પાસે મોકલવા, તમે એને વીનવો છો. ઓલ્યો વીસ્ફારીત નેત્રે તમારી આ વીચીત્ર મુશ્કેલી માંડ માંડ સમજે છે.

  થોડી જ વારમાં પેલો કર્મચારી તમારી વહારે આવી પુગે છે. એ તમારી સાથે આવે છે. તે પણ તાળાનું એ અશક્ય કમ્બીનેશન ઉકેલવા અસફળ કોશીષ કરે છે. છેવટે થાકીને તે તમને પુછે છે ,

   “તાળું તોડી નાંખું?”  

   તાળું હમ્મેશ માટે ગુમાવવાના અમદાવાદી નીર્વેદને બળપુર્વક બાજુએ મુકી, તમે હરખ ભેર હા પાડી દો છો. થોડી જ વારમાં ઘણ નહીં પણ, મોટા ચીપીયા જેવું એક હથીયાર લઈને તે પાછો આવે છે.  અડધી જ સેકન્ડમાં  તાળા અને નકુચા વચ્ચે ડાઈવોર્સ થઈ જાય છે. પેલો સજ્જન કર્મચારી તમને દેવદુત જેવો લાગે છે. તેનો આભાર માની, ગયેલી બધી સંપદા પાછી મેળવી, તમે ફરી સજ્જનના વેશમાં નવો અવતાર ધારણ કરો છો.

  અને ગુમાવી દીધેલાં સૌજન્ય, સમજ, ભાઈચારો, અને કાયદા અને ન્યાયનું ભાન ને જ્ઞાન, એ બધું પણ તમને અકબંધ પરત મળી જાય છે.

Categories: સુરેશ જાની · હાસ્ય લેખ
Tagged:

તો ચાલો મારી સાથે

April 24, 2009 · 1 Comment

સાધુ મહારાજ ટ્રૈનમા મુસાફરી કરતા હતા.એમને ટીકીટ તો લેવાની નો જ હોય ને? એટલામાં ટી ટી આવ્યો.

ટી ટી

  • મહારાજ ક્યાં જવુ છે ?

સાધુ

  • રામની જનમભુમીમા.

ટીટી

  • ટીકીટ છે ?

સાધુ

  • ના

ટીટી

  • તો ચાલો મારી સાથે. 

સાધુ

  • ક્યાં ?

ટીટી

  • કૃષ્ણની જનમભુમીમા!

———————————————————————

સાભાર :  ભરત પંડ્યા, ભાવનગર

    Categories: આજની જોક

    હાસ્ય ગણીત : ભાગ – 3

    April 22, 2009 · 1 Comment

    Based on email received in English

    સ્ત્રી = ખાવું + ઉંઘવું + ખરચવું
    ગધેડો = ખાવું + ઉંઘવું
    માટે
    સ્ત્રી = ગધેડો + ખરચવું
    માટે સ્ત્રી – ખરચવું = ગધેડો
    તારણ : જે સ્ત્રી ખર્ચ નથી કરતી તે ગધેડા જેવી છે.
    ———————————
    Equation 3
    Women = eat + sleep + spend
    Donkey = eat + sleep
    Therefore:
    Women = Donkey + spend
    Women- spend = Donkey
    In other words,
    Woman who doesn’t spend = Donkey

    Categories: હાસ્યગણીત

    સમાચાર

    April 20, 2009 · Leave a Comment

          અત્યંત આનંદ સાથે જણાવવાનું કે ગદ્યસુર પર પ્રકાશીત થયેલાં, અને મને સૌથી વધારે ગમતાં, લખાણોનો અંગ્રેજીમાંઅનુવાદ હવે નીચેના બ્લોગ ઉપર વાંચી શકાશે.

    Expressions

          આગળ ઉપર, સમય મળ્યે, મને ગમતાં ગુજરાતી લેખો, વાર્તાઓ અને કાવ્યોનો અંનુવાદ પીરસવા પણ વીચાર છે. સૌ વાચક મીત્રોને વીનંતી કે, ગુજરાતી ન જાણતા તમારા મીત્રોને આ અંગે જાણ કરી, લાભ લેવા પ્રોત્સાહીત કરશો.

    Categories: સમાચાર
    Tagged:

    હાસ્ય ગણીત : ભાગ -2

    April 20, 2009 · 2 Comments

    Based on email received in English. 

    માણસ = ખાવું + ઉંઘવું + કમાવું
    ગધેડો = ખાવું + ઉંઘવું
    માટે
    માણસ = ગધેડો + કમાવું
    માટે
    માણસ – કમાવું = ગધેડો
    તારણ : જે માણસ કમાતો નથી, તે ગધેડો છે.

    ————————————————–
    Equation 2
    Men = eat + sleep + earn money
    Donkey = eat + sleep
    Therefore:
    Men = Donkey + earn money
    Therefore:
    Men – earn money = Donkey
    In other words,
    Man who doesn’t earn money = Donkey

    Categories: હાસ્યગણીત