એક કલ્પના
રબડીદેવી સ્વર્ગે સીધાવ્યાં – લલ્લુજીને બીહારમા કે દીલ્હીમાં જ રાખીને. એમણે યમરાજાની ઓફીસમાં, દીવાલ ઉપર ઘણાં બધાં મીટરો લટકાવેલાં જોયાં. એમને કુતુહલ થયું, કે આટલાં બધાં મીટરો કેમ રાખ્યાં છે? એમણે યમરાજાને પુછ્યું.
યમરાજા – કોઈ જણ જુઠ્ઠું બોલે તો આ મીટરનો કાંટો એક આંકડો આગળ ખસે છે.
એક મીટરનો કાંટો શુન્ય ઉપર હતો. રબડીદેવીએ પુછ્યુ,” આ કોનું મીટર છે?”
યમરાજા – ગૌતમ બુધ્ધનું.
બીજાનો કાંટો બે ઉપર હતો.રબડીદેવીએ પુછ્યુ,” આ કોનું મીટર છે?”
યમરાજા - ગાંધીજીનું.
ત્રીજાનો કાંટો 25 ઉપર હતો. રબડીદેવીએ પુછ્યુ,” આ કોનું મીટર છે?”
યમરાજા - હર્ષદ મહેતાનું.
હવે રબડીદેવીને ચટપટી થઈ. એમણે પુછ્યુ,” મારા લલ્લુનું મીટર ક્યાં છે?”
બોલો યમરાજાએ શો જવાબ આપ્યો હશે?
–
–
–
–
–
—-
–
–
” એ તો મારી ઓફીસમાં રાખ્યું છે. સીલીંગ ફેન તરીકે સરસ કામ આપે છે!
