હાસ્ય દરબાર

ઠંડા ગરમ!

October 3, 2008 · 3 Comments

    એક વીકેન્ડમાં એક જનરલ મેનેજર સ્કીઈંગ કરવા ગયા; અને ત્યાં તેમનો પગ મચકોડાઈ ગયો.  ઘેર પાછા આવ્યા ત્યારે  તો પગ સુજીને થાંભલા જેવો થઈ ગયો હતો. તેમને ચાલવામાં સખત મુશ્કેલી પડતી હતી.

   એમણે એમના ફેમીલી ડોક્ટરને ઘેર બોલાવ્યા. ડોક્ટરે કહ્યું ,” પગ ગરમ પાણીમાં અડધો કલાક ડુબાડી રાખજો.” 

   જનરલે(!) એમ કર્યુ, પણ પગ તો ઓર સુજી ગયો.  એમની કામવાળી આ જોતી હતી. તેણે કહ્યુ,” અમે લોકો તો આમ થાય તો ઠંડું પાણી વાપરતાં હોઈએ છીએ.” 

  જનરલે હવે  ઠંડુ પાણી લીધું. અને પગને ઘણી રાહત થઈ. બે ચાર વાર  આમ કર્યું અને પગ ઠીક થઈ  ગયો.

   લાલપીળા થતાં જનરલ તો ડોક્ટર પાસે ગયા, અને કહ્યું ,”તમે કેવા ડોક્ટર છો ?  મારી કામવાળીએ તો ઠંડું પાણી વાપરવાનું કહ્યું, અને પગ બરાબર થઈ  ગયો. “

   ડોકટર ઉવાચ ,” અરે, મારી કામવાળીએ તો મને ગરમ પાણી વાપરવાની સલાહ આપી હતી! “

-  હવે આ વાત આજે ‘ હાસ્ય દરબાર ‘ની વરસ ગાંઠે એટલા માટે લખી કે, રાજેન્દ્ર ડોક્ટર છે  અને સુરેશ જનરલ મેનેજર હતો !!   

હાસ્ય દરબાર પર પ્રકાશીત કરેલી પહેલી કૃતી માણો -મહેન્દ્ર શાહ  

—————————  

   A business executive injured his leg skiing one weekend. By the time he got home Sunday, the leg was very swollen and he was having difficulty walking,so he called his physician at his home. The doctor told him to soak it in hot water. He tried soaking it in hot water but the leg became more swollen  and more painful.

     His maid saw him limping and said, “I don’t know, I’m only a maid, but I always thought it was better to use cold water, not hot, for swelling.” He tried switching to cold water, and the swelling rapidly subsided.

    On Monday morning he called his Dr. again to complain. “Say Doc, what kind of a doctor are you anyway? You told me to soak my leg in hot water and it got worse. My maid told me to use cold water and it got better.”

    ”Really?” answered the doctor, “I don’t understand it – my maid said hot  water.”

Sent by -  Dr.Jitendra N. Patel

Categories: આજની જોક

3 responses so far ↓

  • dhavalrajgeera // October 3, 2008 at 4:28 am

    Thanks to give your help !
    Suresh Jani
    Mahendra Shah
    Dr.Jitendra N.Patel and Blogers and Surfers.
    now, is the start of 3rd Year for Hasyadarbar with hit – 64113

  • Dharmesh Vyas // October 5, 2008 at 4:49 am

    Congratulations ….. and best of luck….

  • pragnaju // October 13, 2008 at 2:40 pm

    વાહ્
    આની વીડીઓ બનાવી મૂકવા જેવી…
    આ હિટની વાત પણ રમુજી છે…
    એક મીકેનીકલ-ઈલેકટ્રીકલ હથોડી માઉસ પર ગોઠવો
    હિટનો રેકર્ડબ્રેક

Leave a Comment